વાઇરસ છે, જાત કોને પૂછવી,
નામ જાણ્યું, નાત કોને પૂછવી.
લૉક ડાઉન કેવું લાગે છે તને,
અનુભવેલી વાત, કોને પૂછવી.
આશ રાખી લોક બેઠાં કાલની,
લંબાશે જો રાત, કોને પૂછવી.
હું નથી ખોટો, પછીની વાત છે,
તેં લગાડી છાપ, કોને પૂછવી.
શહેરની સૂની પડી છે હર ગલી,
અણદેખી આફત, કોને પૂછવી.
સૌજન્ય : “નિરીક્ષક” − ડિજિટલ આવૃત્તિ; 27 ઍપ્રિલ 2020
![]()


ભારત સરકારના ઇલેક્ટ્રોનિક્સ અને આઇ.ટી. મંત્રાલય દ્વારા કોરોના વાઇરસના મુકાબલા માટે ૨ એપ્રિલના રોજ આરોગ્ય સેતુ નામે એપ (એપ્લિકેશન) લોન્ચ કરવામાં આવ્યું. અહેવાલો પ્રમાણે, તેના અત્યાર લગીમાં સાડા સાત કરોડથી પણ વધુ ડાઉનલોડ થઈ ચૂક્યા છે.