બધા પ્રશ્નો ફૂઝુલ છે કોણ સમજશે ?
નિર્દોષ છે ભૂલ સાચું ખોટું કોણ સમજશે?
માનું છું સઘળું જરા યે શક કર્યા વિના,
વાત સાચી છે નથી ભ્રમણા કોણ સમજશે?
આ કશી ફરિયાદ છે એ ના સમજીશ કદી,
મારું મન ના ઠલવાયું આ કોણ સમજશે ?
શબ્દોમાં નહિ આવી શકે સઘળી એ વાતો,
ગંભીર છે પ્રેમની કથાઓ કોણ સમજશે?
પણ હવે આ બધું ય કહેવામાં સાર શો ?
દિલની વાતો દિલમાં રહી કોણ સમજશે ?
ઘાટકોપર, મુંબઈ
e.mail : bijaljagadsagar@gmail.com
![]()


એક સમય હતો જ્યારે નવરાત્રિના તહેવારોમાં ઘરની સ્ત્રીઓ પરવારીને, મહોલ્લામાં ગરબે રમવા ઊતરતી. માતાની આરતી ગવાતી. બોખી લાઇટો આંગણું પણ માંડ અજવાળતી ને અગિયાર, બાર સુધીમાં પ્રસાદ લઈને મહોલ્લો ઘર ભેગો થતો. ક્યાંક ક્યાંક ગરબા શરદપૂનમ સુધી ચાલતા. શરદ પૂનમની દૂધ જેવી ચાંદની ને માતાજીનાં ગરબાનું અજવાળું જ ત્યારે પૂરતું થઈ પડતું. એમાં ગરબો એક મહિલા ગવડાવતી અને બીજા રમનારા તે ઝીલતા. ગાયિકાનો અવાજ એટલો ઊંચો તો રહેતો જ કે તે બધાંને પહોંચતો. એનો એવો જ બુલંદ પડઘો પણ ઊઠતો. એવા કોઈ ખાસ વાજિંત્રો પણ ત્યારે હતાં નહીં એટલે માત્ર ગાયિકાના અવાજ પર અને તાળીઓ પર જ આધાર રહેતો. હવે હાલત એ છે કે ગરબો ગવડાવનારી મહિલાનો અવાજ માઇક પરથી ફૂટતો હોય, તો પણ તે પહોંચવાની મુશ્કેલી એટલી હોય છે કે ‘ઝીલવા’નું ઓછું જ બને છે. વાંક દર વખતે ગાયિકાનો જ હોય છે, એવું નથી, ઝીલનારા પણ ક્યારેક બેધ્યાન હોય છે ને એ પડઘો પાડી શકતા નથી. કેટલાંક ગરબાવીરો તાળીઓ પાડીને જ રાજી હોય છે. એમને એવું હોય છે કે આપણું કામ તાળીઓ પાડવાનું છે ને બીજા ગાય જ છે તો આપણે ગળું બગાડવાની શી જરૂર છે? એમનો ઉપકાર એટલો કે એ ચૂપ રહીને ઘણાના કાન બચાવી લે છે. એટલું છે કે સ્ત્રીઓ અને યુવાનો આ મામલે ગંભીર હોય છે. તેઓ સિન્સિયરલી એમાં પ્રવૃત્ત થાય છે. એને માટે તેઓ મહિનાઓની ટ્રેનિંગ લે છે.
૧૯૦૩માં પહેલી નોકરી. તે દરમ્યાન તેમનું લખેલું ‘સીતા-વનવાસ’ નાટક ભજવાયું હતું તે જોવા કલાપી અને કવિ નાનાલાલ ગોંડળ ગયા હતા. એ નાટક પુસ્તક રૂપે પણ પ્રગટ થયું હતું. ૧૯૦૮થી ૧૯૧૦ રાજકોટના અંગ્રેજી દૈનિક ‘કાઠિયાવાડ ટાઈમ્સ’ના તંત્રી. સાથોસાથ અદાલતમાં ભાષાંતર કરી આપવાનું કામ પણ કરતા. ૧૮૯૫મા ‘ચંદ્ર’ માસિકમાં પહેલી કવિતા છપાઈ. તે પછી ધીમે ધીમે લગભગ બધાં સામયિક-અખબારમાં પ્રગટ થતી. ૧૯૧૩થી ૧૯૨૦ સુધી વડોદરા રાજ્યના લાઈબ્રેરી ખાતામાં ‘લોકોપદેશક’ તરીકે કામ કર્યું. ૧૯૨૧થી ૧૯૨૫ સુધી મુંબઈના રાષ્ટ્રીય મહાવિદ્યાલયમાં સાહિત્યના શિક્ષક હતા. ૧૯૩૮મા સેવા-નિવૃત્ત. નિવૃત્તિ પછી લાઠી જઈને રહ્યા. ત્યાં જ તેમનું અવસાન થયું.