ચીનના સામ્યવાદી પક્ષની ૨૦મી કાઁગ્રેસ અત્યારે બીજિંગમાં ચાલી રહી છે જેમાં ચીનના નેતા શી ઝિંગપીંગે અખંડ ચીનની રચના કરવાનું વચન આપ્યું હતું. શી ઝિંગપીંગની કલ્પનાના અખંડ ચીનમાં તાઈવાનનો અને ભારતનાં બે પ્રદેશ લડાખ અને અરુણાચલ પ્રદેશનો સમાવેશ થાય છે. ચીનના નકશાઓમાં પણ તાઈવાન ઉપરાંત ભારતના આ બે પ્રદેશોને ચીનના પ્રદેશ તરીકે બતાવવામાં આવ્યા છે. આ સિવાય શી ઝિંગપીંગે એમ પણ કહ્યું હતું કે ચીનનું સૈન્ય વિશ્વનું સૌથી તાકાતવાન સૈન્ય હશે અને ૨૦૩૫ સુધીમાં ચીન વિજ્ઞાન અને ટેકનોલોજીની બાબતે મોખરે હશે. તેમણે આજના યુગમાં ત્રણ તાકાત બતાવી હતી; આર્થિક તાકાત, લશ્કરી તાકાત અને વિજ્ઞાન અને ટેકનોલોજીની તાકાત. ચીનમાં આ ત્રણેયનો સંગમ જોવા મળે છે એટલે ચીનની હરણફાળને હવે કોઈ રોકી શકે એમ નથી. તેમણે વિશ્વદેશોને ચીનની કૂચમાં ભાગીદાર બનવાનું પણ ઈજન આપ્યું હતું.
શી ઝિંગપીંગ દેંગ ઝીયાઓપીંગ પછીના સૌથી શક્તિશાળી નેતા છે એમાં કોઈ શંકા નથી. અસંવેદનશીલ ખડૂસ છે અને ઉપરથી મહત્ત્વાકાંક્ષી છે. તેઓ ત્રીજી વખત ચીનના પ્રમુખ બનવા માગે છે અને હકીકતમાં તો તેઓ આજીવન પ્રમુખ બનવા માગે છે. ચીનની કાઁગ્રેસનો ભવ્ય તાયફો યોજીને તેઓ ચીનની તાકાતનું અને પોતાના ઐશ્વર્યનું પ્રદર્શન કરવા માગે છે. મેસેજ મુખ્યત્વે ત્રણ દેશો માટે છે; અમેરિકા, રશિયા અને ભારત. અમેરિકાએ ઉપર કહી એ ત્રણેય બાબતે (આર્થિક, લશ્કરી અને વિજ્ઞાન અને ટેકનોલોજી) ચીનનું ચડિયાતાપણું માન્ય રાખવાનું છે. રશિયાએ ચીનનો મોટાભાઈ તરીકે સ્વીકાર કરવાનો છે અને રશિયાએ તે કરી પણ લીધો છે. અને ભારત માટે? ભારત હવે ચીનની હરીફાઈ કરવાનું કે તેની બરાબરી કરવાનું સપનું માંડી વાળે. લડાખ અને અરુણાચલ પ્રદેશની કેટલીક ભૂમિ જતી કરીને ચીન સાથે સમજૂતી કરે અને પોતાની ઓકાત સમજીને ડાહ્યા પાડોશી દેશની માફક વર્તે. શી ઝિંગપીંગે અમેરિકા-ભારત-જપાન-ઓસ્ટ્રેલિયા દ્વારા કરવામાં આવતી ચીન સામેની ઘેરાબંધી(ક્વાડ)ને પણ હસી કાઢી હતી અને કહ્યું હતું કે જગતે અજેય ચીન નામની વાસ્તવિકતાનો સ્વીકાર કરતા શીખવું રહ્યું.
આ હુંકાર અભિમાનજન્ય છે કે વાસ્તવિક? બન્ને છે. હકીકતમાં ચીન ઝડપભેર આગળ નીકળી રહ્યું છે અને તેના રથને રોકવો મુશ્કેલ છે. જગતનાં ગણનાપાત્ર દેશો માટે ચીન એક કોયડો બની ગયું છે. પણ આ રીતે અભિમાનપૂર્વક તાકાતનું પ્રદર્શન કરવા પાછળનો શો ઉદ્દેશ? ઉદ્દેશ ઘરઆંગણેનો છે.
ચીનની અંદર અશાંતિનો ચરુ ખદબદી રહ્યો છે અને ગમે ત્યારે તેનો વિસ્ફોટ થઈ શકે છે. ચીનના સામ્યવાદી પક્ષની કાઁગ્રેસ ચાલી રહી છે ત્યારે ચીનનાં કેટલાંક શહેરોમાં શી ઝિંગપીંગ વિરુદ્ધ પોસ્ટરો ફૂટી નીકળ્યાં છે અને પ્રત્યક્ષ વિરોધપ્રદર્શનોની ઘટના પણ બની રહી છે. શી ઝિંગપીંગ જાણે છે કે આવનારાં વર્ષોમાં ચીન જો પછડાટ ખાશે તો એ આંતરિક વિદ્રોહનાં કારણે અને એવી શક્યતા પૂરી છે. ક્યાં સુધી લોકોને ડરાવી-દબાવી રખાશે? ક્યાં સુધી વાસ્તવિકતાઓ છુપાવી શકાશે? ક્યાં સુધી પોતાનાં અને ચીનના ઐશ્વર્યનાં પ્રદર્શનો યોજીને લોકોને કેફમાં રાખી શકાશે? ક્યાં સુધી? જેનો આરંભ હોય એનો અંત તો આવે જ છે. એ સંભવિત સંકટને બને એટલું આગળને આગળ ઠેલવવા માટે ચીનાઓને અને વિશ્વને આંજી નાખનારા તાયફાઓ યોજવામાં આવે છે અને શી ઝિંગપીંગના તેમ જ ચીનના ઐશ્વર્યનું પ્રદર્શન કરવામાં આવે છે.
પણ ચીનની આંતરિક વાત જવા દઈએ. ભવિષ્યમાં (નજીકના કે દૂરના) ચીનનું જે થવું હોય તે થાય, પણ અમેરિકા અને ભારત શી ઝિંગપીંગના હુંકારને કઈ રીતે જોઈ રહ્યા છે? આ બે દેશો એવા છે જેણે ચીનની તાકાતના યથાર્થનો સ્વીકાર કરવાનો છે અથવા યથાર્થનો મુકાબલો કરવાનો છે અથવા શી ઝિંગપીંગ કહે છે એમ ચીનની તાકાતનો કહેવાતો દાવો યથાર્થ ન બને એ માટે પ્રયાસ કરવા પડે એમ છે. વળી અમેરિકા અને ભારતને એકબીજા ઉપર ભરોસો નથી. ભારત પાસે અમેરિકાથી સાવચેત રહેવા માટે ઘણાં કારણ છે. અમેરિકા ભૌગોલિક રીતે ચીનથી ઘણું દૂર છે, જ્યારે ભારત ચીનની પડોશમાં છે. ઉપરથી બે દેશો વચ્ચે સરહદી ઝઘડો છે અને હજુયે ભારત ચીનની બરાબરી કરવાનાં સપનાં જોઈ રહ્યું છે. ચીનના ઉદયમાં સૌથી મોટું સંકટ ભારત માટે છે.
અને ભારતની શું પ્રતિક્રિયા છે? ભારતના વિદેશ પ્રધાન એસ. જયશંકરે સેન્ટર ફોર કોન્ટેપરી ચાઈના સ્ટડીઝ નામની એક સંસ્થામાં બોલતા કહ્યું હતું કે ૨૦૨૦ની ગાલ્વાનની ઘટના પછી અને ચીને લડાખમાં ભારતની ભૂમિ પર કબજો કર્યા પછી ભારત અને ચીન વચ્ચે મતભેદોને બાજુએ મૂકીને આગળ વધવાનો વિકલ્પ હવે બચ્યો નથી. ૧૯૬૨ના ભારત-ચીન યુદ્ધ પછીથી છેક ૨૦૧૨-૨૦૧૪ સુધી, એટલે કે અનુક્રમે ઝિંગપીંગ-મોદીના ઉદય સુધી, મતભેદોને બાજુએ રાખીને અન્ય મોરચે આગળ વધવાનો વિકલ્પ હતો અને બન્ને દેશોએ તેનો લાભ લીધો હતો. ૨૦૧૪થી ૨૦૨૦ સુધી નરેન્દ્ર મોદીની સરકારે નવી સ્થિતિમાં મતભેદોને બાજુએ મૂકીને આગળ વધવાનો પ્રામાણિક પ્રયાસ કર્યો હતો, જેમાં તેને સફળતા મળી નહોતી. વિદેશ પ્રધાન કહે છે કે ૨૦૨૦ની ઘટના પછી તેના પર પૂર્ણવિરામ મુકાઈ ગયું છે.
તો સવાલ એ છે કે ભારત પાસે વિકલ્પ શો છે? જો મતભેદને કે ઝઘડાને બાજુએ મુકીને આગળ વધવાનો વિકલ્પ ન બચ્યો હોય તો તેનો ઉકેલ શોધવો પડશે. ચીન મ્યાનમાર જેવો ઉપેક્ષા કરી શકાય એવો મામુલી દેશ નથી. પણ આપણા વિદેશ પ્રધાને નવી સ્થિતિમાં નવા વિકલ્પની કોઈ વાત જ નથી કરી.
દરેક સમસ્યાનો ઉકેલ તો હોય જ છે અને ઉકેલ જો મુશ્કેલ હોય તો ઉકેલ સ્વીકાર્ય બને એ રીતની ભૂમિકા બનાવવી જોઈએ. ઉકેલ જો જોખમી હોય તો જોખમ ઉઠાવવાની તૈયારી કરવી જોઈએ અને પ્રજા તેમ જ રાજકીય પક્ષો જોખમમાં સાથ આપે એવી ભૂમિકા બનાવવી જોઈએ. એવી ભૂમિકા બનાવવા માટે ખુલ્લી ચર્ચા કરવી જોઈએ. વિદેશ પ્રધાને પોતે જ કબૂલ કર્યું છે કે સાત દાયકા જુનો વિકલ્પ હવે હાથવગો નથી. પૂર્ણવિરામ મુકાઈ ગયું છે. પણ ખાટલે મોટી ખોડ એ છે કે નરેન્દ્ર મોદી પોતે અને તેમની સરકાર વાસ્તવિકતાથી ભાગે છે. ચર્ચા કરવાથી દૂર ભાગે છે. મોઢું ફેરવી લે છે. કેમ જાણે મોઢું ફેરવી લેવાથી વાસ્તવિકતા મટી જવાની હોય!
પ્રગટ : ‘વાત પાછળની વાત’, નામક લેખકની કટાર, “ગુજરાતમિત્ર”, 20 ઑક્ટોબર 2022
![]()


હું જ્યારે જ્યારે મારા અસ્તિત્વ અને હયાતી વિશે વિચારું છું ત્યારે ત્યારે મને યાદ આવે છે કે હું સરહદથી અનહદ, સ્વથી સમષ્ટિ, પિંડથી બ્રહ્માંડ અને અંગતથી વિશ્વસંગતની વિભાવનામાં માનું છું, છતાં મને મારા દૈનિક જીવનને સંલગ્ન સામાજિક, સાંસ્કૃતિક, શૈક્ષણિક, ભૌગોલિક પરંપરાઓ સતત યાદ આપે છે કે મારા પર મારી બોલી, આહાર, પોશાક, સંબંધોની પણ એવી અસર દૃઢ થયેલી છે જેને કારણે મારું Conditioning જ એવું છે કે હું ભારતીય, ગુજરાતી, વલસાડી, અનાવિલ ઉપરાંત કોની પુત્રી, કોની પત્ની, કોની મા, કોની દાદી, કોની બહેન અને અન્ય સગપણો વિશે પણ વિચારું છું ! આમ ‘હું’ અને મારો દરજ્જો સ્થાપિત થતો રહે છે ત્યારે ભૂલી જાઉં છું કે હું એક ‘વ્યક્તિ’ છું . મારા સ્વતંત્ર દેશનું બંધારણ મને સમાનતા, સમાદર આપે છે અને સતત યાદ કરાવે છે કે સર્વ નાગરિકો વર્ણ, વર્ગ, જાતિ, લિંગભેદથી પર પહેલાં ભારતીય છે.
મને
પ્રચાર થાય છે કે ભારત ત્યારથી જ ધર્મનિરપેક્ષ રાજ્ય બન્યું છે. પુસ્તિકામાં જુદી જુદી બંધારણીય જોગવાઈઓ તેમ જ સર્વોચ્ચ અદાલતના મુકાદાથી એ પ્રતિપાદિત કરાયું છે કે બંધારણની શરૂઆતથી જ ભારત ધર્મનિરપેક્ષ રાજ્ય છે.
ઉમેશ સોલંકીની ‘ફેરફાર’ નવલકથામાં શ્રમજીવી દલિતોનાં સંઘર્ષમય જીવન-વૃતાંત દર્શાવવામાં આવ્યાં છે. આ નવલકથામાં ગુજરાતના સાબરકાંઠાના નાનકડા ગામડાથી માંડીને મહાનગર સુધીની સફરનું આબેહૂબ નિરૂપણ કરવામાં આવ્યું છે. દલિતોને રોજ-બ-રોજના જીવનમાં પડતી મુશ્કેલીઓનું મૂળ ઇતિહાસ શોધી સમાજમાં નવો વિમર્શ ઊભો કર્યો છે. સાહિત્ય લેખનકાર્યના અનેક પ્રશ્નો જેવા કે દલિત લેખન શું છે? આપણે કેવી રીતે અભિગમ ઊભો કરી શકીએ? શું તે સાહિત્યનું નવું સ્વરૂપ છે? સાહિત્ય લેખનકાર્યમાં નવી સામાજિક વાસ્તવિક્તા (New Social Reality) રજૂ કરે છે. ‘ફેરફાર’ નવલકથામાં સમાજશાસ્ત્રીય અને સાહિત્યનો સમન્વય છે તથા અનુ-આધુનિકતાવાદના સિદ્ધાંતકારો જેવા કે ફૂકો, ડેરિડા અને લ્યોતારના સિદ્ધાંતોને ‘ફેરફાર’માં ખૂબ ઉમદા રીતે સમાવી લેવામાં આવ્યા છે. આ લેખમાં બે સંસ્કૃતિ (આર્ય-અનાર્ય) વચ્ચેના સંઘર્ષની ચર્ચા કરવામાં આવી છે. ઉપરાંત ‘ફેરફાર’માં માનસિક વાસ્તવિકતાને લોકશાહી ઢબે પહોંચી વળવા માટે દલિતોની ચેતના વિકસિત કરવાના અનેક માર્ગો સૂચવ્યા છે.
મિત્રોના સંપર્કમાં અને મૂળ પુસ્તકો(Original Text)ના વાંચન પછી ફેરફાર આવે છે. ત્યારે નાયક વધારે લોકશાહી ઢબે (Democratic) વિચારતો થાય છે. ત્યારે હિન્દુધર્મ કે ગાંધીજીની ગાળોથી નહિ પરંતુ આલોચનાત્મક ઢબે ટીકા કરે છે. વધારે વિસ્તૃત વાત કરીએ તો નાયકનાં વ્યક્તિત્વમાં ફેરફાર આવે છે. ગામમાં સાબરકાંઠાની લોક-બોલી બોલતો હોય છે પરંતુ શહેરી સંપર્કથી ભાષામાં ફેરફાર આવે છે. એટલે નાયક શરૂઆતમાં બોલતો હોય તેમ પછી બોલતો નથી. ધીમે ધીમે શુદ્ધ બોલતો થાય છે. પણ હા ક્રોધમાં ચોક્કસપણે ગ્રામીણ શબ્દો બોલી નાંખે છે. સામાન્ય દલિત પરિવારમાં આવેલ ફેરફાર નવલકથામાં જોવા મળે છે. નવલકથામાં નાયકની પરિસ્થિતિનું – સમગ્રલક્ષી નિરૂપણ કરવામાં આવ્યું છે.