આયખાને સીવે કોઈ અક્કલની સોયે, તોયે રુદિયાનો દોર ગાંઠો વાળે.
કાશ્મીરી, પોલો કે સાંકળીના ટાંકે, રેશમી મુલાયમ ભરતકામ આંકે.
ભાઈ, કાપડના તાકાની હજારો જાત
કોઈ હોય કાઠું ને કોઈ રદ્દી સાવ
એને તૂણે કે વણે, સીવે કે ટાંકે,
ચારણી-શાં છિદ્રને રફૂથી ઢાંકે,
આ દોરો જ મનખાના પોતને સજાવે … આયખાને સીવે કોઈ અક્કલની સોયે …
નાજુક સંવેદનાની અણિયાળી ધારે
ખૂણે ખાંચરેથી ખૂબ ખેંચી ચલાવે,
કેટલાયે બખિયા ને કેટલાંયે ઓટણ.
મનડાંના મોરનું ભાતીગળ ગૂંથણ
કોતરી ભીતરની ભાતને નિખારે … આયખાને સીવે કોઈ અક્કલની સોયે …
e.mail : ddhruva1948@yahoo.com
![]()


૧૯૫૦ના મે મહિનામાં કનૈયાલાલ મુનશી અમેરિકાના પ્રવાસે હતા, ત્યારે એક દિવસ તેમને અમેરિકા ખાતેના ભારતીય દુતાવાસમાંથી ફોન આવ્યો કે દિલ્હીથી તેમના માટે તાકીદનો સંદેશ આવ્યો છે માટે તેઓ તેમનો કાર્યક્રમ ટૂંકાવીને ભારતીય એલચી શ્રીમતી વિજયાલક્ષ્મી પંડિતને બને એટલી ત્વરાએ મળે. મુનશી વોશિંગ્ટન ખાતે વિજયાલક્ષ્મી પંડિતને મળ્યા ત્યારે તેમને સંદેશો આપવામાં આવ્યો કે વડા પ્રધાન જવાહરલાલ નેહરુ તેમને કૃષિ અને અન્ન પુરવઠા ખાતાના પ્રધાનની જવાબદારી સોંપવા માગે છે, એટલે તમારે તાત્કાલિક દિલ્હી જવાનું છે. મુનશીએ હરખને કારણે નહીં, પણ થોડા અપજશના અંદેશાથી ડરીને મલકાતા અવાજે કહ્યું કે, ‘મેડમ, આ એવી ખુરશી છે જેમાં બેસનારે પોતાની કબર પોતે જ ખોદવાની છે.’ વિજયાલક્ષ્મી પંડિતે જવાબમાં કહ્યું કે આ નિર્ણય નેહરુ, સરદાર પટેલ અને ડૉ. રાજેન્દ્ર પ્રસાદનો સહિયારો છે અને ત્રણેયને તમારી ક્ષમતા ઉપર ભરોસો છે, અને મને પણ છે.
શા માટે મુનશીએ દેશના કૃષિ અને અન્ન પુરવઠા ખાતાની જવાબદારીને પોતાની કબર પોતે ખોદવા જેવી ગણાવી હતી? એનું પહેલું કારણ એ કે હજુ સાત વરસ પહેલાં બંગાળમાં ભૂખમરા(ગ્રેટ બેંગાલ ફેમીન)ની કારમી ઘટના બની હતી, જેમાં ૨૦થી ૨૫ લાખ માણસોનાં મોત થયાં હતાં. એ છતાં ય ૧૯૪૭માં દેશ આઝાદ થયો ત્યારે ભારત સરકારે પોતાની સાથે અને રાષ્ટ્રની સાથે સંકલ્પ કર્યો હતો કે હવે પછી ભૂખથી લોકોનાં સાગમટાં મોતની ઘટના ભારતમાં નહીં બને. વળી બંગાળનો ભૂખમરો એ ભૂખમરાની કોઈ પહેલી ઘટના નહોતી. ભારતનો ઇસ્ટ ઇન્ડિયા કંપનીએ કબજો લીધો એ પછીથી આઝાદી મળી ત્યાં સુધીનાં ૧૯૦ વરસમાં ભારતમાં કમકમાં આવે એવી સાગમટે ભૂખમરાની ૧૨ મોટી ઘટનાઓ બની હતી, જેમાં પાંચેક કરોડ લોકો મૃત્યુ પામ્યા હતા. આ સિવાય ભૂખમરાની સ્થાનિક નાનીમોટી ઘટનાઓ અલગ.
યુદ્ધની કથા રમ્ય ગણાઈ છે, તો ગાંધીકથા ભવ્ય છે. મહાત્મા ગાંધીજીએ જીવનભર જાતની સામે, નૈતિક અધઃપતનની સામે, જગતના કલ્યાણ માટે, માનવતાને ઉજાગર કરવા માટે જંગ ખેલ્યો. આ એકલપંથ પ્રવાસીની દિનચર્યા, એમનાં વિચારો-કાર્યો, એમનું તપ-સાધના … આ બધાં વિશે વાંચીએ, ત્યારે અભિભૂત થઈ વ્યાપકપણે, આટલી દૂરંદેશિતાથી કોઈ પણ વિષય પર વિચારી શકે ? અખંડ આચરણ કરી શકે? ‘બિહાર પછી દિલ્હી’ ૪૪૦ પાનાંનો દળદાર ગ્રંથ છે; ૨૫-૫-૧૯૪૭થી ૩૧-૭ ૧૯૪૭ સુધીનો-બરાબર બે મહિના અને આઠ દિવસનો ગાંધીજીનો જીવનક્રમ એમાં વણાયો છે! ગાંધીજી જેના ખભાનો ટેકો લઈ ચાલતા તે, માત્ર સત્તર વર્ષની મનુએ આ પુસ્તકના ગાંધીજીના રોજબરોજના નિત્યક્રમની, મુલાકાતીઓ સાથેની વાતચીતની અક્ષરશઃ નોંધ લીધી છે. આઝાદીની પૂર્વસંધ્યાનો આ સમય છે, જ્યારે સીધાં પગલાંની ઝીણાની જાહેરાત પછી હિંદુ-મુસ્લિમ કોમી કત્લેઆમથી દેશ ભડકે બળતો હતો અને આ એકલવીર નોઆખલી અને બિહારમાં ભાઈચારાનો સંદેશ ફેલાવીને પંજાબ જતાં દિલ્હીની આગ હોલવવા રોકાઈ ગયા હતા. રાજકીય આંટીઘૂંટીઓ, ભાગલાના બાબતે નેતાગીરી મૂંઝાયેલી હતી. દેશવાસીઓ ગેરસમજના ઘેરામાં અને નેતાગીરી મહત્ત્વાકાંક્ષાના ગઢમાં ઘેરાયેલાં હતાં. સૌનો સહિયારો કેવળ ગાંધી હતા – એવા ગાંધી, જેમની અવજ્ઞા કરીને ભાગલાનો નિર્ણય લઈ લેવાયો હતો!
આપણે બે બિલાડી અને વાંદરાની વાર્તા બાળપણથી સાંભળીએ છીએ, પણ આજે ય સમજ્યા નથી! ભાગલાને અંતે સર્જનાર ગંભીર પરિસ્થિતિને તેઓ જોઈ શકતા હતા, તેથી માન મૂકીને વારંવાર ઝીણાને મનાવતા-સમજાવતા રહ્યા. એમણે કહ્યું, “તમે ભાગલાની, વસ્તીબદલીની વગેરે વાતો કરો છો, તેમાં કરોડો નિર્દોષો તો માર્યા જવાના, પણ દેશની સંસ્કૃતિ બરબાદ થશે અને અંગ્રેજો તેમ જ દુનિયાની પ્રજા આપણી પર થૂંકશે. એ ન કરવાની વિનવણીની ભિક્ષા માંગવી છે.” (પૃ. ૧૪૩)