‘હું ઈચ્છું છું કે મારાં બાળકો એમનાં સ્વપ્નો જાતે શોધે અને એમને સાકાર કરે. હું શું ઈચ્છતો હતો એ નહીં, પણ પોતે શું ઈચ્છે છે તે જાણે. ઈટ ઈઝ ઈમ્પૉર્ટન્ટ ટુ હેવ અ સ્પેસિફિક ડ્રીમ. જે સ્વપ્નને ભૂલી શકાતું હોય, એ સ્વપ્ન સ્વપ્ન નહીં, ઈચ્છા કહેવાય …’
પુસ્તકો એ એવા માણસો પાસે જ જાય છે, જે એની પ્રતીક્ષા કરતા હોય. કેટલાંક પુસ્તકો મુશ્કેલ સમયે મળી જાય છે અને આપણી શૂન્યતાને ભરી દે છે. રૅન્ડી પૉશ આજે નથી, પણ આપણા અંધારામાં પ્રકાશ ફેંકવા માટે એનું ‘ધ લાસ્ટ લૅક્ચર’ આપણી પાસે છે, રહેશે.
23 એપ્રિલ એટલે વિશ્વપુસ્તકદિન. વિખ્યાત સર્જક શેક્સપિયરનો જન્મ 1564ની 26 એપ્રિલે. 1616ની 23 એપ્રિલે શેક્સપિયરની પુણ્યતિથિ અને એ જ વર્ષની 22 એપ્રિલે સ્પૅનિશ નવલકથા ‘ડૉન કિહોટે’ના લેખક સર્વાન્ટિસની પણ પુણ્યતિથિ. આ ત્રણે પ્રસંગોની સ્મૃતિમાં 1995થી યુનેસ્કો દ્વારા શરૂ થયેલો વિશ્વપુસ્તકદિન વિશ્વના સો કરતાં વધારે દેશ ઊજવે છે. ભલે આજનો યુગ ડિજિટલ છે અને આવતી કાલનો યુગ સુપર ડિજિટલ થઈ જાય, સારાં પુસ્તકનો એક મહિમા અને એક દબદબો તો રહેવાનો જ.
વાત કરીએ પ્રોફેસર રૅન્ડી પૉશના એક પુસ્તક ‘ધ લાસ્ટ લૅક્ચર’ની. કૅન્સરથી જેનું મૃત્યુ નજીક છે એ 46 વર્ષનો માણસ પોતાના છેલ્લા લૅક્ચરમાં કંઈક એવું કંઈક કહે છે જેનાથી સાંભળનારના જીવનમાં કશુંક ઉમેરાઈ જાય છે. પુસ્તકનો વિષય છે સ્વપ્નો અને જિંદગી. વાત આમ જોઈએ તો નવી નથી, પણ એણે એને જે રીતે મૂકી છે, જે સંજોગોમાં મુકાયા પછી મૂકી છે એમાં એની ખરી મહત્તા છે.
પ્રોફેસર રેન્ડૉલ્ફ ફ્રેડરિક પૉશનો જન્મ બાલ્ટિમોરમાં. 22 વર્ષની ઉંમરે કૉમ્પ્યૂટર સાયન્સમાં પીએચ.ડી. થઈ તે પ્રોફેસર બની સંશોધનમાં જોડાયા. 2006માં પેનક્રિયાસ કૅન્સરનું નિદાન થયું ત્યારે એની ઉંમર 46 વર્ષની. કારકિર્દી ટૉચ પર હતી – પુસ્તકો લખાતાં હતાં, ઍવૉર્ડ્ઝ મળતા હતા, 8 વર્ષ પહેલાં જ લગ્ન થયાં હતાં, નાનાં નાનાં ત્રણ બાળકો હતાં. બીજા વર્ષે ડૉક્ટરોએ કહ્યું, ‘ત્રણથી છ મહિના.’ તેણે કુટુંબને પત્નીનો પરિવાર રહેતો હતો તેની નજીકના શહેરમાં ફેરવ્યું. ત્રણ મહિના પછી તેનું મૃત્યુ થયું.
મૃત્યુના થોડા મહિના અગાઉ તેણે ‘લાસ્ટ લૅક્ચર’ આપ્યું હતું. તેનો ટૂંકસાર તેણે અગાઉ ઑપ્રાહ વિનફ્રે શોમાં કહ્યો હતો. કાર્નેગી મૅલો યુનિવર્સિટીના ખીચોખીચ હૉલમાં લૅક્ચર આપવા એ સ્ટેજ પર હાજર થયો અને લોકોએ ઊભા થઈને તાળીઓથી એને વધાવી લીધો. એણે કહ્યું, ‘મને આ સન્માન માટેની લાયકાત તો પુરવાર કરવા દો!’ એક અવાજ આવ્યો, ‘તમે કરી બતાવી છે.’
શરૂઆત કરતાં એણે પોતાના કૅન્સરની વિગત આપી, ‘પણ મારી દયા ન ખાશો. હું શરીર અને મનથી બરાબર છું’ અને એણે સ્ટેજ પર પુશઅપ્સ કરી બતાવ્યાં! પછી કહ્યું, ‘તો, ભલે મારું મૃત્યુ નજીક છે, પણ આજનું લૅક્ચર મૃત્યુ વિશે નથી, જિંદગી વિશે છે. ખાસ તો બાળપણનાં સ્વપ્નો વિશે અને તેને સાકાર કેમ કરવાં એ વિશે છે. હું આઠ વર્ષનો હતો ત્યારે મેં ડિઝનીલૅન્ડ જોયું. નક્કી કર્યું કે હું પણ આવું કંઈક બનાવીશ. ગ્રેજ્યુએટ થયા પછી મેં ઈમેજિનિયર બનવાની કોશિશ કરી. વૉલ્ટ ડિઝની થીમ પાર્કમાં કલ્પના અને ટેકનોલોજીના ઉચ્ચ સંયોજન વડે નવાં સાધનો બનાવનારને ઈમેજિનિયર કહે છે. તરત તો રિજેક્શન જ મળ્યું, પણ મેં ખૂબ મહેનત કરી, અને ડિઝની વર્લ્ડની ઈમેજિનિયરિંગ ટીમમાં સ્થાન મેળવ્યું. અમે અલ્લાદ્દીનની ઊડતી શેતરંજી બનાવી હતી!
બીજું, નક્કી કરો કે તમારે ઊર્જાભર્યા, આશાવાદી, જિજ્ઞાસુ, ઉત્સાહી અને આનંદી રહેવાનું છે. આનંદને કદી જરા પણ ઓછો ન આંકતા. મારે છેલ્લા દિવસ સુધી એક એક ક્ષણ આનંદમાં વીતાવવી છે. જેનાં સ્વપ્નો સાકાર થાય છે તે વધુ ઉત્સાહી, વધુ સૌજન્યપૂર્ણ અને વધુ આનંદી બને છે. જીવનને અખંડતામાં જીવી શકે છે …’
સહલેખક જેફરી ઝૅસ્લો સાથે ‘ધ લાસ્ટ લેક્ચર’ પુસ્તક બન્યું છે જેમાં આ લેક્ચરને વિસ્તારપૂર્વક અને અન્ય વિગતો સાથે મૂકવામાં આવ્યું છે. તેની લાખો નકલો વેચાઈ છે અને 46 ભાષાઓમાં તેનો અનુવાદ થયો છે.

સવા બસો પાનાંનું આ પુસ્તક એક વાર હાથમાં લીધા પછી છોડી શકાય એવું નથી. પુસ્તક શરૂ થાય છે ‘મારા માતાપિતાએ મને સ્વપ્નો જોવા દીધાં એના આભાર અને મારાં સંતાનો જે જોશે એ સ્વપ્નોની આશા સાથે …’
આગળ લખે છે, ‘મારા આ તંદુરસ્ત દેખાતા શરીરમાં કૅન્સરની દસ ગાંઠ છે અને હું થોડા મહિનાથી વધારે જીવવાનો નથી … તો હવે બચેલા દિવસોને મારે કેવી રીતે વીતાવવા?
‘પરિવાર સાથે રહેવું છે. વીસ વર્ષમાં મેં જે શીખવ્યું હોત એ બધું મારાં બાળકોને આપી જવું છે. આ વિચાર મને ‘ધ લાસ્ટ લૅક્ચર’ સુધી લઈ ગયો. હું ચિત્રકાર હોત તો એમને માટે ચિત્રો કરી જાત. સંગીતકાર હોત તો સંગીત મૂકતો જાત. પણ હું લેક્ચરર છું એટલે લેક્ચર છોડી જઈશ.
‘સમય ખલાસ થતો જતો જાય છે. મારે એક એક ક્ષણ મારાં બાળકો સાથે વીતાવવી છે, પણ અમુક ખાસ કસરત કરવા મારે બાઈક લઈને લાંબે જવાનું હોય છે. આવી 53 બાઈકરાઈડમાં મેં હૅડફૉન લગાવી જેફરી ઝેસ્લૉ સાથે વાત કર્યા કરી છે અને એણે ખૂબ મહેનત લઈ એને કાગળ પર ઉતારી છે. આ પુસ્તકને ખરેખર તો ‘ફિફટી થ્રી લૅક્ચર્સ’ નામ આપવું જોઈએ.
‘મને ખબર છે કે જીવતા પિતાનો કોઈ વિકલ્પ નથી. પણ અમારું એન્જિનિયરોનું કામ, મર્યાદિત સ્રોતોમાંથી શ્રેષ્ઠ પરિણામ લાવવાનું હોય છે. મેં લેક્ચરમાં એ જ કર્યું હતું, પુસ્તકમાં પણ એ જ કર્યું છે. સિંહ ઘાયલ થયો છે, પણ એને ગર્જના કરવી છે. મારી પાસે કેવા પત્તાં છે તે ભલે મારે નક્કી કરવાનું ન હોય, પણ એને કેવી રીતે રમવાં એ તો હું જ નક્કી કરીશ.’
જો કે લાંબી મુસાફરી અને લેક્ચરની તૈયારી ઘણા સહિયારા દિવસોને ખાઈ જવાની હતી એથી શરૂઆતમાં એની પત્ની જે(એનું નામ)એ એને રોકવા પ્રયત્ન કર્યો, પણ પછી એનો સંકલ્પ પૂરો કરવા સાથ આપ્યો.
પુસ્તકમાં એ લખે છે, ‘શાવર નીચે ઊભો ઊભો હું એ જ વિચારે રડતો હોઉં છું કે મારા સંતાનોને પિતા નહીં હોય. જેમનાં માબાપ બહુ નાની ઉંમરે મૃત્યુ પામ્યા હોય, એમને હું પૂછું છું કે તમને એમનું શું સૌથી વધારે યાદ આવે, શાનાથી આશ્વાસન મળે, ત્યારે તેઓ તરત કહે છે, ‘એમનો અમારા પરનો પ્રેમ.’
‘હું છ વર્ષના ડાઈલિનને ડૉલ્ફિન સાથે તરવા લઈ જાઉં છું. ત્રણ વર્ષના લોગાનને મિકિ માઉસને મળવાનું મન છે, લઈ જઈશ, દીકરી દોઢ વર્ષની છે. એને હું યાદ નહીં રહું. પણ તે, એ સ્મૃતિ સાથે મોટી થાય કે તેના પ્રેમમાં પડનારો પહેલો પુરુષ હું હતો, એ મને ગમે. એ કોઈ ઈચ્છા વ્યક્ત કરવા માટે નાની છે, પણ એ મારી સામે જુએ ત્યારે હું આખો ઓગળી જાઉં છું.
‘હું ઈચ્છું છું કે મારાં બાળકો એમનાં સ્વપ્નો જાતે શોધે અને એમને સાકાર કરે. હું શું ઈચ્છતો હતો એ નહીં, પણ પોતે શું ઈચ્છે છે તે જાણે. ઈટ ઈઝ ઈમ્પૉર્ટન્ટ ટુ હેવ અ સ્પેસિફિક ડ્રીમ. જે સ્વપ્નને ભૂલી શકાતું હોય, એ સ્વપ્ન સ્વપ્ન નહીં, ઈચ્છા કહેવાય.
‘મારી પત્નીએ મરતા પતિને સંભાળવા સાથે ત્રણ નાનાં બાળકોને સાચવ્યાં છે. આઠ વર્ષમાં એકબીજાંને ખૂબ પ્રેમ કર્યો છે. એનો અંત આવશે એ વિચારથી અમે ખૂબ રડ્યાં છીએ પણ તૂટ્યાં નથી, કેમ કે બાળકોને માટે અમારે મજબૂત રહેવાનું છે …’
પુસ્તકોની આ ખૂબી છે. એ એવા માણસો પાસે જ જાય છે, જે એની પ્રતીક્ષા કરતા હોય. કેટલાક પુસ્તકો મુશ્કેલ સમયે મળી જાય અને આપણી શૂન્યતાને ભરી દે. રૅન્ડી પૉશ આજે નથી, પણ આપણા અંધારામાં પ્રકાશ ફેંકવા માટે એનું ‘ધ લાસ્ટ લૅક્ચર’ આપણી પાસે છે, રહેશે.
e.mail : sonalparikh1000@gmail.com
પ્રગટ : ‘રિફ્લેક્શન’ નામે લેખિકાની સાપ્તાહિક કોલમ, “જન્મભૂમિ પ્રવાસી”, 24 ઍપ્રિલ 2022
![]()


સુરતની જ ઘટના છે. અમરોલીના એક દંપતીએ લગ્ન કરાવી આપવાની લાલચે 17 વર્ષની એક સગીરાનું ફોર વ્હીલરમાં અપહરણ કર્યું અને ઉત્તર પ્રદેશના અલગ અલગ ગામોમાં તેને સગાંઓને ત્યાં રાખીને, અનેક વાર દુષ્કર્મ કર્યું ને તેને ગર્ભવતી બનાવી. આ ગુનો કરવામાં પત્નીએ પતિને મદદ કરી. સગીરા પરત ફરી ને ઘરની વ્યક્તિઓને જે વીત્યું તેની વાત કરતાં પોલીસે પોકસો એક્ટ હેઠળ ગુનો નોંધ્યો. કોર્ટમાં કેસ ચાલ્યો ને કોર્ટે પતિને છેલ્લા શ્વાસ સુધીની આકરી સજા ફરમાવી ને પત્નીને પણ ગુનામાં મદદ કરવા બદલ 10 વર્ષની સખત કેદની સજા ફટકારી. સગીરા સાથેનાં દુષ્કર્મની ઘટનાઓ વધતી આવે છે તે ચિંત્ય છે. મોટે ભાગના કિસ્સાઓમાં લગ્નની લાલચ અપાય છે ને તેનો ગેરલાભ ઉઠાવાય છે. સગીરા ગર્ભવતી થાય છે ત્યાં સુધી દુષ્કર્મની વાત બહાર આવતી નથી, પણ પછી વાત સગીરાના કુટુંબમાં ને ત્યાંથી પોલીસમાં પહોંચે છે. કોર્ટ ચુકાદો આપે છે ને ગુનેગારને સજા પણ થાય છે, પણ સગીરા અને તેનાં કુટુંબ પર જે વીતે છે તે જીરવવાનું મુશ્કેલ હોય છે. અહીં વાત કરી છે એ અને એવા બીજા કિસ્સાઓમાં ગુનેગારો વિશ્વાસ જીતીને છેતરપિંડી કરતાં હોય છે. સગીર બાળાઓ સાથે આત્મીયતા વધારીને તેની સાથે શરૂઆતમાં બહેન કે પુત્રી હોય તેવો વર્તાવ ગુનેગારો કરતા હોય છે ને અમુક પ્રકારનો વિશ્વાસ ઊભો થયા પછી તક મળતાં તેનું શારીરિક શોષણ કરે છે. આ લોકો ગુનો તો કરે જ છે, પણ સામાજિક સંબંધોને પણ લજવે છે. આમાં અત્યંત ઘૃણાસ્પદ વર્તન તો પત્નીનું હોય છે જે ગુનો કરવામાં પતિને મદદ કરતી હોય છે ને એ રીતે શત્રુની ભૂમિકા અદા કરતી હોય છે. આ બહુ જ દુ:ખદ છે. એક સ્ત્રી, બીજી સ્ત્રીની મદદ કરવાનું તો દૂર, પુરુષને સ્ત્રીનું શારીરિક શોષણ કરવામાં મદદ કરીને કેવળ નિષ્ઠુરતા જ બતાવતી હોય છે. આમ કરવામાં તેને કયો આનંદ આવતો હશે એ નથી સમજાતું, પણ આ બધી રીતે નિંદનીય છે ને એવી સ્ત્રીને કોર્ટે પૂરી નિર્મમતાથી સજા કરવી જ જોઈએ એ વિષે બેમત નથી.
જુનવાની ખરાં મારાં મા. ને એમની રીતરસમ પણ જુનવાણી જ. શરૂ શરૂમાં ગાંધી એમને ગમે નહિ. ‘એમ કંઈ સરકાર જેવો સરકાર આવી ટૂંકી પોતડીવાળાથી ભાગી જશે કંઈ?’ એવું એવું ગામની સ્ત્રીઓ સાથે હંમેશાં બોલે. હું ગાંધીવાળાઓમાં ભળું એ એમને ગમે નહિ. મને વારે પણ ખરાં. પણ ન માનીને અમારા ગામના કાપડના મોટા વેપારીની દુકાન આગળ સત્યાગ્રહ કરવા જ્યારે હું બીજા સાથીદારોની સાથે લાંબો થઈને સૂઈ ગયો ત્યારે એ ખબર પડી હશે એટલે, બધાને ખૂંદતાં ખૂંદતાં મારી પાસે આવી પહોંચ્યાં. બધા આગળ મને પાછો લઈ જવાનો ભવાડો ન કરે તો સારું, મને થયું. એ મારી પાસે નીચાં નમી ગયાં. મારા કાન આગળ મોઢું લાવીને કહે : ‘હવે જો જે હોં દીકરા, જે થાય તે. તારા બાપનું નામ નહિ બગાડતો.’ બસ, તેમના મનમાં જિંદગીભર રમતું કોઈ પાત્ર હોય તો તે આ, ‘તારા બાપ.’
બાને એક બહુ મોટો સંતોષ હતો કે એમના ત્રણે છોકરા હોશિયાર હતા. હું પણ દરમિયાનમાં ‘મશહૂર’ લેખક થઈ ગયો હતો. મારો અલકા સ્ટોર્સ બહુ સરસ ચાલતો હતો. એકાદ બે વાર બાએ મારી બે નવલકથાઓ વાંચીને મને કહ્યું હતું કે તું બહુ બેફામ લખે છે! મારી પ્રતિષ્ઠા પર એ ખુશ હતાં, પણ મારું લખાણ એમને ગમતું ન હતું. પણ હું હસ્યા કરતો, રમૂજો કરતો – બા સમજતાં, કહેતાં : ‘તું પહેલેથી જ આડો છે. નાનો હતો ત્યારે પણ ગદ્દીમાં દોડી જતો અને બાપાજીનું ધોતિયું પકડીને કહેતો : બાપાજી! આજે બજારમાં જાઓ ને ત્યારે બે પૈસાની બીજી બા લેતા આવજો! આ બા બડી ખરાબ છે.’ બાપાજી હસતા, પછી પૂછતા : ‘આજે શું કર્યું બાએ?’ હું કહેતો : ‘આજે બાએ મને થપ્પડ મારી.’ અને બાપાજી મને પ્યારથી કહેતા : ‘અચ્છા બેટા! આજે બજારમાં જઈશ ત્યારે બે પૈસાની બીજી બા લઈ આવીશ. જાઓ – રમો.’
અમારું ઘર એક મોટા ડેલામાં હતું. મુંબઈમાં જેને ચાલી કહેવામાં આવે છે તેવી ત્યાં હારબંધ કેટલીયે ઓરડીઓ હતી. એવા પ્રકારની ઓરડીઓમાં એક-એક કુટુંબ વસતું હતું. અમે પણ એમાં રહેતાં, ને મેઘાણીભાઈ, કરસનદાસ માણેક, તથા બીજા સાથીઓ પણ ત્યાં જ વસતા. એ હતું ‘સૌરાષ્ટ્ર’નું કુટુંબ. છાપખાનામાં કામ કરતા ભાઈઓનું કુટુંબ. સૌ સાધારણ સ્થિતિનાં. કોઈક સેવાભાવથી પોતાનાં ઘર છોડી ત્યાં આવેલા. એ બધાંની બા સંભાળ રાખતાં. સાથે સાથે એમનાં ‘બા’ થઈને રહેતાં. કોઈને ત્યાં કોઈ માંદું હોય, ખાસ કોઈ પ્રસંગ હોય, કશી તકલીફ હોય તો તેઓ બા પાસે દોડી આવતાં ને બા એટલી જ ત્વરાથી એમની મદદે પહોંચી જતાં. ગામમાં પણ બાનાં ઘણાં ‘કુટુંબીજનો’ હતાં. બાએ જેમને જોયાં ન હોય, પણ ક્યાંકથી સાંભળ્યું હોય કે એના ઘરમાં અનાજના વાખા છે, આબરૂને કારણે હાથ લાંબો કરી શકે તેમ નથી, તો બા પાછલે બારણેથી એને ઘેર અનાજ પહોંચડાવી દેતાં. અરે, આંગણામાં, કે દૂર ખેતરમાં કૂતરી વિયાઈ હોય તો તેને પણ શીરો કરીને ખવડાવી આવતાં. એમ ઘરનાં, ને ગામનાંયે બા થઈને રહેતાં.
બાની કઈ છબી પહેલી સાંભરે છે? અપૂર્વ સૌન્દર્ય, છેલ્લી ઢબનાં ફેશનેબલ વસ્ત્રો. ઘટ્ટ કાળા લાંબા વાળના અંબોડામાં સુગંધી વેણી. સાયગલ, પંકજ મલિક, જગમોહન, અને જ્યુથિકા રેની રેકર્ડ એની ખૂબ પ્રિય. સંગીતનો ખૂબ શોખ. આત્મારામજી એમના અંધ શિક્ષક. હાર્મોનિયમ પર બા અત્યંત મધુર કંઠે ભજન ગાય. ત્યારે કશું સમજાય નહિ, છતાં આંખો છલકાઈ જાય. બાર વર્ષની ઉંમરે મારો રંગમંચ-પ્રવેશ બાએ જ કરાવ્યો. માટુંગામાં ત્યારે અમે રહેતાં. મકાનની બધી ગૃહિણીઓને ભેગી કરી એમણે મહિલા મંડળ સ્થાપ્યું હતું. એ સમયે આ વિચાર જ ક્રાંતિકારી લાગતો હતો. નવરાત્રીના ગરબા, પિકનિક, મકાનની સફાઈ, ચળવળ વખતે સ્વયમ્સેવિકાઓની ટુકડીની રચના, ભાગલા પડ્યા ત્યારે નિરાશ્રિતોની ખાવાની-રહેવાની વ્યવસ્થા – કેટલાંયે રચનાત્મક કાર્યો ત્યારે બાએ હાથ ધરેલાં. દેશપ્રેમ વિષે કૈંક નાટક બાએ તૈયાર કરેલું. પોતે અંગ્રેજ સોલ્જર બની હતી. અને હું ખૂબ નાની હતી ત્યારે મારી પાસે કશીક ભૂમિકા કરાવી હતી. રંગભૂમિનો પહેલો પાઠ બાએ ભણાવ્યો હતો : પ્રેક્ષકોથી કદી ડરવાનું નહિ. જેમ લોકો વધારે તેમ અભિનયની રંગત જામે. આજે મને પ્રશ્ન થાય છે : બા આ બધું ક્યાંથી શીખેલી? આ સંસ્કાર, આ કળારુચિ, નૈતિક હિંમત – ક્યાંથી બાએ મેળવ્યું હતું આ બધું?
મનુષ્ય પાસે વાણી છે, ભાષા છે એટલે માતાના પ્રેમની ઉષ્મા અને સુષમાને પ્રગટ કરી શકે છે, એ એનું સદ્ભાગ્ય છે. મારી માતાને અમે ભાભી કહેતાં. અનેક પ્રસંગોમાંથી એક પ્રસંગ મારી આંખ સમક્ષ સતત તરવર્યા કરે છે. હું સાતેક વર્ષનો હોઈશ. વિશ્વયુદ્ધનો સમય હતો. મુંબઈ ખાલી થતું હતું. શહેરની સડકો પર માણસો કરતાં ‘To be let’નાં પાટિયાં વધારે દેખાતાં હતાં. અમારું બધું જ મુંબઈમાં. તે વખતે અમારા ઘરધણીએ મારાં માબાપને સમજાવ્યાં, ને કહ્યું કે અમે ખંભાત જઈએ છીએ અને મુંબઈમાં ગમે ત્યારે બોમ્બમારો થશે, કોણ રહેશે, કોણ નહિ રહે એની કાંઈ ખબર નથી. તો તમે નાના દીકરા લલિતને તમારી પાસે અહીં મુંબઈ રાખો અને અરવિંદ ને સુરેશને અમારી જોડે ખંભાત મોકલો. એમણે આનાકાની કરતાં સંમતિ આપી. કદાચ સાંજની ટ્રેન હશે. મારા પિતા, જેમને અમે ‘ભાઈ’ કહેતાં, એ ઓફિસ ગયા હતા. અને મારી માતા અમને નીચે સુધી મૂકવા આવી. એ એવી રીતે અમારી સામે જોતાં હતાં, જાણે એ અમને છેલ્લી વાર આંખ ભરી ભરીને ન જોતાં હોય! એમનો એ ચહેરો આજે પણ મારી આંખ સામે એવો ને એવો ઉપસી આવે છે.
આપણે કલાકોના કલાકો જીવનની, વ્યવસાયની, ઈશ્વરની, અધ્યાત્મની વાતો કર્યા કરીએ છીએ. કોઈ ક્ષણે મા વિષે અનાયાસ વાત કરીએ ત્યારે એ પવિત્ર ઘડી આવે છે. માનો લય વાતચીતમાં ભળે ત્યારે એ વાત અમૃતત્ત્વ પામે છે. ‘મા’ શબ્દ ઉચ્ચારાય અને એક ઉજાસ પથરાય છે. માનો ખ્યાલ આવે કે ચિત્ત મંજાઈને ઝળાંહળાં થઈ ઊઠે છે. ચમત્કારના અનુભવ માટે બહુ દૂર જવાની જરૂર નથી. ‘મા’ શબ્દ ઉચ્ચારીએ અને ચમત્કાર થાય છે.
અમારા ઘરમાં કોઈને પણ માટે તુંકારો ભાગ્યે જ વપરાતો. નાગર કુટુંબોની રસમ પ્રમાણે આખી જિંદગી માએ મને તો ‘તમે’ કહી બોલાવ્યો, પણ મારા દીકરા માટે પણ ક્યારે ય તુંકારો વાપર્યો નહોતો. સિત્તેર વરસનાં મા એ નાના છોકરાને પણ ‘તમે’ જ કહે. પોતાની જિંદગીમાં માએ મારી અનેક ઈચ્છાઓ પૂરી કરી, પણ માને મોઢેથી તુંકારો ક્યારે ય સાંભળવા ન જ મળ્યો. બીજો જન્મ હોય છે કે નહિ એની મને ખબર નથી. પણ જો હોય તો આવતે જન્મે મારી માને મોઢે તુંકારો સાંભળવા મળે એટલું હું ઇચ્છું. અને બીજી પણ એક ઇચ્છા છે આ જન્મની છેલ્લી ઘડીઓ માટે. મારી આંખ છેલ્લી વાર મિચાવાની હોય ત્યારે કોઈ જરીપુરાણું રેકોર્ડિંગ શોધી કાઢે અને મારાં માના અવાજમાં ગવાયેલું પેલું ગીત સાંભળતાં સાંભળતાં હું આંખો મીચું :