કાવ્યકૂકીઝ
દિવાળી ગઈ તે સાથે આખું ઘર
વાળતી ગઈ
આમ તો જાળાં પાંચમ વખતે જ
ઘરવાળીએ ગજવાં સહિત
ઘર સાફ કરી નાખેલું તે યાદ છે
જો કે, દિવાળી પછી તો
ઘર એટલું ચોખ્ખું થઈ ગયું છે
કે કોઈ ડબ્બામાંથી નાસ્તો જડતો નથી
ફટાકડા હવે પેટમાં ફૂટતા હોય એવું લાગે છે
સાલ મુબારક કરવા આવેલા મહેમાનોએ
માલ મુબારક હોય તેમ
ઉત્તમ માલ પેટમાં પધરાવીને
ડબ્બા એટલા ચોખ્ખા કરી નાખ્યા છે કે
ધોઈને મૂક્યા હોય એવા ચમકે છે
બેસતું વર્ષ ઊઠી ગયું છે
ને દેવઊઠી એકાદશીની રાહ જોવાઈ રહી છે
દેવ ઊઠે તો લગ્નો લાગે
ને વિવાહોત્સુક ઘરો
કોતરી કોતરીને કંકોતરીઓ લખે એમ બને
દિવાળી એડવાન્સ ને એડવાન્સ પગાર
ને ખરીદીમાં એટલો ઉપાડ થયો છે કે
ક્યાંક ઊપડવું હોય તો ય ઉપડાય નહીં
બાકી હતું તે હિલસ્ટેશને નીકળી ગયેલાં
તે એટલું રખડયાં કે ઘરે આવવાનું છે
તેવું હોટેલવાળાએ સામાન
બહાર મૂક્યો ત્યારે જ યાદ આવ્યું
ઘરે પાછાં આવવાં પણ પૈસા જોઈએ
તે ધ્યાન જ ન રહ્યું
ને રેલવેવાળા ઘર સુધી મૂકવા આવ્યા
ત્યારે ઘરભેગાં થયાં
જોઈએ હવે વગર ચાંદલાએ કોણ
લગ્નમાં બોલાવે છે તે !
બાકી, હકીકત એ છે કે
પોતાને ચાંદલા કરવા જેટલી પણ
તાકાત નથી રહી એ ખરું …
0
પંક્તિ પુરાણ
0
વરને સાદ પાડનાર વરસાદને બોલાવતો નથી
0
વરસાદ આગાહીની રાહ જોતો નથી
0
પરણે તે રણે પણ ચડે છે
0
પરાણે પરણનાર પરોણે ચાલે પણ ખરો
0
પરી ન હોય તો પણ, પ્રેમિકા તો પરી જ હોય છે
0
આંસુ વગરની મા હોતી નથી
0
પાણી વગરનાં પણ પાણી મૂકતાં હોય છે
0
સૂકી નદી, કદી પટ છોડતી નથી
0
ઘણાં નવી ચંપલ મંદિરેથી લઈ આવે છે
0
તહેવાર પણ વહેવાર તો સાચવે જ છે
000
e.mail : ravindra21111946@gmail.com
![]()


દીપાવલીનું પર્વ પ્રકાશનું પર્વ છે, આનંદોલ્લાસનું પર્વ છે. આમ તો આનંદની તકો આપણી પાસે ઓછી જ છે. તે એટલે કે આપણી સગવડોએ આપણને કામમાં નાખી દીધાં છે. આપણને નવરાશ જ નથી ને સાચું પૂછો તો ખાસ કામ પણ નથી. આપણી સગવડો વધી, એથી સુખ વધ્યું, પણ આનંદ વધે એવું દરેક બાબતમાં બન્યું નથી. એટલો પૈસો જરૂર વધ્યો કે સુગર ફેક્ટરી નાખી શકાય, એથી સુખ વધ્યું, પણ ડાયાબિટીસને કારણે ખાંડ ન ખાઈ શકાવાથી મીઠાશનો આનંદ ગયો. આપણે સગવડોથી સુખ વધાર્યું ને આનંદ ઘટાડયો એવું નથી લાગતું?
એટલે પરાક્રમ, અને ‘આદિત્ય’ એટલે અદિતીનો એક પુત્ર, સૂર્ય. પણ ‘વિક્રમાદિત્ય’ એ રાજાનું નામ હતું કે બિરુદ? કારણ બીજા પણ ઘણા રાજાઓએ આ ‘વિક્રમાદિત્ય’ને બિરુદ તરીકે અપનાવ્યું છે. અને ભાટચારણો તો પાંચ ગામના ઠાકોરને પણ ‘પરાક્રમી વીર વિક્રમ જેવો’ એમ કહીને પ્રશંસા કરતા. આજે જેમ આલિયા માલિયા ચળવળિયાને ‘ગાંધીવાદી’ની ટોપી પહેરાવી દેવાય છે તેમ એક જમાનામાં થોડી ઘણી પણ સત્તા જેની પાસે હોય તેને માથે ‘વિક્રમાદિત્ય’નો મુગટ પહેરાવી દેવાતો.