છઠ્ઠા નોરતે મા આદ્યશક્તિને પ્રાર્થના :
માડી, અમારાં શેરી-રસ્તા-જાહેર જગ્યાઓ તો જાણે કે સફાઈ કામદાર સ્ત્રી-પુરુષો સાફ કરે છે.
ઘણાં ઘરોમાં કચરાં-પોતાં મોટે ભાગે સ્ત્રીઓ જ કરે છે. દિવાળી કે અન્ય અવસરે સાફસફાઈ પણ સ્ત્રીઓ જ કરે છે. બાળકોને પખાળવાનું કામ પણ સ્ત્રીઓનું હોય છે.
અપવાદો બાદ કરતાં ઘરનાં જાજરૂ-બાથરૂમ (જો સેવક ભાઈ કે બહેન) ન ધોતાં હોય તો મોટે ભાગે ઘરની મહિલાઓ જ કરે છે. માડી, ભક્તોને કહેજો કે ખરાબ ન લગાડે, પણ પુરુષોનાં અંતર્વસ્ત્રો ધોવામાં પણ લગભગ આવું જ છે. સ્ત્રીઓનાં અંતર્વસ્ત્રો પુરુષો ધુએ એવી કલ્પના પણ અનકમ્ફર્ટેબલ બનાવનારી લાગે – અહીં આ બધું વધારે પડતું થાય છે એમ થવાનું બધાંને …
એટલે મા, અમને એવી સમજ આપો કે જ્યાં જ્યાં, જ્યારે જ્યારે શક્ય બને ત્યાં ઘરની સ્વચ્છતાનાં કામ ઘરનાં પુરુષો પણ કરે, એને શક્ય બનાવે.
22-10-2020
![]()


છેલ્લા એક અઠવાડિયા દરમ્યાન બનેલી બે ઘટના નોંધવા જેવી છે. પહેલી ઘટના એવી છે કે આંતરરાષ્ટ્રીય નાણાં નિધિએ સત્તાવાર જાહેરાત કરી છે કે ચીન વિશ્વનું સૌથી મોટું અર્થતંત્ર છે અને એ સ્થાન અમેરિકાએ ગુમાવી દીધું છે. બીજી ઘટના એવી છે કે ચીનના સર્વેસર્વા શી ઝિંગપીંગે ચીનના સૈન્યને યુદ્ધ માટે તૈયાર રહેવાની હાકલ કરી છે. યુદ્ધ કોની સામે એની સ્પષ્ટતા કરી નથી, પણ એની કલ્પના કરવી અઘરી પણ નથી. આનો અર્થ એ થયો કે ચીને પોતાની આર્થિક સત્તા સ્થાપિત કરી આપી છે અને લશ્કરી સત્તા સ્થાપિત કરવા માગે છે. સવાલ એ છે કે સાત દાયકા પહેલાં આપણા કરતાં પણ કંગાળ અવસ્થા ધરાવતું અને સંકટોથી ઘેરાયેલું ચીન આટલું આગળ ગયું કેવી રીતે? એમાં દૂરંદેશી કેટલી, સાહસ કેટલું અને નસીબ કેટલું? મને એમ લાગે છે કે ચીન દુનિયાનો એક નસીબદાર દેશ છે.