થોડાં વર્ષો પહેલા ઊંઝા જોડેના સમર્થક રામજીભાઈએ ગુજરાતી નામોમાં પ્રવેશેલા અંગ્રેજી અક્ષરો સામે વાંધો ઉઠાવ્યો હતો. એમના આગ્રહમાં તથ્ય હતું. જ્યંતીભાઈ પી. પટેલ, રમેશ બી. શાહ, પોપટલાલ વી. મહેતા વગેરેથી આપણે પરિચિત છીએ. આમાં પિતાના નામનો ફોડ પડતો નથી. તેનો અર્થ પ્રભાશંકર, પ્રવીણભાઈ, પરિમલભાઈ વગેરેમાંથી શું થતો હશે એ સમજાતું નથી, એ જ રીતે બીમાં કયા નામનો નિદેશ રહેલો છે એ સમજાતું નથી. એ બળવંતભાઈ, બળદેવભાઈ કે ભાઈલાલભાઈ, ભોગીલાલ વગેરેમાંથી કોઈ પણ હોઈ શકે.
 રામજીભાઈએ એક પત્ર લખીને મને બી દ્વારા શું સમજવાનું છે એવો પ્રશ્ન કર્યો હતો અને આગ્રહ રાખ્યો હતો કે મારે પિતાનું નામ ગુજરાતીમાં જ લખવું જોઈએ. એ વખતે મેં એમને પ્રત્યુત્તર પાઠવ્યો હતો કે મારું નામ મારી ઓળખ છે. મારે કેવી રીતે ઓળખાવું એ હું જ નક્કી કરી શકું. પણ, મને ત્યારથી એક પ્રશ્ન રહ્યા કરતો હતો કે આપણે ગુજરાતીમાં પિતાના નામનો નિર્દેશ અંગ્રેજીમાં કેમ કરીએ છીએ.
રામજીભાઈએ એક પત્ર લખીને મને બી દ્વારા શું સમજવાનું છે એવો પ્રશ્ન કર્યો હતો અને આગ્રહ રાખ્યો હતો કે મારે પિતાનું નામ ગુજરાતીમાં જ લખવું જોઈએ. એ વખતે મેં એમને પ્રત્યુત્તર પાઠવ્યો હતો કે મારું નામ મારી ઓળખ છે. મારે કેવી રીતે ઓળખાવું એ હું જ નક્કી કરી શકું. પણ, મને ત્યારથી એક પ્રશ્ન રહ્યા કરતો હતો કે આપણે ગુજરાતીમાં પિતાના નામનો નિર્દેશ અંગ્રેજીમાં કેમ કરીએ છીએ.
સમય જતાં મને એ પ્રશ્નનો ઉત્તર મળી ગયો. આપણી શિક્ષણ પ્રથામાં ખાસ કરીને, માધ્યમિક શિક્ષણની કક્ષાએ વિદ્યાર્થીઓનાં નામો અંગ્રેજીમાં લખવામાં આવે છે. એને કારણે અંગ્રેજી આદ્યાક્ષરનો ઉપયોગ પિતાના નામનો નિર્દેશ કરવા માટે પ્રચલિત બન્યો છે. પ્રાથમિક શાળાઓમાં નામો ગુજરાતીમાં જ લખતા હોય છે. જો કે અંગ્રેજી માધ્યમની શાળાઓમાં નામો અંગ્રેજીમાં જ લખાય છે. માત્ર પ્રાથમિક શિક્ષણ મેળવ્યું હોય એવા લોકો પોતાના નામમાં પિતાનો ઉલ્લેખ અંગ્રેજીમાં કરતા નથી. પણ માધ્યમિક શાળાઓમાં નામો અંગ્રેજીમાં લખાય છે એને કારણે જે લોકો માધ્યમિક શિક્ષણ કે ઉચ્ચ શિક્ષણ મેળવે છે તેમનાં નામોનું અંગ્રેજીકરણ થઈ જાય છે. મારા નામના આદ્યાક્ષરો આર.બી. શાહ થશે. એ જ રીતે જે.પી. પટેલ થશે. આ પ્રથા પ્રચલિત થવાનું કારણ કદાચ આપણે કક્કાવારીના ક્રમથી ટેવાયેલાં નથી એ છે. અંગ્રેજી કક્કો આપણો પાકો હોય છે. એટલે શાળાઓમાં વિદ્યાર્થીઓનાં નામો અંગ્રેજીના મૂળાક્ષરોના ક્રમમાં લખવામાં સુગમ થઈ પડે છે. આ કારણે આપણાં નામોના અંગ્રેજીકરણથી આપણે શિક્ષણ દરમિયાન ટેવાઈ જઈએ છીએ અને પછી એ જ રીતે આપણાં નામો લખવાની આદત આપણને પડી જાય છે. આમ ગુજરાતી નામોનું અંગ્રેજીકરણ એ શિક્ષણ પ્રથાએ પાડેલી પરંપરાનું પરિણામ છે. એ પ્રથા બદલવી હોય તો આપણાં નામો શાળાકક્ષાએ ગુજરાતીમાં જ લખવાની પ્રથા પાડવી રહે.
સૌજન્ય : “નિરીક્ષક”, 16 જુલાઈ 2021; પૃ. 04
 


 તાજેતરમાં સરકારે ડાંગરની ખરીદીના ટેકાના ભાવમાં (એમ.એસ.પી.) વધારો કર્યો એ વધારો આમ દેખીતી રીતે વાજબી પાંચ ટકા જેટલો અલ્પ છે. ટેકાના ભાવને જે તે પાકના ઉત્પાદન ખર્ચ સાથે સાંકળવાનો હોય છે. ડિઝલના ભાવમાં મોટો વધારો થયો હોવાથી ખેતીના ખર્ચમાં સર્વગ્રાહી રીતે વધારો થયો છે, પણ આ પ્રશ્નને તપાસવાનો સંદર્ભ જુદો છે.
તાજેતરમાં સરકારે ડાંગરની ખરીદીના ટેકાના ભાવમાં (એમ.એસ.પી.) વધારો કર્યો એ વધારો આમ દેખીતી રીતે વાજબી પાંચ ટકા જેટલો અલ્પ છે. ટેકાના ભાવને જે તે પાકના ઉત્પાદન ખર્ચ સાથે સાંકળવાનો હોય છે. ડિઝલના ભાવમાં મોટો વધારો થયો હોવાથી ખેતીના ખર્ચમાં સર્વગ્રાહી રીતે વધારો થયો છે, પણ આ પ્રશ્નને તપાસવાનો સંદર્ભ જુદો છે. મોદી સરકારે તેના પ્રથમ કાર્યકાળમાં પહેલું મહત્ત્વનું કામ આયોજન પંચને વિખેરી નાંખવાનું કર્યું હતું. એ પગલું માર્મિક રીતે સૂચક નીવડ્યું છે. મોદી સરકાર ભવિષ્યમાં મહત્ત્વનાં પગલાં આયોજન વગર, એટલે કે પુખ્ત વિચારણા અને તૈયારી વિના ભરશે એનું સૂચન એમાંથી સાંપડ્યું છે. ગયા વર્ષે ચાર કલાકની નોટિસથી લોકડાઉન કરવામાં આવ્યું તે એનું એક ઉદાહરણ છે. લોકડાઉન કરતી વખતે નીકળી ચૂકેલાં વાહનો અને પ્રવાસે ગયેલા માણસોની શું સ્થિતિ થશે એનો વિચાર કરવામાં આવ્યો ન હતો. તેના કારણે પ્રવાસે ગયેલા લોકો અટવાઈ પડ્યા અને માલવાહક ટ્રકો રસ્તામાં થંભી ગઈ. આટલો સાદો વિચાર પણ એ ચાર કલાકની નોટિસથી લૉકડાઉન કરતી વખતે ન કરવામાં આવ્યો.
મોદી સરકારે તેના પ્રથમ કાર્યકાળમાં પહેલું મહત્ત્વનું કામ આયોજન પંચને વિખેરી નાંખવાનું કર્યું હતું. એ પગલું માર્મિક રીતે સૂચક નીવડ્યું છે. મોદી સરકાર ભવિષ્યમાં મહત્ત્વનાં પગલાં આયોજન વગર, એટલે કે પુખ્ત વિચારણા અને તૈયારી વિના ભરશે એનું સૂચન એમાંથી સાંપડ્યું છે. ગયા વર્ષે ચાર કલાકની નોટિસથી લોકડાઉન કરવામાં આવ્યું તે એનું એક ઉદાહરણ છે. લોકડાઉન કરતી વખતે નીકળી ચૂકેલાં વાહનો અને પ્રવાસે ગયેલા માણસોની શું સ્થિતિ થશે એનો વિચાર કરવામાં આવ્યો ન હતો. તેના કારણે પ્રવાસે ગયેલા લોકો અટવાઈ પડ્યા અને માલવાહક ટ્રકો રસ્તામાં થંભી ગઈ. આટલો સાદો વિચાર પણ એ ચાર કલાકની નોટિસથી લૉકડાઉન કરતી વખતે ન કરવામાં આવ્યો.