સૌંદર્યનું ગાણું મુખે મારે હજો,
જ્યારે પડે ઘા આકરા
જ્યારે વિરૂપ બને સહુ
ને વેદનાની ઝાળમાં
સળગી ઉઠે વન સામટાં,
ત્યારે અગોચર કોઈ ખૂણે,
નીલવર્ણા, ડોલતાં, હસતાં, કૂણાં
તરણાં તણું ગાણું મુખે મારે હજો,
સૌન્દર્યનું ગાણું મુખે મારે હજો.
સ્વપ્નથી ભરપુર આ
મારા મિનારાઓ પરે
જ્યારે પ્રહારો વજ્રના આવી પડે,
નોબતો સંહારની આવી ગડે,
ને ધૂળભેગા કાટમાળો પીંખતી,
ઉપહાસની ડમરી કદી ઉંચી ચડે,
ત્યારે અરે!
પ્રેમે, પ્રફુલ્લિત કો સ્વરે,
આ વિશ્વના માંગલ્યનું ગાણું મુખે મારે હજો,
સૌંદર્યનું ગાણું મુખે મારે હજો.
એક દિ’ જેને, પ્રભુ!
અંકે પ્રથમ અણબોધ ખોલી લોચનો
પામી ગયો જ્યાં હૂંફ હું પહેલી ક્ષણે
ને પ્રેમનાં ધાવણ મહીં
પોષાઈ જીવ્યો છું અહીં
હેતાળ એ ભૂમિ તણે
હૈયે જીવનમાં શીખવજો સર્વસ્વ મારું સીંચતાં
ને કોઈ વેળા આખરે આ લોચનોને મીંચતા
એના પ્રકાશિત પ્રાણનું
એના હુલાસિત ગાનનું
એના હુલાસિત દાનનું ગાણું મુખે મારે હજો!
આવતાં જેવું હતું
જાતાંય એવું રાખજો,
ઉત્સવ તણું ટાણું સુખે ત્યારે હજો,
સૌંદર્યનું ગાણું મુખે મારે હજો.
 


 માણસે તેના પૂરા ઇતિહાસમાં સૌથી મોટી બે કલ્પનાઓ કરી છે; ધર્મ અને પૈસો. બંનેના પાયામાં વિશ્વાસ છે. પૈસાનો જન્મ આપસી વિશ્વાસને નક્કર સ્વરૂપ આપવામાંથી થયો હતો. માણસો એકબીજા સાથે સહકાર અને વિનિમય સાધતા થયા, એટલે વિશ્વાસ કેળવવા માટે પરસ્પર સમજૂતીથી વસ્તુઓનું મૂલ્ય નિશ્ચિત કર્યું. આપણે એ વિશ્વાસના માધ્યમ તરીકે શરૂઆતમાં કોડીઓ વાપરતા હતા અને હવે ક્રિપ્ટો કરન્સી સુધી પહોંચી ગયા છીએ.
માણસે તેના પૂરા ઇતિહાસમાં સૌથી મોટી બે કલ્પનાઓ કરી છે; ધર્મ અને પૈસો. બંનેના પાયામાં વિશ્વાસ છે. પૈસાનો જન્મ આપસી વિશ્વાસને નક્કર સ્વરૂપ આપવામાંથી થયો હતો. માણસો એકબીજા સાથે સહકાર અને વિનિમય સાધતા થયા, એટલે વિશ્વાસ કેળવવા માટે પરસ્પર સમજૂતીથી વસ્તુઓનું મૂલ્ય નિશ્ચિત કર્યું. આપણે એ વિશ્વાસના માધ્યમ તરીકે શરૂઆતમાં કોડીઓ વાપરતા હતા અને હવે ક્રિપ્ટો કરન્સી સુધી પહોંચી ગયા છીએ. કોરોનાને દુનિયાએ ચીનથી આયાત કર્યો. આ વાયરસ કુદરતી નથી ને માનવસર્જિત છે, એ પણ હવે જગજાહેર છે. મહાસત્તા બનવા વિશ્વયુદ્ધ ન છેડતાં ચીને કોરોના(હત્યા)કાંડ કર્યો ને આખી દુનિયાને બાનમાં લીધી. જુદા જુદા દેશોમાં પ્રવાસીઓ કોરોના વાયરસના વાહક બન્યા. એ ઘણું બધું શક્ય છે કે ચીને જ વાયરસના વાહકો ફેલાવ્યા હોય. ચીન તેના ઈરાદાઓમાં સફળ થયું ને વગર યુદ્ધે તે દુનિયાની ઈકોનોમી પર પ્રભાવ પાડી શક્યું, એટલું જ નહીં, ચીન સૌથી વધુ ધનિક દેશ તરીકે ઉપર ઊઠયું છે ને અમેરિકાને તેણે પાછળ છોડ્યું છે. અમેરિકા, ચીનનો સૌથી મોટું ટાર્ગેટ હતું. કોરોનાને મામલે અમેરિકા, રશિયા કે અન્ય દેશોમાંથી કોઈ પણ ચીનની જવાબદારી નક્કી કરી શક્યું નથી કે જવાબદારી નક્કી જ ન કરવી હોય તેમ વર્તી રહ્યા છે તે અકળ છે. વિશ્વ આરોગ્ય સંસ્થા(W.H.O.-હૂ)ની ભૂમિકા આખા કોરોના કાળ દરમિયાન બહુ જ સંદિગ્ધ રહી છે. કેટલીય વાર તેનાં વિધાનો વિરોધાભાસી રહ્યાં છે. ક્યારેક કોરોનાથી જગતને તેણે ડરાવ્યું છે તો ક્યારેક સાદી ચેતવણીથી પણ ચલાવી લીધું છે. એ જાણે લીલાલહેર હોય તેમ બીજી, ત્રીજી, ચોથી લહેર સુધીનાં ભયસ્થાનો દુનિયાને વિશ્વ આરોગ્ય સંસ્થાએ બતાવ્યાં છે. દુનિયાએ એવું પણ અનુભવ્યું છે કે વૈશ્વિક કક્ષાએ કોઈ એવું છે જે ઇચ્છે છે કે કોરોના દુનિયામાંથી જાય જ નહીં ને તે ભયભીત જ રહે. થોડે થોડે અંતરે પ્રગટ થતા વેરિયન્ટ એ વાતની સાક્ષી પૂરે છે. ડેલ્ટાથી દુનિયા ઠરીઠામ થાય ન થાય ત્યાં ઓમિક્રોન વેરિયન્ટની વધામણી દક્ષિણ આફ્રિકાએ ખાધી છે. ડેલ્ટા કેટલો ખતરનાક છે એનું રટણ ચાલ્યું ને હવે ઓમિક્રોનના મણકા ફેરવાઈ રહ્યા છે.
કોરોનાને દુનિયાએ ચીનથી આયાત કર્યો. આ વાયરસ કુદરતી નથી ને માનવસર્જિત છે, એ પણ હવે જગજાહેર છે. મહાસત્તા બનવા વિશ્વયુદ્ધ ન છેડતાં ચીને કોરોના(હત્યા)કાંડ કર્યો ને આખી દુનિયાને બાનમાં લીધી. જુદા જુદા દેશોમાં પ્રવાસીઓ કોરોના વાયરસના વાહક બન્યા. એ ઘણું બધું શક્ય છે કે ચીને જ વાયરસના વાહકો ફેલાવ્યા હોય. ચીન તેના ઈરાદાઓમાં સફળ થયું ને વગર યુદ્ધે તે દુનિયાની ઈકોનોમી પર પ્રભાવ પાડી શક્યું, એટલું જ નહીં, ચીન સૌથી વધુ ધનિક દેશ તરીકે ઉપર ઊઠયું છે ને અમેરિકાને તેણે પાછળ છોડ્યું છે. અમેરિકા, ચીનનો સૌથી મોટું ટાર્ગેટ હતું. કોરોનાને મામલે અમેરિકા, રશિયા કે અન્ય દેશોમાંથી કોઈ પણ ચીનની જવાબદારી નક્કી કરી શક્યું નથી કે જવાબદારી નક્કી જ ન કરવી હોય તેમ વર્તી રહ્યા છે તે અકળ છે. વિશ્વ આરોગ્ય સંસ્થા(W.H.O.-હૂ)ની ભૂમિકા આખા કોરોના કાળ દરમિયાન બહુ જ સંદિગ્ધ રહી છે. કેટલીય વાર તેનાં વિધાનો વિરોધાભાસી રહ્યાં છે. ક્યારેક કોરોનાથી જગતને તેણે ડરાવ્યું છે તો ક્યારેક સાદી ચેતવણીથી પણ ચલાવી લીધું છે. એ જાણે લીલાલહેર હોય તેમ બીજી, ત્રીજી, ચોથી લહેર સુધીનાં ભયસ્થાનો દુનિયાને વિશ્વ આરોગ્ય સંસ્થાએ બતાવ્યાં છે. દુનિયાએ એવું પણ અનુભવ્યું છે કે વૈશ્વિક કક્ષાએ કોઈ એવું છે જે ઇચ્છે છે કે કોરોના દુનિયામાંથી જાય જ નહીં ને તે ભયભીત જ રહે. થોડે થોડે અંતરે પ્રગટ થતા વેરિયન્ટ એ વાતની સાક્ષી પૂરે છે. ડેલ્ટાથી દુનિયા ઠરીઠામ થાય ન થાય ત્યાં ઓમિક્રોન વેરિયન્ટની વધામણી દક્ષિણ આફ્રિકાએ ખાધી છે. ડેલ્ટા કેટલો ખતરનાક છે એનું રટણ ચાલ્યું ને હવે ઓમિક્રોનના મણકા ફેરવાઈ રહ્યા છે.