પાંપણ પરના આંસુ ઝાકળ બની ગયા,
ઊકળતા એ અરમાન વાદળ બની ગયા.
સાથે ચાલનારા તો અનેક મળ્યા સફરમાં,
દિલને સ્પર્શી ગયા તે બાલમ બની ગયા.
ફૂલ સમજીને ચૂંટી લીધાં ઉપવનમાંથી
કેટલાંક તો કાંટાળા બાવળ બની ગયા.
પ્રણય કેરા અંકુર વાવવાનો પ્રયાસ હતો માત્ર,
વાંચી ન શક્યા તો કોરા કાગળ બની ગયા.
થોડા ને જાણ્યા તો થોડા ને સમજી લીધા,
ન સમજાયા તે સહુ અટકળ બની ગયા.
વિખરાયેલને સમેટવા સાવ અઘરું તો નહોતું,
‘મૂકેશ’ તો દિલો ને જોડતી સાંકળ બની ગયા.
e.mail : mparikh@usa.com
![]()


એક પરિચિતની દીકરી વિદેશમાં નોકરી શોધી ત્યાં જ સ્થાયી થવા વિચારે છે. વિદેશ જવાનું કારણ શું, તો કે અહીં લાયકાત પ્રમાણે નોકરી મળે એમ નથી ને મળે તો ખાનગીમાં પગાર ઓછો ને મજૂરી વધારે છે. આ ઉપરાંત ઓળખાણ ન હોય તો ઈન્ટરવ્યૂ આપીને અહીં જ આધેડ થઈ જવાય એવી સ્થિતિ છે. ઘણા યુવાનો આ રીતે વિચારે છે ને વર્તે પણ છે. એવા દિવસો આવી રહ્યા છે કે યુવાધન, અહીં ભણીને વિદેશમાં સ્થાયી થઈ જાય. વસતિના પ્રમાણમાં, વિશ્વમાં સૌથી વધુ યુવાનો અત્યારે ભારતમાં છે, એ સાચું હોય તો આ યુવાધનને સાચવવાની તૈયારી સરકારોની જણાતી નથી.
લીવ ધ કમ્યુનિટી બિહાઈન્ડ. રીઝર્વ બેંકના ભૂતપૂર્વ ગવર્નર ડૉ. રઘુરામ રાજન કહે છે કે રાજ્ય અને બજાર મળીને એટલે કે શાસકો અને વૃકોદરો મળીને પ્રજાસમૂહોને પાછળ ધકેલી રહ્યા છે. શા માટે? કારણ કે વૃકોદરોએ શાસકોના કબજામાં રાજ્યની માલિકીનું જે કાંઈ હતું એ છીનવી લીધું છે અને હવે તેઓ પ્રજાની માલિકીનું જે કાંઈ છે એ છીનવી લેવા માગે છે અને તેમાં તેમને શાસકોની મદદ જોઈએ છે.
વાચકોને યાદ હશે કે દેશમાં જ્યારે આયોજન પંચ અસ્તિત્વ ધરાવતું હતું ત્યારે દેશના સર્વાંગીણ વિકાસમાં ભાગીદારી ધરાવતા સમાન હિતસંબંધો ઉપર આધારિત પ્રત્યેક સમુદાયના અભિપ્રાયો અને સૂચનો મંગાવવામાં આવતા હતા. સમાન આર્થિક હિત ધરાવતા દરેક પ્રજા-સમૂહોના પ્રતિનિધિમંડળો પોતપોતાની માગણીઓ લઈને પંચના સભ્યોને મળતા હતા અને પંચમાં પ્રમાણમાં વ્યાપક હિતસંબંધો આધારિત સમૂહોના પ્રતિનિધિઓને સભ્ય તરીકે પણ લેવામાં આવતા હતા. આયોજન પંચ દરેકને સાંભળ્યા પછી આગલા પાંચ વર્ષ માટેનું આયોજન કરતું હતું. નરેન્દ્ર મોદીએ વડા પ્રધાન બન્યા પછી પહેલું કામ આયોજનપંચને ખતમ કરવાનું કર્યું હતું. આ યોગાનુયોગ નહોતો. એની પાછળનો ઈરાદો કમ્યુનિટીઓને પાછળ ધકેલી દેવાનો હતો. નાનાનાના આર્થિક હિતસંબંધોના અવાજો રાજ્યને કાને પડવા ન જોઈએ. જો સત્તાવાર રીતે તેની નોંધ લેવાય તો સત્તાવાર રીતે તેનો ઉકેલ પણ શોધવો જોઈએ. માટે ન રહે બાંસ, ન બજે બાંસુરી. લીવ કમ્યુનિટી બિહાઈન્ડ.