અંદરના પંખીની સંતો વાત કરે છે
પાંખો પ્રસરાવીને શરૂઆત કરે છે.
સમુદ્રની છાતી પર ઊગેલો સૂરજ,
ભર બપોર છાયડો કદ ઊંચો કરે છે.
સંધ્યા ટાણે સૂર્ય સૌની સામે ડૂબી,
આંખ આંજી ને શરૂઆત કરે છે.
એક આખો દરિયો આંખની અંદર,
અગોચર આ સંગમ અંતર ભરે છે
બજી રહ્યું અંદર ઝીણું મૂક જંતર,
કોઈ અગોચર ખૂણે વેદોના મંતર
માટીનો ખેલ ને ઘટઘટમાં બિરાજે રામ,
આ સીધી સાફ વાત વેદ ગીતા કહે છે.
ઘાટકોપર, મુંબઈ
e.mail : bijaljagadsagar@gmail.com
![]()







ટ્રમ્પનું રાજકારણ બેફામ અને વિવાદી છે. અલબત્ત હજી તો ઘણો સમય છે કારણ કે ચૂંટણી છેક નવેમ્બરમાં છે. રિપબ્લિકન પાર્ટીમાં પણ તેના વિરોધીઓ તો છે જ અને તેઓ મનોમન એમ જ ચાહતા હશે કે કાનૂની ગુંચવણો પેદા થાય અને આખો મામલો બિચકે. પોતાના પ્રતિસ્પર્ધી નિક્કી હેલીને ‘બર્ડ બ્રેન’ કહી ચૂક્યા છે અને આવા વધુ બફાટ કરીને ટ્રમ્પ પોતાના લખ્ખણ તો દર્શાવી જ ચૂક્યા છે. છતાં પણ ટ્રમ્પના પ્રભાવથી ડરનારા નરમ રિપબ્લિકન રાજકારણીઓએ પોતે ટ્રમ્પ તરફી છે એ દર્શાવી દીધું છે. કોઈની પણ સાડાબારી રાખ્યા વિના, શાલિનતાને નેવે મૂકીને ટ્રમ્પે પોતે વેરનું રાજકારણ કરવાની દિશામાં આગળ વધે છે એવો ઢંઢેરો પણ પીટી નાખ્યો છે. ટ્રમ્પ પર મુકાયેલા આક્ષેપોથી આપણે અજાણ નથી અને ટ્રમ્પ જે રીતે અત્યારે વર્તાય છે એમાં લાગે છે કે તેમને ઓવલ ઑફિસમાં પહોંચીને સૌથી પહેલાં તો પોતાની પર આક્ષેપ મુકનારા તમામને દેખાડી દેવું છે, વળી સત્તા પર આવ્યા પછી પોતાના પગ તળે રેલો ન આવે એટલા માટે કાયદાની ઐસીતૈસી કરતા ટ્રમ્પને જરા ય વાર નહીં લાગે. વળી ટ્રમ્પની વિદેશી નીતિને આધાર આખા વિશ્વએ પોતાના સમીકરણો બદલવા પડશે. ટ્રમ્પે તો તાજેતરમાં એમ વચન આપેલું કે પોતે સત્તા પર આવશે તો ચાર વર્ષની યોજના લાગુ કરશે જેમાં ચીનના ઉત્પાદનોની આયાત ધીરે ધીરે સદંતર બંધ કરી દેવાશે. ચીન સાથેનું આ વ્યાપારી યુદ્ધ યુ.એસ.એ.ના અર્થતંત્રને ભારે નુકસાન પહોંચાડી શકે છે, પણ ટ્રમ્પ વેરનાં વળામણાં કરવાના મૂડમાં હશે તો એ જે રાષ્ટ્રના પ્રમુખ હશે તેના અર્થતંત્રની ચિંતા કરશે ખરા? ટ્રમ્પ જો મનફાવે એ રીતે સરકાર ચલાવશે તો મહાસત્તાનું લેબલ યુ.એસ.એ. પાસેથી છીનવાઈ જવાના દિવસો ધાર્યા કરતાં જલદી આવી પહોંચશે.