આટલાં કોડિયાં લઈને બેઠો છું
પણ એક્કેય વેચાયું નથી
અંધારું થવા આવ્યું
કોઈ તો આવે ને લઈ જાય થોડાં
તો કેવું સારું!
આ બધાં પ્રગટ્યાં વગર જ રહેશે?
કોડિયું હોય ને પ્રગટે જ નહીં એ કેવું?
અજવાળું કોઈને જોઈતું જ નહીં હોય શું?
આ થોડાં ક્યાંક પ્રગટે
તો મારી ઝૂંપડીમાં દીવો થશે
નાનકાને કેટલું મન છે
કનકતારાનું
એકાદ પેટી લઈ જવાય તો
વગર દીવાએ જ ચહેરો
અજવાળું થઈ જશે
કનકતારા તો નાના હાથોમાં જ શોભેને!
મોટો થાય ને ફટાકડાની ફેકટરી વસાવે તો ય
આજે એના હાથમાં કનકતારો
ન હોય તો શું કામનું?
ટલાં બધાં કોડિયાનું નસીબ આ
ટલું અંધારિયું કેમ?
બહાર તો દીવા પ્રગટવાય લાગ્યા
પણ એ બધાં તો ઇલેક્ટ્રિક છે
સ્વિચ ઓન કરો ને ઝબકે
એમાં તેલ નહીં પૂરવાનું
પણ એમને કેમ કહેવું
કે કોડિયામાં તમે તેલ નહીં પૂરો
તો અમારે આંસુ પૂરવાં પડે છે …
કવિતા સ્વયંસ્પષ્ટ છે. ધારદાર છે. રસ્તાની બાજુએ બેસીને માટીનાં કોડિયાં વેચતાં ગરીબ માણસ પાસે બે ઘડી ગાડી થોભાવીને આ દિવાળીમાં કોઈના જીવનમાં થોડું અજવાળું કરતો દીવો પેટાવી શકીશું?
કવિએ ઉદ્ગાર ચિહ્ન અને પ્રશ્નાર્થ ચિહ્ન તો વાપર્યા છે, પણ આખી રચનામાં ક્યાં ય અલ્પ કે પૂર્ણવિરામ મૂક્યાં નથી. કદાચ ગરીબ માણસના જીવનમાં કોઈ પ્રકારના વિરામને અવકાશ હોતો નથી એટલે? કવિતાના અંતે કવિએ ગરીબ માણસની આંખમાંથી ટપકતાં આંસુ જેવા ત્રણ ટપકાં મૂક્યાં છે, એ સાચે જ અર્થપૂર્ણ જણાય છે …
લયસ્તરો તરફથી સહુ કવિમિત્રો અને વાચકમિત્રોને દિપોત્સવી પર્વની સ્નેહકામનાઓ …
સાભાર : http://layastaro.com/?p=19078
2021-11-04
![]()


ભારતીય બંધારણે ધર્મ બાબતે કોઈ બંધન કોઈ પર નાખ્યું નથી, છતાં બળજબરીએ ધર્મ બદલાવવાની અનેક લોહિયાળ ઘટનાઓ ઇતિહાસમાં નોંધાઈ છે. લગ્ન નિમિત્તે પરાણે ધર્મ પરિવર્તનના કિસ્સાઓ સામે આવ્યા છે, એને લીધે તો લવ જેહાદના કાયદા કરવા પડ્યા છે. એમાં પણ લગ્ન સંદર્ભે ધર્મ પરિવર્તનનું દબાણ કન્યા પર જ વધુ આવતું રહ્યું છે. ધર્મ ન બદલવાનું કબૂલ મંજૂર રખાયું હોય તો પણ, લગ્ન પછી ધર્મ બદલવાનું દબાણ પત્ની પર જ વધારે આવે છે ને જો તે મંજૂર ન રખાય તો લગ્ન તૂટવા સુધી કે હિંસા સુધી પણ વાત આવે છે. અન્ય ધર્મીનું વલણ એવું પણ રહ્યું છે કે સામેના પાત્રને પોતાની કોમમાં લાવીને કોમની સંખ્યા વધારવી. આ બધું ધર્મને નામે, આદેશોનાં પાલન માટે થતું હોય છે.