ત્રીજી ડિસેમ્બરે એ ગયા વળતી સવારે કોઈ છાપાએ હસમુખભાઈને પૂર્વનોકરશાહ (એક્સ-બ્યુરોકેટ) તરીકે તો કોઈ છાપાએ એમને આઈ.પી.સી.એલ. કહેતાં ઇન્ડિયન પેટ્રોકેમિકલ્સ કોર્પોરેશન લિમિટેડના પૂર્વઅધ્યક્ષ તરીકે ઓળખાવ્યા : હસમુખ શાહ જે તે પાયરીએ નહોતા એવું તો નહીં કહી શકીએ. માત્ર, એમને સફળ નોકરશાહો કે જાહેર સાહસના એવા જ યશસ્વી વહીવટકારોથી મૂલ્યાત્મકપણે જુદા તારવી આપતી બાબત એમની સંસ્કારપર્યેષણામાં હતી જે સમાજવિદ્યાઆએમાં – ખાસી કરીને ઇતિહાસમાં તો બીજી બાજુ પર્યાવરણવિજ્ઞાન જેવા એક કાળે મુકાબલે નવા લેખાયેલાં ક્ષેત્રોમાં સાધિકાર પ્રવેશી (અને પ્રવર્તી પણ) શકતી.
હું મને સદ્ભાગી સમજું છું કે દર્શક સાથેના સ્નેહસંબંધ અને કિંચિત્ કર્મબાંધવીને કારણે હસમુખ શાહ, બી.કે. પારેખ, અનિલ શાહ પ્રકારના રૂડા સંપર્કમાં મુકાવાનું બન્યું. (હસમુખભાઈના સંપર્કમાં તો ભારતીબહેન અને રમેશભાઈને કારણે એક વધુ તાંતણો પણ ખરો.)
હમણાં મેં સંસ્કારપર્યેષણાની જિકર કરી. આ સહૃદયતા એમને એક વહીવટકાર તરીકે કેવી રીતે ફળી એનું સરસ દૃષ્ટાંત એમણે આઈ.પી.સી.એલ.ની કામગીરી માટે ૨,૦૦૦ એકર જેટલી જમીન જે ધોરણે સંપાદન કરી એમાં જોવા મળે છે. વિપુલભાઈ (લંડન) અને હીરજીભાઈ (નાઈરોબી) એમણે દર્શકના વિદેશવાસી ચાહકો પાસેથી નિધિ એકત્ર કરી જે વ્યાખ્યાનમાળાનો આરંભ કર્યો એનું પ્રથમ વ્યાખ્યાન અમદાવાદમાં ઑક્ટોબર ૨૦૧૬માં ભીખુ પારેખે આપ્યું હતું. અમારા સૌની ઉત્કટ ઇચ્છા હતી કે ઓપિનિયન પ્રેરિત ને લોકભારતી સંચાલિત આ વ્યાખ્યાનમાળાના પહેલા મણકા સાથે અધ્યક્ષ તરીકે હસમુખ શાહ સંકળાય. આમ પણ દર્શક ઇતિહાસ નિધિ તો એમનું જ સર્જન હતું. સ્વાસ્થ્યવશ એ પહોંચી શક્યા નહીં. એમની પ્રસંગનોંધ જરૂર મળી હતી. પછી એકવાર કંઈક વાત નીકળતાં મેં કહ્યું કે વ્યાખ્યાનની સવારે જ સાહિત્યનું નોબેલ બૉબ ડિલનને મળેલું એટલે વિપુલભાઈના સૂચનથી અમે ડિલનની જ રચના સાથે આરંભ કરેલો. નર્મદ જેને કડખેદ કહે તે ડિલનના ઉલ્લેખે હસમુખભાઈ જરી ઉત્તેજિત થઈ ઊઠ્યા – કહે કે તમે વુડી ગથરી (Woody Guthrie)નું ‘ધીસ લૅન્ડ ઇઝ યૉર લૅન્ડ’ સાંભળ્યું છે? ડિલને ગથરીનો પ્રભાવ સ્વીકાર્યો છે એ જાણતા હશો. પછી એમણે જમીનસંપાદનની કથા ઉકેલી. જી.આઈ.ડી.સી.એ જે જમીનનો ભાવ એકરે પંદર હજાર રૂપિયાનો મૂક્યો હતો તે આઈ.પી.સી.એલે. છપ્પન હજારના ભાવે લીધી, કેમ કે ખેડૂત કે બીજા જમીનમાલિકોને ન્યાય મળવો જોઈએ. એમણે ‘બિઝનેસ સ્ટૅન્ડર્ડ’માં આ વિશે લેખ કર્યો હતો એની ઝેરોક્સ મોકલી આપી ત્યારે ખયાલ આવ્યો કે પોતાની પૂર્વે થયેલ જમીનસંપાદનના અસરગ્રસ્તો છતે વળતરે રસ્તા પર પણ હોઈ શકે છે એનુંયે કંઈક કરવું જોઈએ. એમના પુનર્વસન માટે આઈ.પી.સી.એલે. કરેલા પ્રયાસની તપસીલ એક સહૃદય વહીવટકારનું ચિત્ર ઉપસાવે છે. (યુ.કે.ની એક નોંધપાત્ર સંસ્થાએ આઈ.પી.સી.એલ.ની વિશ્વસ્તરે શ્રેષ્ઠરૂપે આંકણી કરેલી તે સાંભરે છે.)
‘દીઠું મેં’ અને ‘નિરુધેશે’માંથી પસાર થઈએ ત્યારે પણ સંસ્કારિતામંડિત વિશિષ્ટ દૃષ્ટિનો પરિચય થતો રહે છે. રાજકીય ગલિયારીઓમાંના પ્રત્યક્ષ દર્શનનીયે ઝલક મળી રહે છે. જવાહરલાલ ગયા અને કુલદીપ નાયરે જે રીતે મોરારજીભાઈને બદલે શાસ્ત્રીજીનું નામ આગળ આણ્યું એ તો બિલકુલ અંતરંગ માહિતી છે. પરિચય કે સીધી વગ વગર વિદ્યાર્થીને ભણવામાં નિરપેક્ષ સહાયરૂપ થતા મોરારજી દેસાઈનું ચિત્ર પણ હૃદ્ય છે. મોરારજી અને ચરણસિંહ ગયા છે, ઈન્દિરાજી પાછાં વડા પ્રધાન થયાં છે. પૂર્વ વડા પ્રધાન મોરારજી એક અંતરાલ પછી દિલ્હી આવ્યા છે. એમનો ને હસમુખ શાહનો સંબંધ જાણતાં ઈંદિરાજી કહે છે કે તમે મારી સાથે દફતરમાં છો એથી સંકોચ ન કરશો અને એમને જરૂર મળવા જશો. આ પ્રસંગ ઇંદિરાજીને જુદી રીતે ઓળખાવનારો છે.
તાજેતરનાં વર્ષોમાં એમનું બહાર નીકળવાનું ઘટતું ગયું. એકવાર, ઇતિહાસ નિધિની બેઠક માટે વડોદરા જવાનું મારે પક્ષે શક્ય ન બન્યું એટલે રૂબરૂ મળવાની તક ન રહી. પ્રસંગોપાત ફોનથી વાત થઈ એ સિલકમાં ! પરિષદ પ્રમુખ પદે હું ચુંટાઈ આવ્યો ત્યારે એમણે અભિનંદનના ફોન સાથે કોઈક યોજના પરિષદ સંદર્ભે વિચારતા હોવાનો સંકેત આપ્યો હતો. વડોદરા મળીશું એમ વિચારેલું, પણ કોરાનાકાળમાં એ માટે અવકાશ જ ન મળ્યો.
પ્રસંગે ‘ધીસ લૅન્ડ ઇઝ યૉર લૅન્ડ’ સંભારી શકે અને ટાઈનામેન સ્ક્વેરમાંયે પ્રત્યક્ષદર્શી હોઈ શકે એવી શખ્સિયત અલબત્ત દેવદુર્લભ!
E-mail : prakash.nireekshak@gmail.com
સૌજન્ય : “નિરીક્ષક”, 16 ડિસેમ્બર 2021; પૃ. 03
![]()


‘21મું ટિફિન’, રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા ‘હેલ્લારો’ પછીની બીજી કલાત્મક ફિલ્મ છે. કલાત્મક કહીએ એટલે ફિલ્મ અઘરી લાગવા માંડે અને પ્રેક્ષકો ઘટવા માંડે, પણ એવો ભય આ ફિલ્મ માટે રાખવાની જરૂર નથી. આ એકદમ સરળ અને સંવેદન સભર ફિલ્મ છે. તેના દિગ્દર્શક વિજયગિરિ બાવાએ કલાત્મક અને કમર્શિયલ ફિલ્મ વચ્ચેની ભેદ રેખા ભૂંસી નાખી છે. હા, થોડી કાળજીથી ફિલ્મ જુઓ તો આનંદ બેવડાય એ ખરું. જેમ કે, ટાઈટલમાં ‘ટિફિન’નું લેટરિંગ એવું કર્યું છે કે એમાં તમને ટિફિનનો આકાર અનુભવાય. એવું કોઈ પકડે તો તેને વધારે આનંદ થાય. બીજી મજા એ છે કે ફિલ્મની નાયિકા મા, દીકરી, પત્ની, બહેન, મિત્ર વગેરે છે, પણ તેને ફિલ્મમાં નામ જ નથી આપ્યું, તે એટલે કે સ્ત્રીની જે તે ભૂમિકા જ તેનું નામ થઈ જતું હોય છે. એ તો છેલ્લે ફિલ્મનો નાયક ધ્રુવ, જેને માટે ગિફ્ટ લાવ્યો છે, તેનું નામ જાણતો નથી એટલે લખતો નથી ત્યારે પ્રેક્ષકોને પણ ખબર પડે છે કે આ આધેડ મહિલાને નામ જ નથી.
ટિફિનની એવી ટેવ પડી છે કે ઊંઘમાં પણ તેને મિક્સરનો અવાજ સંભળાયા કરે છે. તે અજંપ છે. નાયિકાને તેની બા પણ છે ને તેને તીવ્ર ડાયાબિટીસ અને અલ્ઝાઇમર છે. તેને મધ જેવી સુખડી ખાવી છે, પણ ભારે ડાયાબિટીસને કારણે તેનાં દીકરા-વહુ તેને ગળ્યું ખાવાં દેતાં નથી. નાયક ધ્રુવ ટિફિનની ના આવતાં પોતે નાયિકા સુધી પહોંચે છે ને તેની રસોઈનાં મન મૂકીને વખાણ કરે છે. નાયિકા માટે આ નવું છે. આજ સુધી કોઈએ તેને બે સારા શબ્દ કહ્યા નથી ત્યાં ધ્રુવની પ્રશંસા તેને તેની ઓળખ આપે છે. ઠીંગરાઈ ગયેલી નાયિકાનો જાણે જીર્ણોદ્ધાર થાય છે ! આમ તો તે ચેતનવંતી છે જ. રસોઈમાંથી ઊઠતી વરાળને બે હથેળીમાં ભરી લેવાનું તે માણે છે, પણ કોઈને તેની ખબર પડતી નથી એટલે તેનાં વ્યક્તિત્વ પર ઉદાસીની પરત ચડી ગઈ છે. ધ્રુવની પ્રશંસા એ પરત તોડે છે ને મૂર્તિમાંથી નાયિકા જાણે માનવીય રૂપે પ્રગટ થાય છે. તેને સારા દેખાવાનું ગમવા લાગે છે. ધ્રુવને ગમશે એમ માનીને તે રસોડામાં ઊંચેથી બરણી ઉતારી ટિફિનમાં અથાણું મોકલે છે. ધ્રુવને તે એટલું ભાવે છે કે એટલું જ ખાઈને પેટ ભરી લે છે. કોઈક નિમિત્તે ધ્રુવ ઘરે આવતો જતો રહે છે ને નાયિકા તેને માટે જુદાં જ આકર્ષણે તૈયાર થતી રહે છે. ધ્રુવની સહાનુભૂતિ પણ વધતી રહે છે, ખાસ તો એ પ્રસંગે જ્યારે નાયિકા સુખડી બનાવે છે ને ડાયાબિટીસ વધશે એની ચિંતા વગર બાને ખવડાવી આવે છે ને પછી અપરાધભાવે પીડાય છે. મમ્મીમાં આવેલો મહેક્તો ફેરફાર દીકરી નીતુ નોંધે છે. તેને નથી ગમતું, પણ મમ્મીને એ ખીલતાં રોકી શકતી નથી. તેની સાથે સમસંવેદન પણ અનુભવે છે. નીતુના પપ્પા તેને કહે પણ છે કે તું તારી મમ્મી જેવી જ થતી જાય છે, તો નીતુ કહે છે કે મમ્મી જેવી જ નહીં, મમ્મી જ થઈ ગઈ છું. એટલે જ તો મા દીકરીના વાળ ઓળે છે. દીકરી જાણે મા થઈ ગઈ છે ને મા દીકરી થઈ ઊઠે છે ! નાયિકાને આશા ભોંસલેના ગીતો સાંભળવાનું ગમવા માંડે છે, કારણ ધ્રુવને એ ગમે છે. ઘરમાં એ ચંપાનાં ફૂલો સજાવે છે, કારણ એ ફૂલો પહેલીવાર ધ્રુવ ઘરમાં સજાવી ગયો છે. પણ જે ચંપાની નિયતિ છે તે જ નાયિકાની થાય છે. ચંપામાં રૂપ, રંગ ને ગંધ છે, પણ ભ્રમર તેની પાસે આવતો નથી. ધ્રુવ ઇન્ટર્નશિપ પૂરી થતાં વિદાય લે છે ને નાયિકાને એવો આઘાત લાગે છે કે રોજની જેમ બીજા ટિફિનની જેમ 21મું ટિફિન ભરવા બરણી ઉતારે છે ને દીકરી યાદ અપાવે છે કે હવે 21મું ટિફિન ભરવાનું નથી …
પણ થઈ ગયેલું, પછી લાગ્યું કે એની ફીચર ફિલ્મ થઈ શકે એમ છે ને પછી એ દિશામાં ગતિ થઈ ને તે ફીચર ફિલ્મ તરીકે 10 ડિસેમ્બરે થિયેટરોમાં રજૂ થઈ. નાયિકાની ભૂમિકા નીલમ પંચાલે ભજવી છે ને કહેવું જોઈએ કે ઝીણાં ઝીણાં સંવેદનો, સ્ત્રી સહજ ભાવો ને ભાવોમાં આવતું પરિવર્તન તેણે સુપેરે પ્રગટ કર્યાં છે. નીતુની ભૂમિકા નેત્રીએ કરી છે ને આજના સમયની છોકરીને તેણે આબેહૂબ રજૂ કરી છે. દીકરી તરીકે તે ઝઘડે ય છે ને મમ્મીને ચાહે પણ છે. તો, ધ્રુવ
તરીકે રોનક કામદારે પણ સજીવ અભિનય આપ્યો છે.
આ કાર્યક્રમ મારી દૃષ્ટિએ અનેક રીતે વિશિષ્ટ છે. પહેલી વાત એ કે આપણે માટે પ્રમાણમાં નવીન કહી શકાય એવું માધ્યમ યોજીને એણે એક માયાલોક ઊભો કર્યો છે. માયાલોક એ રીતે કે એમાં જે છે એ નથી અને નથી તે છે; એવી જ રીતે જે નજીક છે, તે દૂર છે અને દૂર છે, તે નજીક છે; એવો આ અજાયબ ખેલ છે. કલાના જગતમાં જેને ‘મેઈક બિલિવ’ કહે છે એવું કંઈક.