ઊભી બજારે
ખુલ્લે આમ
એ અબળાની વેચાતી કાયા
લુંટાતું સર્વસ્વ
બદલાતા નામ સાથે
સ્ટ્રીટ ગર્લ
તરીકેની
નવી પિછાણ
આ દેશમાં આ તરફ ચોતરફ
વર્ષોથી નિરંતર અવિરત
આપણે જોઇએ છીએ તેમ છતાં
આપણે સૌ ગર્વથી
કહીએ છીએ કે
આ ભારત દેશ
મારો મહાન !
e.mail : koza7024@gmail.com
![]()


સંસ્થાના મધ્યસ્થ ગ્રંથાલયમાં ધ્યાનસ્થ થવા જઈ રહ્યો હતો. અમદાવાદના પશ્ચિમ વિસ્તારમાં રહેતી, મારી એક પૂર્વ વિદ્યાર્થિનીએ મને રસ્તામાં જ અટકાવ્યો. મેં એને અટકાવી. કારણ કે, એ મને પગે લાગવા જતી હતી. કોઈ મને પગે લાગે એટલે મને બહુ જ સંકોચ થાય છે. કારણ કે, હું કોઈ સાધુ-બાવો કે મૌલવી-પાદરી નથી. અરે, યતિ-સંન્યાસી કે પ.પૂ.ધ.ધૂ. ૦.૧૦૦૮ પણ નથી! જો કે, મેં એને એક વાક્યનો ઉપદેશ તો આપી દીધો : "કોઈને પગે લાગવું નહીં, કોઈને પગે લગાડવા પણ નહીં!" એણે પહેલાં સ્મિત કર્યું. પછી વાત કરી : "મને નોકરી મળી ગઈ છે."