રોજ ફતવા, ક્યાસ આપો.
મોતને અવકાશ આપો.
દર્દ ભારે, કેમ સ્હેવું?
શ્વાસ આપો, શ્વાસ આપો.
ખોટ ઢંઢેરા, રસી કયાં?
લાઇનોમાં પાસ આપો.
બાળવાનાં લાકડાં છે!
વોરિયર છું, લાશ આપો.
વેન્ટિલેટર ચાલુ કયાં છે?
આગ, પંચ તપાસ આપો.
રોગનાં તો કૈંક નામો,
રામદેવી ઘાસ આપો.
બાદબાકી બસ વિપક્ષની,
ચૂંટણીય પ્રવાસ આપો.
કોહવાતા વ્હેણ મડદાં,
ત્રાસદી આભાસ આપો.
જૂઠ મીડિયા, માલ આપો.
ચાપલૂસી ચાન્સ આપો.
રોજ માણસ દારુ માંગે,
આટલો શું ત્રાસ આપો?
જાય તો કયાં? ડરનો માર્યો.
બેડ મોંઘી, લાશ આપો.
કામધંધા બંધ રાખ્યા,
ફંડ આપો, આશ આપો.
આ દિવસ પણ છે જવાનાં,
માણસાઈ ભાસ આપો.
ગ્યા કરોડો, તો ય જલસા,
થાક લાગ્યો, હાશ આપો.
ગ્યા પુરાણોમાં ય હિટલર,
છૂટકારો ખાસ આપો.
12/5/2020
e.mail : naranmakwana20@gmail.com
![]()


તમે તમારા પ્રિય પુરુષને ચાહો છો? તમે તમારી પ્રિય સ્ત્રીને ચાહો છો? ઇચ્છો છો કે એ જીવનભર તમારો / તમારી રહે? ઇચ્છો છો કે તમે એકબીજાં જોડે આજીવન બંધાયેલાં રહો?
નવતર કોરોના વિષાણુ ઓગણીસ મહામારીથી દુનિયા ત્રસ્ત છે. કોરોનાને કારણે માનવ જીવનનાં સર્વ ક્ષેત્રો પ્રભાવિત થયાં છે. શિક્ષણ સંસ્થાઓને મહિનાઓથી બંધ રાખવાની ફરજ પડી છે. અનૌપચારિક શિક્ષણની પાઠશાળા એવાં પુસ્તકાલયો પણ સૂનાં છે. કોરોનાના પ્રસારને ડામવા અપનાવાતી સમૂહ તાળાબંધી-સંચારબંધી અને કોરોનાગ્રસ્તની વ્યક્તિગત ઘરબંધીમાં ટી.વી., મોબાઈલ, ઈન્ટરનેટ અને સોશ્યલ મીડિયાનાં માધ્યમથી વ્યક્તિની એકલતા કંઈક હળવી થાય છે. નવા જમાનાના આ માધ્યમો ઉપરાંત પુસ્તકો માનવના સુખ-દુ:ખના કાયમી સાથી રહ્યાં છે. ‘જીવીશ બની શકે તો એકલાં પુસ્તકોથી’, એ કવિ ‘કલાપી’ની અમર પંક્તિની જેમ ભલે માત્ર પુસ્તકોનાં વાચનથી જીવી ના શકાય, પણ એ સહારો જરૂર બની શકે છે.
