પ્રતાપ ભાનુ મહેતાએ અશોક યુનિવર્સિટીમાંથી રાજીનામું આપ્યું અથવા તો આપવું પડે એવા સંજોગો ઊભા થયા ત્યારથી ‘પબ્લિક ઇન્ટેલેક્ચુઅલ’ એ શબ્દપ્રયોગ ખૂબ નજરે ચઢ્યો છે.
‘જાહેર બૌદ્ધિક’ એવું ગુજરાતી પણ જાણીતું છે. હવે એ કોણ અને કેમ કહેવાય તે વિશે વિચાર કરવાનું થાય. બધા શિક્ષિતજનોને જેમ બુદ્ધિશાળી ન કહેવાય તેમ બધા બુદ્ધિશાળીઓ માટે બૌદ્ધિક શબ્દ પણ ન પ્રયોજાય. આવા સંજોગોમાં ‘જાહેર બૌદ્ધિક’ કોને કહેવાય તે વિચારવા જેવું તો ખરું. સારું છે કે પ્રતાપ ભાનુ મહેતા બાબતે કોઈએ આવો સવાલ ઊભો કર્યો નથી અને હું પણ તેમ કરવા માંગતો નથી પણ થોડી જાહેર સ્પષ્ટતા થાય તો સારું એવું જરૂર ઇચ્છું.
જાહેર એટલે પ્રજા એવો એક અર્થ ખરો. વ્યાપક પ્રજાને સ્પર્શતી બાબતો એટલે જાહેર બાબતો. બહુ બધા પ્રજાજનો છે અને બહુ થોડા નાગરિકો છે. પ્રતાપ ભાનુ મહેતાનો કિસ્સો જાણનારા અને સમજનારા પણ બહુ થોડા જ. એમને વાંચે તે કદાચ એમના વિશે થોડું જાણે. હવે જાહેર બૌદ્ધિક એવો હોય ખરો જેને જાહેર જનતા જાણતી પણ ન હોય ?
બૌદ્ધિકજગત પ્રેમ ગલીની માફક અતિ સાંકડું બની ગયું છે. લોકોને ખબર જ નથી કે લોકોના પ્રશ્નો વિશે ચિંતા કરનારા અને લખનારા કોણ છે ? તેમની સાચી ખોટી વિશ્વસનીયતાનો પ્રશ્ન તો પછી આવે! લોકો તો સાચા ખોટા રાજકીય વર્ગને જ ઓળખે છે.
હર્ષદ દવે મારા સ્મરણસ્થ વડીલમિત્ર મને પડકારતા અને કહેતા કે તમે પાનના ગલ્લે ઊભા રહેતા નથી, બસમાં ફરતા નથી, ચોરે ચૌટે બેસતા નથી અને જાહેર બાબતો વિશે લખો છો તે તમને શી ખબર પડે ? આ વાત પણ ખોટી તો નહીં.
‘જાહેર બૌદ્ધિક’ જાહેર બાબતોનો કેટલો જાણકાર એ પ્રશ્ન તો સાચો. તે પ્રજાની નાડ કેટલી પારખે એ પણ ખરું. આ જુવારું કેમ ઊભું થાય છે તેની જાહેર ચિંતા કરવાનો પણ આ અવસર છે એવું મને તો સમજાય છે.
આ ચર્ચા ચાલે, મંથન થાય અને કંઈક નવનીત સાંપડે તો લાભ બન્ને પક્ષે થાય એવું લાગ્યા કરે છે.
સૌજન્ય : “નિરીક્ષક”, 16 ઍપ્રિલ 2021; પૃ. 14
![]()


હું જન્મે હિંદુ છું ને હિંદુ હોવાનું મને ગૌરવ છે, પણ હું કટ્ટર અને ધર્માંધ નથી. એક તબક્કે વિધર્મીઓએ તેમની કટ્ટરતા ને વટાળ પ્રવૃત્તિઓનો હિંસક પ્રચાર કર્યો ને આપણાં મંદિરો તોડ્યાં. આપણી આસ્થા પર એટલા પ્રહારો થયા કે હજી સુધી એમાંથી બહાર આવવાનું પૂરું નથી થયું. એ જો ખરાબ હતું તો હિંદુ ધર્માંધતા પણ બરાબર નથી. આપણી અત્યારની આસ્થા કુદરતી ઓછી ને રાજકીય વધારે છે. આ સાચું હોય તો તે પુનર્વિચારને પાત્ર છે.
કવિ ધ્રુવ ભટ્ટે આ ગુજરાતી ગીતનું તમિળ, બંગાળી વર્ઝન મોકલ્યું ત્યારે તો આનંદ અને આશ્ચર્યનો પાર રહ્યો નહીં. યુવાનોમાં ‘ધ્રુવદાદા’ તરીકે લોકચાહના પામેલા પ્રતિષ્ઠિત કવિ ધ્રુવ ભટ્ટ દિલથી સદા યુવાન છે. આબાલવૃદ્ધ સૌ કોઈના મિત્ર બની શકે. સાદગી એ એમના જીવનનો પર્યાય છે જે એમનાં ગીતો, કથા, નવલકથા દરેકમાં પડઘાય છે. એમની સાથે વાતો કરવી એ આનંદ ઉત્સવ બની રહે. ભાષાના સૌંદર્ય અને ભાષાની સાદગી વિશે અમારે ક્યારેક ચર્ચાઓ પણ થાય, પરંતુ છેવટે એ એવી મૂળ સોતી વાત કરે કે આપણે માનવી જ પડે.
ધ્રુવ ગીતોને ઈન્ટરનેટના માધ્યમથી દુનિયાભરમાં પહોંચાડનાર નીલા ટેલિફિલ્મ્સ – ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્માં’ના પ્રોડ્યુસર-ડિરેક્ટર તેમ જ સાહિત્ય-સંગીતપ્રેમી આસિત મોદી કહે છે, "ધ્રુવભાઈનો પરિચય થયો, એમની કવિતાઓ એમના જ મોઢે સાંભળી. અમને રસ પડ્યો. પ્રકૃતિ અને માનવીય સંવેદનાઓથી ભરેલી આ કવિતાઓમાં મને કોઈ અદીઠ શોધની ઝંખના દેખાઈ. એમનું લખાણ જીવનને ઉજાસ આપનારું છે. ખુલ્લા મનથી લખાયેલાં ગીતો હોવાથી આખું વિશ્વ ખોલી આપે છે. આ ગીતોની ખાસિયત એ છે કે એમાં સૂર વણાયેલો છે. ખમીરી અને કુદરત સાથેના સંબંધનું ગજબનું એક્સપ્રેશન છે. ગાવામાં એટલાં સરળ છે કે હાલતો-ચાલતો કોઈ પણ માણસ ગાઈ શકે. આ કવિતાઓ લોકો સામે ગેય-સ્વરૂપે મૂકવા કવિતાઓ કંપોઝ કરાવીને તૈયાર કરાવવાનું કામ ધ્રુવભાઈને જ સોંપ્યું. આ કામમાં અમારો કોઈ વ્યાપારી હેતુ નથી. માત્ર અને માત્ર ગુજરાતી સાહિત્યના સંવર્ધનને લક્ષ્યમાં રાખીને જ આ કામ કરવું તેમ નક્કી અમે કર્યું છે. તે અંગે અમે પહેલેથી જ સ્પષ્ટ રહ્યા છીએ. નવોદિતોને તક મળે તેમ જ આપણું સંગીત-સાહિત્ય લોકો સુધી પહોંચે એ જ ઉદ્દેશ છે. કેટલાંક ગુજરાતી કાવ્યોનો અનુવાદ બંગાળી, મરાઠી, તમિલ, તેલુગુ, કચ્છી વગેરેમાં થયો. બંગાળથી લક્ષ્મણદાસ બાઉલે ધ્રુવભાઈની એક કવિતા સામેથી મગાવી. તેનો બંગાળી અનુવાદ કરાવીને ગાઈ. ગુજરાતી સાહિત્ય માટે આ પહેલો પ્રસંગ હશે કે કોઈ બાઉલ ગાયક ગુજરાતી કવિની કવિતા મગાવે અને પોતાના ગાનમાં તેને સામેલ કરે. આમ ધ્રુવ ગીતો ગામેગામ પ્રચલિત થવા લાગ્યાં.
શબનમ વિરમાણીના નામથી સંગીતચાહકો ભાગ્યે જ અજાણ હશે. કબીરનાં પદો-દોહા ગાઈને એમણે વૈશ્વિક સ્તરે નામના મેળવી છે. આમ તો એ ફિલ્મ મેકર છે. એમની ‘કબીરા ખડા બાઝાર મેં’ ડોક્યુમેન્ટરીને નેશનલ એવોર્ડ મળ્યો છે. તેઓ ધ્રુવ ગીતોથી ઘણા પ્રભાવિત થયાં અને એમણે ધ્રુવ ભટ્ટનાં કેટલાંક ગીતો ગાઈને દેશ-વિદેશમાં લોકપ્રિય કર્યાં. શબનમજી સાથે ધ્રુવભાઈએ કબીર યાત્રાઓ કરી હતી. મુસાફરીમાં સાથે હોય ત્યારે ધ્રુવભાઈ એમને એમનાં ગીતો ગાઈ સંભળાવે અને શબનમજી રેકોર્ડ કરી લે. ‘ઓચિંતું …’ ગીત શબનમજીને ખૂબ ગમી ગયું અને અનેક જગ્યાએ એ રજૂ કર્યું. એ પછી ધ્રુવભાઈનાં બીજાં ચાર ગીતો એમણે ગાયાં. તાજેતરમાં ‘પ્યાલી ભર કર પી લે સાધો, બસ પ્યાલી ભર જી લે સાધો …’ શબનમજીએ રેકોર્ડ કર્યું. શબનમ વિરમાણી ‘ઓચિંતું …’ ગીત અને ગીતકાર ધ્રુવ ભટ્ટ વિશે કહે છે, "ધ્રુવદાદાને મળવું એ મારા જીવનની બહુ મહત્ત્વની ગિફ્ટ છે. એમનાં ગીતો મેં જ્યાં જ્યાં ગાયાં છે ત્યાં અદ્ભુત લોકચાહના પામ્યાં છે. ‘ઓચિંતુ …’ ગીતમાં તો જાણે આનંદનો ફુવારો ઊડતો હોય એવી અનુભૂતિ થાય. આ આનંદ બાહ્ય આનંદ નહીં, ભીતરનો-અંતરમનનો આનંદ છે જે કુદરત, પ્રેમ, એકતા સાથે સંકળાયેલો છે. ધ્રુવદાદાનાં કેટલાંય ગીતોમાં પાણી મેટાફર એટલે કે રૂપક કે અર્થાલંકાર તરીકે પ્રયોજાયું છે. એમની અન્ય કવિતા,