Opinion Magazine
Number of visits: 9766562
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

સંઘર્ષ જારી હૈ

પ્રકાશ ન. શાહ|Opinion - Opinion|20 August 2018

ઑગસ્ટ ક્રાંતિનાં અમૃતવર્ષોમાં ખોડાઈને આઝાદીના એકોતેરમા વરસની વિદાય લેતાં કરવાજોગ વાતો તો ઘણી સામે આવે છે, પણ ૯ ઑગસ્ટનો જે એક વૈશ્વિક જોગાનુજોગ છેલ્લાં થોડાં વરસોથી બની આવ્યો છે એના વિશેષોલ્લેખથી આરંભ કરીએ તો ઠીક.

આ જોગાનુજોગ, યુનાઈટેડ નેશન્સે આદિ પ્રજાઓના દિવસ તરીકે ૯ ઑગસ્ટ પર પસંદગી ઉતારી એ છે. ભલે એ વિશ્વવસ્તીના પાંચ ટકાથી પણ ઓછા હશે, આખા સાડત્રીસ કરોડ માંડ, પણ એ હકસર વિકસવંચિત શા છે. એમને વિકાસથી વંચિત કહીએ કે વિકાસને કારણે વંચિત, પણ છે તો વંચિતના પણ વંચિત. આપણે જે રાષ્ટ્ર રાષ્ટ્ર કૂટીએ છીએ એના શોરમાં (અને સ્ટીમ રોલરમાં) તે બચાડાં નથી તો સંભળાતા, નથી તો શોધ્યા જડતા : દુનિયા આખીમાં વિસ્તરતાં ઇન્દ્રપ્રસ્થો સારુ ખાંડવવન દહન સિન્ડ્રોમનો ભોગ બનેલા આ સૌ કને એમની બોલી કહેતાં ભાષાનુંયે કોઈ ભાવિ કદાચ નથી. છેલ્લાં સાઠ વરસમાં વૈશ્વિક ને રાષ્ટ્રીય સપાટાઓમાં જે ગતિએ આ ભાષાઓ ઓલવાતી ચાલી છે એ જોતાં અનુમાન તો છે કે ચાલુ સૈકો સમેટાશે ત્યાં સુધીમાં નેવું ટકા નાશ પામી ચૂકી હશે. કાશ, વિશ્વવારસાની આ અપૂરણીય ક્ષતિનો આછોપાતળો પણ અહેસાસ આપણને હોત!

દુનિયાની ચિંતા ને ચર્ચા વિપળવાર વાસ્તે માનો કે કોરાણે મેલીએ પણ નવમી ઑગસ્ટે સંસ્થાનવાદ જોગ ‘ક્વિટ ઇન્ડિયા’ શો જાહેર જાસો આપનાર આપણે એક પ્રજાસત્તાક સ્વરાજ તરીકે ઘરઆંગણેના નાનામોટા સંસ્થાનવાદો સંદર્ભે ક્યાં ઊભા છીએ એને વિશે તો ચંદ મિનિટ જોગવીએ. જેને આદિ જાતિ કે આદિ પ્રજા કરીએ છીએ એમને સારુ સહજ સરળ સ્વરાજપ્રવેશની કસોટીએ હજુ તો કદાચ પાસ માર્કની પળોજણમાં ગ્રેસ ગોઠવણે ઠિંગરાતા માલૂમ પડીએ છીએ.

જે પણ છે  આઝાદી, જૂઠી તો નહીં કહીએ એને. પણ અધૂરી એ અવશ્ય છે. દેશના (અંગ્રેજ હકૂમત તાબે વિસ્તારના) ભાગલા પડ્યાના વિચારે જે આઝાદી ખંડિત લાગતી રહી છે એમાં પ્રજાકીય સ્તરે રાષ્ટ્રની વ્યાખ્યાથી માંડી નાતજોતકોમને ધોરણે જે બધી ખંડિતતાઓની ગુંજાશ છે એની અને ખંડ ખંડ ગુંજાશમોકળાશ સહિતની (બલકે એથી જ) અખંડ સ્વરાજસાધનાનો કેટલો લાંબો પંથ કાપવાનો છે હજી. વિષમતા નિર્મૂલન આપણા આગ્રવર્ગના હાડમાં અગ્રતાક્રમે ક્યાં છે, ન જાણે.

નમૂના દાખલ આટલા એક નિર્દેશ પછી કહેવાનું તો એટલું જ કે પહેલા અને બીજા સ્વરાજની (૧૯૪૭ અને ૧૯૭૭)ની ભાષામાં આપણે લાંબો વખત વાત કરતા રહ્યા છીએ. ઠીક છે એ, જે તે સમયે વિશેષ મુદ્દાને ઉપસાવવા સારુ; પણ સવાલ તો વાસ્તવમાં સ્વરાજની બાકી બલકે ચાલુ લડઈનો છે.

‘નિરીક્ષક’ એકાવનમે

આરંભે અમૃતવર્ષોની જિકર કરી, અને પછી સ્વરાજની બાકી બલકે ચાલુ લડાઈનીઃ આ જ લડાઈનો એક મોરચો સન ૧૯૬૮માં ઉમાશંકર જોશી, એચ.એમ.પટેલ, ઈશ્વર પેટલીકર, પુરુષોત્તમ ગણેશ માવળંકર, યશવન્ત શુક્લ આદિએ ‘નિરીક્ષક’રૂપે બરાબર ૧૫મી ઑગસ્ટે ખોલ્યો હતો. આપના હાથમાં આ અંક આવશે ત્યારે એકાવનમા વરસનું પ્રથમ સપ્તાહ હશે. ટાંચાં સાધનો સહિત નાનાવિધ મર્યાદાઓ વચ્ચે અને છતાં બૃહદ્‌ ગુજરાતને યત્કિંચિત્‌ સહવિચાર સામગ્રી સંપડાવવાનો ઉદ્યમ વાચકપરિવાર ને લેખકોની દિલી સંડોવણીથી સન્માન્ય આદ્ય સ્થાપકો અને દર્શક – જયન્ત પંડ્યા સરખા સન્માન્ય સંવર્ધકોને શોભીતી રીતે ચાલુ રહેશે. પચાસ વરસની ડિવિડી, સુવર્ણજયંતી વ્યાખ્યાન, વિશેષાંક પ્રકાશન, વાચક મિલન વગેરે ઉપક્રમો એકાવનમા વરસ દરમ્યાન હાથ ધરાશે, અને ખાસ તો ‘અપિ તપો વર્ધતે?’ એ પ્રશ્ન જાતને પૂછતા રહીએ એટલી એક સાધિકાર સ્નેહાશિષ સૌની કને માગી લઈએ છીએ.          

સૌજન્ય : “નિરીક્ષક”, 16 અૉગસ્ટ 2018; પૃ. 01

Loading

20 August 2018 admin
← સેક્સના ‘સેબ’ની લૂંટાયેલી ટોકરી: એકલતા અને અલગાવની કહાની
અલવિદા, કરુણાનિધિ →

Search by

Opinion

  • યુદ્ધોન્માદી માહોલ, વસમા પાડોશી અને સંરક્ષણ બજેટ
  • શું ભારતની પ્રજા આવું કરી કે સહી શકશે?
  • સોશિઅલ મીડિયા એન્ટિ-સોશિઅલ છે…?
  • અમેરિકાના હાલ બેહાલ, હાથનાં કર્યા હૈયે વાગ્યાઃ વૈશ્વિક મહાસત્તાનો આત્મવિશ્વાસ જ આત્મઘાતક બન્યો
  • ચલ મન મુંબઈ નગરી—335

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • આંતરિક શક્તિ : હિંમત, અંતરાત્માનો અવાજ અને અહિંસક પ્રતિકાર 
  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 

Poetry

  • વિધ્વંસ
  • કવિ
  • ગઝલ
  • ગઝલ
  • કોઈ અપાવે જો એ બાળપણ પાછું …

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved