
વિદ્યાકીય પ્રતિબદ્ધતા અને વ્યક્તિગત આત્મીયતામાંથી સર્જાયેલા ગ્રંથો
સતત વાંચતા-લખતાં રહેલાં રંગકર્મી ભરત દવેના ‘ભારતીય રંગભૂમિ, ખંડ 1-2’ નામના બે દળદાર ગ્રંથો તેમની પ્રથમ પુણ્યતિથિ નિમિત્તે 14 મે તારીખે પ્રકાશિત થયા.
‘બૃહદ્દ નાટ્યકોશ’ તરીકે ગુજરાત વિશ્વકોશે ટ્રસ્ટે પ્રસિદ્ધ કરેલાં આ ગ્રંથોનું પેટાશીર્ષક ‘લોકનાટ્ય, લોકનૃત્ય અને લોકકલાઓ’ છે. લેખકે આ સંપુટને ‘ભારતીય રંગભૂમિની પાયાની વિગતો પૂરી પાડતો ગ્રંથ’ ગણાવ્યો છે. મોટા કદના આ પુસ્તકોનાં કુલ 616 પાનાંમાંથી ચોથા ભાગનાં પાનાં ઝળહળતાં રમણીય ફોટોગ્રાફ્સનાં છે.
ગ્રંથના પહેલાં ખંડનો આરંભ સંસ્કૃત પ્રશિષ્ટ રંગભૂમિ વિશેના સમાવેશક વિવરણથી થાય છે. ત્યાર બાદ જુદા જુદા રાજ્યોના પારંપારિક નાટ્ય, નૃત્ય અને કલાઓની ચર્ચા મળે છે. તેમાં બંગાળ, ઓડિશા, બિહાર, ઉત્તરાખંડ, પંજાબ, રાજસ્થાન અને ગુજરાત સહિત 13 રાજ્યોનો સમાવેશ થાય છે. બીજા ખંડમાં તમિળ, તેલુગુ, કન્નડ, મલયાલમ જેવી દક્ષિણની ભાષાઓની લોકકલાઓનો સમાવેશ છે. અંતમાં ઉત્તર પૂર્વના આસામ, મણિપુર જેવાં રાજ્યો ઉપરાંત કાશ્મીર અને લેહની પરંપરાગત કલાઓ વિશે વાંચવા મળે છે. આ ખંડમાં ભારતીય શાસ્ત્રીય નૃત્યો, નૃત્યનાટિકાઓના મહાન સર્જકો અને કઠપૂતળીકળા વિશેનાં પ્રકરણો પણ સમાવવામાં આવ્યાં છે.
ભરત દવે (16 ઑગસ્ટ 1948 – 15 મે 2021) ઉત્કૃષ્ટતાના ખૂબ આગ્રહી દિગ્દર્શક હતા એ વાત તેમનાં નાટકો જોઈ શકેલી પેઢી બરાબર જાણે છે. સાથે તેઓ વિશ્વરંગભૂમિના આપણા સમયના અસાધારણ પ્રબુદ્ધ અભ્યાસી અને ચિંતક હતા. આ વાત રંગભૂમિના કલાકીય અને અન્ય અનેક પાસાંને લગતાં તેમનાં દસેક પુસ્તકોમાંથી કંઈક વિગતે પસાર થયા પછી આ લખનારને સમજાયું છે. આ ‘અભિજાત કલાકાર’નું આત્મકથનાત્મક પુસ્તક ‘મારી રંગયાત્રા’ સાદ્યંત મનોહર છે. કુલ સોળ જેટલાં પુસ્તકોનાં તેમના અક્ષરદેહ વિશે તેમના અવસાન પછીના મહિનાઓમાં કુમારપાળ દેસાઈએ ‘બુદ્ધિપ્રકાશ’ અને મહેશ ચંપકલાલે ‘વિશ્વવિહાર’માં વિગતે લખ્યું છે.
તેમણે લખેલાં ‘નાટક નામે ચળવળ’ તેમ જ ‘અભિવ્યક્તિસ્વાતંત્ર્ય’ આપણે ત્યાં મળતાં મળે એવાં પુસ્તકો છે. તેમનું ‘રાષ્ટ્રવાદ’ પુસ્તક કાચી પ્રત રૂપે આ લખનારને તેમના એક નિકટવર્તીના સૌજન્યથી જોવા મળ્યું હતું. આ પુસ્તકત્રયીમાં સાંપ્રતની સાથે અભ્યાસપૂર્ણ રાજકીય-સામાજિક નિસબત ધરાવતાં રંગકર્મી ભરત દવે મળે છે.
‘ભારતીય રંગભૂમિ’ ગ્રંથ ભરતભાઈની રંગભૂમિ તરફની વિદ્યાકીય પ્રતિબદ્ધતા અને ધીરુભાઈ ઠાકર પ્રત્યેની વ્યક્તિગત આત્મીયતામાંને કારણે લખાયા છે તેની હૃદયસ્પર્શી જાણ પ્રસ્તાવનામાં થાય છે.
વિશ્વકોશના શિલ્પી ધીરુભાઈ ઠાકરની આકાંક્ષા અને તેમના માર્ગદર્શન હેઠળ સમગ્ર વિશ્વની રંગભૂમિને આવરી લેતા એક બૃહદ્દ નાટ્યકોશનો પ્રકલ્પ વિશ્વકોશના ઉપક્રમે શરૂ કરવામાં આવ્યો હતો. આ માહિતી આપીને ભરતભાઈ લખે છે : ‘નાટ્યકોશની સમિતિના એક સભ્ય તરીકે, અને એથી ય વધારે ધીરુભાઈ પ્રત્યેના વિશેષ લગાવ અને આદરને કારણે એ કામ અધુરું રહી ગયાનો આ લખનારના મનમાં એક ઊંડો ખટકો રહી ગયેલો કે આવું મૂલ્યવાન કામ કોઈ પણ સંજોગોમાં પડતું ન જ મૂકાવું જોઈએ. એમાંથી સમાધાનરૂપે આ ગ્રંથ તૈયાર કરવાનો પ્રેરણાત્મક ધક્કો મળ્યો. વ્યક્તિગત પ્રયાસોથી થઈ શકે એટલું કરી છૂટવાનો સંકલ્પ કર્યો,અને દુનિયા આખીને સાંકળતા નાટ્યકોશ પર કામ કરવાને બદલે સૌ પહેલાં પ્રથમ માત્ર આપણી ભારતીય રંગભૂમિની વિગતોને આલેખતા આ ગ્રંથની શરૂઆત કરી.’
લેખકે પ્રસ્તાવનામાં આ ગ્રંથની કેટલીક મર્યાદાઓ નિખાલસપણે બતાવીને ‘દરગુજર’ પણ વ્યક્ત કરી છે. તેમણે એમ પણ નોંધ્યું છે કે ‘આ ગ્રંથ અખિલ ભારતીય રંગભૂમિ વિશેની શક્ય એટલી વિગતો ચોક્કસપણે પૂરી પાડે છે. પણ તેનું સ્વરૂપ અને બાંધણી ચુસ્તપણે કોશ અને નાટ્યકોશના જે હોવાં જોઈએ તે નથી. કોશથી અલગ, છતાં ય કોશની ઘણી બધી વિગતો પૂરી પાડતો આ એક અલગ એવો સ્વતંત્ર ગ્રંથ છે.’
ભરતભાઈના બધાં પુસ્તકોની જેમા આ આકર શબ્દકર્મ પણ તેમનાં વ્યાસંગ, વિદ્વત્તા અને પરિશ્રમનું ફળ છે. જો કે કદરભાવથી પ્રેરાયેલા આવકારથી આગળ વધીને આ ગ્રંથસંપુટની સમીક્ષા થાય ત્યારે વિદ્વાનોને ‘બૃહદ્દ નાટ્યકોશ’ એવી સંજ્ઞા ચર્ચાસ્પદ લાગે એમ બને.
આ ગ્રંથોનું સંદર્ભમૂલ્ય કોશને કંઈક અંશે મળતું આવે તેવું છે. ભારતના લોકજીવનની પરંપરાગત મંચનાકલાઓનો વિસ્તૃત સ્વરૂપે એક સાથે પરિચય કરાવતું ભાગ્યે જ કોઈ પુસ્તક ગુજરાતીમાં હશે. નાટ્યવિદ્યા સંશોધક મહેશ ચંપકલાલ આવકારમાં નોંધે છે : ‘આ ખંડો અને હવે પછી આવનાર ખંડો ખરેખર તો સાદી સરળ ભાષામાં લખાયેલાં માહિતીસભર અને સચિત્ર અધિકરણો જ છે.’
કુમારપાળ દેસાઈ તેમના નિવેદનમાં ‘ગુજરાતી નાટ્યસાહિત્યની જ નહીં પણ ગુજરાતના કલાજગતની મહત્ત્વની સાંસ્કૃતિક ઉપલબ્ધિ’ તરીકે ‘ભારતીય રંગભૂમિ’ ગ્રંથનું ગૌરવ કર્યું છે.
(આભાર : ડૉ. નલિની દેસાઇ, ગુજરાત વિશ્વકોશ)
28 મે 2022
સૌજન્ય : સંજયભાઈ ભાવેની ફેઇસબૂક દિવાલેથી સાદર
![]()


જમ્મુ કાશ્મીર લિબરેશન ફ્રન્ટના અલગાવવાદી નેતા યાસીન મલિકને આજીવન કેદ થઈ અને દસ લાખનો દંડ થયો તો પાકિસ્તાનના હાલના પ્રધાન મંત્રી શાહબાઝ શરીફ અને પૂર્વ પ્રધાન મંત્રી ઇમરાન ખાનને તેલ રેડાયું ને તેમણે વિશ્વને, ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીને પાઠ ભણાવવાની અપીલ કરી છે. એમાં ક્રિકેટર શાહિદ આફ્રિદીએ પણ સૂર પુરાવ્યો છે. યાસીન મલિક કોઈ મહાન દેશભક્ત હોય તેમ પાકિસ્તાને બૂમરાણ મચાવી છે ને ત્યારે ઈમરાન ખાને જ ઇસ્લામાબાદ ભડકા પર મૂક્યું છે તે દેખાતું નથી. ઈમરાન ખાનને પાકિસ્તાનમાં નવી ચૂંટણી જોઈએ છે ને હાલની સરકારને તે પાડવાની પેરવીમાં છે. નવી ચૂંટણીની તારીખો જાહેર ન થાય ત્યાં સુધી ઇમરાન ખાન અડિંગો જમાવીને ઇસ્લામાબાદમાં જ રહેવાના છે. તેમણે તો શાહબાઝ સરકારને અઠવાડિયાનું અલ્ટિમેટમ પણ આપી દીધું છે કે સરકાર નહીં પડે તો ઇસ્લામાબાદમાં ઈમરાનખાનનો ને તેમના સમર્થકોનો પથારો પડશે જ ! એક વખત સત્તા પરથી ફેંકાઇ જવાની ઘટના પછી પણ ઇમરાન ખાનની લાલસા ઘટતી નથી ને એને માટે જ તેમણે સમર્થકોની રેલી યોજી. એ હિંસક પુરવાર થઈ ને એટલી હિંસક પુરવાર થઈ કે સુરક્ષા દળોએ તેમાં હસ્તક્ષેપ કરવો પડ્યો. એક કાળે ભારતની ભૂમિ પર ક્રિકેટ રમીને વડા પ્રધાન થનાર ઇમરાનખાનમાં ખેલદિલી ભારત માટે ન હોય તે તો સમજાય એવું છે, પણ એ પાકિસ્તાન માટે પણ નથી તે દુ:ખદ છે. હાલત ડાહી સાસરે ન જાય ને ગાંડીને શિખામણ આપે એવી છે. પોતાનાં ઠેકાણાં નથી ને દુનિયા સુધારવા નીકળ્યા હોય એવો ઘાટ છે. જો કે, નવા પાક. વડા પ્રધાન શાહબાઝ શરીફ પણ ભારત માટે તો ‘બકરું કાઢતાં ઊંટ પેઠું’ – જેવા જ સાબિત થયા છે. એમણે પણ કાશ્મીર રાગ આલાપીને જાત બતાવી દીધી છે. પાકિસ્તાનમાં હિન્દુ લઘુમતીની દુર્દશા કરનાર ઇમરાન ખાન ભારતીય લઘુમતી મુસ્લિમોની દયા ખાય છે, પણ અહીંના મુસ્લિમો વિશ્વની બીજી કોઈ પણ લઘુમતી કરતાં સારી ને સધ્ધર સ્થિતિમાં છે તે ઇમરાન ખાને જ નહીં, આખી દુનિયાએ સમજી લેવાની જરૂર છે.
बात बहुत पुरानी है लेकिन बार-बार हम उसे नया बनाते रहते हैं : “ जो ज्ञान के सागर में उतरते हैं वे तैरते ही रहते हैं, जो अज्ञान के कुएं में डुबकी लगाते हैं, वे उसी के चक्कर काटते रह जाते हैं.” कोई पूछे कि ज्ञान व अज्ञान की पहचान कैसे करेंगे, तो मैं कहूंगा कि जिससे निजी व सामूहिक विवेक का रास्ता खुलता हो वह ज्ञान; जिससे विवेक की हर खुली खिड़की बंद होती हो वह अज्ञान ! लेकिन मैं तो कुओं की भी नहीं, डबरे की बात कर रहा हूं. टूटी सड़कों, खेतों-मेढ़ों में बन गया वह गड्ढा डबरा कहलाता है जिसके पास अपना कुछ भी नहीं होता है – उसमें जमा पानी भी उसका अपना नहीं होता है, बारिश की कृपा का होता है लेकिन डबरा इसी गुमान में आने-जाने वालों के पांव-कपड़े खराब करता रहता है कि वह सागर भले न हो, पोखर तो है ही ! ‘मनुष्य डबरा’ भी होता है जो व्हाट्सएप यूनिवर्सिटी या खोखले चैनलों से, ‘पीली किताबों’ से इतिहास पढ़ता-सीखता व दोहराता है और समाज के पांव-कपड़े खराब करता रहता है.