
મનુબહેન ગાંધી અને ગાંધીજી
ભાવનગર પાસે મહુવા (સૌરાષ્ટ્રનું કાશ્મીર) મારું પિયર. હું જ્યારે આઠ-દસ વર્ષની હતી તયારની વાત છે. અમારા ઘર પાસે મારાં ફૈબાનું ઘર (ખારનો ઝાંપો). મારાં ફૈબાની દીકરી લત્તા અને હું , બન્ને ત્યાં દોડતા દોડતા જઇએ. તેના ઘરની સામે મોટો વિશાળ ડેલો. તેમા ઘુસીએ એટલે મોટું કમ્પાઉન્ડ અને અનેક ઓરડાઓ ઘરાવતું મહેલ જેવો આશ્રમ. થોડા આગળ જઇએ ત્યાં રૂમની પરસાળમાં નાની ખાટલી પર જયસુખદાદા સૂતા હોય. આબેહૂબ ‘ગાંધીબાપુ’ જ લાગે. બોખા મોંઢાના હાસ્યથી અને મીઠા અવાજથી આવકાર આપે.
આશ્રમમાં જઇએ એટલે જો મનુબહેન મહુવામાં હોય, તો અદબ વાળીને ઊભાં હોય અને અમારી રાહ જ જોતાં હોય, તેમ આગળના કાર્યક્રમની રૂપરેખા આપી દે. સફેદ બગલાના પાંખ જેવી સાડી. સાડીની કિનારી પર લીલી, કથ્થાઇ કે ભૂરી નાની કિનારીવાળી બોર્ડર. આંખ પર ચશ્માં. ભારે અને બુલંદ અવાજ. મક્કમ ચાલ. પાતળો લાંબો દેહ. આ મનુબહેનની ઓળખાણ.
કોઈ વખત રાજ્યપાલ શ્રીમન્ન નારાયણ આવવાના હોય કે મુખ્ય પ્રધાન બળવંતભાઇ મહેતા આવવાના હોય, તેમને માટે સ્વાગત ગીત ગાવાનું હોય, તેમને હારતોરા પહેરાવવાના હોય, તેમની જીપમાં ગામડે-ગામડે તરેડ, ભાદ્રોડ, ખુંટવડા, કોળિયાક, તરેડી, વડલી વગેરે ગામડે જવાનું હોય. અમને તો મજા પડી જતી.
મનુબહેન ગાંધી ગામડાંના લોકોની મુશ્કેલીઓ આ બધા મહાનુભાવો પાસે રજૂ કરતાં. તેમની મુશ્કેલીઓ દૂર કરવા અથાગ પ્રયત્ન કરતાં.
મનુબહેન એ ગાંધીબાપુના ભત્રીજાની દીકરી થાય. મનુબહેનનો જન્મ કરાંચીમાં થયો હતો. તે ૧૨ વર્ષના હતાં,ત્યારે તેમની માતાનું અવસાન થયું.
કસ્તૂરબાને એક વિશ્વાસુ મદદગારની જરૂર હતી. પૂનાના આગાખાન મહેલમાં અંતિમ ૧૩ મહિના બાની સાથે રહ્યા.
બાપુએ મનુબહેનને કહેલું, “આખા જગતનો હું બાપુ છું પણ તારી હું ‘મા’ છું. મનુબહેન પણ કહેતાં કે મારે ત્રણ મા છે. એક જનેતા, બીજા કસ્તૂરબા અને ત્રીજા બાપુ.
બાના અવસાન પછી બાપુ જ્યારે નોઆખલીના શ્રીરામપૂર હતા, ત્યા મનુબહેન દોડીને પહોંચી ગયાં અને પગે લાગ્યાં ત્યારે પીઠ પર ધબ્બો માર્યો, કાન ખેંચ્યો અને ગાલ પર ટપલી મારી. અને બોલ્યા, “કેમ આવી પહોંચી ને?” બાપુની બધી જ જવાબદારી મનુબહેને ઉપાડી લીધી. બાપુ તેને ‘મનુડી’ કહેતા.
ત્યારથી મનુબહેન સતત તેમની સાથે રહ્યાં. દરરોજ ડાયરી લખતાં. રોજ રાતે ડાયરીમાં છેલ્લે બાપુની સહી કરાવતાં. બાપુને તેના મૃત્યુનો અણસાર આવી ગયો હતો, એટલે તેને કહ્યું પણ હતું કે ‘તું મારા મૃત્યુની સાક્ષી બનજે’.
પ્રાર્થના સભામાં જતા હતા ત્યારે બાપુનો જમણો હાથ મનુબહેનના ખભા પર અને ડાબો હાથ આભાબહેનના ખભા પર હતો. મનુબહેને નથુરામને નજીક આવતા જોયા એટલે અટકાવવાની કોશીશ કરી, એટલે નથુરામે એટલા જોરથી મનુબહેનને ધક્કો માર્યો કે મનુબહેનના હાથમાંથી ચશ્માં, થૂકદાની તો પડી ગયાં પણ એ પણ ગડથોલિયું ખાઇને પડી ગયાં.
બાપુની અંતિનવિધિમાં તે અગ્રેસર રહ્યાં. કાંઘ પણ તેમણે જ આપેલી. અસ્થિવિસર્જનમાં નહેરુજીએ તેમને દરેક જગાએ સાથે રાખેલાં.
બાપુની દરેક વસ્તુ તેમણે દેવદાસ કાકાને આપી દીધી.
તેમની ઉપર સતત ધમકીભર્યા કાગળ આવતા રહ્યા : ‘જુબાની આપી છે તો ખેર નથી.’
તેમની ટ્રેનમાં ‘ગાંધી કેમ્પ’ ડબ્બા પર લખેલુ હતું, તેથી લોકો સતત મળવા આવતાં હતા.
દિલ્હીથી ટ્રેનમાં મુંબઈ આવ્યાં, ત્યાર બાદ મુંબઇના શાંતીકુમારે વીમાન મારફતે ભાવનગર જવાની વ્યવસ્થા કરી આપી.
મનુબહેને બ્રહ્મચર્ય વ્રત લીધેલું. એ બાપુની અસર હેઠળ જ હતું. આઝાદી પછી રાજકારણમાં શાહી ઠાઠમાઠ વધ્યા એ બાબતથી બહુ વ્યથિત હતાં. એ તેમણે તેની ડાયરીમાં ઉમેર્યું છે.
તેમણે મહુવામાં ‘ભગિની સમાજ’ ‘બાલવાડી’ શરૂ કરેલી. તેમા શીવણક્લાસ, મહેંદી, વગેરે ચાલુ કરી મહિલાઓને પગભર કરેલી. ગરીબ કન્યાઓના વિવાહ પણ કરાવેલાં. એક અંધ સંગીત શિક્ષક કનુભાઇને આશ્રમમાં નાની બાળાઓને સંગીત શીખવાડવા માટે રાખેલા.
બાપુના ૧૦૦માં જન્મદિવસ પર મહુવામાં ‘સફાઇ અભિયાન’કરેલું. જે આપણા વડા પ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ હાકલ કરી હતી, એ મનુબહેને વરસો પહેલાં શરૂઆત કરેલી. અમે સવારના પાંચ વાગે ઊઠીને મહુવાની દરેક શેરીને સાફ કરેલી. જે મને હજુ યાદ છે. માત્ર તેના ફોટા પ્રાપ્ત નથી. આ પ્રવૃત્તિ દરેક ન્યૂઝ પેપરમાં પણ છપાયેલ.
તેમની સેવાભાવી પ્રવૃત્તિથી ઘણા આગેવાન લોકોને ડર રહેતો કે મનુબહેન ચૂંટણીમાં ઊભાં રહેશે તો! એટલે તેમની દરેક પ્રવૃત્તિમાં અડચણ નાખ્યા કરતા. મનુબહેનની પ્રવૃત્તિથી અંજાઇને તેમની પીઠ પાછળ હસી મજાક થતી અથવા તેમનાં કાર્યમાં વિઘ્ન ઊભું કરતા. તે ઘણીવખત મારા પપ્પાને કહેતા, “ડોકટર સાહેબ, તમારે ઘણી દીકરીઓ છે.એ ક મને આપી દો. મારાં કાર્યોને આગળ વધારે.” એ ઘણાં વ્યથિત થઈ ને કહેતાં પણ ખરા કે હું બાપુનાં કામને આગળ વધારવા માંગુ છું. મને સત્તાનો કોઈ લોભ નથી. મારે રાજકારણમાં આવવું જ નથી. બસ, લોકો મને શાંતિથી કામ કરવા દે.
૧૯૬૯માં તેમને દિલ્હી રેડિયો કાર્યક્રમ આપવા માટે બોલાવવામાં આવેલા. ત્યા અચાનક તેમની તબિયત બગડી ગઈ. તેમને એઇમ્સ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલાં. મારાં મોટાબહેન દિલ્હીમાં લેડી હાર્ડીંગ કોલેજમાં મેડિકલમાં અભ્યાસ કરતાં હતાં. તે તેમની ખબર પૂછવા ગયેલાં ત્યારે મનુબહેન કંઇક અસ્પષ્ટ બોલતાં હતાં. તેમને કંઇ સાનભાન નહોતું. કોઇ ડોકટર તેમને શું થયુ છે એ જાણી ન શક્યાં. તે મૃત્યુ પામ્યા, ત્યારે કઇ હાલતમાં એમનું અવસાન થયું, તેનો કોઈ સત્તાવાર રેકોર્ડ નથી. બાપુના અંતિમ દિવસોમાં તેમને મળવા આવનારા મહાનુભાવો મનુબહેનની નજર તળેથી પસાર થતા હતા, પણ તેમના મૃત્યુ પળે કોઈની નજર ન પડી.
મનુબહેનને સતત સાથ આપનારાંમાં ભાનુબહેન લહેરી એક હતાં. તેમના સહકારથી તે ઘણાં કામો કરી શક્યાં. ઘણી મહિલાઓનાં લગ્ન ન થતાં હોય તો બન્ને યોગ્ય ઘર શોધી લગ્ન કરાવી આપતાં. ઘણી બહેનોને પગભર કરવામાં ભાનુબહેનનું ઘણું મોટું યોગદાન રહ્યું છે.
અત્યારે જે ઘરમાં મનુબહેન રહેતાં હતાં, એ ‘ભગિની આશ્રમ’ બિસ્માર હાલતમાં છે. તેમાં તેના સંકળાયેલ દસ્તાવેજો, ફોટાઓ છે પણ કદર કરનાર કોઈ નથી. તેના કમ્પાઉન્ડ પર ગેરકાયદેસર બાંધકામ થઈ ચુક્યું છે. મનુબહેનનો આત્મા બંઘ મકાનમાં ભટકતો હશે. મહુવાની દીકરી તરીકે મને પણ ઘણો અફસોસ થાય છે કે મહુવાની કોઈક આગેવાન વ્યક્તિ કેમ રસ લઈ ને તે મકાનની સાફસૂફી કરાવી, ને ફરીથી ધમધમતી કરતી નથી! તેમની પુણ્યતિથિ પર કોઈ અંજલિ આપવાનુ સૌજન્ય પણ દાખવતા નથી.
મનુબહેન માટે ઘણું લખી શકાય તેમ છે, પરંતુ નાનપણની સ્મૃતિમાં જે સંગ્રહાયેલું રહ્યું છે તેટલું જ લખ્યું છે.
સૌજન્ય : ફેઇસબૂકની દીવાલે પન્નાબહેન પાઠકનો આ લેખ ફરતો રહ્યો તે અહીં સાદર ઉદ્ધૃત
![]()



મહાદેવભાઈની ડાયરી, ગાંધીજીનો અક્ષરદેહ અને કચ્છ યાત્રા વિશેના બીજા લખાણોનું સંપાદન “કચ્છમાં ગાંધીજી”(સંપાદક – રમેશ સંઘવી)માં ગાંધીજીની કચ્છયાત્રાના વર્ણનો અને મૂલ્યાંકન વાંચવા મળે છે. યાત્રા પૂર્વે ગાંધીજીએ કચ્છવાસીઓ પાસે “અંત્યજ પ્રત્યેનો તિરસ્કાર સર્વથા નીકળી જવાની આશા” રાખી હતી. (નવજીવન, તા.૨૩.૦૮.૧૯૨૫) આ સંદર્ભમાં તેમની યાત્રાનું શતાબ્દી સ્મરણ કરવા જેવું છે.
उनका जीवन जिन रास्तों पर चला, जिन मोड़ों से गुजरा-मुड़ा और जिस मंजिल पर ताउम्र उनकी नजर रही, उन सबकी पर्याप्त चर्चा भी नहीं कर सके हैं हम अब तक, आकलन तो दूर की बात है. इसलिए सबसे आसान रास्ता हमने अपनाया है कि 30 जनवरी और 2 अक्तूबर को उनका फोटो सजा लेना व कुछ अच्छी लेकिन गांधीजी के संदर्भ में अर्थहीन-सी बातें कर लेना. दिल्ली के राजघाट पहुंच कर सत्ताधारी सर झुका आते हैं और कुछ लोग ऐसे निकल ही आते हैं कि जो अपनी गहरी समझ का प्रमाण-सा देते हुए गांधीजी से अपनी असहमति जाहिर करते हैं. वह असहमति भी अधिकांशतः अर्थहीन होती है, क्योंकि जिसे हम ठीक से जानते भी नहीं हैं, उससे सहमति या असहमति कितना ही मानी रखती है ! जयप्रकाश नारायण ने कभी बड़ी मार्मिक एक बात कही थी : “ गांधी की पूजा ऐसा एक खतरनाक खेल है जिसमें आपको पराजय ही मिलने वाली है.” पूजा नहीं, गांधी के पास पहुंचने के लिए साधना की जरूरत है – गुफा वाली आसान साधना नहीं, समाज के बीच की जाने वाली निजी व सामूहिक कठिन साधना !