વિચારી રહ્યો છું
આયનો જોઈને વિચારી રહ્યો છું,
મુખ નિખારવા નિખારી રહ્યો છું.
દિ’ ઊગ્યે દોડધામ કરતો રહું છું,
કામ કરવા છતાં ભિખારી રહ્યો છું.
ગોળ કોણી ઉપર જ ચોંટી ગયો છે,
ગોળને ચાટવા ચિત્કારી રહ્યો છું.
ફેરવી તોળવા પડ્યા શબ્દ મારા,
શબ્દને ફેરથી મઠારી રહ્યો છું.
કોઈ તો ઓળખાણ ઉછીની નહીં દે,
હૈયું બળતાં જ અગ્નિ ઠારી રહ્યો છું.
°
મેશ છું
વાટ પર જામી ગયેલી મેશ છું,
શૂન્યની ગોળાઈ પરનો ખેસ છું.
બાદબાકીમાં વધેલી શેષ છું,
એમ તો તન્હાઈથી વિશેષ છું.
ઈશ, તમારી ચાખડીનો દાસ છું,
હું ભજનના શબ્દની બંદિશ છું.
જિંદગીની મોજમાં મદહોશ છું,
જિંદગીના જોશમાં બેહોશ છું.
ધર્મનો ઉપદેશ ના દો ભેંસ છું,
ધર્મ કરતાં કર્મનો શ્રેયાંશ છું.
e.mail : addave68@gmail.com
![]()



જો કોઈ અધ્યેતાને સુરેશ જોષીની મુશ્કેલ અને સંકુલ મનાતી કૃતિ “છિન્નપત્ર”-ને એના ખરા રૂપમાં પામવી હશે તો સૌ પહેલાં એણે એનું વિશ્લેષણ કરવું જોઈશે. એણે કે અન્ય અધ્યેતાએ એક કે વધુ કૃતિઓનાં વિશ્લેષણ મેળવવાં હોય, તો વિશ્લેષણ કરી આપે એવાં ઑજારોનો – Text analysis toolsનો – વિનિયોગ કરવો જોઈશે. મેં માહિતી મેળવી કે Voyant Tools, AntConc, કે Leximancer એવાં ઑજાર છે.

વિશ્લેષણ નહીં પણ સંશ્લેષણ, વિવેચન કે સંશોધન નહીં પણ સર્જન, એમ સામા છેડાની સાહિત્યપ્રવૃત્તિ માટે Creative writing tools -નો વિનિયોગ કરવો જોઈશે. મેં માહિતી મેળવી કે Bard, GPT-3, કે QuillBot એવાં ઑજારો છે. આ ઑજારો અવનવાં વિષયવસ્તુઓ અને વિચારો પ્રેરે છે, જેનાં સંશ્લેષણથી કાવ્ય ટૂંકીવાર્તા લલિતનિબન્ધ વગેરે સર્જનો કરી શકાય એવી સહાય મળે છે.