સાતમા નોરતે મા આદ્યશક્તિને પ્રાર્થના :
જોક્સ-ટુચકા-રમૂજોમાં એક કાયમી નિશાન સ્ત્રી શા માટે? જાડાપણું, વાતોડિયાપણું, ચીડ, ઘરમાં સત્તા, બાઘાઈ જેવી અનેક બાબતોની ટીખળ કરવા માટેનું પાત્ર એટલે સ્ત્રી. સ્ત્રીઓની ગરિમાને ભોગે હાસ્ય જન્માવનારાંને નિર્મળ વિનોદવૃત્તિ આપો, માડી.
મા, તમે તો જોતાં જ હશો કે છાત્ર-છાત્રાઓના, કર્મચારીઓના, જૂથોનાં ઔપચારિક ગ્રૂપ ફોટામાં મોટે ભાગે નીચે બેઠેલી હરોળ સ્ત્રીઓની હોય, પુરુષોની ભાગ્યે જ.
અને એ પણ ખરું કે સમારંભોમાં સ્વાગત કરવું, પુષ્પ ગુચ્છ આપવાં, કુમકુમ તિલક કરવાં, ટ્રેમાં ઇનામો લઈને આવવાં જેવાં કામ ભરપૂર શણગાર સજેલી સ્ત્રીઓને જ સોંપવામાં આવે છે. માડી, તમે લોકોને વિચાર કરવા પ્રેરો.
સજોડે પૂજાવિધિમાં પૂજા પતિ જ કરે, પત્નીએ માત્ર હાથ અડાડવાનો. પૂજાની તૈયારી સ્ત્રીઓએ કરવાની. વ્રત ને ઉપવાસ, માથે કળશ ઊપાડીને ખુલ્લા પગે ચાલવાનું ને એવું બધું સ્ત્રીઓએ કરવાનું. પૂજા કરનાર ગોર મહારાજ એટલે કે પુરોહિત સદીઓથી પુરુષ જ હોય. પછી ભલે મૈત્રી-ગાર્ગેયી સહિતની મહાન સ્ત્રીઓ વિશે ગ્રંથો લખાતાં હોય.
માડી, તમને પ્રાર્થના કે આ બધું વધુ ઝડપે બદલાય !
23-10-2020
![]()


છેલ્લા કેટલાક મહિનાઓથી અહીં અમેરિકામાં છાપું ઉઘાડો કે ટી.વી. ઉપર ન્યૂઝ જુઓ તો ખરાબ, ખરાબ અને ખરાબ જ સમાચાર દેખાય છે! થાય કે આ અમેરિકાનું શું થવા બેઠું છે! આ શું દેશના વળતાં પાણી છે? કરોના વાયરસની કસોટીમાં અમેરિકા સાવ નિષ્ફ્ળ નીવડ્યું, એ વાત તો હવે જગજાહેર છે. જે કરોના વાયરસને દુનિયાના કેટલાક ગરીબ દેશો કાબૂમાં લાવી શક્યા છે, તે અતિ સમૃદ્ધ અમેરિકા નથી કરી શક્યું, એ કેમ બન્યું? દુનિયાની માત્ર ચારેક ટકા વસ્તી અમેરિકામાં હોવા છતાં વાયરસને લીધે થયેલા મોતમાં એનો હિસ્સો જબરો વીસ ટકા જેટલો છે. અત્યાર સુધીમાં લગભગ 2,00,000થી પણ વધુ અમરિકનો વાયરસમાં મર્યા છે, અને હજી પણ દરરોજ લગભગ હજારને હિસાબે વધુ મરતા જાય છે! આ મોતનો આંકડો ક્યાં જઈને અટકશે?
અગત્યની વાત એ છે કે એક વાર ચૂંટાયા પછી પણ પ્રમુખના હોદ્દાની જવાબદારીઓ સ્વીકારવા એ તૈયાર નથી, એને માટે જે તૈયારી કરવી પડે — વાંચવું, વિચારવું, ચર્ચવુ પડે, વિરોધીઓ સાથે મસલત કરવી પડે — એ એને ગમતું નથી, અને આજુબાજુ હોશિયાર મદદનીશ સલાહકારો રાખવા પણ એ તૈયાર નથી. એને કામ જ નથી કરવું, એને ગોલ્ફની રમત રમવી છે, એને ટી.વી. સામે બેસીને જોવું છે કે કોણ એનાં કેટલાં વખાણ કરે છે, કોણ એની ટીકા કરે છે, અને પછી એ મુજબ એના પચાસેક મિલિયન અનુયાયીઓને દિવસને રાત ટ્વીટ કરવી છે. આ ટ્વીટમાં હરીફરીને એક જ વાત હોય છે — પોતે મહાન છે, અમેરિકાને પોતાની જેવો મહાન પ્રમુખ હજુ મળ્યો નથી, ટી.વી. અને છાપાંવાળાઓ જે ટીકા કરે છે, તે બધા ખોટા છે. પોતાના વિરોધીઓને ઉતારી પાડવામાં એ પાછા પડતા નથી. પોતાના બણગાં ફૂંકવામાં એને કોઈ લાજ શરમ નથી કે જૂઠું બોલવામાં એને કોઈ સંકોચ નથી. અહીંના વિખ્યાત વર્તમાનપત્ર ‘વૉશિંટન પોસ્ટ’ની ગણતરી મુજબ ટ્રમ્પ રોજના પાંચ જૂઠાણા વહેતા મૂકે છે. આ ગણતરીએ છેલ્લા સાડા ત્રણ વરસમાં એણે હજારોની સંખ્યામાં જૂઠાણાં ફેલાવ્યા છે!