અબોલાને વધુ સંમત કરે છે,
મહોબ્બત કેટલી હિંમત કરે છે!
નજીવી વાતમાં વાસણ ખખડ્યાં,
ને ભીંતો રાઈનો પર્વત કરે છે.
પથારીમાંથી બેઠા થાવ, સજ્જન,
અઝાનો આપનું સ્વાગત કરે છે.
અમારા કાળના ગંભીર શાયર,
હવે તો ‘શેરમાં’ ગમ્મત કરે છે.
જીવે તો છાંયડા આપે છે વૃક્ષો
સુકાતા રાંધવા રાહત કરે છે.
‘અસત્યથી’ વધારે ‘સત્ય’ સાથે,
ન જાણે કેમ સૌ નફરત કરે છે?
જૂના ફળિયા મને જંગલમાં મળ્યા,
નવી આશાના ગમ હિજરત કરે છે.
સમજદારો ઘણા ઓછાં છે ‘સિદ્દીક’,
હ્રદયના ‘શબ્દો’ની કિંમત કરે છે.
અમદાવાદ
e.mail : siddiq948212@gmail.com
![]()

