તમને ક્યારેય જોયાં નથી સદેહે, ગૌરી લંકેશ;
છતાં આંખો ઊભરાય છે,
હૃદય વલોવાય છે,
સમવાનું નામ નથી લેતી પીડા
કેમકે આપણે
એક જ પાતાળકૂવાનું
પાણી પીનારા નાગરિકો.
તમારો ફોટો જોયા પછી
તમારા માથા પરના
સફેદસફેદ ચળકતા વાળ જોઈને
મને સોનમર્ગનાં
બરફથી છવાયેલાં
સફેદસફેદ ચળકતાં
શિખર યાદ આવ્યાં.
કેટલાક લોકો હોય જ છે
સમાજના માથે ચળકતાં
ગિરિશૃંગ સમા.
બે ગિરિશૃંગ મહારાષ્ટ્રમાં ધ્વસ્ત થયાં.
એક કર્ણાટકમાં ધ્વસ્ત થયું હતું.
તમારું સુમધુર સ્મિત ગોળીઓથી વીંધાતાં
બીજું પર્વતશિખર પણ
પડીને પાધર થયું.
મહારાષ્ટ્ર અને કર્ણાટક વચ્ચે
સમાનતા સ્થપાઈ ગઈ એ ક્ષણે
જ્યારે ઘરનાં બારણાંમાં ઘૂસવાનો પ્રયત્ન કરતાં
તમે ફસડાઈ પડ્યાં.
ઝનૂની ગુંડાઓ સાથે સાંઠગાંઠ રાખતા સત્તાધીશોએ,
જે આજીવન જનપથના યાત્રી હતા એવા તમારું,
રાજપથ પર કર્યું છેલ્લું શાસકીય સન્માન.
હવે તો અમને એક જ શાતા છે.
ધરપતથી કૉફિનમાં સૂતેલા રહો, ગૌરી લંકેશ.
તમારા કૉફિનમાંથી નીકળવાનાં
અનેકાનેક અગણિત જંતુઓ
જે સત્તાના મદમાં મહાલતા હાથીને
દર્દથી ચિંધાડતો કરી દેવાનાં,
ચીસતો-ચિલ્લાતો કરી દેવાનાં,
જમીન પર આળોટતી કરી દેવાનાં.
ના, ચોરેચૌટે ને મતપેટીમાં એ મૌન નથી રહેવાનાં,
ગજબનો ભયાનક ગણગણાટ કરવાનાં :
અમને જોઈએ છે ભારતમાં આઝાદી
બસ, ભારતમાં આઝાદી.
સૌજન્ય : “નિરીક્ષક”, 01 અૉક્ટોબર 2017; પૃ. 11
 
 ગુજરાતી સાહિત્ય પરિષદમાં મારી પાંત્રીસેક વરસની સક્રિય કામગીરી ધ્યાનમાં લઈને મારા સ્નેહીમિત્રો-વડીલો-શુભેચ્છકો અને પરિષદના પ્રમુખપદ માટે મારા નામની દરખાસ્ત કરનાર સહુ કોઈનો આભાર માનવા સાથે ક્ષમા યાચું છું. પ્રમુખપદની ચૂંટણીમાં સફળતાની પૂરી શક્યતા હોવા છતાં મારા સ્વાસ્થ્યના પ્રશ્ન ઉપરાંત બીજી કેટલીક બાબતો ધ્યાને લઈ મેં ઉમેદવારી પાછી ખેંચી છે.