વહેલી પરોઢે પાયખાનું પખાળવા આવું છું
ને રોજ કોઈ ઓળો
મને ઉપાડી જાય છે અવાવરુ ખૂણે,
મને જકડી લે છે જમીન સટોસટ,
મારા ઉપર સવાર થઈ જાય છે સૂવ્વરની જેમ,
મને કોચ્યા કરે છે,
હું બેશુદ્ધ ના થઈ જાઉં ત્યાં લગી!
મને કંઈ યાદ નથી, સાહેબ …
કદાચ થોડું યાદ છે તો બસ એટલું જ કે
એના શરીરે સૂતરનાં ત્રણ તાંંતણા જેવું હતું,
એના ગળે તુલસીની માળા જેવું હતું,
એના મોઢે વીંછીના આંકડા જેવી વાંકડિયા મૂછો જેવું હતું,
એનો વાન ઉજળિયાત હતો,
એ હરે .. હરે … જેવું કશું બબડતો હતો.
ઊતરીને એણે સીધી ગંગા ભણી દોટ મૂકી હતી …
E-mail : neerav1950@gmail.com
સૌજન્ય : “નિરીક્ષક”, 16 અૉક્ટોબર 2018; પૃ. 15
 


 દિમાગની રચનામાં હોય એનાં કરતાં પણ વધારે ગડીઓ અને આવરણ સ્ત્રી-પુરુષનાં સંબંધોમાં હોય છે. તેમાં કોઈ સામાન્ય સત્ય તારવવું અથવા કોઈ એકને સદા શોષક કે સદા શોષિત ગણી કાઢવાનું શક્ય નથી. તેમ છતાં, સરેરાશ પ્રમાણે અથવા ઘણા સંગીન અપવાદો ધરાવતા નિયમ તરીકે કહી શકાય કે સ્ત્રીઓનું પુરુષો દ્વારા શોષણ થાય અને તેની પર સતત ઢાંકપિછોડો થયા કરે, સ્ત્રીને ખમીખાવાની કે પતાવટ કરી દેવાની સલાહ આપવામાં આવે એવું ઘણું વધારે બને છે.
દિમાગની રચનામાં હોય એનાં કરતાં પણ વધારે ગડીઓ અને આવરણ સ્ત્રી-પુરુષનાં સંબંધોમાં હોય છે. તેમાં કોઈ સામાન્ય સત્ય તારવવું અથવા કોઈ એકને સદા શોષક કે સદા શોષિત ગણી કાઢવાનું શક્ય નથી. તેમ છતાં, સરેરાશ પ્રમાણે અથવા ઘણા સંગીન અપવાદો ધરાવતા નિયમ તરીકે કહી શકાય કે સ્ત્રીઓનું પુરુષો દ્વારા શોષણ થાય અને તેની પર સતત ઢાંકપિછોડો થયા કરે, સ્ત્રીને ખમીખાવાની કે પતાવટ કરી દેવાની સલાહ આપવામાં આવે એવું ઘણું વધારે બને છે. પ્રસ્તાવનાઃ ભારતના ચલણ રૂપિયાનું અવમૂલ્યન તાજેતરના સમયમાં ખૂબ મોટા પ્રમાણમાં થયું છે અને હજુ થઇ રહ્યું છે. તા.૫-૧૦-૨૦૧૮ના રોજ એક ડોલરના ૭૪ રૂપિયા સુધીનો ભાવ બોલાયો હતો. કોઈ પણ દેશના ચલણને માટે તેનું અવમૂલ્યન ખરેખર ઘણી જ ગંભીર બાબત ગણાય છે. ચલણનું અવમૂલ્યન એમ બતાવે છે કે દેશનું ચલણ આંતરરાષ્ટ્રીય બજારમાં નબળું પડી રહ્યું છે અને દેશની આર્થિક સ્થિતિ ડામાડોળ છે. ખૂબ ઝડપથી થતું અવમૂલ્યન પરિસ્થિતિ વધુ ગંભીર છે એમ જ બતાવે છે.
પ્રસ્તાવનાઃ ભારતના ચલણ રૂપિયાનું અવમૂલ્યન તાજેતરના સમયમાં ખૂબ મોટા પ્રમાણમાં થયું છે અને હજુ થઇ રહ્યું છે. તા.૫-૧૦-૨૦૧૮ના રોજ એક ડોલરના ૭૪ રૂપિયા સુધીનો ભાવ બોલાયો હતો. કોઈ પણ દેશના ચલણને માટે તેનું અવમૂલ્યન ખરેખર ઘણી જ ગંભીર બાબત ગણાય છે. ચલણનું અવમૂલ્યન એમ બતાવે છે કે દેશનું ચલણ આંતરરાષ્ટ્રીય બજારમાં નબળું પડી રહ્યું છે અને દેશની આર્થિક સ્થિતિ ડામાડોળ છે. ખૂબ ઝડપથી થતું અવમૂલ્યન પરિસ્થિતિ વધુ ગંભીર છે એમ જ બતાવે છે.