બેએક માસ પહેલાં, અમેરિકાના ટેક્સાસ પ્રાંતની પ્રાથમિક શાળામાં ઘટેલી માસફાયરિંગની ઘટનાએ, ન માત્ર અમેરિકી સરકાર અને સમાજને, વિશ્વ સમાજને હલબલાવી નાંખ્યા હતા. આ ઘટનામાં દસ વરસથી નીચેની ઉમરના ઓગણીસ બાળકો અને તેમના બે શિક્ષકો સહિત એકવીસ નિર્દોષ લોકોને, અઢાર વર્ષીય યુવાને ધડાધડ ગોળીઓ છોડી મારી નાંખ્યાં હતાં. અમેરિકાની ગન વિકૃતિના પરિણામે સર્જાયેલી આ કંઈ પહેલી ઘટના નહોતી અને છેલ્લી પણ નહીં હોય, પરંતુ હવે પ્રેસિડેન્ટ જો બાઈડેનની પહેલથી સંસદે ગન કન્ટ્રોલ બિલ પસાર કરીને તેના પર લગામ લગાવવાનો પ્રયાસ કર્યો છે.
છેલ્લાં પચાસ વરસોમાં બંદૂકના કારણે પંદર લાખ અમેરિકીઓનાં મોત થયાં છે. આ આંકડો એટલે પણ બહુ મોટો અને મહત્ત્વનો છે કે છેલ્લાં અઢીસો વરસોમાં અમેરિકાના ગૃહયુદ્ધો અને યુદ્ધોમાં પણ આટલાં બધાં લોકો મરાયાં નથી. રોજના સરેરાશ ત્રેપન અમેરિકી નાગરિકોના મોતનું કારણ બંદૂક હોય છે. ૨૦૨૦ના વરસમાં ૪૫,૨૨૨ લોકોનાં મોત બંદૂક્થી થયા હતા. તેમાં ચોપન ટકા લોકોએ બંદૂકથી આત્મહત્યા કરી હતી અને તેંતાળીસ ટકા લોકોની હત્યાઓ બંદૂકથી થઈ હતી.
હથિયાર ખરીદવાનો અને ધારણ કરવાનો અમેરિકાના નાગરિકોને મૂળભૂત અધિકાર છે. ઈ.સ. ૧૭૯૧માં, આશરે સવા બસો કરતાં વધુ વરસો પૂર્વે, બીજા બંધારણ સુધારા દ્વારા આ અધિકાર આપવામાં આવ્યો હતો. તે સમયે અમેરિકામાં બ્રિટિશ હકુમત હતી. કાયમી સરકારી સુરક્ષા દળના અભાવે નાગરિકોને સ્વરક્ષા માટે નાના હથિયારો ધારણ કરવાનો અપાયેલ અધિકાર વખત જતાં શોખ અને મોભાનું પ્રતીક તથા ગૃહહિંસાનું કારણ બની ગયો છે. તેમાં હથિયાર ઉત્પાદક કંપનીઓનું આર્થિક હિત અને રાજકીય પક્ષો સાથેની સાંઠગાંઠ ઉમેરાતા અમેરિકી સમાજમાં બંદૂક સંસ્કૃતિ કે અપસંસ્કૃતિ ઉદ્દભવી છે. લાખો નિરીહ નાગરિકો જીવ ગુમાવીને અને તેમના સ્વજનો જિંદગીભરની પીડા વેઠીને તેના માઠાં પરિણામ ભોગવે છે.
સ્વિત્ઝરલેન્ડની સંસ્થા ‘સ્મોલ આમ્સ સર્વે’ના અધ્યયન મુજબ, વિશ્વમાં ૮૫.૭ કરોડ સિવિલિયન ગન કે નાગરિકો પાસેની બંદૂકો છે. તેમાંથી એકલા અમેરિકી નાગરિકો પાસે જ ૪૦ કરોડ છે. ૬૬ ટકા અમેરિકીઓ પાસે તો એકથી વધુ બંદૂકો છે. દર સો નાગરિકે ૧૨૦ ગન છે. દુનિયાની કુલ વસ્તીમાં અમેરિકાની વસ્તી (૩૩ કરોડ) પાંચ જ ટકા છે, પરંતુ દુનિયાની કુલ બંદૂકોમાં તેની પાસે ૪૬ ટકા છે.
જગત જમાદાર, સર્વસમાવેશી ઉદાર લોકતંત્ર, સંપન્ન અને વિકસિત દેશની ઓળખ ધરાવતા અમેરિકામાં હથિયાર ધારણ કરવાના બંધારણીય અધિકારને કારણે લોકો ચણા-મમરાની જેમ ગન ખરીદે છે. ૧૯૬૮ના અમેરિકી ગન કન્ટ્રોલ એકટ મુજબ ૧૮ વરસથી વધુ વયના નાગરિકો નાનું હથિયાર અને ૨૧થી વધુ વયના હેન્ડગન જેવું મોટું હથિયાર ખરીદી શકે છે અને સાથે રાખી શકે છે. અમેરિકાની સરકારોનું હથિયારો પ્રત્યે ઉદાર વલણ છે., રાજકીય સંરક્ષણ છે. હથિયાર ઉત્પાદક અને વિક્રેતા કંપનીઓનું રાજકીય દબાણ પણ કારણભૂત છે. એટલે આત્મરક્ષાના સાધન તરીકે મળેલો બંદૂકનો અધિકાર ખુદનો અને અન્યનો જીવ લેવાનું સાધન બની ગયો છે.
હથિયાર ખરીદતાં પૂર્વે જે તે વ્યક્તિની તપાસ કરવાની જોગવાઈનો કડકાઈથી અમલ થતો નથી. એટલે બંદૂકોની ધૂમ ખરીદી થાય છે અને મોટા પાયે હિંસા થાય છે. ૨૦૨૦માં માસ ફાયરિંગમાં ૫૧૩ લોકોને મારી નંખાયા હતા. વળી કાયદેસર ખરીદી ઉપરાંત ગેરકાયદે ખરીદી, સગીરોની બંદૂક કે તેના પાર્ટ્સની ઓનલાઈન ખરીદી, મિત્રો કે સગાંવહાલાં પાસેથી ખાનગી કે અંગત ખરીદી જેવા રસ્તે ઘોસ્ટ ગન તથા એસેમ્બલ ગનનો વેપાર થાય છે.
૨૦૨૦ના વરસમાં ૧.૧ કરોડ બંદૂકોનું ઉત્પાદન થયું હતું. જે છેલ્લાં વીસ વરસોમાં દસ ગણું વધુ છે. અમેરિકાના હથિયાર ઉદ્યોગની વાર્ષિક આવક રૂ. ૯૧ હજાર કરોડની છે અને અઢી લાખ કરતાં વધુ લોકો આ વ્યવસાય સાથે જોડાયેલા છે. અમેરિકી અર્થતંત્રમાં પણ તેનો મોટો ફાળો છે. પચાસ લાખની સભ્યસંખ્યા ધરાવતી અમેરિકાની ગન ઉત્પાદકો-વિક્રેતાઓની શક્તિશાળી સંસ્થા નેશનલ રાઈફલ એસોસિયેશને તેમના વેપારને ટકાવવા ૨૦૧૦થી ૨૦૨૦ના દસ વરસોમાં ૧૫૫ મિલિયન ડોલર પોલિટિકલ લોબિંગ પાછળ ખર્ચ્યા હતા. એટલે પોણા ભાગના સાંસદો બંદૂક ઉત્પાદકો અને વિક્રેતાઓના કાયમ સમર્થનમાં હોય છે. ટેકસાસની ઘટના પછી કેટલાક રિપબ્લિકન સાંસદોએ પણ ગન કલ્ચર બિલનું સમર્થન કર્યું છે એ સાચું પરંતુ પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટૃમ્પ અને તેમની પાર્ટી તો હંમેશાં બંદૂક ઉત્પાદકોના પક્ષે જ હોય છે.
એમ તો મેક્સિકો અને ગ્વાટેમાલા દેશોના નાગરિકોને પણ હથિયારનો મૂળભૂત અધિકાર છે. પરંતુ આ દેશોમાં અમેરિકા જેવી હિંસા જોવા મળતી નથી. દુનિયાના સૌથી ખુશહાલ, ધનિક અને ખુલ્લા અમેરિકી સમાજમાં એકલવાયાપણું, રંગભેદ, કુટુંબભાવનાનો લોપ, સ્પર્ધામાં પાછળ રહેવાનો ડર, સામાજિક –આર્થિક વિષમતા અને અસલામતી જેવા કારણોથી બંદૂકોથી આત્મહત્યાઓ અને હત્યાઓ થાય છે. એટલે જ બંદૂકોના બનાવનારા અને વેચનારા કહેતા હોય છે કે ‘બંદૂકો કોઈને નથી મારતી, લોકો એકબીજાને મારે છે કે જાતે મરે છે.” બંદૂકોનો આત્મરક્ષા માટે ભાગ્યે જ અને અન્ય કારણોસર વધુ ઉપયોગ થાય છે. તેથી તેનો મૂળ ઉદ્દેશ ફળીભૂત થતો નથી.
ટેકસાસની ઘટના પછી જેમ ગન કલ્ચરના વિરોધમાં તેમ તરફેણમાં પણ લોક જુવાળ જોવા મળ્યો છે. “હવે એક પણ વધુ ગન નહીં”નો નારો જેમ પોકારાતો રહ્યો તેમ “મારી બંદૂક ખરીદવાની આઝાદી કાયમ રહેવી જોઈએ”નો નારો પણ બુલંદ થતો રહ્યો હતો.. એટલે સંસદે કાયદો પસાર કર્યો અને રાષ્ટ્રપતિના હસ્તાક્ષર થયા છતાં આ મુદ્દે સમાજ વિભાજિત જ છે. પ્રેસિડન્ટ બાઈડેને સ્વીકાર્યું છે કે આ કાયદાથી ગન ખરીદીના અધિકાર પર આકરા પ્રતિબંધનું તેમનું ચૂંટણી વચન સંપૂર્ણ પૂર્ણ થયું નથી. વર્તમાન સુધારામાં ગન ખરીદી પૂર્વે સઘન ગંભીર તપાસ, જોખમી અને અપરાધીઓના હથિયારો પરત લેવાનો રાજ્યોને અધિકાર તથા શાળાઓમાં બાળકોની સલામતી અને માનસિક સ્વાસ્થ્યના કાર્યક્રમો માટે સરકારી નિધિની જોગવાઈથી કદાચ તે હિંસાને અટકાવવામાં મદદરૂપ થઈ શકશે. એવી આશા શિકોગા ઘટના પછી નિરાશામાં પરિણમે છે.
e.mail : maheriyachandu@gmail.com
![]()


ગયાં વરસે માર્ચમાં એક ફુલ લેન્થ નાટક લખાયું, ‘હરિશ્ચન્દ્રનો દરબાર’. તેનો અનુવાદ રૂપાલીબહેન બર્કે અંગ્રેજીમાં ય કર્યો છે. આ વર્ષના અંતે, લગભગ, અંગ્રેજી પુસ્તક પ્રકાશિત થશે. લાંબુ 55 પાનનું નાટક છે, ખબર નહીં તમે એને ‘ઓપિનિયન’માં મૂકી શકશો કે કેમ. 2021 દરમિયાન “કુમાર” સામયિકમાં બે હપ્તે છપાયું. પણ તમને લખાણ સામગ્રી મોકલું છું. વાંચવાથી આનંદ થશે. કોવિડ દરમિયાન રાષ્ટ્રે જે જોયું અનુભવ્યું એનું સાહિત્યિક-કલાકીય દસ્તાવેજીકરણ કહી શકાય. કેમ કે ઇતિહાસો તો શાસક લખે છે, પણ એની પછીતે પડેલાં સત્યો તો જે તે સમયનાં સાહિત્યમાં દર્જ થતાં હોય છે.
પુરુષ, પુરુષનો દુશ્મન હોય, બંને એક્બીજાના લોહીના તરસ્યા હોય, તો પણ પુરુષ, પુરુષના દુશ્મન તરીકે ઓળખાતો નથી, જ્યારે સ્ત્રી, બીજી સ્ત્રી સાથે હળીમળીને રહેતી હોય, તો પણ બંને એકબીજાની દુશ્મન ગણાતી આવી છે. બને કે એ પણ પુરુષ પ્રધાન સમાજની જ નીપજ હોય. પણ, બે સ્ત્રીમાં તો પુરુષ પણ વચ્ચે ન હોય, છતાં શત્રુતા ગાજતી રહે છે, એનું આશ્ચર્ય અને ચિંતા, બંને થાય. બને કે એમાં પણ ઊંડે ઊંડે પુરુષ જ પડેલો હોય. એમ લાગે છે કે યુદ્ધ આનાં મૂળમાં છે. એક કાળે બે રાજ્યો વચ્ચે યુદ્ધો થતાં ને જે રાજા વિજેતા થતો તેનો બીજા રાજ્ય પર હક ઊભો થતો. એ રાજ્યની સંપત્તિ અને સ્ત્રી પર વિજેતા રાજા હક કરતો ને એનો માલિકીભાવ સ્થાપિત થતો. સ્ત્રીને પણ સંપત્તિની જેમ જીતી લવાતી. પરાજિત રાજાની રાણી કે બીજી કોઈ પણ સ્ત્રી કે સ્ત્રીઓને ભોગવવાનો કે તેને રાણી બનાવવાનો કે દાસી રાખવાનો વિજેતાને પરવાનો મળી જતો. આ સંજોગોમાં જો વિજેતા રાજા પરિણીત હોય તો તેની રાણી માટે વિકટ સમસ્યા સર્જાતી. જો વિજેતા રાજા બીજા રાજ્યની રાણી કે સ્ત્રીને પરણે તો પહેલી રાણીને ઉપેક્ષા થવાનો ભય લાગતો. રાણી તરીકેના તેના હકો પર તરાપ પડતી લાગતી. આ બધું પેલી નવી આવેલી સ્ત્રીને કારણે થતું હોવાનું એને લાગતું ને રાણી નવી સ્ત્રીની ઈર્ષા કરતી કે કેટલાક કિસ્સાઓમાં નવી સ્ત્રીને અગાઉની રાણી પણ નડતર રૂપ લાગતી. આનો છેડો દુશ્મનાવટમાં આવતો.