આંસુનાં ઈંધણની એવરેજ તો જુઓ
દર્દીલી સડક પર રઝળપાટ તો જુઓ
ભૂખ, રોગ ને અકસ્માત સ્પર્ધામાં છે
દરિદ્રના પ્રાણની ડિમાન્ડ તો જુઓ
સૌજન્ય : “નિરીક્ષક” − ડિજિટલ આવૃત્તિ; 30 મે 2020
આંસુનાં ઈંધણની એવરેજ તો જુઓ
દર્દીલી સડક પર રઝળપાટ તો જુઓ
ભૂખ, રોગ ને અકસ્માત સ્પર્ધામાં છે
દરિદ્રના પ્રાણની ડિમાન્ડ તો જુઓ
સૌજન્ય : “નિરીક્ષક” − ડિજિટલ આવૃત્તિ; 30 મે 2020
એ મહારાષ્ટ્રમાં મર્યા,
કારણ કે ટ્રેક પર સૂઈ ગયા હતા,
વિશાખાપટ્ટનમ્માં એટલા માટે મર્યા
કારણ કે ઘર પર સૂઈ ગયા હતા
ઉત્તર પ્રદેશમાં એટલે મર્યા
કારણ કે ટ્રકમાં સૂઈ ગયા હતા
એ પ્લેટફોર્મ પર એટલે મરી ગયા
કારણ કે ટ્રેનમાં ભૂખ્યા સૂઈ ગયા હતા
તમે એટલા માટે મરી ગયા છો,
કારણ કે તમને મરતા લોકો દેખાતા બંધ થઈ ગયા છે
સૌજન્ય : “નિરીક્ષક” − ડિજિટલ આવૃત્તિ; 30 મે 2020
તાવડી પર ધૂળ ચડતી જાય છે,
ઝૂંપડી માટીમાં ભળતી જાય છે.
સૂર્ય સાથે ભૂખ ઊગતી જાય છે,
ને અમર આશા ય મરતી જાય છે.
સાથે ચાલે ઝાડવાં તો ચાલીએ,
આ સડક કાળી તો તપતી જાય છે.
ભૂખથી ભૂંડી તો સમજણ નીકળી,
મોતની વાતો ય ગમતી જાય છે.
હે પ્રભુ ! થાજો ભલું આ સાંજનું,
જે દિવસને લઈને ઢળતી જાય છે.
એક વિધવા મા બીજું તો શું કરે ?
ધીમેધીમે બાપ બનતી જાય છે.
સૌજન્ય : “નિરીક્ષક” − ડિજિટલ આવૃત્તિ; 30 મે 2020