એક જ પથના હતા મુસાફર,
તમે ગયા ડાબા-જમણા;
સીધી રસ્તે અમે લૂંટાણા,
તમે પ્રધાન બન્યા હમણાં.
નવી સદીનું નવતર દેખો,
રાવણ-શા પૂજનીય બન્યા;
ગારા-માટીનાં પૂતળાં પણ
જનગણમનને માન્ય થયાં!
ઝાઝાં ગાજ્યાં લાઉડ સ્પીકર
દેવા ઈશ્વરના સંદેશ;
એટલો જ ઈશ્વરથી છેટો,
સરક્યો તારો-મારો દેશ.
આશ્રમ-દેવસ્થાનો બાંધ્યાં,
નવયુગનાં એ રજવાડાં;
કેટલો ઉશ્કેરાટ ઠાલવે
એ સઘળાં ગાડેગાડાં.
આણી-બાણી તગડા થાતા,
થાતો દૂબળો શેરી-શ્રજન;
મોબાઇલ ને ટીવી સસ્તાં,
થતાં અતિ મોંઘાં જ કફન!
(જનકવિ સમશેરબહાદુરસિંહની એક ગઝલથી પ્રેરિત)
સૌજન્ય : “નિરીક્ષક”, 01 સપ્ટેમ્બર 2021; પૃ. 15
![]()


અફઘાનિસ્તાન અને કોરોનાવાઇરસ – આમ તો વૈશ્વિક દ્રષ્ટિએ આ બન્ને મુદ્દા જુદાં છે પણ અફઘાનિસ્તાનમાં જે અરાજકતા છે તેમાં ત્યાં વાઇરસને મામલે શું સંજોગો છે તે આખો મામલો ચર્ચામાં હોવા છતાં હાંસિયામાં ધકેલાયેલો છે. આતંકીઓથી બચવામાં વાઇરસ સામેની લડાઇ સાઇડલાઇન થઇ ગયેલી છે. જ્યારથી તાલીબાને ત્યાં કબજો કર્યો છે ત્યારથી કોવિડ-૧૯ માટેનું ટેસ્ટિંગ અને વેક્સિનેશન સ્વાભાવિક રીતે જ પ્રાથમિકતા નથી રહ્યા. ડબલ્યુ.એચ.ઓ.ના અફઘાનિસ્તાનના પ્રતિનિધિએ વિવિધ રિપોર્ટ્સમાં એ પણ જણાવ્યું છે હૉસ્પિટલ્સમાં આઇ.સી.યુ.ની ક્ષમતા અને ઑક્સિજનનો પુરવઠો વધારવાની કામગીરી પણ અટકાવી દેવાઇ છે. તાલિબાનનું જોર વધ્યું અને કોરોનાવાઇરસ સામેની ઇમ્યુનાઇઝેશન પ્રક્રિયામાં ૮૦ ટકા પડતી થઇ તેવું યુનિસેફનો એક રિપોર્ટ જણાવે છે. અફઘાનિસ્તાનના ૨૩ પ્રોવિન્સિઝમાં જ્યાં તાલીબાનની પકડ મજબૂત થઇ તેના અઠવાડિયા પહેલાં જ્યાં ૧ લાખ ૩૪ હજારની આસપાસ લોકોનું વેક્સિનેશન થયું હતું ત્યાં તાલીબાન આવ્યા પછીના અઠવાડિયે માત્ર ૩૦,૫૦૦ લોકોનું જ વેક્સિનેશન થઇ શક્યું. અફઘાનિસ્તાનમાં ૨ મિલિયન જેટલા વેક્સિન ડૉઝિસ આવનારા મહિનામાં એક્સપાયર થઇ જાય તેવા સંજોગો છે. આતંકીઓએ અફઘાનિસ્તાનને ભરડામાં લીધો તે પહેલાં પણ અફઘાનિસ્તાનનું વહીવટી તંત્ર વાઇરસ સામેના જંગમાં સંઘર્ષ જ કરી રહ્યું હતું કારણ કે આમ જનતામાં વેક્સિનેશન અંગે જાતભાતના વહેમ તો હતા જ વળી યુદ્ધને કારણે હેલ્થ કૅરની સિસ્ટમ સખળડખળ તો હતી જ.
અમદાવાદમાં આવેલા પ્રખ્યાત ગાંધી આશ્રમનું ૧૨૦૦ કરોડના ખર્ચે નવીનીકરણ થઈ રહ્યું છે. આ મુદ્દે દેશભરમાં ઊહાપોહ ઊભો થયો છે. કેટલાંક ગાંધીવાદીઓ નારાજ છે. ૧૩૦ જેટલા કર્મશીલો અને ગાંધીવાદીઓએ પત્ર લખીને તેની સામે વિરોધ નોંધાવ્યો છે.