પાખંડ સામે પર્દાફાશ, નફ્ફટાઈ સામે નિર્ધાર, સાંઠગાંઠ સામે સચ્ચાઈની લડતની પ્રેરક કથા…
એ વીરાંગનાએ એક મહિના સુધી, કુલ એકસો ચોસઠ સેશન્સમાં, અત્યાચારી આસારામની વિરુદ્ધ બયાન આપ્યું. શેતાનની હવસખોરીની વિગતો પુરુષો સહિતના તપાસ અધિકારીઓ સામે બોલવામાં એ યુવતી પર શું વીતી હશે, એની કલ્પના પુરુષકેન્દ્રી સમાજમાં ભાગ્યે જ થઈ શકે. સામે આસારામનો આતંક તો હતો જ. બાવાના ગુંડાઓએ તેની સામેના ગવાહો પર હુમલા અને હત્યાની હારમાળા ચલાવી હતી. યુવતીના ઘરનાંને ધમકીઓ મળતી હતી. પિતા આર્થિક ભીંસમાં આવી ગયા હતા. ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ બનવાનાં સપનાં રોળાઈ રહ્યાં હતાં, ભાઈનું ભણતર છૂટી ગયું હતું. બહાર નીકળતાં ગાળો અને ગંદકી વેઠવાનાં આવતાં. પાંચ-પાંચ વર્ષ માટે પોતાનાં જ ઘરમાં નજરકેદ,તે પણ વિકાસશીલ ભારતના એક વર્ગે પોષેલા એક ભોરિંગના પાપે.
બળાત્કાર સામે ઝૂઝનારી આ (અને એવી બધી જ) યુવતીને પીડિતા કરતાં પ્રતિરોધિતા કહેવી ઘટે. તેના અને તેની સાથે રહેનાર પોલીસ અધિકારીઓ તેમ જ વકીલોનો પ્રતિરોધનો રાહ કપરો હતો. એટલા માટે કે આ થોડાક લડવૈયાઓએ એ દૈત્યના સામ્રાજ્યના પાયા પર ઘા કરવાની શરૂઆત કરી હતી કે જેના ચરણસ્પર્શ કરવામાં અને પછી તેને પોંખતું ભાષણ કરવામાં નરેન્દ્ર મોદીએ એમના મુખ્યમંત્રીકાળમાં ધન્યતા અનુભવી હતી. એનાં અત્યારે વાયરલ થયેલાં દૃશ્યો ગયાં બે વર્ષનાં અમદાવાદના પુસ્તકમેળામાં આસારામના સ્ટૉલની બહાર બતાવવામાં આવી રહ્યાં હતાં.

‘આસારામ ગુનેગાર સાબિત થયાં તે પહેલાં તેમની સાથે મંચ શેર કરવો એ કોઈ ગુનો નથી’ એવી ફરહાન અખતર અને ભક્તોની દલીલમાં દમ એટલા માટે નથી કે મુખ્યમંત્રી મોદી કે એ કક્ષાનો સત્તાધારી, કોઇ વ્યક્તિ સાથે તે અંગેની પૂરી તપાસ વગર મંચ પર બેસે એ શક્ય નથી. મોદીને કેવી રીતે મળી શકાય તેની આંટીઘૂંટી પર તો બાહોશ પત્રકારોએ લેખો કર્યા છે. વળી, મોદીએ ક્યારે ય તેમના આસારામ સાથેના સંબંધોનો ઇન્કાર કર્યો નથી. તેમણે બાવાને ક્યારે ય વખોડ્યો નથી. એટલું ખરું કે આસારામના મોટેરાના આશ્રમમાં દીપેશ-અભિષેકના અપમૃત્યુની તપાસ મુખ્યમંત્રી મોદીના મુખ્યમંત્રી કાળ દરમિયાન શરૂ થઈ હતી અને જુલાઈ ૨૦૦૮માં જસ્ટીસ ડી.કે. ત્રિવેદી તપાસ પંચ નીમાયું હતું . જો કે ભાજપની સરકારે તેનો અહેવાલ હજુ સુધી લોકો સમક્ષ મૂક્યો નથી. જિજ્ઞેશ મેવાણીએ આ અંગે વિધાનસભામાં તેરમી માર્ચે સવાલ પણ ઊઠાવ્યો હતો. એટલું જ નહીં, તે પછી પાંચમી એપ્રિલે આસારામ પરના મોટેરા આશ્રમમાંના બળાત્કારના આરોપની ધીમી તપાસ માટે સર્વોચ્ચ અદાલતે ગુજરાત પોલીસની આઠ મહિનામાં બીજી વાર ઝાટકણી કાઢી હતી.
હિન્દુ રાષ્ટ્રવાદનો લોહિયાળ ખેલ પાડવામાં મોદીના સાથીદારો લાલ કૃષ્ણ અડવાણી અને પ્રવીણ તોગડિયાએ પણ હિન્દુ ધર્મના કૃષ્ણ ભગવાનને નામે યુવતીઓની જિંદગીનો નાશ કરનાર ધૂતારા સાથેના સંગના ફોટા તો મળે જ, બીજું કોણ જાણે શું ય મળે ? હિન્દુ હૃદયસમ્રાટ નરેન્દ્ર મોદીને ઇસ્લામિક આતંકવાદી હુમલાથી બચાવવા માટે ‘પવિત્ર’ એનકાઉન્ટરના આરોપ હેઠળ જેલ ભોગવી ચૂકેલા પૂર્વ પોલીસ અધિકારી ડી.જી. વણઝારા એક ‘હિન્દુ’ યુવતી પર જુલમ માટે સજા પામનાર તેમના ગુરુ આસારામનો બચાવ કરી રહ્યા છે.
ભાજપનાં શાસનમાં આસારામને ગુજરાતમાં પચીસ હજાર ચોરસ મીટર જમીન મળી હોવાનું નોંધાયું છે. કૉન્ગ્રેસના રાજમાં સાડા ચૌદ હજાર ચોરસા મીટરની લ્હાણીની નોંધ છે. દિગ્વિજય સિંગ, કમલ નાથ, અશોક ગેહલોત, મોતીલાલ વહોરાની આસારામ સાથેની સાંઠગાંઠના સમાચાર પણ વહેતા થયા છે. પૂર્વ રાષ્ટ્રપતિ નારાયણન અને અબ્દુલ કલામે પણ આસારામને પ્રશસ્તિપત્રકો આપ્યાં છે એ વાત સજા હળવી કરવાની વિનંતીમાં અદાલતને તેમના વકીલે જણાવી હોવાનું પણ લખાયું છે.
આસારામના બચાવમાં આવીને તેમના માટે જામીન મેળવવાનો નિષ્ફળ પ્રયત્ન કરનાર વકીલોમાં ભાજપના બંને ટીકાસ્પદ ધારાશાસ્ત્રીઓ રામ જેઠમલાણી અને સુબ્રમણ્યમ સ્વામી જેવા હોય એ સમજી શકાય. પણ એ ઉપરાંત આ બધાં પણ હોય ? – રાજુ રામચન્દ્રન, જેમની એક સંદર્ભે સર્વોચ્ચ અદાલતે ‘હાઇ પ્રોફેશનલ એથિક્સ’ માટે પ્રશંસા કરી હતી અને જે ગુજરાતના રમખાણોનાં કેટલાંક કેસેસમાં ન્યાય મિત્ર, એમિકસ ક્યુરી તરીકે નીમાયા હતા. કે.ટી. તુલસી કે જે રાજ્ય સભાના કૉન્ગ્રેસે નિયુક્ત કરેલા સભ્ય છે અને જેમણે સોહરાબુદ્દિન એનકાઉન્ટર કેસમાં ગુજરાત સરકાર તરફથી લડવાનો ઇન્કાર કર્યો હતો. બે દિવસ પહેલાં ‘ધેર ઇઝ બ્લડ ઑન અવર હૅન્ડસ’ એવું કોમી રમખાણોમાં કૉન્ગ્રેસની ભૂમિકા અંગે કહેનારા વરિષ્ટ વિદ્વાન કૉન્ગ્રેસી આગેવાન અને પૂર્વ મંત્રી સલમાન ખુરશીદ. આસારામના જામીન માટેનો કેસ ઉદય યુ. લલિતનો વકીલ તરીકેનો આખરી કેસ હતો કે જે પછી તે સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશ બન્યા અને ટ્રિપલ તલાકને રદ કરનાર ન્યાયમૂર્તિઓમાં તેઓ હતા. ઉપર્યુક્ત વકીલોમાંથી મોટા ભાગનાની ફી દસ લાખથી પચીસ લાખની વચ્ચે હોવાનું કહેવામાં આવે છે.
આ માંધાતાઓની સામે છે યુવતી માટે લડનારા એક વકીલ રાજેન્દ્રસિંહ ચારણ. સ્ત્રીઓ, દલિતો અને માનવ અધિકાર ભંગ અંગેના મુકદમા વિના મૂલ્યે કે નજીવી ફીથી લડનારા ચારણ તેર વર્ષ જૂની મારુતી મોટરમાં ફરે છે. એટલી જ જૂની આલ્ટોમાં ફરનારા પૂનમચંદ સોલંકી યુવતીનો કેસ વિનામૂલ્યે લડી રહ્યા છે. રામ જેઠમલાણીની સામે આત્મવિશ્વાસપૂર્વક દલીલો કરીને આસારામને જામીન ન મળવા દીધા એને પૂનમચંદ પોતાની સિદ્ધિ માને છે. ન ભૂલીએ તપાસ કરનાર પોલીસ અધિકારી અજયપાલ લાંબાને કે જેમને ધમકીના સોળસો જેટલા પત્રો મળ્યા હતા. એટલું જ નહીં પણ કેટલોક સમય માટે તેમણે તેમની દીકરીને શાળાએ મોકલવાનું બંધ કરવું પડ્યું હતું.
આસારામની ઇન્દોરથી ધરપકડ કરનાર ચંચલબહેન મિશ્રાએ એવી મજબૂત ચાર્જશીટ બનાવી હતી કે જેને કારણે તેને છેક સુધી જામીન ન મળી શક્યા એમ કાનૂની નિષ્ણાતોએ નોંધ્યું છે. તદુપરાંત આસારામના ભક્તો દ્વારા ઊભા થનારા સંભવિત જોખમ અને સમયની ખેંચ વચ્ચે ચંચલે આસારામની ધરપકડ કરી તેને જોધપુર પોલીસ સમક્ષ હાજર કરવાનું કામ પૂરું પાડ્યું હતું. ન ભૂલવા જોઈએ એ વડોદરાના વૈદ અમૃત પ્રજાપતિને. આસારામના એક સમયના અંતેવાસી અમૃત દીપેશ-અભિષેક અપમૃત્યુ પછી આસારામની સામે પડ્યા હતા, માધ્યમો થકી એમના અનેક દુષ્કર્મોને ખુલ્લાં પાડવાની શરૂઆત કરી હતી, જેને પગલે તેમની ગોળી મારીને હત્યા કરવામાં આવી. આસરામ સામે યુવતીના બળાત્કાર કેસમાં સાક્ષી આપનાર તેના એક ડ્રાઈવર કૃપાલ સિંહ તેમ જ સૂરતમાં મહિલા પર બળાત્કારના કેસમાં આસારામના પુત્ર નારાયસાઇ વિરુદ્ધ જુબાની આપનાર આસારામના આસિસ્ટન્ટ અખિલ ગુપ્તાને પણ ગોળીએ દેવાયા હતા.
અરધો ડઝન સાક્ષીઓ પર હિચકારા હુમલા થયા છે. આ બધાને આસારામ સામે અવાજ ઊઠાવાનાં પરિણામોની ગંભીરતાનો અંદાજ હોય કે ન હોય, તો પણ તેમણે જે કર્યું તેનાથી સમાજને બહુ મદદ મળી છે. હજુ આસારામ અને તેના ફરજંદો સામેના કેસો ઊભા છે. તેમના મૂરખ ભક્તો પ્રાર્થના કરે છે. કેટલાક રાજકારણીઓ પણ કરતાં હશે. પણ હજુ બે મહિલાઓ સહિત અનેક લડવૈયા મક્કમ છે. માધ્યમો, લોકો અને મહિલાઓની શક્તિથી ભક્તોની પ્રાર્થનાઓ ફળવાની નથી.
+++++
૨૬ એપ્રિલ ૨૦૧૮
સૌજન્ય : ‘ક્ષિતિજ’ નામક લેખકની સાપ્તાહિક કટાર, “નવગુજરાત સમય”, 27 અૅપ્રિલ 2018
 


 ‘અંધાયુગ’ લખાયું ૧૯૪૫માં. આપણા દેશની બે મુખ્ય કોમ વચ્ચેના તીવ્ર ખટરાગને પગલે ભારતીય મહાઉપખંડના ટુકડા અને અંતમાં આપણને મળેલી આઝાદી. આ એક અત્યંત પીડાકારક, વેદનાગ્રસ્ત પ્રસવકાળ હતો. ભાગલાના પરિણામે સદીઓથી એક જ ધરતી પર હળીમળીને જીવતી બે કોમનાં સંતાનો અચાનક એકબીજાના લોહીતરસ્યા દુશ્મનો બની ગયાં. ગાંધી જેવો મહાત્મા પણ એ કોમી ભાગલાને રોકી ન શક્યો. છેવટે દેશ આઝાદ તો થયો. પણ તે માટે તેણે કદી ય ન ભુલાય એવી ખતરનાક કિંમત ચૂકવી. દેશ આખાયમાં અરસપરસ શંકા અને ધિક્કારને પગલે આંધળાંભીંત બની ગયેલાં કોમી ટોળાંઓએ નિર્દોષ નાગરિકોની બેરહેમ કત્લેઆમ ચલાવી. આ કોમીહુતાશનમાં દેશના ૧૦થી ૧૫ લાખ નાગરિકો હોમાઈ ગયા અને બીજા લાખો પોતપોતાનાં વતનમાંથી મૂળસોતાં ઊખડી બીજા મુલકમાં નિરાશ્રિત બન્યા. વેર અને હિંસાની આ વિકરાળ આગને દેશના મહાનાયકો પણ રોકી ન શક્યા.
‘અંધાયુગ’ લખાયું ૧૯૪૫માં. આપણા દેશની બે મુખ્ય કોમ વચ્ચેના તીવ્ર ખટરાગને પગલે ભારતીય મહાઉપખંડના ટુકડા અને અંતમાં આપણને મળેલી આઝાદી. આ એક અત્યંત પીડાકારક, વેદનાગ્રસ્ત પ્રસવકાળ હતો. ભાગલાના પરિણામે સદીઓથી એક જ ધરતી પર હળીમળીને જીવતી બે કોમનાં સંતાનો અચાનક એકબીજાના લોહીતરસ્યા દુશ્મનો બની ગયાં. ગાંધી જેવો મહાત્મા પણ એ કોમી ભાગલાને રોકી ન શક્યો. છેવટે દેશ આઝાદ તો થયો. પણ તે માટે તેણે કદી ય ન ભુલાય એવી ખતરનાક કિંમત ચૂકવી. દેશ આખાયમાં અરસપરસ શંકા અને ધિક્કારને પગલે આંધળાંભીંત બની ગયેલાં કોમી ટોળાંઓએ નિર્દોષ નાગરિકોની બેરહેમ કત્લેઆમ ચલાવી. આ કોમીહુતાશનમાં દેશના ૧૦થી ૧૫ લાખ નાગરિકો હોમાઈ ગયા અને બીજા લાખો પોતપોતાનાં વતનમાંથી મૂળસોતાં ઊખડી બીજા મુલકમાં નિરાશ્રિત બન્યા. વેર અને હિંસાની આ વિકરાળ આગને દેશના મહાનાયકો પણ રોકી ન શક્યા. જો ગાંધી અને આંબેડકર ના હોત, તો શું થયું હોત? પ્રકાશ આંબેડકરનું એક જરૂરી ભાષણ, ગાંધી અને આંબેડકર ભારતીય ઇતિહાસના એવા બે મહાનાયકો છે, કે જેમને તે સમયની પરિસ્થિતિએ એકબીજાની વિરુદ્ધ ઊભા કર્યા. પરંતુ, આ બંને મહાનાયકોએ ભારતનાં નવનિર્માણમાં ઐતિહાસિક ભૂમિકા ભજવી છે. આ બંને પોતપોતાનાં મિશનની સાથે સતત ચાર દાયકા સુધી ભારતની રાજનીતિમાં કેન્દ્રસ્થાને રહ્યા. ભારતના શોષિત-વંચિત વર્ગને સમાજનાં કેન્દ્રમાં લાવવા માટે આ બંનેએ પોતપોતાની રીતે પ્રયત્નો સાધ્યા. આજે દેશ એક નવા સંકટમાંથી પસાર થઇ રહ્યો છે, ત્યારે આ સમયે આ બંને મહાપુરુષનાં યોગદાનને એક નવી રીતે સમજવાની જરૂરિયાત છે. આ પરિપ્રેક્ષ્યમાં બાબાસાહેબના પૌત્ર પ્રકાશ આંબેડકરે મહાત્મા ગાંધીના શહીદ દિવસ(૩૦ જાન્યુઆરી, ૨૦૧૮)ના રોજ ગાંધીજી દ્વારા સ્થાપિત ઐતિહાસિક સેવાગ્રામ આશ્રમમાં, એક મુખ્ય વક્તા તરીકે ભાષણ આપ્યું હતું. આજે આંબેડકર જયંતી પર આ ભાષણ એટલું જ પ્રાસંગિક છે કે જેટલું ત્રણ મહિના પહેલાં હતું. તેમણે પોતાનું આ ભાષણ મરાઠી ભાષામાં આપ્યું હતું. જેનો હિન્દી વાટે ગુજરાતી અનુવાદ અહીં પ્રસ્તુત છે.
જો ગાંધી અને આંબેડકર ના હોત, તો શું થયું હોત? પ્રકાશ આંબેડકરનું એક જરૂરી ભાષણ, ગાંધી અને આંબેડકર ભારતીય ઇતિહાસના એવા બે મહાનાયકો છે, કે જેમને તે સમયની પરિસ્થિતિએ એકબીજાની વિરુદ્ધ ઊભા કર્યા. પરંતુ, આ બંને મહાનાયકોએ ભારતનાં નવનિર્માણમાં ઐતિહાસિક ભૂમિકા ભજવી છે. આ બંને પોતપોતાનાં મિશનની સાથે સતત ચાર દાયકા સુધી ભારતની રાજનીતિમાં કેન્દ્રસ્થાને રહ્યા. ભારતના શોષિત-વંચિત વર્ગને સમાજનાં કેન્દ્રમાં લાવવા માટે આ બંનેએ પોતપોતાની રીતે પ્રયત્નો સાધ્યા. આજે દેશ એક નવા સંકટમાંથી પસાર થઇ રહ્યો છે, ત્યારે આ સમયે આ બંને મહાપુરુષનાં યોગદાનને એક નવી રીતે સમજવાની જરૂરિયાત છે. આ પરિપ્રેક્ષ્યમાં બાબાસાહેબના પૌત્ર પ્રકાશ આંબેડકરે મહાત્મા ગાંધીના શહીદ દિવસ(૩૦ જાન્યુઆરી, ૨૦૧૮)ના રોજ ગાંધીજી દ્વારા સ્થાપિત ઐતિહાસિક સેવાગ્રામ આશ્રમમાં, એક મુખ્ય વક્તા તરીકે ભાષણ આપ્યું હતું. આજે આંબેડકર જયંતી પર આ ભાષણ એટલું જ પ્રાસંગિક છે કે જેટલું ત્રણ મહિના પહેલાં હતું. તેમણે પોતાનું આ ભાષણ મરાઠી ભાષામાં આપ્યું હતું. જેનો હિન્દી વાટે ગુજરાતી અનુવાદ અહીં પ્રસ્તુત છે.
