ભમરા, વાયરા, પતંગિયા, આગિયા,
ફૂલો પર બેસી સુગંધ પી પી ધરાઈ.
પાંખડી મારા મનની શતદલ થઈ છે,
ફરર દઈ ઉડી રંગીન પતંગિયાની રજાઈ.
ડાળી ડાળી ક્ષણે ક્ષણે કૂંપળ ફૂટે છે,
ઓસ પૂછે ફૂલને તું કેમ કરી છલકાઈ.
ખીલે ફૂલ જ્યારે ભમરાને મજા પડે,
વાયરાની ભવ્યતા ને સુગંધ બધે ફેલાઈ.
છે તારું સ્મરણ ને ગઝલ ઉપવનની.
વાત કાનમાં કહેવી ગઝલ રૂપે ગવાઈ.
ઘાટકોપર, મુંબઈ
e.mail : bijaljagadsagar@gmail.com
![]()


આજે એક ફિલ્મની વાત કરવી છે. ફિલ્મ છે, ‘મિલી’. હિન્દીમાં પણ છે. ‘મિલી’ નામની એક ફિલ્મ અમિતાભ બચ્ચન અને જયા ભાદુરીની પણ આવેલી, તે નહીં, આ તો સાઉથની રિમેક છે. ફિલ્મનો રિવ્યૂ કરવો નથી. હિન્દી પ્રોડ્યુસર અને ડિરેક્ટર તરીકે જાણીતા બોની કપૂરની આ ફિલ્મ છે ને એની દીકરી જાનવી કપૂરની મુખ્ય ભૂમિકા એમાં છે. ફિલ્મનાં ટેકનિકલ પાસાંઓ અંગે પણ અહીં વાત કરવી નથી. તે એક સારી ફિલ્મ છે એટલું ખરું. વાત એમ છે કે 24 વર્ષની મિલી નામની યુવતી તેના વીમો વેચતા પિતા નિરંજન સાથે રહે છે. તે ચોરીછૂપી સિગારેટ પીએ છે એટલે દીકરી માથે હાથ મુકાવીને સોગંદ આપે છે ને પિતા નાછૂટકે સિગારેટ છોડે છે. મિલી વધુ સારી તકો માટે કેનેડા જવાનું નક્કી કરે છે. પિતાને એ ગમતું તો નથી, પણ તે નકારતો ય નથી. આમ તો મિલી ‘ડૂન’સ કિચન’માં કામ કરે છે.