હમણાં માળું કૈં લખાતું નૈં
થાય છે કે
આ આવી હાંફળીફાંફળી ચૂંટણી
તે લખું
લખી નાખું ૧૯૪૭માં મળેલા ભૂત વિશે,
આજની ચૂંટણીના તૂત વિશે
પણ આ કલમ ચાલતી જ નૈં!
ઘણું ય થાય છે કે
મોટા મોટા ભાષણોમાં ઊડતા થૂકના દરિયાને
લોકોના અરમાનોના રણથી બૂરી દઉં
અખબારોમાં છપાતી લોકશાહીની લંગડી વિશે
ઉમેદવારોને લોકોએ નથી પહેરાવી એ બંગડી વિશે
પાંચ-પચાસ શબ્દોમાં ભસી મરું
પરંતુ, લખવા બેસું ત્યાં
ભિખારણનો અવાજ પથરાય કાગળ પરઃ
માઈબાપ, વધ્યુંઘટ્યું આલજો,
છોકરાંવનું પેટ ઠરશે,
તમને દુઆ મળશે
સાલ્લું,
મગજ એ અવાજથી ઢંકાઈ જાય
ને લંબાયેલી હથેળી
નિમાયું મોં,
કાખમાં છાકરું લઈ
વણઝાર ઉપર વણઝાર આવતી ભળાય
થઈ આવે કે
આ દેશ તો
ભિક્ષા માગતી લોકશાહીની કાખે બેસી
ટગરટગર આંખે
લંબાયેલો હાથ
ને નિમાયું મોં જોતા બાળક જેવો છે.
કંઈ નહીં તો આ બાળક વિશે લખવું,
બની શકે તે કવવું
પણ, કોણ જાણે કેમ
આવી એકાદ કલ્પના કાગળ પર ટપકે
પછી બધું અટકી પડે
હું જોર કરી ઉપાડું કલમનેઃ
ચાલ, ચાલ,
દોડવા માંડ કાગળ પર
જો, જો,
પેલા મજૂરોની છોલાયેલી પીઠની છબિઓ
કારખાનાંઓમાંથી નીકળતા થાકોડાના સરઘસો
ને ત્યાં જો
ત્યાં
ખખડે છે
વસ્તીની ખાટલિયુંમાં
ખાંસીના ખેલંદા
સૌજન્ય : “નિરીક્ષક”, 16 ફેબ્રુઆરી 2019; પૃ. 07
![]()


રેલવે-સ્ટેશનનું એક સામાન્ય દૃશ્ય. એક ભાઈ ગાડીમાં બેઠા છે. ગાડી ઊપડવાની તૈયારી છે. એમના મિત્ર બારીએ હાથ અઢેલીને પ્લૅટફૉર્મ પર ઊભા છે. ગાડીની સીટી વાગે છે. મિત્ર પોતાના થેલામાંથી એક પુસ્તક કાઢીને આવે છે, સફર ગાડીની કે જીવનની – થોડી ઓછી કંટાળાજનક રહે એ માટે.
જ્હૉન રસ્કિન (૮ ફેબ્રુઆરી ૧૮૧૯ – ૨૦ જાન્યુઆરી, ૧૯૦૦) પહેલી કારકિર્દીમાં કલાવિવેચક અન નિબંધકાર હતા. યુવા ઉંમરથી તેઓએ ચિત્રકલાનાં નવાં વહેણ સામે અગાઉના કલાકારોની તરફેણમાં લખવાનું શરૂ કર્યું. એમની સૌંદર્યદૃષ્ટિ અને બારીક નકશીકામથી ભરેલા ગદ્યમાં ચિત્રકલા પછી સ્થાપત્ય અને લોકહુન્નરોની પણ વાત આવી. વ્યાખ્યાન પણ આપતા અને બ્રિટનના જાહેર સંવાદમાં તેમનું નામ બની રહ્યું હતું. તેમને માબાપ તરફથી વારસામાં ખ્રિસ્તીધર્મ અને બાઇબલ પ્રત્યે વિશેષ આસ્થા મળેલી. મોટી ઉંમરે ધર્મ-સંપ્રદાય છોડ્યા પછી પણ બાઇબલે તેમને છોડ્યા નહીં. કલાવિષયક લખાણોમાં તેમનો દૃષ્ટિકોણ બાઇબલ અને સાદી નીતિમત્તા પર આધારિત હતો.
આ એક વૈચારિક, વ્યાપક અર્થમાં બૌદ્ધિક-નાગરિક આંદોલનના અગ્રયાયી બલકે પર્યાયપુરુષ બેલાશક આપણા એકના એક ભોગીલાલ ગાંધી હતા. ૧૯૫૮ના જાન્યુઆરીમાં એ ‘માનવ’ના પ્રથમ અંક સાથે (‘માનવીય ગૌરવની પુનઃપ્રતિષ્ઠા ઝંખતું માસિક’ એવા અભિલાષ અને ઉદ્બોધ સાથે) ગુજરાતના જાહેર-અને-અક્ષર-જીવનમાં નવેસરથી ઉપસ્થિત થયા હતા. આયુર્યાત્રાના સુડતાલીસમે આ બની આવ્યું (કહો કે દુર્નિવારપણે બનીને રહ્યું) તે એક રીતે કદાચ નવેસર નહોતું; કેમ કે ગૂજરાત વિદ્યાપીઠના સ્નાતક, સ્વાતંત્ર્યસૈનિક અને કૉંગ્રેસ સમાજવાદી – સામ્યવાદી અને આ તબક્કે રેડિકલ સર્વોદયી વિચારયાત્રી ભોગીલાલ ગાંધી લેખન-સંપાદનની કામગીરીમાં તો કે’દીના પડેલા હતા. જો કે, જેમ તૃણમૂલ કામગીરી તેમ લેખન-સંપાદન(સરવાળે ‘સ્ટડી ઍન્ડ સ્ટ્રગલ’)નો એમનો સહજ સિલસિલો ૧૯૫૮માં એક ગુણાત્મક વળાંકે ઊભી પ્રગટ થવા કરતો હતો, એ રીતે એમાં નવતત્ત્વ નિઃશંક હતું.