ઓગળતાં અંધકારમાંથી
ઝળહળતો પ્રકાશ
પ્રગટતા દીવડામાં દીપાવલીનો
અનેરો આનંદ અને ઉત્સવ
અહીં તહીં
આ તરફ ચોતરફ
રોશનીની ઝાકમઝાળ
રંગબેરંગી ફૂલોની શોભામાં શોભતું આખું નગર
ઘેર ઘેર આતિથ્યનાં ઓવારણા-
નગર આખામાં ઘેર ઘેર
દીવડા ઝળહળ ઝળહળે,
અનેરા ઉત્સવમાં ડૂબતું આખું નગર
ફૂટે ફટાકડા ફટાફટ અને તેમાં
કિલ્લોલ કરતું બાળપણ-
ઉત્સાહના અનેરા આ ઉત્સવમાં
નગર આખું જાણે આનંદમાં ગરકાવ
રંગબેરંગી રોશનીથી છલકાતી સમૃદ્ધિ
અને રંગીન દાસ્તાન
પણ સામે છેડે
દૂરવાસમાં રહેતો પેલો રામલો –
ઓગળતા હાડમાં,
ચિત્કારની વેદનામાં
નગર આખાની મહાલતી દીવાળી
દૂરથી માણે
ફૂટેલા ફટાકડા વીણી વીણી
બાળગોપાળ સૌ કોઇ તેના-
દિવાળી મનાવે –
રામલો પૂછે પોતાની જાતને કે
ક્યારે આવશે દીવાળી
બાપ, અમ જેવા માણહની જે લોક
માણહ તરીકેની વ્યાખ્યામાં
આજસુધી કદી આવ્યા નથી!
તા. 1-12-2011
e.mail : koza7024@gmail.com
![]()


દુનિયાભરના મહેનતકશો પહેલી મેના દિવસે મજૂર દિન મનાવે છે, પરંતુ અમદાવાદની કાપડમિલોના મજૂરો વરસોથી ચોથી ડિસેમ્બરે મજૂર દિવસ મનાવતા હતા. આજે તો અમદાવાદમાં મોટા ભાગની કાપડ મિલો બંધ થઈ ગઈ છે, પરંતુ એક જમાનામાં ભારતના માન્ચેસ્ટર ગણાતા અમદાવાદમાં બહુ ઉમંગથી ચોથી ડિસેમ્બરે મજૂર દિવસ ઉજવાતો હતો. દુનિયાના કામદારો કરતાં અમદાવાદના મિલ કામદારોના નોખા મજૂર દિવસનો પણ અનોખો ઇતિહાસ છે. અમદાવાદમાં પહેલી કાપડ મિલ તો ઈ.સ. ૧૮૬૧માં શરૂ થઈ હતી. કામના અમર્યાદિત કલાકો અને ઓછા વેતનની કામદારોની નિયતિ અને તે સામેનો તેમનો વિરોધ અને હડતાળો પણ પડી હતી. પરંતુ ૧૯૧૭ની ચોથી ડિસેમ્બરે પડેલી હડતાળ ઇતિહાસના પાને કાયમ અંકિત થઈ ગઈ છે.
૧૯૧૭ અને ૧૯૧૮ની સફળ હડતાળોથી કામદારોમાં નવાં જાગૃતિ અને જોમ આવ્યાં. અનસૂયાબહેન પ્રત્યેની તેમની આસ્થા અને વિશ્વાસ મજબૂત થયાં. સંઘર્ષ નહીં પણ સદ્દભાવ અને સમાધાનથી કામદારોના પ્રશ્નો ઉકેલવાની ગાંધીજીની રસમથી આગળ વધવા ગાંધીવાદી મજૂર સંગઠન ‘મજૂર મહાજન સંઘ’ની ૨૫મી ફેબ્રુઆરી ૧૯૨૦ના રોજ સ્થાપના થઈ. આ વરસે જેની સ્થાપનાનું શતાબ્દી વરસ છે તે ‘મજૂર મહાજન સંઘ’ના અનસૂયાબહેન સ્થાપક અને આજીવન પ્રમુખ હતાં. ‘મજૂર મહાજન સંઘ’ મારફતે તેમણે કામના કલાકોમાં ઘટાડો, કામના સ્થળે સલામતી, વેતન વધારો અને બોનસ જેવી માંગણીઓ તો સ્વીકારાવી સાથે સાથે કામદાર કલ્યાણનાં અનેક કામો કર્યાં. મજૂરોનાં જીવન ધોરણમાં સુધારો આણવા તેમણે પ્રયત્નો કર્યાં હતાં. મિલોમાં કામ કરતી મહિલાઓ માટે ઘોડિયાઘર અને સમાન વેતન અપાવ્યાં હતાં. મહિલા મંડળો,છાત્રાલય, કન્યાગૃહ, વ્યાયામ શાળા, વાચનાલય અને કામદાર કલ્યાણ કેન્દ્રો શરૂ કર્યાં હતાં.