Opinion Magazine
Number of visits: 9732510
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

અમેરિકી શ્યામવર્ણી લોકો પર વંશીય ભેદને લીધે સ્વિમિંગની મનાઈ!

ચંદુ મહેરિયા|Opinion - Opinion|25 March 2026

ચંદુ મહેરિયા

યુનાઈટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા(યુ.એસ.એ.)માં રોજ ૯ લોકો પાણીમાં ડૂબી જાય છે. તે પૈકી ૬ કાળાઓ હોય છે. ૫ થી ૧૪ વરસના આફ્રોઅમેરિકી બાળકોનો પાણીમાં ડૂબવાનો દર ગોરા બાળકોની તુલનામાં ૨.૬ ગણો વધારે હોવાનું અમેરિકી રોગ નિયંત્રણ કેન્દ્ર જણાવે છે. અમેરિકી એકેડેમી ઓફ પીડિયાટ્રિક્સના અભ્યાસનું તારણ છે કે શ્યામવર્ણી કિશોરોની સરખામણીએ બિનશ્યામ કિશોરોની પાણીમાં ડૂબી જવાની સંભાવના આઠ ગણી વધુ છે. યુનાઈટેડ કિંગડમ(યૂ.કે.)ની શાળાઓમાં સ્વિમિંગ પાઠયક્રમનો અનિવાર્ય હિસ્સો છે. તેમ છતાં ત્યાં ૨૦૨૨માં ૯૫ ટકા મોટા અને ૮૦ ટકા નાના શ્યામવર્ણીઓ તરી શકતા નહોતા. અમેરિકાની વિલિયમ્સ કોલેજમાં ૨૦૧૩ થી ૨૦૧૯ દરમિયાન લેવામાં આવેલી ૫૦ યાર્ડની સ્વિમિંગ ટેસ્ટમાં ૮૧ ટકા કાળાઓ નાપાસ થયા હતા. પુખ્ત ઉમરના ધોળાઓ કરતાં પાંચ ગણા વધુ કાળાઓ પાણીમાં તરી શકતા નથી. 

વંશીય ભેદ અને અસમાનતા કેવા કેવા સ્વરૂપમાં હોય છે તે જાણીને નવાઈ લાગે છે. વળી તે સાચી છે તેની ખાતરી થતાં આઘાત સાથે શરમ અનુભવાય છે. પાણીમાં તરવું તે સામાન્ય બાબત લાગે છે. ભારતના ગ્રામ્ય પ્રદેશમાં જ્યાં દરિયો, નદી, નાળાં, નહેર, તળાવની સગવડ છે ત્યાં બાળવયથી જ ખાસ કશી તાલીમ વિના લોકો નહાય છે અને થોડું તરવાનું કૌશલ્ય હાંસલ થતા એયને ધૂબાકા મારે રાખે છે. પાણીના આ જાહેર સ્રોત પર જ્ઞાતિ ભેદ જરૂર છે અને તે પ્રમાણેના ઓવારા પણ જોવા મળે છે. પરંતુ તરવાનું કૌશલ્ય હાંસલ ન કરી શકે તેવો ભેદ વંશીય અસમાનતાને કારણે અમેરિકા-બ્રિટનન્ની કાળી પ્રજા સાથે આચરાયો છે. 

ઈ.સ.૧૮૦૦ થી ૧૯૩૦ના દાયકાઓમાં અમેરિકામાં સ્વિમિંગ પૂલ બનાવવાની હોડ મચી હતી. સ્થળાંતરિત ગરીબોની વસ્તીમાં પણ તે બનતા જોવા મળ્યા હતા. પણ બ્લેક વસ્તીમાં તે જોવા મળતા નહોતા. ૧૯૩૦ના દાયકામાં અમેરિકાના સેન્ટ લુઈસ શહેરની વસ્તીમાં બ્લેક વસ્તી ૧૫ ટકા હતી. પરંતુ આટલી મોટી વસ્તીમાં માંડ એક જ સ્વિમિંગ પૂલ હતો. તે પણ જર્જર અને અસ્વચ્છ. દક્ષિણ અમેરિકામાં જિમ ક્રો કાનૂનોએ સ્વિમિંગ પૂલ અને સમુદ્ર તટો પર રંગભેદ અનિવાર્ય કર્યો હતો. ઉત્તર અમેરિકાના પિટ્સબર્ગ જેવા શહેરોમાં કાળા-ગોરા વચ્ચે તરવાની જગ્યામાં ભેદ નહોતો. પરંતુ જો કોઈ ધોળા બાળકો કાળા તરતા હોય તે જગ્યાએ તરવા આવે તો પોલીસ મારીને ભગાડી મૂકતી. વળી કાળાઓ તરી ન શકે એટલે તરવાની જગ્યાઓમાં કચરો નાંખતા અને તેથી આગળ વધીને એસિડ પણ ફેંકતા હતા. ૧૯૪૯માં સેન્ટ લુઈસ શહેરમાં કાળાઓ તરતા હતા ત્યાં ગોરાઓએ હુમલો કર્યો હતો. એટલે શ્યામવર્ણી વસ્તીમાં સ્વિમિંગ પૂલની સગવડો ન આપવી અને જ્યાં સગવડો છે તેવી ધોળી વસ્તીના સ્વિમિંગ પૂલમાં કાળાઓને પ્રવેશ ન આપવો તેને કારણે અમેરિકાની આફ્રોઅમેરિકી પ્રજા તરવાના કૌશલ્યથી વંચિત રહી હતી. 

શ્યામ પ્રજા કોઈ જૈવિક અક્ષમતાને કારણે પાણીમાં તરવાથી દૂર રહી હોઈ એવું નહોતું. ઐતિહાસિક અસમાનતા, વંશીય ભેદભાવ, પ્રવેશ પર રોક, અલગાવ (SEGREGATION) અને સંસાધનોની અછત જ કારણ હતું. પરંતુ ધોળિયાઓ કાળાઓને તરણથી દૂર રાખીને તેમના દૂર હોવાનાં કારણ તરીકે તેમની શારીરિક અક્ષમતાને આગળ કરતા હતા. કાળાઓના હાડકાં લચીલાં નહીં પણ સપાટ હોવાથી, પાણીમાં તરવા જરૂરી ઉછાળ(Bounce)નો અને શરીરમાં ચરબીનો અભાવ હોવાનું કારણ જણાવતા હતા. બ્લેક મહિલાઓ તેમના વાળ અને હેર સ્ટાઈલની બહુ દીવાની હોય છે અને તરવાને કારણે ભારે ખર્ચ અને માવજતથી તૈયાર કરેલા વાળ બગડી જાય છે એટલે તે તરણથી દૂર રહે છે છે, તેવું કારણ પણ આગળ કરાતું હતું. આ રીતે તેઓ અસમાનતા અને વંશીય ભેદના કારણોને ઓછલ કરી દેતા હતા. 

આજના આફ્રોઅમેરિકીઓના વડવાઓને જ્યાંથી ગુલામો તરીકે લાવવામાં આવ્યા હતા તે આફ્રિકામાં તરણની સમૃદ્ધ સાંસ્કૃતિક વિરાસત છે. એટલે તેઓ જાતે કે શરીરની નબળાઈથી તરણથી દૂર રહ્યા હોવાની વાત માની શકાય તેવી નથી. ૧૬૭૯માં માર્ટિનિકના કિનારે ગુલામોને લઈ જતું જહાજ દુર્ઘટનાગ્રસ્ત થયું ત્યારે એક અનામ આફ્રિકન ગુલામ ૬૦ કલાક દરિયામાં તરીને કિનારે પહોંચ્યો હતો. ૧૮૩૧માં ટાઈસ ડેવિડ નામનો ગુલામ કેંટકીથી ભાગીને ઓહિયા નદી તરીને ઓહિયા પહોંચ્યો હતો. સાવ નજીના ભૂતકાળમાં ક્લેન જોન્સ અને એન્ટની એરવિન નામક બે બ્લેકે ૨૦૧૨ની ગ્રીષ્મ ઓલિમ્પિકમાં સ્વિમિંગમાં ભાગ લીધો હતો. હવે જોન્સે વંચિત સમુદાયના લોકોને તરવાની તાલીમ આપવાના કાર્યને જીવનકાર્ય બનાવ્યું છે. 

છેક વીસમી સદી સુધી અમેરિકા-બ્રિટનમાં શ્યામ વર્ણી પ્રજાને તરવાના આનંદથી દૂર રાખી હતી. પરંતુ હવે સ્થિતિ બદલાઈ રહી છે.અમેરિકાનાં તરણ મંડળો અને તરણ સ્થળોમાં કાળાઓની હાજરી વર્તાવા માંડી છે. બ્લેક પુરુષો જ નહીં બ્લેક મહિલાઓ પણ છેક ઓલિમ્પિક સુધી સ્વિમિંગમાં ભાગ લે છે અને જીતે છે. ભારતમાં જ્ઞાતિભેદ અને આભડછેટને દૂર કરવામાં સરકાર અને સમાજનું ખાસ યોગદાન જોવા મળતું નથી પરંતુ યૂ.કે.-યુ.એસ.એ.માં એવું નથી. અમેરિકામાં સ્વિમિંગ ટેસ્ટમાં તેની વંશીય અસમાનતા બહાર આવતાં વોશિંગ્ટન, વિલિયમ્સ, લી અને હિમિલ્ટન યુનિવર્સિટી સહિતની જાણીતી શિક્ષણ સંસ્થાઓએ છેલ્લાં કેટલાંક વરસોથી સ્વિમિંગ ટેસ્ટ લેવાની બંધ કરી દીધી છે. 

સ્વિમિંગ કે તરણના જ્ઞાન સુધીની કાળાઓની પહોંચ અને અસમાનતા ખાળવા અધિક સમાન સમાજ બનાવવા માટે હજુ ઘણી પેઢીઓની સમાનતાની જરૂર છે. કાળાં માતા-પિતા ખાસ કરીને માતાઓમાં તરણ કૌશલ્ય ભેદભાવને કારણે આવ્યું નથી તેથી તેઓ પોતાના સંતાનોને પાણીથી અને એટલે તરવાથી દૂર રાખે છે.તેમનો આ ડર દૂર કરવાના મનોવૈજ્ઞાનિક પ્રયત્નો શરૂ થયા છે. સ્વિમિંગનો આનંદ જે સૌ માટે સમાન ધોરણે ઉપલબ્ધ નહોતો તેને મોટાપાયે ઉપલબ્ધ કરાવવાની આવશ્યકતા છે. અમેરિકા સહિતના પશ્ચિમી દેશોમાં સામાજિક અને ઐતિહાસિક કારણોથી શ્યામ પ્રજાને તરવાથી દૂર રાખી હતી હવે તેની આ ક્ષેત્રમાં ભાગીદારી વધે તે માટે બમણા જોરથી લાગી જવાનું છે. સ્વિમિંગને પાઠ્યક્રમમાંથી દૂર કરવાનું કે સ્વિમિંગની ટેસ્ટ પડતી મૂકવાનું હાલના સમય સંજોગોમાં કદાચ વાજબી હોઈ શકે પણ કાળા-ગોરાના ભેદ સિવાય સૌ સમાન ધોરણે તરવાનો અને જીવવાનો આનંદ  મેળવતા થાય તેવો સમાજ આપણે ઘડવાનો છે. 

e.mail : maheriyachandu@gmail.com
(તા.૧૮.૦૩.૨૦૨૬)

Loading

25 March 2026 Vipool Kalyani
← સ્વરાજથી સમતા સુધી : એક જ સંઘર્ષના અનેક આયામો

Search by

Opinion

  • સ્વરાજથી સમતા સુધી : એક જ સંઘર્ષના અનેક આયામો
  • શાસક ગમે એટલો અપલખણો હોય, કમ સે કમ તેનામાં બુદ્ધિ હોવી જોઈએ !
  • આ યુદ્ધ કોણ અટકાવી શકે? … એને સંભવ બનાવનાર સત્તા અને જનતા 
  • ઈરાની યુદ્ધ સુરતને પણ સ્પર્શ્યું છે …
  •  ભારત પોતે જ નિશાના પર હોય, ત્યારે તટસ્થતા નિષ્ક્રિયતા લાગી શકે છે 

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …

Poetry

  • કવિ
  • ગઝલ
  • ગઝલ
  • કોઈ અપાવે જો એ બાળપણ પાછું …
  • પન્નાને, વેલન્ટાઈન ડે, ફેબ્રુઆરી 14, 2026 ~ સોનેટ ~ નટવર ગાંધી

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved