ત્રણ દિવસ પછી જવાહરલાલને ગયે 59 વરસ પૂરાં થશે. એમની સ્મૃતિના ષષ્ઠિપૂર્તિ વર્ષમાં આપણે પ્રવેશતાં હોઈશું ત્યારે પ્રજાકીય છેડે કેવુંક હશે એમનું ચિત્ર?
 સુંદર વનરા છે, પણ એમાં ખોવાઈ શેં જવાય? કેટકેટલાં વચનો નભાવવાનાં છે અને માઈલોના માઈલો કાપવાના છે : 27મી મેના રોજ 1964માં વડા પ્રધાન નેહરુએ અંતિમ શ્વાસ લીધા ત્યારે કવિ રોબર્ટ ફ્રોસ્ટની આ મતલબની પંક્તિઓ તેમના મેજ પર વંચાતી હતી. ત્રણ દિવસ પછી જવાહરલાલને ગયે 59 વરસ પૂરાં થશે અને એમની સ્મૃતિના ષષ્ઠિપૂર્તિ વર્ષમાં આપણે પ્રવેશતાં હોઈશું ત્યારે પ્રજાકીય છેડે કેવુંક હશે એમનું ચિત્ર? આમ તો, વોટ્સએપ યુનિવર્સિટીના વિક્રમી બાળુડાંઓએ બચાડાંએ ખાસ પૂછવા કે નાવાનીચોવા જેવું નયે રાખ્યું હોય. પણ જેમ એક વૈકલ્પિક વિમર્શ કસરત ચાલે છે તેમ આ લખનાર જેવા ક્યારેક નેહરુના ટીકાકાર રહેલાને પક્ષે પણ પુનર્વિચાર શી કશ્મકશ ક્યાં નથી?

એક દાખલો આપું. 1937ની પ્રાંતિક સ્વરાજ સરકાર વખતથી ગાંધીજી સાદા મંત્રીનિવાસ, માફકસર (મહિને પાંચસો રૂપિયા આસપાસ) પગાર અને સહિયારી પરિવહનસેવાના હિમાયતી હતા. સ્વરાજ આવ્યું ને સૌ મોટા મોટા નિવાસોમાં રહેવા જવા લાગ્યા. ગાંધીજી અલબત્ત હરિજન કોલોનીમાં આગ્રહપૂર્વક રહેતા હતા, જેમ ઢેબરભાઈ પણ (પછીથી કાઁગ્રેસ પ્રમુખ થયા ત્યારે) સંકલ્પપૂર્વક રહેતા હતા. નવ નવ વરસના જેલવાસના તપસી જવાહર જો કે આગ્રહપૂર્વક અંગ્રેજ સેનાપતિએ ખાલી કરેલા મહેલનુમા બંગલામાં રહેવા ગયા. (એક વાર જયપ્રકાશે ‘ભાઈ જવાહરલાલ’ને લખ્યું’તું પણ ખરું કે તમે 1927ના અરસામાં સોવિયત રશિયા ગયા ત્યારે લેનિનનું સત્તાવાર નિવાસસ્થાન કેટલું નાનું હતું એ કેટલા ભાવપૂર્વક યાદ કરતા હતા …)
ત્યારે અલબત્ત જે ટીકા કરવાનું બન્યું હશે તે બન્યું હશે, પણ હમણાં એક પાકિસ્તાની પર્યવેક્ષકે કમાલ નુક્તેચીની કરી છે : ભારતના વડા પ્રધાન તરીકે નેહરુ ધરાર ગોરા વડા સેનાપતિના નિવાસમાં રહેવા ગયા અને ચોખ્ખો સંકેત બેબાક ને બિનધાસ્ત આપી દીધો કે ભઈલા આ લોકશાહી મુલક છે ને ચુંટાયેલી સરકારની અહીં સરસાઈ હોવાની, હોવાની ને હોવાની છે.
જો કે આ તો એક આકર્ષતો છતાં કંઈક અછડતો ઉલ્લેખ થયો. પણ ખાસ ચાલતી ચર્ચા (ઘણુંખરું અલબત્ત ચકચાર) તો એ છે કે આ માણસને અને દેશના ઇતિહાસ ને સંસ્કૃતિને શું. ઉત્તર પ્રદેશમાં ને અન્યત્ર વિધાનસભાની ચૂંટણી વખતે (કાઁગ્રેસને જનોઈતિલકધારી રાહુલ મુદ્રા સૂઝી હતી એ ગાળામાં) યોગી આદિત્યનાથની એક ચહેતી પ્રચારવાનગી હતી કે જેના વડીલને પોતાનું હિંદુ હોવું તે અકસ્માત લાગતું હોય તે વળી શેનો ધરમનો દાખડો કરે છે. ભલા ભાઈ, ચાલુ રાજકારણમાં આવાતેવા પેચપવિત્રા ચાલતા હોય છે. માત્ર, જવાહરલાલે એમને નામે ચાલ્યું છે એમ આત્મકથામાં ક્યાંયે નથી લખ્યું કે ‘શિક્ષણે હું અંગ્રેજ છું, વિચારોમાં આંતરરાષ્ટ્રીયતાવાદી છું, સભ્યતાએ મુસ્લિમ અને જન્મના અકસ્માતે હિંદુ છું.’ હકીકતે મૂળે એન.બી. (નારાયણ ભાસ્કર) ખરેએ એક લેખમાં નેહરુની આત્મકથાનું આ અવતરણ આપ્યું છે. માબાપ વગર તે કેમનું અવતર્યું હશે એ. ખરે જાણે; કેમ કે આત્મકથામાં તે શોધ્યું જડતું નથી.
નેહરુની સ્વાધ્યાયપ્રત સ્વદેશવત્સલતા, એમની ઇતિહાસદૃષ્ટિ, ભારતીય સંસ્કૃતિ વિશેની એમની સમજ, આ બધાંનો હૃદ્ય આલેખ ‘ડિસ્કવરી ઓફ ઈન્ડિયા’ રૂપે આપણી સમક્ષ છે. અહમદનગર જેલમાં, ખાસ કશી સ્ત્રોતસામગ્રી વગર, આચાર્ય કૃપાલાની, વલ્લભભાઈ, મૌલાના આઝાદ, આચાર્ય નરેન્દ્ર દેવ વગેરેની સોબતમાં બાગાયત કરતાં કરતાં પોતાની અદ્દભુત સ્મૃતિ (અને નરેન્દ્ર દેવ ને મૌલાના આઝાદ જેવાની વિશ્વકોશીય જાણકારી) એમને ફળી છે. કૃપાલાની આત્મકથામાં સંભારે છે કે આ અદ્વિતીય ગ્રંથ બહાર આવ્યો ત્યારે સમજાયું કે નેહરુ વારે વારે મૌલાનાના ખંડમાં કેમ ધસી જતા હતા. સાથોસાથ, એક ઋણસ્વીકાર કરી લઉં? આ કોલમનામ પર વારી ગયેલા મિત્રોને કહેવાનું કે વાસ્તવમાં તે નેહરુકૃત ‘ગ્લિમ્પ્સઝ ઓફ વર્લ્ડ હિસ્ટ્રી’ને ગુજરાતીમાં ઉતારતાં વેણીભાઈ બુચે કરેલ પ્રયોગ છે … ‘સૌરાષ્ટ્ર’ના વારામાં આ પુસ્તકને ‘તવારીખની તેજછાયા’ એ શ્રેણીશીર્ષક સાથે નાના નાના ભાગમાં બહાર પડાયું હતું. કાશ નવજીવન ‘ડિસ્કવરી’ અને ‘ગ્લિમ્પ્સિઝ’ને એ ધારીએ કેમ સુલભ ન કરી શકે! રાહ જોઈએ.
જ્યાં સુધી ભારતીય સંસ્કૃતિ માટેની એમની સમજ ને ઉલ્લસિત ઉરનો સવાલ છે, બે ઈંગિત બસ થશે. એક તો, રામકૃષ્ણ પરમહંસ ને સ્વામી વિવેકાનંદ વિશેની એમની પુસ્તિકા.
અને, 21 જૂન 1954ના રોજ (અવસાનના ખાસા દસકા પહેલાં) લખી રાખેલ વસિયતમાં ગંગામૈયા વિશેના આ ઉદ્દગારો :
‘ગંગા ભારતની પોતાની ખાસ નદી છે. અહીંનું લોક એને ચાહે છે અને એની ફરતે કંઈકેટલી સ્મૃતિઓ સંકળાયેલી છે – ભારતની આશાનિરાશા ને ભય, વિજયવાર્તા ને પરાજયની કથા : આ બધાંને ગોદમાં લેતી તે ભારતની સૃજનજૂતી સંસ્કૃતિ ને સભ્યતાનું પ્રતીક છે … સતત પલટાતી, સતત વહેતી ને તોયે સદાસર્વદા એની એ જ ગંગા.’
પંડિત નેહરુને નામે જે નિર્માણ ઇતિહાસજમે છે, એની સાંસ્કૃતિક પિછવાઈનું આ તો એક દર્શન, લગરીક.
e.mail : prakash.nireekshak@gmail.com
પ્રગટ : ‘તવારીખની તેજછાયા’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, ‘કળશ’ પૂર્તિ, “દિવ્ય ભાસ્કર”; 24 મે 2023
 
 દરમ્યાન આપણાં નાણાં પ્રધાન નિર્મલા સીતારામનના પતિ ડૉ. પારાકલા પ્રભાકરે કહ્યું છે કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી સમાજમાં તિરાડો પાડવાની કમાલની આવડત ધરાવે છે, પણ અર્થતંત્ર અને બીજી શાસનની બાબતે એટલી જ આઘાતજનક અણઆવડત ધરાવે છે. ‘ધ ક્રૂક્ડ ટીમ્બર ઑફ ન્યુ ઇન્ડિયા : ઍસેઝ ઓન અ રિપબ્લિક ઇન ક્રાઈસીસ’ નામનાં તાજેતરમાં પ્રકાશિત થયેલાં પુસ્તકમાં આમ કહ્યું છે. તેમણે વડા પ્રધાનની અણઆવડત માટે અંગ્રેજીમાં staggeringly incompetent એવો શબ્દપ્રયોગ કર્યો છે. ડૉ. પારાકલ પ્રભાકર જવાહરલાલ નેહરુ યુનિવર્સિટીના અર્થશાસ્ત્રના સ્નાતક છે અને લંડન સ્કૂલ ઓફ ઇકોનોમિક્સ એન્ડ પોલીટિકલ સાયન્સના પીએચ.ડી. છે. પ્રભાકરે એક વાર તેમનાં પત્ની અને નાણાં પ્રધાન નિર્મલા સીતારામન્ને સલાહ આપી હતી કે ભારતનાં અર્થતંત્રને ઠેકાણે પાડવું હોય અને એવો પ્રમાણિક ઈરાદો હોય તો આપણાં ઘરથી થોડે દૂર રહેતા ડૉ. મનમોહન સિંહને તારે મળવું જોઈએ. સ્વયંઘોષિત વિશ્વગુરુઓને છોડીને આખું જગત તેમની સલાહ લે છે અને આપણા ઘરની તો સાવ નજીક છે, એને મળ.