નિવેદન – સુ૦
આ નવલના ત્રણ વાચક છે :
૧ : કાલ્વિનોની આ નવલકથા વાંચનારા આપણે સૌ – હું, અમે, તું, તમે, તે, તેઓ.
૨ : બીજો વાચક છે, ‘તમે’- you. કથકે એને સ્પષ્ટપણે સમ્બોધ્યો છે, બોલાવ્યો છે, કથામાં બેસાડ્યો છે. ક્રમે ક્રમે એ બીજાં બધાં પાત્રો જેવું એક પાત્ર બની ગયો છે – વિચારે છે, બોલે છે, વર્તે છે, અનુભવે છે, વગેરે.
૩ : ત્રીજો વાચક છે, કથકે જેને ‘અન્ય વાચક’ કહ્યો છે – other reader. એ છે, લુદ્મિલા.
— કથા જેમ જેમ આગળ વધે છે તેમ તેમ ‘તમે’ અને લુદ્મિલાનો એકબીજાં સાથેનો વાચકસમ્બન્ધ, માનવીય સમ્બન્ધ અને પ્રેમસમ્બન્ધ પણ વિકસતો રહે છે. છેલ્લે બન્ને પરણી જાય છે.
— આ ત્રણેય વાચકોનું એક પ્રકારના સર્વસામાન્ય વાચક-રૂપમાં નિસ્યન્દન થઈ જાય છે – ડિસ્ટિલેશન.
= પરિણામ શું? એ કે પુસ્તકવાચનને વિશેની સભાનતા કે જાગૃતિ વિકસે. સરવાળે, વાચનનો સર્જન કે લેખન જેટલો જ મહિમા થાય.
= એટલું જ નહીં, વાચક, વાચન, કથાસાહિત્ય માગે એ વાચનરીતિ, સાહિત્યકલાનો રાજ્ય સમાજ સભ્યતા કે સંસ્કૃતિ સાથેનો પરોક્ષ અનુબન્ધ, વગરે સમ્પ્રત્યયોનું જ્ઞાન જનમે; એ દિશાની સમજદારીનો વિકાસ થાય.
= ઉપરાન્ત, અધ્યાપક અને અધ્યેતા બન્નેમાં, કથાસાહિત્યનું અધ્યાપન અને અધ્યયન કેમ કરવું જોઈએ એ વિશેની સૂઝબૂઝ આવે. સાહિત્યનું પ્રાગટ્ય-સ્થાન જો પ્રકાશનસંસ્થા છે તો એના ઉછેરનું સ્થાન યુનિવર્સિટી છે.
પ્રકરણ -7 : (સાર-સંક્ષેપ)
લુદ્મિલા તમને (you) મળવાની છે પણ એને મૉડું થઈ રહ્યું છે. એટલે, એની રાહ જોવામાં તમારાથી આગળ વંચાતું નથી. એટલામાં, કાફેનો એક નોકર આવી તમને જણાવે છે કે તમારા માટે ફોન આવ્યો છે. લાઈન પર લુદ્મિલા હતી. એ તમને એના ઘરે આવવાનું નિમન્ત્રણ આપે છે, જો કે પોતે હજી ઘરે પ્હૉંચી નથી.
તમે લુદ્મિલાના ઘરે જાઓ છો, પૂછી પણ લો છો કે એ એકલી રહે છે કે કેમ, જો કે ઝાઝી પડપૂછ નથી કરતા. કેટલીક તમારી વધુ વીગતો આપવાના આશયથી કથક કથાને અટકાવે છે. અત્યાર સુધીમાં કથકે વાચક વિશે બહુ ઓછી વીગતો આપી છે, હા, એ ખરું કે એણે એટલું જણાવ્યું છે કે વાચક પુરુષ છે. એથી (નવલના) પુરુષ વાચકો એની સાથે તાદાત્મ્ય અનુભવી શકે છે. એણે પહેલેથી જાણી જોઈને વાચકને you કહ્યો છે, નામ પણ નથી જણાવ્યું, પણ એથી કરીને લુદ્મિલાનું પાત્ર નક્કર અનુભવાય છે; વળી, લુદ્મિલાને નામ પણ છે, ઉપરાન્ત એને થર્ડ પર્સનમાં રાખી છે.
થોડા સમય માટે, કથક પરિપ્રક્ષ્ય બદલે છે – લુદ્મિલાને ‘તમે’ – you કહે છે અને તમને થર્ડ પર્સનમાં ‘વાચક’ રૂપે નિરૂપે છે. લુદ્મિલાના ઘરમાં પુસ્તકોને આગવા સ્થાને સુચારુ રીતે રાખવામાં આવ્યાં છે. એથી એમ સૂચવાય છે કે એણે બહારની દુનિયાને દૂર રાખી છે. એનું રસોડું જોતાં લાગે કે એ નિયમિત રાંધે છે અને એના સ્વાદ સુરુચિપૂર્ણ છે.
લુદ્મિલાના ઘરની આસપાસ વાચક કેવી રીતે જોઈ રહ્યો છે એ વસ્તુ કથક થર્ડ પર્સનમાં વર્ણવે છે. લુદ્મિલાનું રાચરચીલું સૂચક છે, એને વિશે ઘણું સૂચવાય છે. તેમછતાં, એનું ઘર એના વ્યક્તિત્વનાં ઘણાં પાસાં સંતાડી રહ્યું છે. એનાં પુસ્તકો એમ સૂચવતાં જણાય છે કે લુદ્મિલા એક-ની-એક વસ્તુ વારંવાર વાંચનારા વાચકોમાંની નથી.
કથક હવે પોતાનો મૂળ પરિપ્રેક્ષ્ય અપનાવે છે. એટલે, જ્યારે એ ‘તમે’ – you – કહે છે ત્યારે એ વાચકને સમ્બોધે છે, લુદ્મિલાને નહીં. તમે જાણ્યું એ ફરીથી જાણો કે લુદ્મિલા પાસે ઘણાં પુસ્તકો છે. પરન્તુ વાચન એક વ્યક્તિનો વિષય છે, અને તેથી એમ સૂચવાય છે કે લુદ્મિલાના જીવનમાં એકે ય પુરુષ પ્રવેશ્યો નથી.
બારણું ખોલવાને, તમે એક ચાવી ફરતી સાંભળો છો અને જુઓ છો કે લુદ્મિલા નથી પણ કો’ક બીજો છે. સ્પષ્ટ એમ થાય છે કે એ ઇર્નેરિયો છે. ઇર્નેરિયો કહે છે કે લુદ્મિલા ભલે નથી પણ પોતે એક પુસ્તક લેવા આવ્યો છે. પુસ્તક એને વાંચવું નથી પણ પોતાના આર્ટ પ્રૉજેક્ટ માટે વાપરવું છે. તમે જોતા રહી જાઓ છો કે લુદ્મિલાની શેલ્ફમાંથી પુસ્તક એ કેટલી આસાનીથી લઈ પાડે છે. બાકી સમજો, શેલ્ફ તો એક દીવાલ છે, આક્રમણખોરો પ્રવેશી શકે જ નહીં.
તમને અચરજ થાય છે કે ઇર્નેરિયો (જે કદી વાંચતો જ નથી) અને કયાં લુદ્મિલા (પાક્કી વાચક) ! “In the network of lines”-ને ઇર્નેરિયો પોતાના પ્રોજેક્ટ માટે લઈ જવા માગે છે પણ તમે નથી ઇચ્છતા કે લઈ જાય, એટલે, તમે એને “In the network of lines”-ના જેવું દેખાતું એક બીજું પુસ્તક પકડાવો છો. જો કે તમને સમજાય છે કે એ પુસ્તક તો “In a network of lines that enlace”-ને મળતું આવે છે, એટલું જ નહીં, એ તો સિલાસ ફ્લૅનરીએ લખ્યું છે. ઇર્નેરિયો ખુલાસો કરે છે કે તમે આપેલું પુસ્તક લુદ્મિલાનું નથી.
ઇર્નેરિયો તમને (You) એક નાના સ્ટોરેજ રૂમમાં લઈ જાય છે, ત્યાં ટેબલ પર એક ટાઈપરાઈટર છે. તમે જુઓ છો કે ટાઇપરાઇટર પર એક કાગળ છે, જે પર વંચાય છે – ‘ટ્રાન્સલેશન બાય એર્મિસ મારન’. પાછું તમને થાય છે કે મારનના પત્રોમાં છે એ સ્ત્રીઓ હમેશાં તમને લુદ્મિલાની યાદ આપે છે. તમે ઇર્નેરિયોને પૂછો છો – અહીં મારન રહેતો’તો? ઇર્નેરિયો કહે છે – મારનને જવું પડે એમ હતું; એ હતો એટલો સમય લુદ્મિલા બેચેન રહેતી’તી ને કશુંય વાંચી શકેલી નહીં. મારનની એક રીત એવી છે જેથી ખરી વસ્તુઓ પણ ખોટી લાગે.
બરાબર એ જ વખતે લુદ્મિલા ઘરમાં પ્રવેશે છે. ઇર્નેરિયોને જોઈને ખુશ થાય છે. એ પછી, તમે લોકો ચા-પાણી કરતાં હોવ છો એ દરમ્યાન, ઇર્નેરિયો અદૃશ્ય થઈ જાય છે. લુદ્મિલા જણાવે છે કે કશું કહ્યા વિના નીકળી જવાની ટેવ છે એને. લુદ્મિલાને તમે એના મુલાકાતીઓના બારામાં પૂછો છો ત્યારે, એ તમને સામું પૂછે છે – આર્યુ જૅલસ? તમે કહો છો – જૅલસ થવાનો મને શો હક્ક છે! એટલે, લુદ્મિલા તમને એવા ભાવિ સંજોગની કલ્પના કરવા કહે છે, જેમાં તમને જૅલસ થવાનો હક્ક સાંપડ્યો હોય.
કથક હવે ‘તમે’ -you-ને બહુવચનમાં પ્રયોજે છે, કેમ કે એ ‘તમને’ -you-ને અને ‘અન્ય વાચક’-ને (લુદ્મિલાને) સમ્બોધવા માગે છે; એટલા માટે કે વાચક અને અન્ય વાચક પથારીમાં ભેગાં સૂતાં છે – ‘બે મસ્તકવાળી એક વ્યક્તિ’-ની અવસ્થામાં. પરન્તુ કથકના ધ્યાનમાં આવે છે કે, વ્યાકરણ અનુસાર, બન્ને વાચકને બહુવચનમાં ‘તમે’ કહેવા કરતાં, દરેક વાચકને એકવચનમાં રાખીને વાત કરવી યોગ્ય ગણાય. પથારીમાં ‘વાચક’ અને ‘અન્ય વાચક’ એકબીજાંનાં શરીરને ‘વાંચે’ છે.
હવે કથક વાચકને પાછો ‘તમે’ -you- કહે છે. તમે વાંચતા હતા એ પુસ્તકની લુદ્મિલાને તમે વાત કરો છો, લુદ્મિલાને એ પુસ્તક તરત વાંચવું હોય છે, એટલે તમે પથારીમાંથી ઊઠીને પુસ્તક લેવા જાઓ છો, પણ નથી મળતું – કેમ કે પોતાના આર્ટ પ્રોજેક્ટ માટે ઇર્નેરિયો લઈ ગયેલો. છતાં, એ પુસ્તકની એક બીજી નકલ લઈને તમે લુદ્મિલા પાસે પ્હૉંચો છો. લુદ્મિલા કહે છે, એ નકલ તો એને સિલાસ ફ્લૅનરીએ સ્વયં આપેલી છે.
પણ વાત એમ બને છે કે તમે લાવ્યા એ પુસ્તક તમારી અપેક્ષા અનુસારનું ન્હૉતું. લુદ્મિલા ખુલાસો કરે છે કે એર્મિસ મારન હમેશાં એની જોડે જુક્તિઓ કરે છે, ખાસ તો, વસ્તુઓને ખોટી પાડે; ખાસ તો એ કારણે કે એની અને લુદ્મિલા વચ્ચે કોઈ હરીફ આવે, એનો એને ડર છે : વાચનને વિશેની લગન. તમારા હાથમાં છે એ પુસ્તકને તમે ધ્યાનથી જોશો તો સમજાશે કે એ “In a network of lines that enlace” તો નથી જ, બલકે એ “In a network of lines that intersect” નામનું એક બીજું જ પુસ્તક છે.
કથકને એમ થાય છે કે વ્યાવસાયિક નિર્ણયો કરવામાં પોતાને અરીસા મદદ કરી શકે. એટલે એ કૉલિડોસ્કોપ પ્રયોજે છે. પરિણામે, કથકને પોતાની વિચારણાને મદદ કરે એવા વિધ વિધના અરીસા દેખાય છે અને સરવાળે એને ફાયદાકારક વ્યવસાય જડી આવે છે; એટલે અનેક સોદા કરે છે, બરાબરનો સંડોવાય છે, અને હરીફોથી ગભરાય છે પણ ખરો.
પોતાનું અપહરણ થઇ જશે એ બીક ટાળવાને, અપહરણકારો ગેરરસ્તે દોરવાય એવી એક યુક્તિ કરે છે. પોતાની કાર જેવાં જ પાંચ મર્સિડિઝ વાહનો પોતાની વિલાના એકદમ સુરક્ષિત દરવાજા આગળ રાખે છે, જેથી પોતે ક્યાં છે એની અપહરણકારોને ખબર ન પડે. એને એ ડર પણ છે કે એની પત્ની એલ્ફ્રીડા જેવા લોકો ડીવૉર્સી લોર્ના સાથેના એના લગ્નેતર સમ્બન્ધો વિશે જાણી જશે તો? એટલે, વિચારે છે કે જાતને બચાવવા પૂરતો ઉપાય કરવો જોઈશે. અને, એટલે જ, અપહરણનું નાટક કરેલું – જેથી લોકો આઘા રહે.
કથક અપહરણનું નાટક તો ચલાવે છે પણ પાછો અપહરણકારો માટે ઇન્સ્યૉરન્સ કમ્પનીઓ ઊભી કરે છે. પેલાઓ જેવા ક્લેઇમ મૂકે, પકડાઈ જાય. પણ એક દિવસ, નાટક દરમ્યાન, ઊંધું બને છે : કથક પોતાના ઘરના મિરરરૂમમાં પોતાને ભાળે છે અને સ્તબ્ધ રહી જાય છે. એને થાય છે, પોતાનું અપહરણ પોતે જ કર્યું ! મિરરરૂમની વચ્ચે લોર્ના છે, કોઈએ બાંધી દીધી છે.
મિરરરૂમમાં એલ્ફ્રીડા આવે છે અને કહે છે કે સ્વબચાવ માટે એણે કથકનું અપહરણ કર્યું છે. પણ એલ્ફ્રીડા પૂછે છે કે મિરરરૂમમાંથી બહાર કેવી રીતે આવું, પણ એ અંગે કથકને કશી ય ખબર નથી. એને સમજાતું નથી કે પોતે શું છે અને પોતાનું પ્રતિબિમ્બ શું છે.
તારણ :
૧ :
જોઈ શકાશે કે કથામાં પાત્રો અને તેમની સ્થિતિ-પરિસ્થિતિનાં નિરૂપણ વધી રહ્યાં છે, ઘટનાઓ વિકસી રહી છે, કલ્પી શકાય છે કે સમગ્ર કથા તો કેટલી રસપ્રદ હશે.
૨ :
વાચકને ‘તમે’ -you- એમ સૅકન્ડ પર્સનમાં સમ્બોધવાથી પ્રશ્ન એ ઊભો થાય કે એ પુરુષ છે કે સ્ત્રી; ઉપરાન્ત, ‘તમે’ એકવચનમાં છે કે બહુ વચનમાં. આ પ્રકરણમાં એનો ખુલાસો મળે છે.
૩ :
એટલું જ નહીં, કથકને એટલે કે કાલ્વિનોને, સૅકન્ડ પર્સનને ફર્સ્ટમાં ને વળી સૅકન્ડમાં જવાની જરૂર વરતાતી હોય છે, અને એવા વારાફેરા અહીં થયા છે.
એ તમામ સંદર્ભોમાં આ મહત્ત્વનું પ્રકરણ છે.
= = =
(05/11/24 : A’bad)
સૌજન્ય : સુમનભાઈ શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર
![]()



એક ટ્રેન-સ્ટેશને એક માણસ ત્યાંના બારમાં દાખલ થાય છે, બાર બહુ નાનો છે એટલે ત્યાં બેઠેલું દરેક જન અવળું ફરીને એને જુએ છે. કથક (narrator) જણાવે છે કે એ માણસ તો બરાબર પણ કદાચ હું જેને ‘હું’ (I) કહું છું તે છે એ. અને હવે, એ માણસ એ માણસ વિશે કે એ રેલવે સ્ટેશન વિશે જે કંઇ કહેશે એ સિવાયનું તમે (you) કંઇપણ જાણી નહીં શકો.
તમે (you) નહીં કહી શકો કે સ્ટેશન ભૂતકાળમાં હતું કે અત્યારે છે કે ભવિષ્યમાં હશે કેમ કે એ વિશે કદાચ લેખક પોતે જ નિર્ણય લઇ શક્યો નથી (દેખીતી રીતે જ એ કાલ્વિનોને સૂચવે છે). નામ વિનાના માણસ રૂપે કથક (narrator) વિચારે છે કે સ્ટેશને એ આમ જ આવી લાગ્યો હશે, આકસ્મિક; બને કે મૉડો પડ્યો હોય અથવા કનેક્શન ચૂકી ગયો હોય, જો કે કોઈને મળવા તો આવેલો નહીં.
પુસ્તકવિક્રેતા કહે છે કે ‘તમે’ (you) કરો છો એ ફરિયાદ અગાઉ કેટલા ય કરી ગયા છે. પુસ્તકવિક્રેતા પ્રકાશક પાસેથી એક પત્ર લઈ આવ્યો, જેમાં લખેલું કે છાપભૂલને કારણે ઇટાલો કાલ્વિનોના પુસ્તક “If on a Wniter’s Night a Taraveler”-ની કેટલીક નકલોની પોલિશ નવલકથાકાર તાઝિયો બઝાકભલના “Outside the town of Malbork” પુસ્તક સાથે સેળભેળ થઈ ગઈ છે.
કથક કિચનમાં આવે છે. એ પહેલી વાર ઘર છોડીને આવ્યો છે, અને ખેડૂત મિસ્ટર કૌદરરના ઍસ્ટેટ પર મૉસમ ગાળવાનો છે. દરમ્યાન કૌદરરનો દીકરો પોન્કો કુડિગ્વામાં કથકનું સ્થાન લેવાનો છે. કથક કુડિગ્વા-કિચનની સુગન્ધોથી ભાવાવશ થઈ જાય છે, કેમ કે એ સુગન્ધોને એ હમ્મેશ માટે છોડી જવાનો છે. કથક પૂછે છે, ‘તમે’ (you), વાચક, એમ નથી અનુભવતા કે પાઠ – ટૅક્સ્ટ – તમારા હાથથી સરકી રહ્યો છે, અને અનુવાદ દરમ્યાન કશુંક નાશ પામ્યું છે?
“ન્યૂ ક્રિટિસિઝમ” (“નવ્ય વિવેચન”) અને “રીડર્સ રીસ્પૉન્સ ક્રિટિસિઝમ” (“ભાવક-પ્રતિભાવ વિવેચનસમ્પ્રદાય”) જેવી વૈચારિક ભૂમિકાઓ દરમ્યાન, એક તરફ, ‘સઘન વાચન’-નો આગ્રહ ઊપસ્યો, પણ જાણે કે એની વિરુદ્ધ, બીજી તરફ, ‘રીડર્સ રીસ્પૉન્સ’-નો મહિમા થવા લાગ્યો. વળી, ‘લેખકનું મૃત્યુ’ નામનો વિચાર પણ ચગ્યો. (‘સઘન વાચન’, ‘ભાવક-પ્રતિભાવ વિવેચન-સમ્પ્રદાય’ અને ‘લેખકનું મૃત્યુ’ માટે જુઓ, મારાં પુસ્તકો, “નવ્ય વિવેચન પછી -“, “સિદ્ધાન્તે કિમ્?” અને “નિસબતપૂર્વક”).
તમે અન્ય વાચકનો (Other Reader) સમ્પર્ક સાધવા માગો છો, એ લુદ્મિલા જ છે, પણ કૉલ કરો છો તો એની બહેન લોતારિયા નીકળે છે ! લોતારિયા કહે છે, લુદ્મિલા તો સદા વાચનરત હોય છે. એ તમને આજકાલ તમે જે પુસ્તક વાંચી રહ્યા છો એ અંગે ઘણા બધા સવાલો કરે છે, પણ તમે જવાબો નથી આપી શકતા, એટલા માટે કે તમને પાકી ખબર જ નથી કે ખરેખર તમારી પાસે કયું પુસ્તક છે.
‘તમે’ (You) ઉઝ્ઝી-તુઝ્ઝીને મોટેથી વાંચતો સાંભળી રહ્યા છો. એને એમ લાગે છે કે પોતે મોટેથી વાંચે છે એટલે પાના પર છપાયેલા શબ્દોનો જુદો જ સ્વાદ આવે છે. ઉઝ્ઝી-તુઝ્ઝી જેમ જેમ વાંચતો જાય છે તેમ તેમ પુસ્તકની ભાષા વિશે વધુ ને વધુ મુખર થતો જાય છે, પણ પાછો વચ્ચે વચ્ચે કંઈ ને કંઈ સમજાવવા માંડે છે. તમે કથામાં ખોવાઇ ગયા છો એટલે રૂમમાં બેઠેલી લુદ્મિલા તરફ તમારું ધ્યાન જાય છે ત્યારે તમને થાય છે કે એ ત્યાં ક્યારની ય બેઠી હશે.
ઉઝ્ઝી-તુઝ્ઝી અને લુદ્મિલા વાચન વિશેની પોતપોતાની ફિલસૂફીઓ ચર્ચી રહ્યાં છે, પણ તમને (you) કશું જ સમજાતું નથી. લુદ્મિલા કહે છે કે નવલકથાના વાચનમાં પોતે અરધે તો પ્હૉંચી છે, એટલે કોઈપણ હિસાબે પૂરી કરીને રહેશે. બરાબર એ જ વખતે લોતારિયા ટપકી પડે છે, કહે છે, પોતાની પાસે એક નવલકથા છે, નારીવાદી પરિસંવાદમાં ભણેલી. એને થાય છે, લુદ્મિલા શોધતી’તી એવી જ છે એ નવલ.
એક નાનકડું પુસ્તક, “Six Memos for the Next Millenium”. ૧૯૮૫-માં કાલ્વિનોએ હાર્વર્ડમાં વ્યાખ્યાનો આપેલાં. દુ:ખદ વાત એ છે કે એ વર્ષના સપ્ટેમ્બરમાં કાલ્વિનોને હૉસ્પિટલમાં દાખલ કરવા પડેલા, અને ત્યાં એમનું સેરેબલ હૅમરેજને કારણે અવસાન થયેલું. વ્યાખ્યાન-નૉંધો ઇટાલિયનમાં હતી અને ૧૯૮૮-માં અંગ્રેજીમાં ‘સિક્સ મૅમોઝ …’ રૂપે પ્રકાશિત થયેલી.
મને યાદ આવે છે કાલ્વિનોનું બીજું પુસ્તક, Marcovaldo, નાના કદની ૨૦ વાર્તાઓનો સંગ્રહ. એની વાત હવે પછી.
માર્કોવાલ્ડો મુખ્ય પાત્ર છે ને લગભગ બધી વાર્તાઓમાં આવે છે. એ કશી આવડત વિનાનો ગરીબ શ્રમજીવી છે. એ સ્વપ્નસેવી છે અને શહેરી જીવન જીવવાની મથામણમાં છે, જો કે પ્રકૃતિપ્રેમી છે. પ્રકૃતિ અને નગરસભ્યતાના દ્વિવિધ વાતાવરણમાં ફસાયો છે, અને એને થાય છે કે છેવટે પોતે નગરમાં ખોવાઈ ગયો છે.
તમે વાચન ચાલુ રાખવા માગો છો, પણ પુસ્તકનાં ફોટોકૉપિ કરેલાં પાનાં અહીં પૂરાં થાય છે. તમે કેવદગ્નાને બોલાવીને પૂછો છો કે “Looks down in the gathering shadow”-નો શેષ ભાગ ક્યાં છે, પણ એને એની ખબર નથી હોતી. જો કે, એ તમને જણાવે છે કે એર્મિસ મારન-નો શેષ ભાગ પોતે આર્કાઇવ્સમાંથી મેળવીને મોકલી આપશે. મારન સાઉથ અમેરિકાના કોઈ દૂરના ગામમાં રહીને લેખનકાર્ય કરતો હોય છે. ત્યાંથી એણે કેવદગ્નાને પ્રકાશન-વિષયક જાતભાતની બાબતો લખી મોકલેલી. એક એ કે – આઇરિશ લેખક સિલાસ ફ્લૅનરીકૃત “In a network of lines that enlace” નવલકથાનું તમારે પ્રકાશન કરવું, ઉમેરેલું કે નવલકથા ઘણી આશાસ્પદ છે.