ઘણા સમય પછી ‘નિરીક્ષક’ (૧૬/૬) ફરી હાથમાં પકડવા મળ્યું તેનો આનંદ … શિરીષ પંચાલ, રમણ સોની, હિમાંશી શેલત અને જયદેવ શુક્લ દ્વારા થયેલી ઉચ્ચશિક્ષણ સંસ્થાઓમાં બદલાતા અભ્યાસક્રમો બાબતની સમયસરની ચિંતાનો પણ આનંદ.
મારો પ્રશ્ન માત્ર એટલો જ છે કે આ ચારેય ગુરુ / મિત્રોએ અભ્યાસક્રમ સમિતિની સભામાં શું થયું હતું એ જાણવાની કોશિશ કર્યા વગર ‘યુનિવર્સિટીના ગુજરાતી વિભાગના અધ્યક્ષને આ બાબતે કશું કહેવાનું છે ખરું?’ એવું લખી કાઢ્યું છે. હું અધ્યક્ષ છું એ ગૌણ બાબત છે પણ એક શિક્ષક તરીકે, મૂલ્યનિષ્ઠ વ્યક્તિ તરીકે હું મારી નોકરીને જોખમમાં મૂકીને છેલ્લી ક્ષણ સુધી લડી હતી. આ સભાએ માત્ર બે જ ચોપડી નથી બદલી એમાં તો પાંચેક પુસ્તકોનો ભોગ લેવાયો છે.
પણ આવી ચિંતા સેવનારાઓએ ખરી માહિતી માટે સભામાં હાજર વ્યક્તિને પૂછીને પછી લખવું જોઈએ. દુ:ખ એ વાતનું છે કે મને વર્ષોથી ઓળખનારાઓને પણ ભરોસો ન રહ્યો કે અન્યાય થયો હોય, ખોટું થતું હોય ત્યાં હું વિરોધ કરું જ. કમસેકમ મને એક ફોન કર્યો હોત આવો આક્ષેપ કરતા પહેલાં તો …
સૌજન્ય : “નિરીક્ષક”, 01 જુલાઈ 2020; પૃ. 07
![]()


અર્થતંત્રમાં ધબડકો, કોરોનામાં આરોગ્યતંત્રની કટોકટી અને શ્રમિકોની કારુણી પછી વર્તમાન સરકારની આબરૂ આડે રહેલું આક્રમક રાષ્ટ્રવાદનું છેલ્લું પાંદડું પણ ખસી ગયું છે. અલબત્ત, સાક્ષાત્કારની આવી ક્ષણો સાચા પડ્યાનો આનંદ નહીં, ઊંડો ખેદ અને ચિંતા પ્રેરે છે. કેમ કે, તેની કિંમત સમગ્ર દેશને ચૂકવવાની આવે છે.
સરકાર હોય અને તઘલખી નિર્ણયો ન લે તો તેની આબરૂ જાય એટલે તે થોડા નિર્ણયો તેવા લે જ. એવો એક નિર્ણય તે ઓનલાઈન શિક્ષણનો છે. કોરોનાને કારણે શિક્ષણ જોખમમાં મૂકાયું છે ને ઘણાની કારકિર્દી દાવ પર લાગી છે તે સાચું, પણ તેના જે વિકલ્પો વિચારાય છે તે જોખમો વધારનારા તો નથીને તે શિક્ષણ વિભાગે વિચારવું જોઈએ.