છેવટે
આવીને વળગે છે
એ એવી: વિહવળ
કરી દે સામટા ગળગળા
છૂટા પડવાની વેળા
નૈન અગનગોળો
જેમ
ડૂબતા સૂરજનાં છેલ્લાં ડૂસકાં
લોપાઇ જાય
આકાશની વિશાળ છાતીમાં
ને
ઓઢી લે
એ પણ પછી
અંધારું – ઢાંક પિછોડો.
ટમટમે દરદ ઠેર ઠેર
તારા વગર
રાત થતી હશે?
જતી હશે?
… હાય!
છૂટા પડવાની ઘડી
ઘડીભર છૂટતી નથી
કાળજે ચોંટેલી
પણ કાળજું લુંટતી નથી
ક્યાંક નિર્જળ
કયાંક સજળ
કરતી રહે છે વિહવળ
રે, મીત વિનાના મેળા
છૂટા પડવાની વેળા.
https://avataran.blogspot.com/2021/08/blog-post.html
![]()


અમેરિકન સૈનિકો અફઘાનિસ્તાન છોડીને જઈ રહ્યા છે ત્યારે આખા જગતમાં અત્યારે અફઘાનિસ્તાન વિષે ચર્ચા થઈ રહી છે. વિશ્વસમાજ અફઘાન પ્રજાની દયા ખાઈ રહ્યો છે. ત્રણ દાયકામાં ઉપરાઉપર ત્રીજી વાર મહાસત્તાઓ અફઘાનિસ્તાનની ભૂમિનો અને ત્યાંની પ્રજાનો ઉપયોગ કરીને જતા રહેવાની ઘટના બની છે. તેઓ પોતાની જરૂરિયાત હોય ત્યારે પૂછ્યા વિના આવે છે અને જરૂરિયાત પૂરી થાય ત્યારે પૂછ્યા વિના જતા રહે છે. ૧૯૭૯માં સોવિયેત રશિયા આવ્યું અને ૧૯૮૯માં જતું રહ્યું. ૧૯૮૦માં અમેરિકા આવ્યું અને એ પણ દાયકા પછી જતું રહ્યું. ૨૦૦૧માં ન્યૂયોર્કની ઘટના પછી અમેરિકાએ પાછો અફઘાનપ્રવેશ કર્યો અને હવે અફઘાનિસ્તાન અને ત્યાંની પ્રજાને અલ્લાહને ભરોસે છોડીને પાછું જઈ રહ્યું છે. તેઓ શા માટે આવે છે અને શા માટે જતા રહે છે એ તમે જાણો છો. સંસ્થાનવાદનો અંત આવ્યો હોવા છતાં જગતના શક્તિશાળી દેશો કેટલાક દેશોનો સંસ્થાન તરીકે ઉપયોગ કરે છે. અફઘાનિસ્તાનનો રશિયા અને અમેરિકાએ ઉપયોગ કર્યો છે. ખપ પૂરો થાય ત્યારે મોઢું ફેરવી લે છે.