અમિત જેઠવાની હત્યા
જ્યારે રાજપુરુષોના હૃદયમાં ‘ધર્મ’ વસતો મટી જાય છે ત્યારે કોઈ બંધારણ લોકશાહીને કે દેશને બચાવી શકતું નથી

પ્રકાશ ન. શાહ
ઇસુ પૂર્વે 800-500ના અરસામાં માંડુક્ય ઉપનિષદમાં કહેવાયું છે કે સત્યમેવ જયતે. ભારતના રાષ્ટ્રીય પ્રતીક સાથે એક સૂત્ર રૂપે એ સોહે છે. આ કેસ (ગીર અભયારણ્ય પંથકમાં ગેરકાયદે ખનન સામે અવાજ ઉઠાવનાર આર.ટી.આઈ. એક્ટિવિસ્ટ અમિત જેઠવાની હત્યાનો કેસ) ‘સત્યમેવ જયતે’ના સૂત્રથી બિલકુલ વિપરીત યાદી અને સાહેદી રૂપ છે … અને હત્યારાએ હાઇકોર્ટની સામે આવેલ સત્યમેવ સંકુલ પર જ આ હત્યા માટે પસંદગી ઉતારી એ પણ કંઈક હેરતઅંગેજ લાગતી સૂચક બીના છે.
પહેલી જ કાચી મિનિટથી તપાસ આખી દેખાતે છતે બંધ આંખની રીતે હાથ ધરાયેલી જાય એ માટે સઘળા પ્રયાસો થયા છે, અને આ હીન કૃત્યના કરવૈયાઓ એમાં સફળ રહ્યા છે.
હાઇકોર્ટે સી.બી.આઈ.માં ભરોસો મૂક્યો હતો. પણ સી.બી.આઈ.ની તપાસકારવાઈ ઢંગધડા વગરની નકરી વેઠઉતાર રહી છે.

અમિત જેઠવા
અમે જોયું છે કે બધા જ તપાસ અફસરો શુદ્ધ ધોરણોના પાલનમાં નાકામિયાબ રહ્યા છે. વિદ્વાન પબ્લિક પ્રોસીક્યુટર પણ એમના કર્તવ્યપાલનમાં નિષ્ફળ ગયા છે. જે સાક્ષીઓ હોસ્ટાઇલ થઈ ગયા એમની ઊલટતપાસ નકરી ઔપચારિકતા જેવી વરતાય છે. જેમાં પુષ્ટિમૂલ્ય હોય એવા પુરાવા સારું કોઈ પુરુષાર્થ થયો જણાતો નથી. સઘળા સાક્ષીઓને પોલીસ તરફથી સુરક્ષાની આસાએશ હતી, પણ એ બધા ફરી ગયા અને એમણે કેસને લગભગ ખાઈમાં પડવા દીધો.
કાવતરું સિદ્ધ કરવા માટે કેવળ એક જ પુરાવો, હત્યા જેવા ગંભીર ગુનામાં સજા ફરમાવવા સારુ પૂરતો લેખાતો નથી. ગુનો પાર પાડનાર બીજાઓની સંડોવણી કે ભૂમિકા પુરવાર ન થાય ત્યાં ‘સ્ટેન્ડએલોન એવિડન્સ’ ટકતો નથી.
સી.બી.આઈ. ઑફિસર મૂકેશ શર્મા જ્યાં કથિત કાવતરું ઘડાયું હતું તે જગ્યા, હરમદિયા ફાર્મ પર રૂબરૂ મુલાકાત લેવાનું જ ભૂલી ગયા તે ગળે ઊતરે એવી બાબત નથી. વળી આ ફાર્મ દિનુ સોલંકીનું છે કે કેમ તે માહિતી અંકે કરવા સારુયે એમણે તસદી લીધી નથી. આંખે ઊડીને બાઝે એવી વાત તો એ છે કે માર્યા ગયેલના મોબાઈલમાં કોલ રેકોર્ડઝ સુલભ હોવા છતાં કોઈ ડેટા કાલવ્યો નથી.
તપાસ અધિકારીઓએ ગોળ કાણામાં ચોરસ ખીલા બેસાડવાની કોશિશ કરી છે અને લગારે ટેકા વગરના દાવા આગળ કર્યા છે. સાફ જણાય છે કે, જાણીબૂઝીને છીંડાં ને છટકબારી રખાયાં છે જેથી કાવતરાખોરી નક્કી કરવા બાબતે ઊલટસૂલટ થઈ શકે.
અમે દોહરાવવા માંગીએ છીએ કે આરંભથી જ આ આખી તપાસ પૂર્વગ્રહદૂષિત ને કેવળ વેઠ ઉતારવા જેવી બની રહી છે.
જ્યાં સુધી ટ્રાયલ કોર્ટનો સવાલ છે, એમણે કાનૂની જોગવાઈઓ અને પ્રણાલિકાની તમા વગર પુરાવાની તપાસ કરી છે. ખરું જોતાં ટ્રાયલ કોર્ટની અનિવાર્ય ફરજ હતી કે પોતાના તરંગબુટ્ટા પ્રમાણે ચાલવાને બદલે કાયદાપોથી મુજબ ચાલે. પણ તેણે જે રાહ લીધો તેને પરિણામે આરોપીને થયેલી સજા રદ્દ કરવી પડી છે.
કાનૂનવિશારદ નાની પાલખીવાલાએ કહ્યું છે કે, આપણી લોકશાહી તેમ જ દેશની એકતા ને અખંડિતતા એવી એક પાયાની પ્રતીતિ પર જ ટકી શકે કે બંધારણીય કાનૂનિયત કરતાં બંધારણીય નૈતિકતા કમ જરૂરી નથી. ‘ધર્મ’ રાજપુરુષોના હૃદયમાં નિવસે છે. જ્યારે રાજપુરુષોના હૃદયમાં એ શ્વસતો મટી જાય ત્યારે કોઈ બંધારણ, કોઈ કાયદો કે ન તો કોઈ સુધારો બચાવી શકે છે.
(અમિત જેઠવા હત્યા કેસમાં ભા.જ.પ. પૂર્વસાંસદ દિનુ સોલંકી સહિતના આરોપીઓને ‘નિર્દોષ’ છોડી મૂકતાં હાઇકોર્ટે જે કહ્યું એનો સાર, કશી ટીકાટિપ્પણી વિના)
e.mail : prakash.nireekshak@gmail.com
પ્રગટ : ‘પરિપ્રેક્ષ્ય’, “દિવ્ય ભાસ્કર”; 09 મે 2024
 




 એક ટ્રેન-સ્ટેશને એક માણસ ત્યાંના બારમાં દાખલ થાય છે, બાર બહુ નાનો છે એટલે ત્યાં બેઠેલું દરેક જન અવળું ફરીને એને જુએ છે. કથક (narrator) જણાવે છે કે એ માણસ તો બરાબર પણ કદાચ હું જેને ‘હું’ (I) કહું છું તે છે એ. અને હવે, એ માણસ એ માણસ વિશે કે એ રેલવે સ્ટેશન વિશે જે કંઇ કહેશે એ સિવાયનું તમે (you) કંઇપણ જાણી નહીં શકો.
એક ટ્રેન-સ્ટેશને એક માણસ ત્યાંના બારમાં દાખલ થાય છે, બાર બહુ નાનો છે એટલે ત્યાં બેઠેલું દરેક જન અવળું ફરીને એને જુએ છે. કથક (narrator) જણાવે છે કે એ માણસ તો બરાબર પણ કદાચ હું જેને ‘હું’ (I) કહું છું તે છે એ. અને હવે, એ માણસ એ માણસ વિશે કે એ રેલવે સ્ટેશન વિશે જે કંઇ કહેશે એ સિવાયનું તમે (you) કંઇપણ જાણી નહીં શકો. તમે (you) નહીં કહી શકો કે સ્ટેશન ભૂતકાળમાં હતું કે અત્યારે છે કે ભવિષ્યમાં હશે કેમ કે એ વિશે કદાચ લેખક પોતે જ નિર્ણય લઇ શક્યો નથી (દેખીતી રીતે જ એ કાલ્વિનોને સૂચવે છે). નામ વિનાના માણસ રૂપે કથક (narrator) વિચારે છે કે સ્ટેશને એ આમ જ આવી લાગ્યો હશે, આકસ્મિક; બને કે મૉડો પડ્યો હોય અથવા કનેક્શન ચૂકી ગયો હોય, જો કે કોઈને મળવા તો આવેલો નહીં.
તમે (you) નહીં કહી શકો કે સ્ટેશન ભૂતકાળમાં હતું કે અત્યારે છે કે ભવિષ્યમાં હશે કેમ કે એ વિશે કદાચ લેખક પોતે જ નિર્ણય લઇ શક્યો નથી (દેખીતી રીતે જ એ કાલ્વિનોને સૂચવે છે). નામ વિનાના માણસ રૂપે કથક (narrator) વિચારે છે કે સ્ટેશને એ આમ જ આવી લાગ્યો હશે, આકસ્મિક; બને કે મૉડો પડ્યો હોય અથવા કનેક્શન ચૂકી ગયો હોય, જો કે કોઈને મળવા તો આવેલો નહીં. પુસ્તકવિક્રેતા કહે છે કે ‘તમે’ (you) કરો છો એ ફરિયાદ અગાઉ કેટલા ય કરી ગયા છે. પુસ્તકવિક્રેતા પ્રકાશક પાસેથી એક પત્ર લઈ આવ્યો, જેમાં લખેલું કે છાપભૂલને કારણે ઇટાલો કાલ્વિનોના પુસ્તક “If on a Wniter’s Night a Taraveler”-ની કેટલીક નકલોની પોલિશ નવલકથાકાર તાઝિયો બઝાકભલના “Outside the town of Malbork” પુસ્તક સાથે સેળભેળ થઈ ગઈ છે.
પુસ્તકવિક્રેતા કહે છે કે ‘તમે’ (you) કરો છો એ ફરિયાદ અગાઉ કેટલા ય કરી ગયા છે. પુસ્તકવિક્રેતા પ્રકાશક પાસેથી એક પત્ર લઈ આવ્યો, જેમાં લખેલું કે છાપભૂલને કારણે ઇટાલો કાલ્વિનોના પુસ્તક “If on a Wniter’s Night a Taraveler”-ની કેટલીક નકલોની પોલિશ નવલકથાકાર તાઝિયો બઝાકભલના “Outside the town of Malbork” પુસ્તક સાથે સેળભેળ થઈ ગઈ છે. કથક કિચનમાં આવે છે. એ પહેલી વાર ઘર છોડીને આવ્યો છે, અને ખેડૂત મિસ્ટર કૌદરરના ઍસ્ટેટ પર મૉસમ ગાળવાનો છે. દરમ્યાન કૌદરરનો દીકરો પોન્કો કુડિગ્વામાં કથકનું સ્થાન લેવાનો છે. કથક કુડિગ્વા-કિચનની સુગન્ધોથી ભાવાવશ થઈ જાય છે, કેમ કે એ સુગન્ધોને એ હમ્મેશ માટે છોડી જવાનો છે. કથક પૂછે છે, ‘તમે’ (you), વાચક, એમ નથી અનુભવતા કે પાઠ – ટૅક્સ્ટ – તમારા હાથથી સરકી રહ્યો છે, અને અનુવાદ દરમ્યાન કશુંક નાશ પામ્યું છે?
કથક કિચનમાં આવે છે. એ પહેલી વાર ઘર છોડીને આવ્યો છે, અને ખેડૂત મિસ્ટર કૌદરરના ઍસ્ટેટ પર મૉસમ ગાળવાનો છે. દરમ્યાન કૌદરરનો દીકરો પોન્કો કુડિગ્વામાં કથકનું સ્થાન લેવાનો છે. કથક કુડિગ્વા-કિચનની સુગન્ધોથી ભાવાવશ થઈ જાય છે, કેમ કે એ સુગન્ધોને એ હમ્મેશ માટે છોડી જવાનો છે. કથક પૂછે છે, ‘તમે’ (you), વાચક, એમ નથી અનુભવતા કે પાઠ – ટૅક્સ્ટ – તમારા હાથથી સરકી રહ્યો છે, અને અનુવાદ દરમ્યાન કશુંક નાશ પામ્યું છે? “ન્યૂ ક્રિટિસિઝમ” (“નવ્ય વિવેચન”) અને “રીડર્સ રીસ્પૉન્સ ક્રિટિસિઝમ” (“ભાવક-પ્રતિભાવ વિવેચનસમ્પ્રદાય”) જેવી વૈચારિક ભૂમિકાઓ દરમ્યાન, એક તરફ, ‘સઘન વાચન’-નો આગ્રહ ઊપસ્યો, પણ જાણે કે એની વિરુદ્ધ, બીજી તરફ, ‘રીડર્સ રીસ્પૉન્સ’-નો મહિમા થવા લાગ્યો. વળી, ‘લેખકનું મૃત્યુ’ નામનો વિચાર પણ ચગ્યો. (‘સઘન વાચન’, ‘ભાવક-પ્રતિભાવ વિવેચન-સમ્પ્રદાય’ અને ‘લેખકનું મૃત્યુ’ માટે જુઓ, મારાં પુસ્તકો, “નવ્ય વિવેચન પછી -“, “સિદ્ધાન્તે કિમ્?” અને “નિસબતપૂર્વક”).
“ન્યૂ ક્રિટિસિઝમ” (“નવ્ય વિવેચન”) અને “રીડર્સ રીસ્પૉન્સ ક્રિટિસિઝમ” (“ભાવક-પ્રતિભાવ વિવેચનસમ્પ્રદાય”) જેવી વૈચારિક ભૂમિકાઓ દરમ્યાન, એક તરફ, ‘સઘન વાચન’-નો આગ્રહ ઊપસ્યો, પણ જાણે કે એની વિરુદ્ધ, બીજી તરફ, ‘રીડર્સ રીસ્પૉન્સ’-નો મહિમા થવા લાગ્યો. વળી, ‘લેખકનું મૃત્યુ’ નામનો વિચાર પણ ચગ્યો. (‘સઘન વાચન’, ‘ભાવક-પ્રતિભાવ વિવેચન-સમ્પ્રદાય’ અને ‘લેખકનું મૃત્યુ’ માટે જુઓ, મારાં પુસ્તકો, “નવ્ય વિવેચન પછી -“, “સિદ્ધાન્તે કિમ્?” અને “નિસબતપૂર્વક”). તમે અન્ય વાચકનો (Other Reader) સમ્પર્ક સાધવા માગો છો, એ લુદ્મિલા જ છે, પણ કૉલ કરો છો તો એની બહેન લોતારિયા નીકળે છે ! લોતારિયા કહે છે, લુદ્મિલા તો સદા વાચનરત હોય છે. એ તમને આજકાલ તમે જે પુસ્તક વાંચી રહ્યા છો એ અંગે ઘણા બધા સવાલો કરે છે, પણ તમે જવાબો નથી આપી શકતા, એટલા માટે કે તમને પાકી ખબર જ નથી કે ખરેખર તમારી પાસે કયું પુસ્તક છે.
તમે અન્ય વાચકનો (Other Reader) સમ્પર્ક સાધવા માગો છો, એ લુદ્મિલા જ છે, પણ કૉલ કરો છો તો એની બહેન લોતારિયા નીકળે છે ! લોતારિયા કહે છે, લુદ્મિલા તો સદા વાચનરત હોય છે. એ તમને આજકાલ તમે જે પુસ્તક વાંચી રહ્યા છો એ અંગે ઘણા બધા સવાલો કરે છે, પણ તમે જવાબો નથી આપી શકતા, એટલા માટે કે તમને પાકી ખબર જ નથી કે ખરેખર તમારી પાસે કયું પુસ્તક છે. ‘તમે’ (You) ઉઝ્ઝી-તુઝ્ઝીને મોટેથી વાંચતો સાંભળી રહ્યા છો. એને એમ લાગે છે કે પોતે મોટેથી વાંચે છે એટલે પાના પર છપાયેલા શબ્દોનો જુદો જ સ્વાદ આવે છે. ઉઝ્ઝી-તુઝ્ઝી જેમ જેમ વાંચતો જાય છે તેમ તેમ પુસ્તકની ભાષા વિશે વધુ ને વધુ મુખર થતો જાય છે, પણ પાછો વચ્ચે વચ્ચે કંઈ ને કંઈ સમજાવવા માંડે છે. તમે કથામાં ખોવાઇ ગયા છો એટલે રૂમમાં બેઠેલી લુદ્મિલા તરફ તમારું ધ્યાન જાય છે ત્યારે તમને થાય છે કે એ ત્યાં ક્યારની ય બેઠી હશે.
‘તમે’ (You) ઉઝ્ઝી-તુઝ્ઝીને મોટેથી વાંચતો સાંભળી રહ્યા છો. એને એમ લાગે છે કે પોતે મોટેથી વાંચે છે એટલે પાના પર છપાયેલા શબ્દોનો જુદો જ સ્વાદ આવે છે. ઉઝ્ઝી-તુઝ્ઝી જેમ જેમ વાંચતો જાય છે તેમ તેમ પુસ્તકની ભાષા વિશે વધુ ને વધુ મુખર થતો જાય છે, પણ પાછો વચ્ચે વચ્ચે કંઈ ને કંઈ સમજાવવા માંડે છે. તમે કથામાં ખોવાઇ ગયા છો એટલે રૂમમાં બેઠેલી લુદ્મિલા તરફ તમારું ધ્યાન જાય છે ત્યારે તમને થાય છે કે એ ત્યાં ક્યારની ય બેઠી હશે. ઉઝ્ઝી-તુઝ્ઝી અને લુદ્મિલા વાચન વિશેની પોતપોતાની ફિલસૂફીઓ ચર્ચી રહ્યાં છે, પણ તમને (you) કશું જ સમજાતું નથી. લુદ્મિલા કહે છે કે નવલકથાના વાચનમાં પોતે અરધે તો પ્હૉંચી છે, એટલે કોઈપણ હિસાબે પૂરી કરીને રહેશે. બરાબર એ જ વખતે લોતારિયા ટપકી પડે છે, કહે છે, પોતાની પાસે એક નવલકથા છે, નારીવાદી પરિસંવાદમાં ભણેલી. એને થાય છે, લુદ્મિલા શોધતી’તી એવી જ છે એ નવલ.
ઉઝ્ઝી-તુઝ્ઝી અને લુદ્મિલા વાચન વિશેની પોતપોતાની ફિલસૂફીઓ ચર્ચી રહ્યાં છે, પણ તમને (you) કશું જ સમજાતું નથી. લુદ્મિલા કહે છે કે નવલકથાના વાચનમાં પોતે અરધે તો પ્હૉંચી છે, એટલે કોઈપણ હિસાબે પૂરી કરીને રહેશે. બરાબર એ જ વખતે લોતારિયા ટપકી પડે છે, કહે છે, પોતાની પાસે એક નવલકથા છે, નારીવાદી પરિસંવાદમાં ભણેલી. એને થાય છે, લુદ્મિલા શોધતી’તી એવી જ છે એ નવલ. એક નાનકડું પુસ્તક, “Six Memos for the Next Millenium”. ૧૯૮૫-માં કાલ્વિનોએ હાર્વર્ડમાં વ્યાખ્યાનો આપેલાં. દુ:ખદ વાત એ છે કે એ વર્ષના સપ્ટેમ્બરમાં કાલ્વિનોને હૉસ્પિટલમાં દાખલ કરવા પડેલા, અને ત્યાં એમનું સેરેબલ હૅમરેજને કારણે અવસાન થયેલું. વ્યાખ્યાન-નૉંધો ઇટાલિયનમાં હતી અને ૧૯૮૮-માં અંગ્રેજીમાં ‘સિક્સ મૅમોઝ …’ રૂપે પ્રકાશિત થયેલી.
એક નાનકડું પુસ્તક, “Six Memos for the Next Millenium”. ૧૯૮૫-માં કાલ્વિનોએ હાર્વર્ડમાં વ્યાખ્યાનો આપેલાં. દુ:ખદ વાત એ છે કે એ વર્ષના સપ્ટેમ્બરમાં કાલ્વિનોને હૉસ્પિટલમાં દાખલ કરવા પડેલા, અને ત્યાં એમનું સેરેબલ હૅમરેજને કારણે અવસાન થયેલું. વ્યાખ્યાન-નૉંધો ઇટાલિયનમાં હતી અને ૧૯૮૮-માં અંગ્રેજીમાં ‘સિક્સ મૅમોઝ …’ રૂપે પ્રકાશિત થયેલી. મને યાદ આવે છે કાલ્વિનોનું બીજું પુસ્તક, Marcovaldo, નાના કદની ૨૦ વાર્તાઓનો સંગ્રહ. એની વાત હવે પછી.
મને યાદ આવે છે કાલ્વિનોનું બીજું પુસ્તક, Marcovaldo, નાના કદની ૨૦ વાર્તાઓનો સંગ્રહ. એની વાત હવે પછી. માર્કોવાલ્ડો મુખ્ય પાત્ર છે ને લગભગ બધી વાર્તાઓમાં આવે છે. એ કશી આવડત વિનાનો ગરીબ શ્રમજીવી છે. એ સ્વપ્નસેવી છે અને શહેરી જીવન જીવવાની મથામણમાં છે, જો કે પ્રકૃતિપ્રેમી છે. પ્રકૃતિ અને નગરસભ્યતાના દ્વિવિધ વાતાવરણમાં ફસાયો છે, અને એને થાય છે કે છેવટે પોતે નગરમાં ખોવાઈ ગયો છે.
માર્કોવાલ્ડો મુખ્ય પાત્ર છે ને લગભગ બધી વાર્તાઓમાં આવે છે. એ કશી આવડત વિનાનો ગરીબ શ્રમજીવી છે. એ સ્વપ્નસેવી છે અને શહેરી જીવન જીવવાની મથામણમાં છે, જો કે પ્રકૃતિપ્રેમી છે. પ્રકૃતિ અને નગરસભ્યતાના દ્વિવિધ વાતાવરણમાં ફસાયો છે, અને એને થાય છે કે છેવટે પોતે નગરમાં ખોવાઈ ગયો છે. તમે વાચન ચાલુ રાખવા માગો છો, પણ પુસ્તકનાં ફોટોકૉપિ કરેલાં પાનાં અહીં પૂરાં થાય છે. તમે કેવદગ્નાને બોલાવીને પૂછો છો કે “Looks down in the gathering shadow”-નો શેષ ભાગ ક્યાં છે, પણ એને એની ખબર નથી હોતી. જો કે, એ તમને જણાવે છે કે એર્મિસ મારન-નો શેષ ભાગ પોતે આર્કાઇવ્સમાંથી મેળવીને મોકલી આપશે. મારન સાઉથ અમેરિકાના કોઈ દૂરના ગામમાં રહીને લેખનકાર્ય કરતો હોય છે. ત્યાંથી એણે કેવદગ્નાને પ્રકાશન-વિષયક જાતભાતની બાબતો લખી મોકલેલી. એક એ કે – આઇરિશ લેખક સિલાસ ફ્લૅનરીકૃત “In a network of lines that enlace” નવલકથાનું તમારે પ્રકાશન કરવું, ઉમેરેલું કે નવલકથા ઘણી આશાસ્પદ છે.
તમે વાચન ચાલુ રાખવા માગો છો, પણ પુસ્તકનાં ફોટોકૉપિ કરેલાં પાનાં અહીં પૂરાં થાય છે. તમે કેવદગ્નાને બોલાવીને પૂછો છો કે “Looks down in the gathering shadow”-નો શેષ ભાગ ક્યાં છે, પણ એને એની ખબર નથી હોતી. જો કે, એ તમને જણાવે છે કે એર્મિસ મારન-નો શેષ ભાગ પોતે આર્કાઇવ્સમાંથી મેળવીને મોકલી આપશે. મારન સાઉથ અમેરિકાના કોઈ દૂરના ગામમાં રહીને લેખનકાર્ય કરતો હોય છે. ત્યાંથી એણે કેવદગ્નાને પ્રકાશન-વિષયક જાતભાતની બાબતો લખી મોકલેલી. એક એ કે – આઇરિશ લેખક સિલાસ ફ્લૅનરીકૃત “In a network of lines that enlace” નવલકથાનું તમારે પ્રકાશન કરવું, ઉમેરેલું કે નવલકથા ઘણી આશાસ્પદ છે.