ઘરમાં હતો સાવ સૂનકાર ત્યાં તો ચકલી આવી
તૂટી ગઈ વિચાર ભરમાર ત્યાં તો ચકલી આવી
ચીં ચીં કરી આખું ઘર જાણે કે એણે માથે લીધું
ઘરમાં ભમ્યા કરે વારંવાર ત્યાં તો ચકલી આવી
આ એ જ ચકલી છે જે મારી ફળીના ઝાડની
લૈ આવી બચ્ચાં વણજાર ત્યાં તો ચકલી આવ.
મને સ્ફુર્યો વિચાર “શું આ ઘર મારું એકલાનું જ”?
પંખી પણ બનાવે આધાર ત્યાં તો ચકલી આવી
ને મને યાદ આવી સુતા નાનકી ચકીસંગ રમતી
હતું બંનેમાં હેત અપાર ત્યાં તો ચકલી આવ.
પોરબંદર.
e.mail : chaitanyajc555@gmail.com
![]()




૮,૬૦૦ ચોરસ માઈલનું વડોદરા રાજ્ય વડોદરા, કડી, નવસારી અને અમરેલી પ્રાંતોનું બનેલું હતું. ૧૮૯૦માં ૨૨ લાખની વસ્તીના વડોદરા રાજ્યમાં ૨,૯૩૧ ગામડાં આવેલાં હતાં. લગભગ ૧૯મા સૈકાની છેલ્લી પચીસી અને ૨૦મા સૈકાની પહેલી પચીસી(ઈ.સ.૧૮૮૧થી ૧૯૩૯)ના શાસનકાળ દરમિયાન સયાજીરાવે પ્રજાહિતનાં અનેક કામો થકી વડોદરાને એક વિકસિત અને આધુનિક રાજ્ય તરીકે વિશ્વનકશે મૂક્યું હતું. આરંભે નિરક્ષર એવા આ મહારાજાએ પોતાના રાજ્યમાં શિક્ષણને સર્વોચ્ચ પ્રાથમિકતા આપી. તેમાં પણ મહિલાઓ, પછાતવર્ગો અને ખાસ તો કથિત અસ્પૃશ્યોના બાળકોના શિક્ષણની વ્યવસ્થા કરી હતી. કન્યાઓ અને દલિત બાળકો માટે શાળાઓ શરૂ કરી હતી. ફરજિયાત શિક્ષણનો કાયદો કર્યો તથા તેનો દૃઢતાથી અમલ કર્યો હતો. ૧૮૯૨માં મફત અને ફરજિયાત શિક્ષણ દાખલ કરતી વેળાના જાહેર વ્યાખ્યાનમાં તેમણે કહ્યું હતું કે, “પ્રાથમિક શિક્ષણનો પ્રચાર કરવાના ઉદ્દેશ જેટલી બીજી કોઈ વસ્તુ મને પ્રિય નથી.” આજથી લગભગ એકસો પંદર વરસો પૂર્વે ૧૯૦૯માં વડોદરા રાજ્યમાં ૩૩૬ અંત્યજ શાળાઓ ચાલતી હતી અને તેમાં ૧૦,૦૦૦ છોકરા-છોકરીઓ ભણતાં હતાં. ડો.આંબેડકર સહિત ઘણાં લોકોને ઉચ્ચ અભ્યાસ માટે વિદેશ જવા તેમણે આર્થિક મદદ કરી હતી.