નીરવ મૌન મહીં ઢળવાનું છે.
દફનાવાનું કે બળવાનું છે.
અંધારી રાતે દીવો બાળી,
પાક્કી નીંદરમાં સૂવાનું છે.
જેવાં આવ્યા'તા તેવી રીતે,
ચિઠ્ઠી ફાટે તો જાવાનું છે.
મિલ્કત, સ્વજનો, દુનિયા ને દોસ્તો,
કૈં પણ ના સાથે લેવાનું છે.
ચાદર, અત્તર, ફૂલ ને નનામી,
જ્યાં બાંધે ત્યાં બંધાવાનું છે.
કાંધે કાંધે આ ગાડી ચાલે,
છેક વિસામે બસ જાવાનું છે.
તુલસી પાન અને રૂપિયો મૂકી,
મોંઢે જળ સૌનું પીવાનું છે.
ઘી ચોળે ને હોમે તલ પણ સૌ,
ભડ ભડ ભડ આગે બળવાનું છે.
અભિમાની થઇ જીવ્યો પામર તું,
ઠાલાં મોતે બસ મરવાનું છે.
કોઈ છે આજે કોઈ કાલે,
સૌને એક દિ' ત્યાં જાવાનું છે.
એ રસ્તે એકલ જાવાનું છે.
સૂતાં સૂતાં રાખ થવાનું છે.
ખોટે ખોટાં શ્લોકો બોલીને,
છેલ્લી જાત્રા થૈ જાવાનું છે.
છોડી કાયા, માયા, ઘર, દુનિયા,
ભીંતે છવિ થૈ ટીંગાવાનું છે.
18/7/2020
e.mail : naranmakwana20@gmail.com
![]()


એન્ટિવાઇરલ દવા શરીરમાં વાઇરસના પ્રજનન માટે ઉપયોગી એવા ઉત્સેચકને અવરોધે છે અને તેનો પ્રજનનનો દર ઘટાડે છે. ટોસિલીઝુમાબ/tocilizumab એનાથી તદ્દન અલગ રીતે કામ કરતી એક 'ઇમ્યુનો-સપ્રેસ્સીવ', ચોક્કસ પ્રકારની રોગપ્રતિકારકતા 'દબાવનારી' દવા છે. હા, વાત આશ્ચર્યજનક જ છે. કોરોનાના 'મૅનેજમેન્ટ' નામે એક કથિત બાબા 'ઇમ્યુનો-બૂસ્ટર' વેચી રૂપિયા રળી રહ્યા છે ત્યારે આ દવા કોરોનાથી જીવ બચાવવા નોખો જ રસ્તો અપનાવે છે. (એક આડવાતઃ ચરક સુશ્રુત જેવા મહાનુભાવોથી મઘમઘતું આયુર્વેદ આજે આ બાબાથી ઓળખાય છે અને વગોવાય છે એ ખરે જ શરમજનક છે.)