વાઇરસ છે, જાત કોને પૂછવી,
નામ જાણ્યું, નાત કોને પૂછવી.
લૉક ડાઉન કેવું લાગે છે તને,
અનુભવેલી વાત, કોને પૂછવી.
આશ રાખી લોક બેઠાં કાલની,
લંબાશે જો રાત, કોને પૂછવી.
હું નથી ખોટો, પછીની વાત છે,
તેં લગાડી છાપ, કોને પૂછવી.
શહેરની સૂની પડી છે હર ગલી,
અણદેખી આફત, કોને પૂછવી.
સૌજન્ય : “નિરીક્ષક” − ડિજિટલ આવૃત્તિ; 27 ઍપ્રિલ 2020
![]()


સંકટ સમયે માણસની માણસાઈમાં વધારો થાય કે ઘટાડો? મને ખબર છે, તમારો જવાબ શું હશે! તમે કહેશો કે સંકટ સમયે માણસની માણસાઈમાં વધારો થાય. લોકો હિદુ-મુસલમાન, દલિત-બ્રાહ્મણ, દોસ્તી-દુશ્મની ભૂલી જાય અને એકબીજાને મદદ કરવા લાગે, વગેરે.