હકીકત સાથ ભ્રમણામાં; હવેથી જીવવાનું છે !
અને બળબળતા તડકામાં; હવેથી જીવવાનું છે !
અહીં રૂપિયા ને પૈસામાં; હવેથી જીવવાનું છે !
અને નોટો ને સિક્કામાં; હવેથી જીવવાનું છે !
બધાને સોનું-ચાંદી વ્હાલું છે સહુથી વધારે; તો,
આ સોનાની જ લંકામાં; હવેથી જીવવાનું છે !
ન ધારેલી ય ઘટનામાં; હવેથી જીવવાનું છે !
અહીં જાહેર રસ્તામાં; હવેથી જીવવાનું છે !
કોઇ કોઈ જ ટાણામાં; હવેથી જીવવાનું છે !
વધુ કોઈ ઉખાણામાં; હવેથી જીવવાનું છે !
બધાને પોતપોતામાં જ કેવળ રસ અહીં પડતો,
બધાએ બંધ કમરામાં; હવેથી જીવવાનું છે !
બળે છે સહુની અંદર કૈંક લીલ્લુંછમ્મ સદીઓથી,
એ અગ્નિના ધુમાડામાં; હવેથી જીવવાનું છે !
હવે સમજુ ને સંસ્કારી નહીં જીવી શકે આહીં,
બિભત્સી ચૈનચાળામાં; હવેથી જીવવાનું છે !
હવે તો ઠેકઠેકાણે મળે છે જોવાને રાવણ,
ગમે ત્યાં જાઓ; લંકામાં હવેથી જીવવાનું છે !
તમે ઘરને નથી ચાહી શક્યા સાચી રીતે; એથી,
રઝળવા ને રખડવામાં; હવેથી જીવવાનું છે !
તમે કાચા છો દુનિયાદારીની બાબતમાં બહુ ઝાઝાં,
તો ભઠ્ઠા ને નિંભાડામાં; હવેથી જીવવાનું છે !
ઘડીભરની ય ફુરસદ ક્યાં છે; કોઈને હવે આહીં ?
બધાએ કામ-ધંધામાં; હવેથી જીવવાનું છે !
તમે હાથે કરી વ્હોરી છે પંડિતાઇ દુનિયાની,
તમારે જ્ઞાનગંગામાં; હવેથી જીવવાનું છે !
નથી ત્યાં કામ સીધા-સાદા માણસનું, ખરું કહું છું,
પળે પળ ધમપછાડામાં; હવેથી જીવવાનું છે !
બધાનું લોહી ઉકળે છે; છે આંધણ સઘળે ફદફદતું,
સતત લોહીઉકાળામાં; હવેથી જીવવાનું છે !
ગઝલ કોને જઈ સંભળાવવાની આ નગર માંહે ?
લડાઈઓ ને ઝઘડામાં; હવેથી જીવવાનું છે !
ગયા થાકી જો એકાન્તોથી; તો લાગેલી ભીડ વ્હાલી,
બધી બાજુના ધક્કામાં; હવેથી જીવવાનું છે !
હવે વાણી મરી પરવારી છે જાણે કે સાચેસાચ્,
ખરી-ખોટી જ અફવામાં; હવેથી જીવવાનું છે !
જરૂરતથી વધારે જલ્સાઓ; જાહોજલાલીઓ,
નકામા સાવ ખર્ચામાં; હવેથી જીવવાનું છે !
બહુ બેઠા, અને સૂતા; જીવનની ગોદમાં કાયમ,
મરણ કેરા ય પડખામાં; હવેથી જીવવાનું છે !
હવે દિવસો જ એવા છે; કે લાગે છે કે જીવવાનું,
સતત સંશય ને શંકામાં; હવેથી જીવવાનું છે !
ખરેખર આ જીવન ભરપૂર છે કેવળ અભિનયથી,
પ્રહર આઠે ય તખ્તામાં; હવેથી જીવવાનું છે !
હવે તારી હયાતિની ગઝલ પૂરી ‘પ્રણય’ થાશે,
ક્ષણો થોડીક મક્તામાં, હવેથી જીવવાનું છે !
તા. ૧૮-૧૯/૧૦/૨૦૨૧
![]()


23, 24, 25 જૂન, 2022 દરમિયાન શાળાઓમાં પ્રવેશોત્સવ ઉજવાઇ ગયો. એક સમય હતો જ્યારે માતા કે પિતા બાળકને લઈને નજીકની સરકારી સ્કૂલમાં જતાં ને બાળકને સ્કૂલમાં દાખલ કરાવી આવતાં. બહુ થાય તો પેંડા, સાકર કે ચોકલેટ વર્ગમાં વહેંચાતાં ને એમ પ્રવેશોત્સવ પૂરો થતો. એમાં જેનો પ્રવેશ થતો તેને રડવા સિવાય ખાસ કૈં કરવાનું આવતું નહીં ને એ સ્થિતિ લગભગ બધાં બાળકોની જ રહેતી. પછી તો માબાપ પણ તેડું ન આવે ત્યાં સુધી સ્કૂલમાં ફરકતાં નહીં ને પિતાને તો ખબર પણ ન રહેતી કે કંતાન જેવું સંતાન કયાં ધોરણમાં ભણે છે? પણ હવે એવું નથી. હવે તો માબાપ પણ સજાગ થયાં છે ને પોતે ભલે એક એક ધોરણમાં બબ્બે વર્ષ રહ્યાં હોય, પણ સંતાનને તો એ પ્રથમથી ય આગળ રાખવા મથે છે. હવે તો પ્રથમ ધોરણ અગાઉ પણ પ્રિ –પ્રાઇમરી કે પ્લે ગ્રૂપ જેવું શરૂ થયું છે. એટલે બાળક સ્કૂલમાં જન્મતું નથી એટલું જ, બાકી તે ખૂબ વહેલું સ્કૂલનું મોં જોઈ લે છે ને પહેલાંમાં આવતાં સુધીમાં તો છોકરું ખાસું રીઢું થઈ ગયું હોય છે. કોઈએ સીધું પહેલાંમાં દાખલ થવું હોય તો પ્રાથમિક સ્કૂલો તો છે જ. તે એડ્મિશન આપે જ છે, પણ હવે શાળાપ્રવેશ એકલદોકલ થતો નથી. તેનો હવે સામૂહિક ‘પ્રવેશોત્સવ’ ઉજવાય છે.
અટલ બિહારી વાજપેઈ અને ઉદ્ધવ ઠાકરે વચ્ચે આમ તો જોજનોનું અંતર છે, પરંતુ 22મી તારીખે ઉદ્ધવે પાર્ટી અને રાજ્યના નાગરિકોને સંબોધ્યા, ત્યારે ઘણા લોકોને વાજપેઈનું એ ભાષણ યાદ આવી ગયું હતું, જે તેમણે 1996માં સંસદમાં તેમની સામે આવેલા અવિશ્વાસના પ્રસ્તાવ પર આપ્યું હતું. તેમની પાસે બહુમત નહોતો અને તેમણે રાષ્ટ્રપતિને તેમનું રાજીનામું સુપરત કર્યું હતું. 31 મેના રોજ, સંસદમાં તેનો જવાબ આપતાં તેમણે કહ્યું હતું;
