જો ત્રિપુરામાં કમ્યુિનસ્ટ પાર્ટી ઓફ ઇન્ડિયા(Marxist)એ ભગત સિંહની મૂર્તિઓ લગાવી હોત તો શું થયું હોત? તો શું માકપાને સત્તાથી બહાર કર્યા બાદ ભાજપાએ પણ આ જ પ્રકારનું વર્તન કર્યું હોત?
 એક વર્ષ પહેલાં એક ઇતિહાસકાર મિત્ર કે જેઓ માકપાનાં સદસ્ય પણ છે તેમની સાથે હું બેંગલુરુમાં લંચ કરી રહ્યો હતો. કમ્યુિનસ્ટ હોવા કરતાં પણ તેથી અલગ એક અભ્યાસી, મજાકિયા-હાજર જવાબી અને ક્રિકેટ પ્રેમી હોવાને લીધે તેઓ મારા સારા મિત્ર છે. મેં તેમને પૂછ્યું કે માકપા અધિવેશન સ્થળો પર જર્મન વિચારકો માર્ક્સ-એન્ગલ્સ અથવા રૂસી તાનાશાહો લેનિન અને સ્તાલીનનાં જ કેમ મોટાં-મોટાં પોસ્ટર જોવા મળે છે? શું આ રાજનૈતિક દળ માટે કોઈ પોતાનો ‘ભારતીય આદર્શ’ નથી? તેઓ ભગત સિંહનું તો સન્માન કરી જ શકે છે ને? ભગત સિંહ તો ભારતીય પણ હતા અને સાથે માર્કસવાદી પણ.

આ મુદ્દે ઇતિહાસકાર મિત્ર મારી સાથે સહમત હતા અને તેમણે વધુમાં કહ્યું કે તેઓ આ મુદ્દાને પાર્ટી સમક્ષ યોગ્ય સમયે રજૂ પણ કરશે. પણ, હવે લાગે છે કે તેનાથી કશું પ્રાપ્ત થયું નથી. માકપાના ભગત સિંહ કરતાં લેનિન-સ્તાલીન પ્રત્યેના વધુ પ્રેમના બે કારણો છે. એક તો તે જડતા કે જેનાથી તેઓ આ લોકોની વંદના કરતાં શીખ્યા અને તેનાથી બહાર નીકળીને આગળ તેઓ વિચારી શકતા નથી. જે રીતે વૈષ્ણવ, વિષ્ણુ અથવા તેમના અવતારો સિવાય અન્ય કોઈ દેવની કલ્પના કરવા નથી ઈચ્છતા, તે રીતે માર્ક્સવાદી યુવાવસ્થામાં ભણાવવામાં આવેલા ‘આરાધના’થી આગળ નથી વધી શક્યા.
માકપામાં ભગત સિંહને વધુ મહત્ત્વ નહિ મળવાનું બીજુ કારણ એ છે કે પાર્ટીના પોતાના અવિભાજિત મૂળિયાં કમ્યુિનસ્ટ પાર્ટી ઓફ ઇન્ડિયામાં રહેલાં છે અને ભગત સિંહ ક્યારે ય પણ આ પાર્ટીના સભ્ય નહોતા રહ્યા. તેઓ હિન્દુસ્તાન સોશલિસ્ટ રિપબ્લિકન એસોસિએશન(એચ.એસ.આર.એ.)નો ભાગ હતા. માકપાનો આધાર બોમ્બે-કલકત્તા(હવે મુંબઈ-કોલકાતા)ના શ્રમિકો પર હતો, તો એચ.એસ.આર.એ.નો પ્રભાવ ઉત્તર ભારતમાં વધુ હતો. માટે, ભગત સિંહ માર્કસવાદી ભલે રહેતા પણ તેઓ ક્યારે ય અવિભાજિત માકપા સાથે ક્યારે ય જોડાયેલા નહોતા અને માટે જ માકપાનાં મંચ પર ભગત સિંહનાં ચિત્ર ક્યારે ય પણ જોવા નથી મળતા.
ત્રિપુરાના મુદ્દે તો લેનિન વિદેશી હતા એ વાતનો ભાજપાએ આધાર લીધો. પરંતુ, એક છાપાંમાં ભાજપાનાં કોઈ એક કાર્યકર્તાની એવી વાત જણાવવામાં આવી કે જો મૂર્તિઓ ત્રિપુરાનાં કમ્યુિનસ્ટ નેતા નૃપેન ચક્રવર્તીની હોત તો કદાચ આ બધું ના થયું હોત. પરંતુ, સમસ્યા એ નથી કે લેનિન વિદેશી હતા પણ તેઓ અલોકતાંત્રિક હતા એ સમસ્યા છે. તેઓ એક એવા તાનાશાહ હતા કે તેઓએ પોતાની પાર્ટીને પોતાના વશમાં કરતાં પહેલાં સમગ્ર દેશને પાર્ટીના વશમાં કરી દીધો હતો.
હું ભાજપાના વિદેશીવાતવાળા તર્ક અથવા વિચારની સાથે સહમત નથી. હું તો રવીન્દ્રનાથ ટાગોરના તે વિશ્વાસ સાથે છું કે રોશની દુનિયામાં ક્યાં ય પણ હોય આપણે પોતાને જાતને તેનાથી રોશન કરવી જોઈએ. મહાનતા દેશોની સરહદમાં બંધાઈ નથી શકતી. ઉદાહરણ તરીકે જો નેલ્સન મંડેલા, માર્ટીન લ્યૂથર કિંગ અથવા વેકલાવ હેવેલની મૂર્તિઓ જો આપણા શહેરો અને નગરોમાં જોવા મળે તો હું ખુશ થઇ જાઉં. પણ, હું તાનાશાહો માટે ચોક્કસ એક રેખા ખેંચવા માગું છું. લેનિન માનતા હતા કે સરકારમાં ત્યારે જ જોડાવવું જોઈએ કે જ્યારે આપણામાં એવી ક્ષમતા હોય કે આપણે તેના ઉપરી બની શકીએ અથવા તેના પર અસર પાડી શકીએ. અન્ય દળ અથવા રાજનેતાઓની સાથે જવાબદારીઓ અથવા અધિકારોને સમજવા તે તેમના વિચારોમાં વર્જિત હતું.
વર્ષ ૧૯૯૬માં આ વિચાર નડ્યો કે જ્યારે માકપા સેન્ટ્રલ કમિટીના વફાદાર લેનિનવાદીઓએ જ્યોતિ બસુને ભારતના પ્રધાનમંત્રી બનવા દીધા નહિ. વર્ષ ૨૦૦૪માં તો આના કરતાં પણ વધુ મોટી ભૂલ થઈ કે જ્યારે આ જ લોકોએ માકપાને કેન્દ્રની યુ.પી.એ. સરકારમાં સામેલ થતાં રોકી દીધા. વર્ષ ૧૯૯૬માં તો જ્યોતિ બસુ એક અલ્પ-બહુમતવાળી સરકારના વડા બની ગયા હોત કે જે બાદમાં એક-બે વર્ષમાં ભાંગી પડવાની હતી. પણ, વર્ષ ૨૦૦૪નો નિર્ણય તો તેમને એક સ્થાયી યુ.પી.એ. સરકારમાં સામેલ થઈને ઘણું બધું કરવાનો અવસર આપી શક્યો હોત.
લેનિન બહુ પહેલાં કહી ગયા હતા કે ‘કોઈ અન્ય દળ સાથે મળીને કાર્ય નથી કરવાનું’, માટે માકપાને મનમોહન સિંહની સરકારમાં જોડાવવાનું ઉચિત લાગ્યું નહિ. જેનું પરિણામ માકપા અને દેશની જનતાને પણ ભોગવવું પડ્યું. આપણે ભલે તેમની વિચારધારાની સાથે સહમત હોઈએ નહિ છતાં પણ આપણે એ જાણવું જ રહ્યું કે અન્ય રાજનેતાની અપેક્ષાએ કમ્યુિનસ્ટ નેતા વધુ વિવેકશીલ, ઓછાં ભ્રષ્ટાચારી, વંશવાદથી દૂર અને ઓછાં સાંપ્રદાયિક તો છે જ. પરંતુ, સત્ય તો એ છે કે જો માકપાએ ઈચ્છ્યું હોત તો પોતાના સાંસદોની સાથે વર્ષ ૨૦૦૪માં યુ.પી.એ. સરકારમાં જોડાઈને કૃષિ અને ગ્રામીણ વિકાસ, જનજાતીય કલ્યાણ અને મહિલા અને બાળ વિકાસ જેવા મંત્રાલયોમાં દિલથી મહેનત અને કાર્ય કરીને દેશનાં ગરીબોનું જીવન સુધારવાનું એક મોટું કાર્ય કરી શક્યા હોત. તેમનાં સાંસદ ટેલિવિઝન અને સંસદનો વધુ સારો ઉપયોગ કરીને દેશનું ભલું કરી શક્યા હોત અને ત્યારે કદાચ કેરાળા, ત્રિપુરા અને બંગાળથી બહાર પણ પોતાની પાર્ટીની ઉપસ્થિતિ વિશાલ પટ પર નોંધાવી શક્યા હોત.
ત્રિપુરામાં લેનિનની મૂર્તિ હટાવનાર લોકોની નિંદા કરવી જ જોઈએ અને મને તો એ લોકો પર દયા આવે છે કે જે લોકોએ આ મૂર્તિઓનું નિર્માણ કર્યું હતું. વર્ષ ૧૯૨૦ના દાયકામાં તો લાહોરમાં રહેનાર ભગત સિંહની પાસે એવો કોઈ વિકલ્પ નહોતો કે તેઓ રૂસમાં લેનિન અને સ્તાલીનની વિકૃતિઓને સમજી શક્યા હોત. પણ, વર્ષ ૧૯૩૦ના બાદનાં વર્ષોમાં આ બધું લેખિત સ્વરૂપે સામે આવવા લાગ્યું હતું. વર્ષ ૧૯૫૬માં તો સોવિયેત કમ્યુિનસ્ટ પાર્ટીએ પણ સ્તાલીનની નિંદા કરી હતી. વર્ષ ૧૯૮૯માં બર્લિનની દિવાલ પાડ્યા બાદ, તે તમામ દેશોમાં લેનિનની અવગણના કરવામાં આવી હતી કે જ્યાં એક સમયમાં તેમનું શાસન હતું. પણ, દાયકાઓની આ યાત્રામાં આપણા કમ્યુિનસ્ટ નેતાઓ કશું ભૂલી નથી શક્યા કે નથી કશું શીખી શક્યા. તેઓ હજુ પણ સોવિયેત તાનાશાહીના બે પ્રતીકોની ભક્તિ કરી રહ્યા છે. હવે જ્યારે તેઓ ત્રિપુરા અને પશ્ચિમ બંગાળમાં પોતાને ગુમાવી ચૂક્યા છે ત્યારે એવી આશા રાખી શકાય કે પાર્ટી આગામી અધિવેશનમાં આ બંને રૂસી તાનાશાહોમાંથી કોઈ ભગત સિંહ જેવા ક્રાંતિકારીને સ્થાન આપશે?
અનુવાદ – નિલય ભાવસાર
e.mail :nbhavsarsafri@gmail.com
 
 આ પુસ્તક મૂળ આદિવાસી એવા કાર્યકર્તા લાલ શ્યામ શાહને કેન્દ્રમાં રાખીને પત્રકાર સુદીપ ઠાકુર દ્વારા લખવામાં આવ્યું છે. એક એવી વ્યક્તિ કે જેઓને તેમનો વિસ્તાર ગોંડવાના તો ઓળખે જ છે પણ સાથે-સાથે તેમનાં કાર્યની ગૂંજ સમગ્ર દેશમાં સંભળાય છે. આદિવાસી અભિજાત પરિવારમાંથી આવતા લાલ શ્યામ શાહનો જન્મ વર્ષ ૧૯૧૯માં થયો હતો અને તેમની પાસે એટલાં બહોળા પ્રમાણમાં જમીન અને વન સંપત્તિનું સ્વામિત્વ હતું કે તેઓ જો ઇચ્છતા હોત તો આરામથી પોતાનું સમગ્ર જીવન પસાર કરી શક્યા હોત, પણ તેમણે પોતાનાં સમાજની સેવા કરવાનો વિકલ્પ પસંદ કર્યો અને આદિવાસી મહાસભા બનાવીને આદિવાસીઓનાં જળ-જંગલ-જમીનનાં અધિકાર અને સાંસ્કૃિતક વિરાસતની રક્ષા કરવા માટે આજીવન સંઘર્ષ કરતાં રહ્યાં. સમગ્ર મધ્યભારતનો આદિવાસી સમાજ તેઓને સન્માનપૂર્વક યાદ કરે છે. લાલ શ્યામ શાહનો સંઘર્ષ દેશની આઝાદી બાદ પણ ચાલુ જ રહ્યો. તેઓ અપક્ષ ચૂંટણી લડ્યા અને પ્રથમ ચૂંટણી ખૂબ જ ઓછા મતોથી હારી ગયા. પરંતુ, અદાલતે બાદમાં આ ચૂંટણી રદ્દ કરી હતી. બીજી વખત ચૂંટણી થઈ તેમાં લાલ શ્યામ શાહ જીતી ગયા અને જીત્યાના થોડા સમય બાદ જ તેમને લાગ્યું કે કેટલાંક વહીવટકર્તાઓ, ઓફિસર્સ અને રાજનેતાઓ દ્વારા આદિવાસીઓનું શોષણ કરવામાં આવે છે, તેથી તેમણે વિધાનસભામાંથી રાજીનામું આપી દીધું. રાજીનામામાં તેમણે લખ્યું હતું કે કેવી રીતે સરકાર દ્વારા આદિવાસીઓની અવગણના કરવામાં આવે છે અને આદિવાસીઓને લૂંટતા ધનિક લોકોના ખોળામાં આ સરકાર બિરાજમાન છે. આ પુસ્તકમાં આદિવાસીઓનાં હિત પરત્વે લાલ શ્યામ શાહના પ્રયાસોનું વર્ણન કરવામાં આવ્યું છે. લેખકે આ પુસ્તકમાં માત્ર રાજનૈતિક જ નહિ, પણ તેનાથી પર રહીને લાલ શ્યામ શાહના સંઘર્ષની પણ ઊંડાણપૂર્વક વાત કરી છે. અને તેમાં જણાવવામાં આવ્યું છે કે કેવી રીતે પ્રાકૃતિક સંસાધન પર આદિવાસીઓના હક અને વિસ્થાપનનું કારણ બનનાર વિનાશકારી પરિયોજનાઓ વિરુદ્ધ લાલ શ્યામ શાહ લડતા રહ્યા. અહીં ‘પૃથક ગોંડવાના’ રાજ્યના સંઘર્ષની પણ વાત કરવામાં આવી છે, પછી ભલે તે સફળ થઈ શક્યો નહિ. અને જો આવું થયું હોત તો આજે છત્તીસગઢ, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશ, તેલંગાણા અને ઓરિસ્સાના આદિવાસી પર્વતીય અને વનક્ષેત્ર આમાં સામેલ થઈ શક્યા હોત. પત્રકાર અને લેખક સુદીપ ઠાકુરની નજરમાં લાલ શ્યામ શાહ ચિંતક અને કાર્યકર્તા એમ બંને હતા. આદિવાસી સમાજની મુશ્કેલીઓ અને કાયદાકીય પ્રશ્નો અંગેની તેમની સમજણ સાફ હતી, અને લાલ શ્યામ શાહનું માનવું હતું કે સંવિધાને તો જનજાતિઓના અધિકારના સંરક્ષક તરીકે રાષ્ટ્રપતિ અને રાજ્યપાલોની વ્યવસ્થા બનાવી હતી, પરંતુ આ સંસ્થાઓએ પણ આદિવાસી હિતને તિલાંજલિ આપીને તેને નોકરશાહી અને ધનિકોની કૃપા હેઠળ છોડી દીધી અને તે વિરુદ્ધ લાલ શ્યામ શાહ આદિવાસીઓના હક માટે લડતા રહ્યા.