જે રાષ્ટ્રોનાં અર્થતંત્ર અને રાષ્ટ્રીય બજેટનો આધાર ઓઇલ અને ગેસની નિકાસ પર રહેલો છે તેઓ સંઘર્ષ તરફી રાષ્ટ્રો છે
 રશિયાએ યુક્રેન પર કરેલી ચઢાઈને મહિનો થવા આવ્યો. આ એક પૂરેપૂરો માનવતાવાદી સંઘર્ષ બની ચૂક્યો છે. પરંતુ પુતિનની જીદને કારણે પેટ્રોલ ડિઝલની કિંમત પર અસરો વર્તાવા લાગી છે. ઈંધણની કિંમતો વૈશ્વિક સ્તરે આસમાને પહોંચી રહી છે કારણ કે રશિયન ઓઇલ અને ગેસની વહેંચણી – વેચાણમાં વિક્ષેપ પણ પડ્યા છે. યુ.એસ.એ.ના પ્રમુખ જો બાઇડેને કરેલી જાહેરાત અનુસાર રશિયન ઓઇલની આયાત પર ત્યાં પ્રતિબંધ મુકાયો છે. રશિયા યુક્રેન સંઘર્ષને કારણે વૈશ્વિક સ્તરે ઊર્જાના સંજોગો પર ઘેરી અને માઠી અસર પડી છે. ખાસ કરીને યુરોપને રશિયા ઓઇલ અને ગેસનો પુરવઠો પૂરો પાડે છે, ત્યારે હાલના સંજોગોમાં રશિયા ધારે તો પોતાના ફોસિલ ફ્યુઅલ – અશ્મિગત ઇંઘણનું જ સશસ્ત્રીકરણ કરી શકે તેમ છે, અને આ કારણે આંતરરાષ્ટ્રીય સ્તરે માર્કેટ્સ તાણમાં છે. રશિયા યુક્રેનના સંઘર્ષના ઘેરા પ્રત્યાઘાતો જીઓપોલિટિક્સ – ભૌગોલિક રાજકીય સ્થિતિ પર પડી રહ્યા છે અને તે પ્રભાવ લાંબા સમય સુધી રહેશે.
રશિયાએ યુક્રેન પર કરેલી ચઢાઈને મહિનો થવા આવ્યો. આ એક પૂરેપૂરો માનવતાવાદી સંઘર્ષ બની ચૂક્યો છે. પરંતુ પુતિનની જીદને કારણે પેટ્રોલ ડિઝલની કિંમત પર અસરો વર્તાવા લાગી છે. ઈંધણની કિંમતો વૈશ્વિક સ્તરે આસમાને પહોંચી રહી છે કારણ કે રશિયન ઓઇલ અને ગેસની વહેંચણી – વેચાણમાં વિક્ષેપ પણ પડ્યા છે. યુ.એસ.એ.ના પ્રમુખ જો બાઇડેને કરેલી જાહેરાત અનુસાર રશિયન ઓઇલની આયાત પર ત્યાં પ્રતિબંધ મુકાયો છે. રશિયા યુક્રેન સંઘર્ષને કારણે વૈશ્વિક સ્તરે ઊર્જાના સંજોગો પર ઘેરી અને માઠી અસર પડી છે. ખાસ કરીને યુરોપને રશિયા ઓઇલ અને ગેસનો પુરવઠો પૂરો પાડે છે, ત્યારે હાલના સંજોગોમાં રશિયા ધારે તો પોતાના ફોસિલ ફ્યુઅલ – અશ્મિગત ઇંઘણનું જ સશસ્ત્રીકરણ કરી શકે તેમ છે, અને આ કારણે આંતરરાષ્ટ્રીય સ્તરે માર્કેટ્સ તાણમાં છે. રશિયા યુક્રેનના સંઘર્ષના ઘેરા પ્રત્યાઘાતો જીઓપોલિટિક્સ – ભૌગોલિક રાજકીય સ્થિતિ પર પડી રહ્યા છે અને તે પ્રભાવ લાંબા સમય સુધી રહેશે.
યુક્રેનિયન હાયડ્રોમિટિરિયોલોજિકલ ઇન્સ્ટિટ્યૂટના એક વૈજ્ઞાનિકે વિધાન કર્યું હતું કે પુતિને છેડેલા જંગનું કારણ અશ્મિગત ઇંઘણ જ છે. પહેલીવારમાં અજુગતું લાગે પણ ઊંડો અભ્યાસ કરનારાઓના મતે અશ્મિગત ઇંધણ પર આધાર રાખનારા રાષ્ટ્રોની ઉગ્રતાનું કારણ હોય છે ઇંધણ પર તેમના કાબૂને કારણે આવેલો આત્મવિશ્વાસ. ઓઇલને કારણે આવેલા પૈસાને કારણે પુતિન કોઇ પણ પ્રકારના સ્થાનિક રાજકીય બંધનોને ફગાવી દઇને સૈન્યને મજબૂત બનાવી, લાવ લશ્કર સજ્જ કરીને વિદેશ નીતિને નેવે મૂકીને મન ફાવે એ સાહસ કરી શકે છે. પેટ્રો-એગ્રેશન નામના એક પુસ્તકમાં કરેલા સંશોધન અનુસાર જે પણ રાષ્ટ્રોના અર્થતંત્ર અને રાષ્ટ્રીય બજેટનો આધાર ઓઇલ અને ગેસની નિકાસ પર રહેલો છે તેઓ સંઘર્ષ તરફી રાષ્ટ્રો છે.
પુતિનના આ ખેલમાં યુરોપિયન યુનિયને નવી એનર્જી પૉલિસી જાહેર કરી છે જેમાં તેઓ રશિયન નેચરલ ગેસ પરની આધીનતા ઘટાડીને અશ્મિગત ઇંધણનો બને એટલો ઓછો ઉપયોગ થાય તે દિશામાં કામ કરવા માગે છે. યુ.એસ.એ.માં રશિયન ગેસ અને ઓઇલની આયાત બંધ કરી દેવાઇ છે. બી.પી., શેલ અને એક્સોનમોબિલ જેવા ઓઇલ મેજર્સે રશિયામાંથી બહાર નીકળી જવાનું પસંદ કર્યું છે. આ બધું હોવા છતાં ય પુતિન એશિયાઇ દેશોમાં તો ઓઇલનો વ્યાપાર કરી જ શકશે પણ ત્યાં કિંમતોમાં મોટુંમસ ડિસ્કાઉન્ટ આપવું પડશે. ઓર્ગેનાઇઝેશન ઑફ ધી પેટ્રોલિયમ એક્સપોર્ટિંગ કન્ટ્રીઝ(OPEC)ના ૧૩ સભ્યો છે. વૈશ્વિક સ્તરે ઉત્પાદિત થતા ૫૫ ટકા ઓઇલ પ્રોડ્યુસની લે-વેચનો કાબૂ OPEC પાસે છે, તેનો હેતુ હોય છે વૈશ્વિક ઓઇલ માર્કેટને સ્થિર રાખવું. OPECને ઓઇલ કાર્ટેલમાં ખપાવનારા પણ છે અને તેનો મોટાભાગનો કાબૂ સાઉદી અરેબિયા પાસે છે તેમ મનાય છે. કેનેડા, યુ.એસ.એ. અને રશિયા OPECના સભ્ય નથી પણ છતાં ય વૈશ્વિક સ્તરે ઇંધણના માર્કેટમાં તેમનું સ્થાન મહત્ત્વનું છે. હવે અહીં જીઓપૉલિટીકલ ખેલ શરૂ થાય છે. OPECના કેટલાક સભ્યો સાથે યુ.એસ.એ.ને રાજકીય તાણ છે એટલે તેમને તેમાં જોડાવામાં રસ નથી, વળી ઊર્જાને મામલે સ્વતંત્ર રહેવાની ચાહમાં યુ.એસ.એ. મહદંશે સફળ રહ્યું છે. તેને OPECની પડી નથી.
રશિયાને OPECમાં નથી જોડાવું કારણ કે તે પોતાના આંતરરાષ્ટ્રીય હિતોને અગ્રિમતા આપવા માગે છે અને OPECના સભ્ય થયા પછી તેના નિયમો અને ધારા ધોરણોને પાળવાનું રશિયાને માફક નહીં આવે. OPECના સભ્ય ન હોવા છતાં પણ યુ.એસ.એ. અને રશિયાનું આ તાણાવાણામાં અગત્યનું સ્થાન છે. OPEC+ નું મહત્ત્વ છે કારણ કે તે આંતરરાષ્ટ્રીય સ્તરે ઓઇલની કિંમતોને સ્થિર રાખવાનું કામ કરે છે અને OPECનું સિંહાસન વૈશ્વિક સ્તરે હચમચી ન જાય તેને માટે પણ OPEC+ કામ કરે છે. આ કારણોસર સાઉદી અરેબિયા અને રશિયાનું સંધાન થયું કારણ કે OPECની નીતિ સાઉદી અરેબિયાએ તૈયાર કરી છે અને રશિયામાં વિશ્વનું સૌથી વધુ ઓઇલ ઉત્પન્ન થાય છે. આમ બન્ને રાષ્ટ્રો મળીને OPEC+ મારફતે પોતાને લાભ થાય એ રીતે ઓઇલની કિંમતોને રમાડ્યા કરે છે. સાઉદી અરેબિયા અને રશિયા ઓઇલની કિંમતો નક્કી કરવા એક થઇ શકે છે પણ યુ.એસ.એ. સાથે બંન્નેના સમીકરણો જુદા હોવાને કારણે રાજકીય વિભાજન પણ થવાનું. વોશિંગ્ટન, મોસ્કો અને રિયાદ વચ્ચેના સ્પર્ધાત્મક સંબધોએ OPEC+ની કામગીરી અશક્ય બનાવી છે. યુ.એસ.એ. એક બહુ વગદાર ખેલાડી છે અને ધારે તો ઓઇલની કિંમતોને લઇને થતી ચડભડ, સંઘર્ષ, યુદ્ધને તે અટકાવી શકે છે. ટ્રમ્પ જ્યારે યુ.એસ.એ.ના પ્રેસિડન્ટ હતા ત્યારે તેમણે તો ઓઇલની કિંમતોને લઇને થતા સંઘર્ષને ગ્રાહકો માટે ફાયદાકારક ગણાવેલો પણ ટ્રમ્પની બુદ્ધિમત્તા વિષે કંઇ બહુ ચર્ચા કરવા જેવી નથી. રાજકીય મહત્ત્વાકાંક્ષાને કારણે આખરે ટ્રમ્પ સરકારે સાઉદી અરેબિયા અને રશિયાને એકમત કરીને કિંમતો પર કાબૂ કરાવવો પડેલો.
યુ.એસ.એ.ને પોતાના ઓઇલ ઉદ્યોગની રક્ષા કરવામાં રસ છે. આ તરફ રશિયાએ વિદેશ નીતિને મામલે ઉગ્રતા દાખવી છે તેનો સીધો સંબંધ ઓઇલથી મળેલા ધન સાથે છે. ૧૯૭૯માં સોવિયેત યુનિયને અફઘાનિસ્તાન પર ચઢાઇ કરી, ત્યારે ઓઇલની કિંમતો આસમાને હતી કારણ કે ઇરાન-ઇરાક સંઘર્ષ ચાલતો હતો. ૨૦૦૮માં વૈશ્વિક સ્તરે ઓઇલની કિંમતો સૌથી વધારે હતી કારણ કે પુતિનના રશિયાએ જ્યોર્જિયા પર હુમલો કરેલો જે મૂળે યુક્રેન પરના હુલમાની એંધાણી હતી. આ હુમલાઓ પહેલાનાં સોવિયેટ સ્ટેટ પર કાબૂ મેળવવા કરાયેલા હતા. ૨૦૧૪માં રશિયાએ ક્રિમિયાને સાટામાં લીધું તે પણ એવા સમયે જ્યારે તેલની કિંમતોમાં બહુ હલચલ હોવા છતાં ય વૈશ્વિક મંદીમાંથી બેઠા થવાની કોશિશને કારણે કિંમતો ઉપર જ હતી. રશિયાની વિસ્તરણની વિદેશ નીતિ બહુ ગણતરી પૂર્વકની છે કારણ કે પોતે પેટ્રોસ્ટેટ છે તે આ નીતિનો પાયો બને છે. આખી દુનિયામાં એ દરેક રાષ્ટ્રના પ્રમુખને મહત્ત્વ મળે છે જેની પાસે ઓઇલ અને ગેસનો પુરવઠો છે.
યુ.એસ.એ.એ રશિયન ઓઇલ પર મૂકેલો પ્રતિબંધ એનર્જી માર્કેટમાં મોટી હલચલ લાવશે. રશિયા-યુક્રેન સંઘર્ષને કારણે ઓઇલન કિંમતો બેકાબૂ રીતે વધી છે અને આ સંજોગોમાં વૈશ્વિક ફુગાવાનો ડર પણ નકારવા જેવો નથી.
બાય ધી વેઃ
આ આખી રમતમાં સસ્ટેનેબલ એનર્જી, ગ્રીન એનર્જી, ક્લાઇમેટ ચેન્જ જેવા મુદ્દાઓનો પણ મોટો ફાળો છે. જેટલા જલદી રાષ્ટ્રો ગ્રીન એનર્જીની દિશામાં આગળ વધશે, ઓઇલ અને ગેસ પર આધાર રાખનારા રાષ્ટ્રો નબળા પડશે, તેમનું મહત્ત્વ ઘટશે. પરંતુ કમનસીબે, ક્લાઇમેટ ચેન્જની સરકારી નીતિઓને મામલે થતું રાજકારણ પણ પેચીદું છે. આપણે આપણા દેશની જ વાત કરીએ તો આપણી સ્થિતિ કપરી છે કારણ કે આપણને ઊર્જાના મોટા જથ્થાની જરૂર છે. યુદ્ધને કારણે ભારતે પણ તેલની કિંમતોમાં આવતા ફુગાવા, નવા પ્રતિબંધો વગેરેને મામલે રાજકીય સમીકરણો ધ્યાનમાં રાખીને નિર્ણયો લેવા પડે તેમ છે. આપણે રશિયા પાસેથી ઓઇલ લીધું તે યુ.એસ.એ.ને કઠ્યું છે. ઉદ્યોગકારોને મોટાભા બનાવવામાં આપણે ત્યાં પર્યાવરણનું નિકંદન તો નીકળી જ રહ્યું છે એમાં વૈશ્વિક સ્તરનું પેટ્રોલિયમ પૉલિટીક્સ આપણને કેટલી ઝાળ લગાડશે તે જોવું રહ્યું.
પ્રગટ : ‘બહુશ્રૃત’ નામક લેખિકાની સાપ્તાહિક કટાર, ’રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 27 માર્ચ 2022
 




 ખૂબ જાણીતા મનોચિકિત્સક સિગમંડ ફ્રોઇડ પણ યુદ્ધવિરોધી હતા અને તેમણે આ વિશે આલ્બર્ટ આઇનસ્ટાઇનને એક પત્ર લખ્યો છે, જે જાણીતો છે; જેમાં યુદ્ધ શા માટે? તેવો પ્રશ્ન ઊભો કરીને તેની ભયાનકતા તેમાં આલેખી હતી. આ પત્ર ‘વિશ્વમાનવ’ સામયિકમાં, 1959ના નવેમ્બરના અંકમાં, પ્રકાશિત થયો છે. તેમાં સિગમંડ ફ્રોઈડ આઇનસ્ટાઇનને લખે છે : “આજની દુનિયામાં ન્યાય એ પશુબળના પાયા પર ઊભેલો છે, ને હિંસા દ્વારા જ નિભાવાઈ રહ્યો છે, એ સત્ય જો ભૂલી જઈશું તો આપણે આપણા તર્કમાં એક પગથિયું ચૂકી ગયા એમ ગણાશે.” સિગમંડ ફ્રોઇડે યુદ્ધનો પ્રશ્ન રાજકીય ગણાવ્યો છે, પણ તેમણે આ પત્રમાં માનવજાતના ચાહક તરીકે આઇનસ્ટાઇનને જવાબ આપ્યો છે. તેઓ લખે છે : “પ્રત્યેક માણસને યુદ્ધની મહામારીનો ચેપ આટલી સહેલાઈથી શી રીતે લગાડી શકાતો હશે? ને તમને લાગે છે કે, માણસ આવા ચેપનો આટલા જલદી ભોગ થઈ પડે છે, તેનું કારણ એ હોવું જોઈએ કે એનામાં સ્વયંસ્ફૂર્ત એવી ધિક્કાર અને ક્રૂરતાની વૃત્તિ પડેલી હોવી જોઈએ. જે તક મળતાં જ વિફરી ઊઠે છે.” સિગમંડ ફ્રોઇડ મનોચિકિત્સક છે અને તે માણસનું દિમાગ અન્ય કરતાં સારી રીતે પારખે છે તેથી તેઓ એવું સ્વીકારે છે કે “માણસજાતમાં રહેલી આ આક્રમક વૃત્તિઓને આપણે કોઈ રીતે કચડી નાખી શકવાના નથી. માણસની આક્રમક વૃત્તિઓને કચડી નાખવાનો કોઈ સવાલ જ ઊભો થતો નથી. આપણે જો કંઈ કરવા વિચારવાનું હોય તો તે એટલું જ કે, એની એ વૃત્તિઓને યુદ્ધ સિવાયના બીજા માર્ગોએ વાળવી શી રીતે?”
ખૂબ જાણીતા મનોચિકિત્સક સિગમંડ ફ્રોઇડ પણ યુદ્ધવિરોધી હતા અને તેમણે આ વિશે આલ્બર્ટ આઇનસ્ટાઇનને એક પત્ર લખ્યો છે, જે જાણીતો છે; જેમાં યુદ્ધ શા માટે? તેવો પ્રશ્ન ઊભો કરીને તેની ભયાનકતા તેમાં આલેખી હતી. આ પત્ર ‘વિશ્વમાનવ’ સામયિકમાં, 1959ના નવેમ્બરના અંકમાં, પ્રકાશિત થયો છે. તેમાં સિગમંડ ફ્રોઈડ આઇનસ્ટાઇનને લખે છે : “આજની દુનિયામાં ન્યાય એ પશુબળના પાયા પર ઊભેલો છે, ને હિંસા દ્વારા જ નિભાવાઈ રહ્યો છે, એ સત્ય જો ભૂલી જઈશું તો આપણે આપણા તર્કમાં એક પગથિયું ચૂકી ગયા એમ ગણાશે.” સિગમંડ ફ્રોઇડે યુદ્ધનો પ્રશ્ન રાજકીય ગણાવ્યો છે, પણ તેમણે આ પત્રમાં માનવજાતના ચાહક તરીકે આઇનસ્ટાઇનને જવાબ આપ્યો છે. તેઓ લખે છે : “પ્રત્યેક માણસને યુદ્ધની મહામારીનો ચેપ આટલી સહેલાઈથી શી રીતે લગાડી શકાતો હશે? ને તમને લાગે છે કે, માણસ આવા ચેપનો આટલા જલદી ભોગ થઈ પડે છે, તેનું કારણ એ હોવું જોઈએ કે એનામાં સ્વયંસ્ફૂર્ત એવી ધિક્કાર અને ક્રૂરતાની વૃત્તિ પડેલી હોવી જોઈએ. જે તક મળતાં જ વિફરી ઊઠે છે.” સિગમંડ ફ્રોઇડ મનોચિકિત્સક છે અને તે માણસનું દિમાગ અન્ય કરતાં સારી રીતે પારખે છે તેથી તેઓ એવું સ્વીકારે છે કે “માણસજાતમાં રહેલી આ આક્રમક વૃત્તિઓને આપણે કોઈ રીતે કચડી નાખી શકવાના નથી. માણસની આક્રમક વૃત્તિઓને કચડી નાખવાનો કોઈ સવાલ જ ઊભો થતો નથી. આપણે જો કંઈ કરવા વિચારવાનું હોય તો તે એટલું જ કે, એની એ વૃત્તિઓને યુદ્ધ સિવાયના બીજા માર્ગોએ વાળવી શી રીતે?” તે પછી ફ્રોઇડે તેને લગતા ઉકેલ આપ્યા છે. જેમ કે તેમણે કહ્યું છે કે, “જો આક્રમક ને વિનાશ કરવાની વૃત્તિ માણસને યુદ્ધ તરફ ધકેલી લઈ જતી હોય, તો એની સામા છેડાની વૃત્તિને – અર્થાત્ સર્જનની વૃત્તિને આપણે હાથમાં લેવી જોઈએ.” તે પછી ફ્રોઇડે સત્તાના દુરોપયોગ ન થાય, સ્વતંત્ર વિચાર કરી શકતાં હોય તેવું મોકળું મેદાન મળે તેવી તરફેણ કરી છે. પણ અંતે તેઓ આ સિવાયના કોઈ ઝડપી માર્ગ નથી તેમ કહે છે. જો કે તેમને યુદ્ધની આ વાસ્તવિકતા ખબર હોવા છતાં તેઓ યુદ્ધનો વિરોધ ઉગ્ર રીતે પ્રગટ કરતા હતા. તે વિશે લખતાં તેઓ કહે છે : “આપણા જીવનની બીજી અનેક ઘૃણાજનક વાસ્તવિકતાઓનો આપણે મૂંગા મૂંગા સ્વીકારી લઈએ છીએ, તેમ આનો ય સ્વીકાર કેમ નથી કરી લેતા? એ રીતે જોવા જઈએ તો આ પણ એક કુદરતી વૃત્તિઓનું, જીવશાસ્ત્રના નક્કર પાયા પર ઊભેલી ને લગભગ અનિવાર્ય એવી વૃત્તિઓનું જ પરિણામ છે.”
તે પછી ફ્રોઇડે તેને લગતા ઉકેલ આપ્યા છે. જેમ કે તેમણે કહ્યું છે કે, “જો આક્રમક ને વિનાશ કરવાની વૃત્તિ માણસને યુદ્ધ તરફ ધકેલી લઈ જતી હોય, તો એની સામા છેડાની વૃત્તિને – અર્થાત્ સર્જનની વૃત્તિને આપણે હાથમાં લેવી જોઈએ.” તે પછી ફ્રોઇડે સત્તાના દુરોપયોગ ન થાય, સ્વતંત્ર વિચાર કરી શકતાં હોય તેવું મોકળું મેદાન મળે તેવી તરફેણ કરી છે. પણ અંતે તેઓ આ સિવાયના કોઈ ઝડપી માર્ગ નથી તેમ કહે છે. જો કે તેમને યુદ્ધની આ વાસ્તવિકતા ખબર હોવા છતાં તેઓ યુદ્ધનો વિરોધ ઉગ્ર રીતે પ્રગટ કરતા હતા. તે વિશે લખતાં તેઓ કહે છે : “આપણા જીવનની બીજી અનેક ઘૃણાજનક વાસ્તવિકતાઓનો આપણે મૂંગા મૂંગા સ્વીકારી લઈએ છીએ, તેમ આનો ય સ્વીકાર કેમ નથી કરી લેતા? એ રીતે જોવા જઈએ તો આ પણ એક કુદરતી વૃત્તિઓનું, જીવશાસ્ત્રના નક્કર પાયા પર ઊભેલી ને લગભગ અનિવાર્ય એવી વૃત્તિઓનું જ પરિણામ છે.” એ રીતે જાણીતાં શિક્ષણવિદ્ અને સાહિત્યકાર રસેલ બર્નાન્ડે પણ યુદ્ધવિરોધી જાગૃતિ લાવવા ખાસ્સા પ્રયાસ કર્યા હતા. સાહિત્યમાં નોબલ સન્માન મેળવનારા રસેલે હિટલર સામે જંગ છેડવાનું અનિવાર્ય લાગ્યું હતું. તેમને લાગતું હતું કે હિટલર જેવાને ડામવા ભલે યુદ્ધ કરવું પડે. જો કે તેઓ પૂરું જીવન યુદ્ધવિરોધી રહ્યા. તેઓ હિટલરના, સ્ટાલિનવાદના વિરોધી રહ્યા, જેમાં સામ્રાજ્ય ફેલાવવાનો મુખ્ય ધ્યેય હતો. આ ઉપરાંત તેઓ વિયેતનામ યુદ્ધને લઈને અમેરિકાના વિરોધી પણ રહ્યા. વિશ્વમાંથી અણુશસ્ત્રો નાબૂદ થવા જોઈએ તે માટે તેમણે આંદોલન ચલાવ્યું હતું. 1945ના વર્ષમાં તેમણે ‘ધ બોમ્બ એન્ડ સિવિલાઇઝેન’ નામનો એક લેખ લખ્યો હતો. જેમાં તેમણે પરમાણુ બોમ્બની ઘાતકતા વિશે વિગતે ચર્ચા કરી છે. પરમાણુ બોમ્બમાં વપરાતાં યુરેનિયમ વિશે તેઓ લખે છે : “યુરેનિયમ એકાએક ખૂબ જ કિંમતી પદાર્થ બની ચૂક્યો છે. અને હવે દેશો ઓઇલના બદલામાં યુરેનિયમ વિશે લડતાં પણ દેખાશે. હવે પછીના યુદ્ધમાં જો પરમાણુ બોમ્બ બંને પક્ષો દ્વારા ઉપયોગમાં લેવાશે તો તમામ મોટાં શહેરો નેસ્તનાબૂદ થશે, અને એ રીતે જ તમામ વૈજ્ઞાનિક લેબોરેટરીઝ અને સરકારી કેન્દ્રો પણ ધ્વસ્ત થશે. સમૂહમાં રહેતી પ્રજા વેરવિખેર થશે, અને ફરી પાછાં આપણે પાષાણ યુગમાં પાછા ધકેલાશું, જ્યાં કોઈ પણ એટોમિક બોમ્બ બનાવવાની નિપુણતા નહીં ધરાવતા હોઈએ.” ટૂંકમાં રસેલ પરમાણુ બોમ્બથી શું નુકસાન થઈ શકે છે તેનું ચિત્ર આ લેખમાં બતાવ્યું છે.
એ રીતે જાણીતાં શિક્ષણવિદ્ અને સાહિત્યકાર રસેલ બર્નાન્ડે પણ યુદ્ધવિરોધી જાગૃતિ લાવવા ખાસ્સા પ્રયાસ કર્યા હતા. સાહિત્યમાં નોબલ સન્માન મેળવનારા રસેલે હિટલર સામે જંગ છેડવાનું અનિવાર્ય લાગ્યું હતું. તેમને લાગતું હતું કે હિટલર જેવાને ડામવા ભલે યુદ્ધ કરવું પડે. જો કે તેઓ પૂરું જીવન યુદ્ધવિરોધી રહ્યા. તેઓ હિટલરના, સ્ટાલિનવાદના વિરોધી રહ્યા, જેમાં સામ્રાજ્ય ફેલાવવાનો મુખ્ય ધ્યેય હતો. આ ઉપરાંત તેઓ વિયેતનામ યુદ્ધને લઈને અમેરિકાના વિરોધી પણ રહ્યા. વિશ્વમાંથી અણુશસ્ત્રો નાબૂદ થવા જોઈએ તે માટે તેમણે આંદોલન ચલાવ્યું હતું. 1945ના વર્ષમાં તેમણે ‘ધ બોમ્બ એન્ડ સિવિલાઇઝેન’ નામનો એક લેખ લખ્યો હતો. જેમાં તેમણે પરમાણુ બોમ્બની ઘાતકતા વિશે વિગતે ચર્ચા કરી છે. પરમાણુ બોમ્બમાં વપરાતાં યુરેનિયમ વિશે તેઓ લખે છે : “યુરેનિયમ એકાએક ખૂબ જ કિંમતી પદાર્થ બની ચૂક્યો છે. અને હવે દેશો ઓઇલના બદલામાં યુરેનિયમ વિશે લડતાં પણ દેખાશે. હવે પછીના યુદ્ધમાં જો પરમાણુ બોમ્બ બંને પક્ષો દ્વારા ઉપયોગમાં લેવાશે તો તમામ મોટાં શહેરો નેસ્તનાબૂદ થશે, અને એ રીતે જ તમામ વૈજ્ઞાનિક લેબોરેટરીઝ અને સરકારી કેન્દ્રો પણ ધ્વસ્ત થશે. સમૂહમાં રહેતી પ્રજા વેરવિખેર થશે, અને ફરી પાછાં આપણે પાષાણ યુગમાં પાછા ધકેલાશું, જ્યાં કોઈ પણ એટોમિક બોમ્બ બનાવવાની નિપુણતા નહીં ધરાવતા હોઈએ.” ટૂંકમાં રસેલ પરમાણુ બોમ્બથી શું નુકસાન થઈ શકે છે તેનું ચિત્ર આ લેખમાં બતાવ્યું છે. પ્રથમ વિશ્વયુદ્ધમાં અંગ્રેજ સૈનિક તરીકે હિસ્સો હેન્રી પેચનું એક કોટ અત્યારે વાઇરલ થયું છે. તેઓ કહે છે કે, “યુદ્ધ એ સામૂહિક હત્યા છે, તે સિવાય બીજું કશું નહીં.” આ રીતે યુદ્ધની નિરર્થકતા અનેક સૈનિકોએ પણ અનુભવી છે. 2004માં એક કાર્યક્રમમાં હેન્રી પેચે કહ્યું હતું કે, “યુદ્ધનો અંત આવ્યો ત્યારે મને ખ્યાલ ન આવ્યો કે અમે વિજયી થયા એટલે હું નિરાંતમાં હતો કે પછી હવે મારે પાછું યુદ્ધભૂમિ પર નથી જવું તે કારણે. પાશ્ચેન્ડેલમાં ભીષણ યુદ્ધ થયું હતું. હજારો યુવાનોને મેં મોતને ભેટેલા જોયા. આ બધાથી હું ખૂબ ગુસ્સે થયો. હું ત્યારે જર્મનીના એક સૈનિક સાથે હાથ મીલાવવા ગયો. આ મારી લાગણી છે. અત્યારે તે જર્મન સૈનિક ચાર્લ્સ કુએન્ડઝ 107 વર્ષના છે અને આજે યુદ્ધ વિશે વિચારીએ ત્યારે યુદ્ધનો અર્થ અમે જાણીએ છીએ. મારા માટે, તે એક પરવાનો છે જેનાથી હત્યાઓ કરી શકાય. કેમ મને બ્રિટિશ સરકાર બોલાવીને એવી યુદ્ધભૂમિમાં લડવા માટે મોકલે છે અને એવા વ્યક્તિને મારવાનું કહે છે જેને હું ક્યારે ય મળ્યો નથી, હું તેને જાણતો નથી, હું તેની ભાષા જાણતો નથી. આ બધા જ પોતાનું જીવન હોમી દે છે અને પછી યુદ્ધનો અંત ટેબલ પર આવે છે. અને આ બધાનો મતલબ શું છે?” બેશક એક સૈનિકને યુદ્ધની નિરર્થકતા અલગ કારણસર લાગતી હશે, પણ તે નિરર્થક છે તેટલું ચોક્કસ.
પ્રથમ વિશ્વયુદ્ધમાં અંગ્રેજ સૈનિક તરીકે હિસ્સો હેન્રી પેચનું એક કોટ અત્યારે વાઇરલ થયું છે. તેઓ કહે છે કે, “યુદ્ધ એ સામૂહિક હત્યા છે, તે સિવાય બીજું કશું નહીં.” આ રીતે યુદ્ધની નિરર્થકતા અનેક સૈનિકોએ પણ અનુભવી છે. 2004માં એક કાર્યક્રમમાં હેન્રી પેચે કહ્યું હતું કે, “યુદ્ધનો અંત આવ્યો ત્યારે મને ખ્યાલ ન આવ્યો કે અમે વિજયી થયા એટલે હું નિરાંતમાં હતો કે પછી હવે મારે પાછું યુદ્ધભૂમિ પર નથી જવું તે કારણે. પાશ્ચેન્ડેલમાં ભીષણ યુદ્ધ થયું હતું. હજારો યુવાનોને મેં મોતને ભેટેલા જોયા. આ બધાથી હું ખૂબ ગુસ્સે થયો. હું ત્યારે જર્મનીના એક સૈનિક સાથે હાથ મીલાવવા ગયો. આ મારી લાગણી છે. અત્યારે તે જર્મન સૈનિક ચાર્લ્સ કુએન્ડઝ 107 વર્ષના છે અને આજે યુદ્ધ વિશે વિચારીએ ત્યારે યુદ્ધનો અર્થ અમે જાણીએ છીએ. મારા માટે, તે એક પરવાનો છે જેનાથી હત્યાઓ કરી શકાય. કેમ મને બ્રિટિશ સરકાર બોલાવીને એવી યુદ્ધભૂમિમાં લડવા માટે મોકલે છે અને એવા વ્યક્તિને મારવાનું કહે છે જેને હું ક્યારે ય મળ્યો નથી, હું તેને જાણતો નથી, હું તેની ભાષા જાણતો નથી. આ બધા જ પોતાનું જીવન હોમી દે છે અને પછી યુદ્ધનો અંત ટેબલ પર આવે છે. અને આ બધાનો મતલબ શું છે?” બેશક એક સૈનિકને યુદ્ધની નિરર્થકતા અલગ કારણસર લાગતી હશે, પણ તે નિરર્થક છે તેટલું ચોક્કસ.