એક-બે ને ત્રણ કહ્યું તો ત્રેખડ પડી,
રોકડું સુણાવ્યું તો ત્રેખડ પડી.
મોતને પડકાર ફેંકી પૌલાદ બન્યો,
અંતનો વિચાર કરતાં ત્રેખડ પડી.
ધાક-ધમકીથી ડરીને ડગવું નથી,
ફેર પાછી જિંદગીમાં ત્રેખડ પડી.
પારકી આશા ચલણમાં અમલી નથી,
હક જતાવ્યો તે’જ વખતે ત્રેખડ પડી.
ત્યારથી આશા ત્યજીને ભાંગી પડ્યો,
આશનો ફાંકો ઉતરતાં ત્રેખડ પડી.
e.mail : addave68@gmail.com