એક વૃદ્ધ
જેલના સળિયા પાછળ સબડે છે બે વરસથી!
એક વાર નહીં, બે વાર નહીં, ત્રણ વાર નહીં,
વારંવાર ન્યાયની અદાલત (!) દ્વારા જામીન નામંજૂર!
એક બીમાર વૃદ્ધ સરકારી હૉસ્પિટલની પથારીમાં
પૂરતી સારવાર વિના પીડાથી અકળવિકળ અવસ્થામાં પારાવાર દુઃખ અનુભવતાં
પોતાની સ્મૃતિ ખોઈ બેઠો છે એંસી વરસની વયે,
ઘરપરિવારથી દૂર, ઘણો ઘણો દૂર
કદાચ હવે ક્યારે ય એ પોતાના ઘરનું આંગણું
જોઈ શકશે નહીં.
એ વૃદ્ધ હવે ક્યારે ય કવિતા લખી શકશે નહીં
ક્યારે ય સત્ય ઉચ્ચારી શકશે નહીં
ક્યારે ય પ્રવચન કરી શકશે નહીં
અને ક્યારે ય પોતે ડગ ભરી શકશે નહીં
કોરોનાની મહામારી વચ્ચે ડરી ગયેલી સરકાર
એક બીમાર વૃદ્ધથી
કેમ આટલો બધો અજંપો અનુભવે છે?
એની કવિતાથી તો ખરી
પણ એની અસ્ખલિત દલીલોથી
જામીન મંજૂર કરતી વખતે થરથરી ઊઠે છે
અદાલત અને સરકાર પણ!
સાબિતી મળે છે એ વાતની કે અંધારું
આજે પણ ડરે છે પ્રકાશનાં એકાદ-બે મામૂલી કિરણોથી!
રંગીન ડૂચા અને લાકડાની પટ્ટીઓથી
શણગારેલા રાવણને પણ ખબર છે
પોતાની શક્તિઓ કેટલી પોકળ છે!
તો ય એટલું તો એ સમજે છે કે
કલમ આખરે તો અતિ સમર્થ છે, શક્તિશાળી છે
આજે પણ
સત્તાના સૂત્રોને ઝુકાવવા માટે,
કથિત મહાયોદ્ધાને પરાજિત કરવા માટે!
વિચાર કોઈ પણ પરિસ્થિતિમાં
ના તો મરે છે કે ના તો ડરે છે.
વ્યક્તિ વૃદ્ધ થઈ શકે,
પણ વિચાર ક્યારે ય વૃદ્ધ થઈ શકે નહીં
અને સલામતીનાં વિધવિધ શસ્ત્રો વચ્ચે ઘેરાયેલો
સત્તાધીશ ભયમુક્ત રહી શકતો નથી-થઈ શકતો નથી.
અને શબ્દની શક્તિ સત્તાથી હંમેશાં બળવત્તર
હોય છે ઘણી ઘણી ઘણી ઘણી …….!
હિંદી અનુવાદઃ હુબનાથ પાંડે
ગુજરાતી અનુવાદઃ રમણ વાઘેલા
સૌજન્ય : “નિરીક્ષક” સાપ્તાહિક ડિજિટલ આવૃત્તિ; 24 ઑગસ્ટ 2020; પૃ. 16
https://www.youtube.com/watch?v=TganCJR5NRg
![]()


ભારત સ્વતંત્ર થયું ત્યારથી એટલે કે નહેરુયુગથી મોદીયુગ સુધી જે કાંઇ વિકાસ થયો છે તેમાં સામાન્ય માણસ ક્યાં છે એ વાતનું વિશ્લેષણ આજે કરવું છે.
ક્રાંતિકારી કવિ અને સમાજ સુધારક નર્મદને માટે અમૃત 'ઘાયલ'ના આ શબ્દો યથાયોગ્ય છે. કેમ કે નર્મદનો તેજે ઘડાયેલો શબ્દ કૃષ્ણના સુદર્શન અને રામના કોદંડ સમાન છે. એ નર્મદના જ શબ્દો હતા જેણે ગુજરાતી સાહિત્યની કાવ્યનૌકાનું સુકાન બદલી નાખ્યું . ગુજરાતી સાહિત્યને અર્વાચીનતાનો અરુણોદય બતાવનાર નર્મદ સાચેજ એના સાહિત્યિક અને સામાજિક પ્રદાનને કારણે નવયુગનો પ્રહરી કહેવાયો.