ખાટલાનું ઢાળવું
પગનું હલાવવું
કલવર બની ગયું હતું અવાવરુ.
બુટ્ટીમાં ડોલે સરવરના હંસ,
નથણીને મળતો ચંદ્રનો સંગ,
વાળમાં બારમાસી નદીના કાંપનો રંગ.
ચોટલામાં અઘોરીના મારણનું ખેંચાણ,
ઘેલછામાં ખેંચે રિબનનું ફૂમતું લાલ,
પાંથી લાગે કાળી લાદી પર પડેલી દૂઝણી ગાયના આંચળની ધાર.
હસવું તારું ખેંચાતી ડોલમાંથી કૂવામાં પાણીનું પડવું,
બોલવું તારું ખેતરની નીકમાં ખળખળ કરવું,
ન બોલવું તારું શેઢાના ઘાસનું મંદ-મંદ હલવું.
ખાટલેથી એમ તું થઈ ઊભી,
હવાને પંડથી ઠેલી મૂકી,
થોડી ટાઢક વળી થોડી જેહુ ઊડી.
બુઝારાને અડકી રણકી બંગડી,
ગોળાનું પાણી હિલોળાયું ઘડી,
પાણીને ઘટમાં ગતિ મળી.
કબજાનો એક ટાંકો તૂટેલો,
વાદળનો એમાં ટુકડો ઘૂસેલો,
વરસાદ પણ લાગે રસ્તો ભૂલેલો.
આંગળી ફેરવી પોપચાંની પાસ,
ખિસ્સાના ખૂણા પર દેખાયો શાહીનો ડાઘ,
ખોલી અડધી લખેલી ડાયરી લાલ,
વાંચ્યું વચ્ચેથી અડધું પાન.
અડધામાં દોડધામ, ના અડધામાં કામકાજ,
આખામાં અડધું અડધામાં આખાનો ઠાઠમાઠ,
લંબાતી જાય જીવતરની ચીરફાડ,
ગૂંથાતી જાય સંસારની રીતભાત.
(૧૪ એપ્રિલ, ૨૦૨૧ના રોજ પ્રકાશિત કાવ્યસંગ્રહ ’અણસાર’માંથી)
સૌજન્ય : “નિરીક્ષક”, 16 ઍપ્રિલ 2021; પૃ. 14
 


 ભારતીય સંસ્કૃતિ અને ભારતીય સમાજ વ્યવસ્થામાં કહેવાતા ભગવાન બની જવું સહેલુ છે, પરંતુ હૃદયમાં સામાજિક ન્યાય માટેનો આતશ જલતો રાખીને શોષિતો, વંચિતો, પીડિતો, શ્રમિકો અને ગરીબોની પડખે ઊભા રહેવું એ સૌથી અઘરામાં અઘરી જીવન સાધના છે, સમાજ સાધના છે ..!
ભારતીય સંસ્કૃતિ અને ભારતીય સમાજ વ્યવસ્થામાં કહેવાતા ભગવાન બની જવું સહેલુ છે, પરંતુ હૃદયમાં સામાજિક ન્યાય માટેનો આતશ જલતો રાખીને શોષિતો, વંચિતો, પીડિતો, શ્રમિકો અને ગરીબોની પડખે ઊભા રહેવું એ સૌથી અઘરામાં અઘરી જીવન સાધના છે, સમાજ સાધના છે ..! સમસ્યા જ્યારે વિકટ અને જટિલ હોય અને ઉપાય જ્યારે દૃષ્ટિ, મહેનત અને ધીરજ માગી લેનાર હોય ત્યારે તેનું સરળીકરણ કરવામાં આવે છે. જેમ કે કોઈ શારીરિક વ્યાધિ હોય અને ધોરણસરના વૈદકશાસ્ત્રનો કોઈ ઉપાય કારગર ન નીવડતો હોય ત્યારે બાવાઓ, બાપુઓ, તાંત્રિકો, ઊંટવૈદો વગેરે તેનો લાભ લેતા હોય છે. જો કોઈ પેચીદી આર્થિક મુશ્કેલી હોય ત્યારે પણ ધુતારાઓ તેનો લાભ લેતા હોય છે. બાપુઓના માંડવામાં આળોટવાથી શાંતિ મળે પણ સમસ્યા ન ઉકલે એટલે ઘેર આવે ત્યારે હતા ત્યાંને ત્યાં. આવું ક્યારેક રાષ્ટ્રજીવનમાં પણ બનતું હોય છે અને વૈશ્વીકરણના જમાનામાં વૈશ્વિક સ્તરે પણ બનતું હોય છે, બની રહ્યું છે.
સમસ્યા જ્યારે વિકટ અને જટિલ હોય અને ઉપાય જ્યારે દૃષ્ટિ, મહેનત અને ધીરજ માગી લેનાર હોય ત્યારે તેનું સરળીકરણ કરવામાં આવે છે. જેમ કે કોઈ શારીરિક વ્યાધિ હોય અને ધોરણસરના વૈદકશાસ્ત્રનો કોઈ ઉપાય કારગર ન નીવડતો હોય ત્યારે બાવાઓ, બાપુઓ, તાંત્રિકો, ઊંટવૈદો વગેરે તેનો લાભ લેતા હોય છે. જો કોઈ પેચીદી આર્થિક મુશ્કેલી હોય ત્યારે પણ ધુતારાઓ તેનો લાભ લેતા હોય છે. બાપુઓના માંડવામાં આળોટવાથી શાંતિ મળે પણ સમસ્યા ન ઉકલે એટલે ઘેર આવે ત્યારે હતા ત્યાંને ત્યાં. આવું ક્યારેક રાષ્ટ્રજીવનમાં પણ બનતું હોય છે અને વૈશ્વીકરણના જમાનામાં વૈશ્વિક સ્તરે પણ બનતું હોય છે, બની રહ્યું છે.