હું છું શાકાહારી
મારી દુનિયા લીલીછમ !
ને નસ-નસમાં
છે ધરતીનાં
રસકસ – દમખમ !
*
તારી વાતો છે રસબસ
મીઠ્ઠા તારા બોલ !
જાણે લહેજતદાર ચટકતી
તમતમતી વાલો ળ !
*
ખાઓ તો ખરા
તાજા રતાળુના
મસાલેદાર શાકને.
ભૂલી જશો,
ચીકનને, સીકકબાબને !
*
અમસ્તા
ખાઓ નહીં ભાવ,
આવો, બેસો આ પાટલે
તૈયાર છે તુવેરપુલાવ !
થોડુંક ચાખશો,
તો સો વાર માંગશે !
![]()


ખાદી પહેરવી મને ગમે છે. મારા કદ, કાઠીને એ વધુ માફક આવે છે. પણ ‘મા’ને હું ખાદી પહેરું એ જરા ય ગમતું નથી. ખાદીનો ઝભ્ભો-લેંઘો જ્યારે પણ પહેર્યો છે, ‘મા’એ મને ટોક્યો છે. આ પહેરવેશમાં એને હું ‘ગાંધિયો’ લાગું છું. ‘મા’ અને ‘બા’એ (બાપાને અમે ‘બા’ કહેતા) ગાંધીજીને જોયા નથી. મા સાવ અભણ. એને માટે તો એ ભલી અને એનું ઘર ભલું. પણ મારાં બાએ ગાંધી-આંબેડકર વિશે ઘણું સાંભળ્યું – જાણ્યું હતું અને થોડું વાંચ્યું પણ હતું. એ જમાનાના દલિતોની પહેલી પેઢીમાં જે ગાંધીવિરોધ હતો એ માની, બાની વાતોમાં સમયે સમયે વ્યક્ત થતો. મા ઘણી વાર કહેતી : ‘આ ગાંધિયો જ નાતજાતના વાડા બાંધીન જ્યો છ.” મારા ખાદી પહેરવા સામેના માના અણગમાનાં મૂળમાં ‘મા’માં, બાએ અને એ જમાનાએ, ગાંધી વિશે વાવેલા પૂર્વગ્રહો અને ગેરસમજો હતાં.
ભારતમાં સ્ત્રીઓના સ્વતંત્રતા અને સમાનતા માટેના લાંબા સંઘર્ષની ‘#મી ટૂ’ એ એક ઘણી મહત્ત્વની ક્ષણ છે. દેશમાં જુદાં-જુદાં ક્ષેત્રોમાંથી સ્ત્રીઓએ કામનાં સ્થળે એમને થયેલી જાતીય સતામણીનાં જાહેરમાં હિમ્મતપૂર્વક બયાનો આપ્યાં છે. જે પ્રમાણમાં બયાનો બહાર આવ્યાં છે, એ બતાવે છે કે કામનાં સ્થળો સ્ત્રીઓ માટે કેટલાં જોખમભરેલાં છે. બંધારણે સ્ત્રીઓને સ્વતંત્ર રીતે કામ કરવાનો સમાન અધિકાર આપ્યો છે, છતાં કામનાં સ્થળોએ પુરુષોનું આધિપત્ય હોવાથી, સ્ત્રીઓને અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. ઘણાં જાતીય સતામણીના કિસ્સાઓમાં આરોપીને સજા મળતી નથી અને તેઓ નિશ્ચિંત થઈને કામ કરતા હોય છે, જે અત્યંત ચિંતાનો વિષય છે. કામનાં સ્થળોએ લિંગભેદ અને સ્ત્રીદ્વેષ ખૂબ પ્રમાણમાં ફેલાયેલા છે. આ સંજોગોમાં આવા અવાજો આવકાર્ય છે, કેમ કે એ કામકાજનાં સ્થળોની વાસ્તવિકતા રજૂ કરે છે.
૧૯૯૨માં આ આંદોલનનો બીજો એક મોટો પડાવ આવ્યો, જ્યારે રાજસ્થાનના એક ગામમાં દલિત સ્ત્રી ભંવરીદેવી પર ગુજ્જર જાતિના પુરુષોએ સામૂહિક બળાત્કાર કર્યો જેનો એણે જાહેરમાં વિરોધ કર્યો અને એના સમર્થનમાં અનેક સ્ત્રીઓ અને સ્ત્રી-સંગઠનો બહાર આવ્યાં. ભંવરીદેવી પર હુમલો એણે બાળવિવાહ રોકાવ્યા હતા, એના વિરોધમાં થયો હતો. એના પર બળાત્કાર એ કામ કરતી હતી તે દરમિયાન થયો હતો. ૧૯૯૫માં સુપ્રીમ કોર્ટમાં સ્ત્રી સંગઠનો દ્વારા જાહેરહિતની અરજી કરવામાં આવી. ૧૯૯૭માં સુપ્રીમ કોર્ટે એક ઐતિહાસિક ચુકાદો આપ્યો, જેમાં કામનાં સ્થળોએ જાતીય સતામણી ન થાય, એ માટે વ્યવસ્થા કરવાનાં સૂચનો થયાં અને જાહેરકામનાં સ્થળોને આ વ્યવસ્થા કરવાની ફરજ પાડવામાં આવી, જે ‘વિશાખા માર્ગદર્શિકા’ તરીકે ઓળખાય છે. આમ ભંવરીદેવી, રૂઢિચુસ્ત ગામડાંની એક દલિત સ્ત્રી, એ ‘મી ટૂ’નો પહેલો મોટો અવાજ હતો, જે એ સમયે સ્ત્રીઓના રાષ્ટ્રીય આંદોલનમાં ફેરવાઇ ગયો હતો. આને કારણે ‘કામકાજના સ્થળે થતી જાતીય હિંસા’ પહેલી વખત કાયદાના દાયરામાં આવી. ૨૦૧૨માં જ્યોતિ સિંઘ પર દિલ્હીમાં થયેલા સામૂહિક બળાત્કારનો જાહેરમાં ભારે વિરોધ થયો. ૨૦૧૩માં ‘કામનાં સ્થળે સ્ત્રીઓની જાતીય સતામણી (નિરોધ, નિષેધ અને નિરાકરણ)’ કાયદો સરકારે બહાર પાડ્યો, જેમાં કામનાં સ્થળને વિસ્તારીને અસંગઠિત ક્ષેત્રો અને ઘર જેવી દરેક જગ્યાને સમાવી લેવામાં આવી છે. એ ખૂબ જ દુઃખની – જો કે આશ્ચર્ય પમાડે એવી નહીં – વાત છે કે મોટા ભાગનાં સ્થળોએ આ વ્યવસ્થા આજે અસ્તિત્વમાં નથી. જ્યાં છે ત્યાં ઉપરીના પક્ષપાતને કારણે તંત્ર નિષ્પક્ષ નથી. ઉપરાંત આંતરિક ફરિયાદ સમિતિનો ઝોક ઘણી વખત ફોજદારી કાયદા તરફ હોય છે. આ બધાં કારણોને લીધે સ્ત્રીઓના અધિકારનો દૃષ્ટિકોણ જે આ કાયદાનું મુખ્ય ધ્યેય છે, એ સમજવામાં આ સમિતિઓ અસફળ રહે છે. જે નારીવાદી સ્ત્રીઓ આ કાયદાના ગઠનમા જોડાયેલી હતી એમણે જાતીય સતામણીના ‘નિરોધ’ કે અટકાયત પર કાયદામાં ભાર મૂક્યો હતો જેથી સ્ત્રીઓના અધિકારો વિશે પુરુષનું માનસ બદલી શકાય અને સત્તાનો દુરુપયોગ અને નફરતભરેલું વાતાવરણ અટકાવી શકાય. આજે જ્યારે આપણે આ સ્ત્રીઓને બનતી બધી જ મદદ આપવા તૈયાર છીએ ત્યારે એ અત્યંત જરૂરી છે કે આવી સમજપૂર્વકની વ્યવસ્થા દરેક સ્થળે નિશ્ચિત રૂપે હોય. કામનાં સ્થળોએ કાયદામાં વિઘ્ન ન બનવું જોઈએ, જેને કારણે સ્ત્રીને જાહેરમાં બોલવાની ફરજ પડે.