વર્ષ ૨૦૨૦ની વિદાય સાથે વર્ષ ૨૦૨૧નું આગમન થઈ ચૂક્યું છે. વૈશ્વિક સ્તરે વર્ષ ૨૦૨૦નું વર્ષ યાદગાર બની રહ્યું છે. આ વર્ષે ભાષાક્ષેત્રે ઘણા નવા શબ્દો પ્રચલિત બન્યા છે, તો સાથે-સાથે કેટલાક ભુલાઈ રહેલા શબ્દોનું પણ ચલણ અસ્તિત્વમાં આવેલું જોવા મળ્યું છે. ગુજરાતી લેક્સિકન દ્વારા ભાષાચાહકો પાસેથી વર્ષ ૨૦૨૦ માટે કયો શબ્દ ‘વર્ડ ઑફ ધ યર ૨૦૨૦’ હોઈ શકે તે માટે સૂચનો મંગાવતી એક પ્રતિયોગિતાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ભાષાચાહકો પાસેથી અમને ૬૦ જેટલા શબ્દો પ્રતિયોગિતા માટે મળ્યા.
આ શબ્દોને યોગેન્દ્ર વ્યાસ, મનસુખ સલ્લા, રતિલાલ બોરીસાગર, પ્રકાશ ન. શાહ, અરવિંદ ભંડારી, પિંકી પંડ્યાની સમિતિને મોકલાવી આપવામાં આવ્યા. પ્રતિયોગિતામાં મળેલા કેટલાક શબ્દો ખરેખર નવા અને ધ્યાન ખેંચનાર હતા. આ દરેક શબ્દની યથાયોગ્ય ચર્ચા કર્યા બાદ, તેના પ્રચલનના માપદંડને તથા તેમાંથી કયા શબ્દો લોકજીભે સૌથી વધુ વાર સાંભળવામાં આવ્યા છે, તે ધ્યાનમાં રાખીને, એટલે કે શબ્દોની ઉપયોગિતા, વપરાશ અને મહત્ત્વ જેવાં વિવિધ પાસાંઓના અભ્યાસ અને વિમર્શ બાદ, વિવિધ ચાળણે આ શબ્દોને ચાળ્યા બાદ નીચે મુજબના શબ્દોને ‘વર્ડ ઑફ ધ યર’ માટેના ફાઇનલ શબ્દોની યાદી તરીકે અલગ તારવામાં આવ્યા :
કોરોના, માસ્ક, કોરોના-વૉરિયર્સ, સંક્રમણ, વેબિનાર, સોશિયલ ડિસ્ટન્સ.
ઉપરાંત ધ્યાન ખેંચનાર અન્ય શબ્દો આ મુજબ હતા : ઑનલાઇન શિક્ષણ, રસીકરણ, પૉઝિટિવ, હિજરત, આત્મહત્યા, રામલલ્લા, સેનિટાઇઝર વગેરે-વગેરે ….
દેખીતી રીતે જ ૨૦૨૦નું વર્ષ ‘કોરોના વર્ષ’ તરીકે પ્રચલિત બનેલ છે અને આ કોરોના શબ્દને કારણે જ માસ્ક, સંક્રમણ, ઑનલાઇન શિક્ષણ, સલામત અંતર, વેબિનાર, કોરોના-વૉરિયર્સ, સેનિટાઇઝર, પૉઝિટિવ, હિજરત વગેરે જેવા શબ્દો ચર્ચામાં આવ્યા છે. આ દરેક શબ્દની ચર્ચા દરમિયાન દરેક સ્તરે લોકોને કયો શબ્દ સૌથી વધુ અસર કરી ગયો, તે બાબતને ખાસ ધ્યાનમાં રાખવામાં આવી હતી. ચર્ચા દરમિયાન યોગેન્દ્રભાઈની પ્રથમ પસંદગી ‘માસ્ક’ શબ્દ ઉપર રહી હતી, જ્યારે સમિતિના અન્ય સભ્યોની પ્રથમ પસંદગી ‘કોરોના’ શબ્દ ઉપર રહી હતી. કયો શબ્દ ગુજરાતી પ્રજાએ વ્યાપક રીતે ઉપયોગમાં લીધો તેમ જ કયો શબ્દ આખા વર્ષ દરમિયાન સતત વપરાયો, તેને આધારે ’કોરોના’ શબ્દની પસંદગી ‘ગુજરાતી લેક્સિકન વર્ડ ઑફ ધ યર ૨૦૨૦’ના શબ્દ તરીકે થઈ, પરંતુ આ શબ્દની પસંદગી અંગે યોગેન્દ્રભાઈની અસંમતિ રહી હતી. સમિતિ દ્વારા એ વાત ઉપર ખાસ ભાર મૂકવામાં આવ્યો છે કે આ શબ્દ સમગ્ર ભારતીય જનતાને એટલે કે શહેરી અને ગ્રામીણ એમ બન્ને નાગરિકોને અસર કરી ગયો છે.
પ્રતિયોગિતા માટે ‘કોરોના’ શબ્દનું પ્રથમ સૂચન અમને કીર્તિકુમાર પરમાર અને ધર્મેશ વાલા તરફથી મળેલ હતું અને આ શબ્દ માટે તે લોકોએ સૂચવેલ અર્થ અનુક્રમે આ મુજબ હતો : (૧) કોવિડ-૧૯ કોરોના વાઇરસ રોગ-૨૦૧૯ એ સાર્સ કોરોના વાઇરસ ૨ દ્વારા થતો ચેપીરોગ (૨) આ શબ્દ નવો છે. ‘કોરોના’ શબ્દ એ મૂળ લૅટિન ભાષાનો શબ્દ છે, જેનો અર્થ લૅટિન ભાષામાં ‘ક્રાઉન’ (CROWN) થાય છે. ‘ક્રાઉન’ (રાજાનો તાજ અથવા મુગટ) પર જેમ સ્પાઇક્સની (ખીલા આકારની …) સિરીઝ હોય એવી જ રીતે સ્પાઇક્સની સિરીઝ ‘સાર્સ-કોન-૨’ (SARS —COV—2) નામના વાઇરસ પર પણ હોય છે. ‘કોરોના’ એ વાઇરસ નથી, પરંતુ, એક રોગનું નામ છે, જે ‘સાર્સ-કોન-૨’ નામના વાઇરસથી થાય છે. અહીં એ નોંધવું રહ્યું કે, વર્લ્ડ હેલ્થ ઑર્ગેનાઇઝેશને પણ આ ડિસીઝને એક નામ આપ્યું છે, ‘કોવિડ-૧૯’ (કોરોના વાઇરસ ડિસીઝ) અથવા (નોવેલ કોરોના વાઇરસ). તેથી આ પ્રતિયોગિતા માટે કીર્તિભાઈ અને ધર્મેશભાઈને સંયુક્ત વિજેતા જાહેર કરવામાં આવે છે અને આ સ્પર્ધામાં ભાગ લેનાર સૌ સ્પર્ધકોનો ગુજરાતી લેક્સિકન પરિવાર આભાર માને છે.
સૌજન્ય : “નિરીક્ષક”, 16 જાન્યુઆરી 2021; પૃ. 16
![]()


નવવર્ષના પ્રથમ દિવસે મળેલી CDSCO(કેન્દ્રીય ઔષધિ માનક નિયંત્રણ સંગઠનની)ની વિષય નિષ્ણાત સમિતિની બેઠકમાં ડ્રગ્સ કન્ટ્રોલર જનરલ ઑફ ઈન્ડિયા ડૉ. વી.જી. સોમાણીના નેતૃત્વ હેઠળ ભારતમાં કોરોના વાઇરસ વિરુદ્ધની પ્રથમ રસીને મંજૂરી આપવામાં આવી. નામે કોવિશીલ્ડ (વૈજ્ઞાનિક નામ : Chdox 1 n Cov 19). (ઑક્સફર્ડ યુનિવર્સિટી અને ફાર્મા કંપની એસ્ટ્રાઝેનેકા દ્વારા સંયુક્તપણે વિક્સાવેલ આ રસીનું ભારતમાં ઉત્પાદન કરવાના હક અને જવાબદારી સિરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા પાસે છે.) મંજૂરી પૂરેપૂરી નથી, મર્યાદિત અને શરતી છે. ૧૮ વર્ષથી ઉપરનાં વ્યક્તિઓને બે ઈન્જેક્શન ૪થી ૬ અઠવાડિયાના અંતરે આપી શકાશે. દરેક ડોઝ 0.5 ml.નો હશે. 5 x 10