ગલીએ ગલીએ ગામે-ગામે અંધાધૂંધી ચાલે છે,
કહો જવું ક્યાં, હર સરનામે અંધાધૂંધી ચાલે છે.
એ માણસને શોધી લાવો, પકડો, એને  કેદ કરો,
શાને   માટે   એની   સામે   અંધાધૂંધી  ચાલે  છે ?
થયા  કરે  છે  એની  સામે ચાલે છે તે ચાલે પણ,
થયા  નથી  એવા  કંઈ  કામે  અંધાધૂંધી ચાલે છે.
વચ્ચે મંદિરમસ્જિદ છે, ગુરુદ્વારા છે ને છે દેવળ,
એ  બાબત  પર   ચારોધામે  અંધાધૂંધી  ચાલે  છે.
એકબીજાની  સામે  જુએ  લોકો  એવી  શંકાથી,
કે  અહીંયાં  કોનાં  પરિણામે  અંધાધૂંધી ચાલે છે ?
સૌજન્ય : “નિરીક્ષક”, 01 નવેમ્બર 2021; પૃ. 16
 
 ભારતીય બંધારણે ધર્મ બાબતે કોઈ બંધન કોઈ પર નાખ્યું નથી, છતાં બળજબરીએ ધર્મ બદલાવવાની અનેક લોહિયાળ ઘટનાઓ ઇતિહાસમાં નોંધાઈ છે. લગ્ન નિમિત્તે પરાણે ધર્મ પરિવર્તનના કિસ્સાઓ સામે આવ્યા છે, એને લીધે તો લવ જેહાદના કાયદા કરવા પડ્યા છે. એમાં પણ લગ્ન સંદર્ભે ધર્મ પરિવર્તનનું દબાણ કન્યા પર જ વધુ આવતું રહ્યું છે. ધર્મ ન બદલવાનું કબૂલ મંજૂર રખાયું હોય તો પણ, લગ્ન પછી ધર્મ બદલવાનું દબાણ પત્ની પર જ વધારે આવે છે ને જો તે મંજૂર ન રખાય તો લગ્ન તૂટવા સુધી કે હિંસા સુધી પણ વાત આવે છે. અન્ય ધર્મીનું વલણ એવું પણ રહ્યું છે કે સામેના પાત્રને પોતાની કોમમાં લાવીને કોમની સંખ્યા વધારવી. આ બધું ધર્મને નામે, આદેશોનાં પાલન માટે થતું હોય છે.