બે લાગણીના શબ્દો રૂપી રક્તદાનથી,
ગઝલો છે તંદુરસ્ત, તમારા જ માનથી.
મારા ઘરે તમારી શમાની હો રોશની,
એવું કરો આ કામ તમારા મકાનથી.
હોદ્દા, ધનીક, ડિગ્રીઓ લજવાય છે અહીં
ઈન્સાન ઓળખાય છે વર્તનના જ્ઞાનથી.
મુજને હજાર શંકા જગાવે છે મંચ પર,
દુશ્મન મને નિમંત્રી શકે માનપાનથી?
ધરતી ઉપર બગાડ કરો પણ વિચારજો,
ઉતરી શકે છે એની સજા આસમાનથી.
જાગી રહ્યા છે કેમ આ રસ્તા હજી સુધી,
માંગી રહ્યા છે, લોક અહીં કંઈ દુકાનથી.
મુકામ પોસ્ટ રાજપારડી, તાલુકા ઝઘડિયા, જિલ્લો ભરૂચ, ગુજરાત, ભારત
e.mail : siddiq948212@gmail.com
![]()


પરંતુ, આ બધામાં એક પિતાની મનોસ્થિતિ કેવી હોય? મા તો આંસુ સારીને વેદના વ્યક્ત કરે પણ પિતા તો બધા જ દુ:ખ મનમાં રાખીને હોંશે હોંશે દીકરીના લગ્નની તૈયારી કરતા હોય છે. પિતા મનની બધી જ વેદનાં હૈયે રાખીને બેઠાં હોય છે. ઘરના મોભી તરીકે પિતા જ અસ્વસ્થ બની જાય તો દીકરીનો પ્રસંગ કઈ રીતે ઉકેલી શકે? આવી લાડકી દીકરી અને દીકરીના વિદાય માટે કેટલાંક સુંદર અને લોકપ્રિય ગીતો રચાયાં છે. મુકેશ માલવણકરે લખેલું અને મનહર ઉધાસે ગાયેલું આ ગીત લોકપ્રિયતાની ટોચે છે.
અત્યાર સુધી કન્યાવિદાયનાં ગીતોમાં મા-બાપની વ્યથા જ ઝિલાઈ છે, પરંતુ તાજેતરમાં મુકેશ માલવણકરે જ પોતાના ગીત દીકરી મારી લાડકવાયી સામે દીકરીની લાગણી વ્યક્ત કરતું ખૂબ સરસ ગીત, છોને જાઉં પારકા ઘરમાં, વડલાની છાંય નહીં ભૂલું … લખ્યું જે લોકપ્રિય ગાયક મનહર ઉધાસે તેમનાં લેટેસ્ટ આલબમ ‘અફલાતૂન’માં સમાવ્યું છે. એ વિશે મનહરભાઇ કહે છે, "આ ખરેખર અફલાતૂન ગીત છે. મને લાગે છે કે દીકરી મારી લાડકવાયી કરતાં પણ એ વધુ લોકપ્રિય થશે. કન્યાવિદાયે દીકરીની કથા-વ્યથા આલેખતું આ ગીત એક નવો એંગલ લઈને આવ્યું છે.
કૅમ્પસમાં એક કરતાં વધુ જગ્યાએ કરવામાં આવેલા હુમલામાં આઇશી ઉપરાંત બે અધ્યાપકો, બે ચોકીદારો અને ઓછામાં ઓછા ત્રીસ વિદ્યાર્થીઓ ઘવાયા હતા. હુમલાખોરો કામ તમામ કરીને આરામથી ટહેલતા, હાથમાં ડંડા-સળિયા-પાઇપો સાથે પોલીસની દેખરેખ હેઠળ કૅમ્પસમાંથી બહાર નીકળી ગયા હતા. કૅમ્પસની બહાર એકઠા થયેલા અધ્યાપકો, અત્યારના તેમ જ પૂર્વ વિદ્યાર્થીઓ, નિસ્બત ધરાવતા નાગરિકો અને કર્મશીલ યોગેન્દ્ર યાદવને પણ ગુંડા ડરાવી-ધમકાવી રહ્યા હતા, પત્રકારોને અટકાવી રહ્યા હતા, છતાં પોલીસ ચૂપ હતી. આ બધાંની ઝાંખી આપતાં દૃશ્યો આખા દેશે જોયાં છે. ચૅનલો અને વૉટસઍપમાં સંખ્યાબંધ શકમંદોનાં ચિત્રો અને નામ વાયરલ થયાં છે. હિન્દુ રક્ષા દળ નામના એક સંગઠને ગુંડાગર્દી માટેની જવાબદારી પણ સ્વીકારી છે. આઇશીએ યુનિવર્સિટીમાં હિંસાચાર અને તેના પરના હુમલા માટે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ(એ.બી.એ.વી.પી.)ને જાહેરમાં જવાબદાર ગણી છે. સામે પક્ષે આટલા એ.બી.વી.પી.એ ડાબેરી છાત્ર સંગઠન જવાહરલાલ નહેરુ યુનિવર્સિટી સ્ટુડન્ટસ યુનિયન (જે.એન.યુ.એસ.યુ.) પર આરોપ લગાવ્યો છે. દિલ્હી પોલીસે અત્યાર સુધી કોઈની ધરપકડ કરી નથી. દિલ્હી પોલીસ કેન્દ્ર સરકારના ગૃહ મંત્રાલય હેઠળ આવે છે.